________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલું શિક્ષણ સતીઓનાં હૃદમાં, ભક્તોનાં હૃદયમાં સકુરાવશે અને તેથી કલિયુગમાં જૈનોમાં નવનવી શક્તિઓ પ્રગટશે. વિશુદ્ધ અને સત્ય પ્રેમ તે પુણ્ય, સંવર અને નિરાકારક છે. પ્રેમથી પુણ્યબંધ થાય છે. સત્ય પ્રેમથી અવિશ્વાસ, અભક્તિ, દુર્બલતાના વિચારોને પ્રવાહ, જે મનમાં વહે છે તે, બંધ પડે છે. માટે પ્રેમભક્તિ તે સંવર છે, પ્રભુ મહાવીરદેવ પર સર્વથા પ્રકારે ધારણ કરેલો પ્રેમ તે જ મુક્તિનું કારણ હોવાથી મુક્તિ છે. ગુરુ પર પરબ્રહ્મરૂપે ધારેલ પ્રેમ તે જ શિષ્યની અને શિષ્યાઓની સર્વ પ્રકારની ઉન્નતિનું મૂળ છે. પ્રભુ મહાવીરદેવ અને જૈન ગુરુ પર પૂર્ણ પ્રેમ ધારણ કરવાથી પિતાની મેળે હળવે હળવે છે અને અશક્તિઓ ટળે છે અને આત્માના તાબામાં ન આવે છે. પ્રેમ જ્યાં પ્રગટે છે ત્યાં સમકિતધર્મ છે. કલિકાલમાં શ્રી મહાવીર પ્રભુ પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા રાખનારાઓ તરી જશે. પ્રેમથી શ્રેષ, વેર અને દેશદષ્ટિ શમે છે. કત વ્યકર્મથી તેમ જ જ્ઞાનથી પ્રેમની વિશુદ્ધિ તથા વ્યાપકતા વધતી જાય છે અને તે તે પ્રમાણમાં અંતરમાં અને બાહ્યમાં દ્રવ્યભાવરૂપે પ્રભુ મહાવીર વ્યક્ત થાય છે. માટે વિશુદ્ધ પ્રેમમૂર્તિ દેવી પ્રિયદર્શના ! પ્રેમભક્તિયેગથી તપ, જ્ઞાન અને પરમાનન્દરૂપ મહાવીરને તું પામ.
પ્રિયદર્શના : મહાદેવી, સર્વશ્રુતજ્ઞાનધારિણી, પરમસર્વજ્ઞકૃતિમૂતિ સત્યરૂપાદેવી! તમને નમું છું, વન્દ છું, સ્તવું છું.
સર્વ દેહધારીઓનાં હૃદયમાં વ્યક્તા વ્યક્તરૂપે રહેલા ભગવાન શ્રી મહાવીરદેવની આપ શ્રીમતી પરમશિષ્યા, પરમ પાસિકા વિદુષી છે. આપનાં વચનામૃતને શ્રવણ કરતાં કહ્યું અને હૃદયની તૃપ્તિ થતી નથી. જિનેશ્વર પિતૃદેવ મહાવીર પ્રભુના બેધથી મારું હૃદય પવિત્ર બન્યું છે અને પ્રકાશિત થયું છે. મને આત્મજ્ઞાન પ્રગટયું છે, જેના પ્રકાશથી શાસ્ત્રોની રચના થાય છે. જ્ઞાની મહાત્માઓ જીવતાં ચિત્ય, પ્રતિમાઓ અને મૂર્તિઓ છે. તેમના
For Private And Personal Use Only