________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર જેમ આંખેથી સ્પષ્ટ દેખાય છે તેમ જ્ઞાની અનેક શરીરીઓમાં રહેલા આત્માઓને દેખી શકે છે. વિશદ્ધ પ્રેમી જૈનો પ્રેમના બળે વિચારોના પ્રવાહને મનેવગણ દ્વારા પ્રવાહે છે, પ્રકાશે છે. તેઓ પિતાના સત્ય પ્રેમીઓનાં હદમાં જ્ઞાનાગ્નિ પ્રગટાવે છે. પ્રેમથી એકબીજાનું પરસ્પર આકર્ષણ થાય છે. શુદ્ધ પ્રેમાગ્નિને ઊધઈરૂપ દેશે લાગી શકતા નથી. સર્વ વિશ્વને એક મહાવીરરૂપ અનુભવીને ચાહવું અને સર્વ વિશ્વ માટે જે મળ્યું તે અર્પવું એ જ પરબ્રહ્મમહાવીર પ્રભુકથિત જૈનધર્મ છે. અમુક કર્મકાંડે અને અમુક ભાષાનાં અય સૂકતેના ઘેષણમાં (રટણમાં કંઈ આત્મવીરત્વ રહ્યું નથી. ઉપગી, પરમાથી અને જીવતા વિચારોમાં અને સદાચારોમાં વિશુદ્ધ પ્રેમરૂપ જીવતે જૈનધર્મ રહ્યો છે. તેને અનુભવજ્ઞાની જૈનો અનુભવી શકે છે. બાકી મરેલા મુડદાલ વિચાર અને અય કર્મકાંડેનાં સૂક્તોને પઠન પાઠનમાં જીવતા વિશુદ્ધાત્મવીર પ્રભુને અંતરમાં મેળવી શકાતા નથી. વિશુદ્ધ પ્રેમી જૈન મૌન રહીને અને સત્કર્તવ્ય કરીને વિશ્વને જિવાડે છે અને તેને જાગ્રત કરે છે. પરમાત્મા શ્રી મહાવીરદેવે મહાદેવી પરબ્રહ્માણી યશેદા ભગવતી આગળ પ્રેમગનું પૂર્ણ રહસ્ય પ્રકાર્યું છે અને તેની શ્રીમતી યશદાદેવીએ “પ્રેમ ગીતા” રચી છે. તે કલિકાલમાં દેવ અને દેવીઓ ગુપ્ત મહાત્માઓ દ્વારા પરંપરાએ વહશે અને પંચમા આરાના વીસસો (૨૪૦૦) ઉપર કેટલાંક વર્ષો ગયા બાદ બ્રાહ્મી લિપિમાંથી દેવનાગરી લિપિ આદિ લિપિઓમાં તથા અન્ય ભાષાઓમાં પ્રકાશિત થશે અને તેથી આર્યાવર્તાદિ ખંડેનાં મનુષ્ય, દેવે અને દેવીઓનાં હૃદય પવિત્ર બનશે. પાછે તેને દેવો અને ઋષિઓ ગપશે અને મનુષ્યની યોગ્યતાઓ અને ઉપયોગિતાએ પછી પ્રગટ કરશે. તેઓ ભક્તિગને સર્વત્ર પ્રચાર કરશે.
શ્વેતદ્વીપવાસી ગુપ્ત મહાત્માઓ અને દેવે જૈન ધર્મને જ્યારે સર્વત્ર પ્રકાશ કરવા પ્રયત્ન કરશે ત્યારે પ્રથમ શ્રીમતી ચશદાદેવીએ ગાયેલી “પ્રેમગગીતા”ને મહાત્માઓનાં હૃદયમાં,
For Private And Personal Use Only