________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલું શિક્ષણ
૩૭ પણ ક્ષણિક સ્વમની બાજુની પેઠે વિલય પામે છે. શુદ્ધાત્મમહાવીર વિના તેવી દશામાં બીજું કશું અનુભવાતું નથી.
ત્યાગદશા, હંસદશા, ભક્તિદશા, હઠોગ, રાજગ વગેરે સર્વ યુગોનો સંવર-નિર્જરાતત્વમાં અન્તર્ભાવ થાય છે. તે જ રીતે ઉપશમભાવ, ક્ષયેશમભાવ, અને ક્ષાયિક ભાવનો સંવર–નિર્જરાતત્વમાં સમાવેશ થાય છે. મન તે જ ભક્તિ આદિમાં પરિણમે છે અને તે જ દેશ, કેમ, સંઘાદિનાં કાર્યો કરવામાં લાગે છે. જૈનોના ઔદયિકભાવના હેતુઓને પણ તે ધર્મરૂપે અને પુણ્યરૂપે દેખે છે ત્યારે સંવર-નિર્જરારૂપ બને છે. મનનો આભામાં લય થાય છે ત્યારે આત્મા સ્વતંત્ર મુક્તરૂપ બને છે. તેને કોઈ કર્મપ્રવૃત્તિ બાંધવા સમર્થ થતી નથી. સર્વ વિશ્વમાં જે જે પદાર્થોનો વ્યવહાર કરે ઘટે છે તેને જ્ઞાની કરે છે, પણ તે સ્વતંત્ર અને મુક્ત રહે છે. ઔદયિક ભાવની સર્વ વિચાર અને આચારરૂપ પ્રવૃત્તિએમાં શ્રી મહાવીર પ્રભુના ભક્ત લોકો સાધ્યદષ્ટિવાળા હોવાથી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવા છતાં બંધાતા નથી.
ગુરુકુલે સ્થાપવાં, દેવ-ગુરુની ભક્તિ કરવી, બાળકે અને આલિકાઓને શિક્ષણ આપવું ઈત્યાદિ ધાર્મિક તથા શુભ વ્યાવહારિક પ્રવૃત્તિઓને જેનો કરે છે ત્યારે તેઓનું મન પાકે છે. તેથી તેઓ શ્રી મહાવીર પ્રભુના આંતરરાગી બને છે. રાગ-દ્વેષને વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં સર્વ પ્રકારનાં પુણ્યને બંધ પડે છે અને તેથી આગળ વિશુદ્ધ ભક્તિમાં રાગ-દ્વેષ શુદ્ધ થતા જાય છે. રાગ– દ્વેિષની વિશુદ્ધિથી સવિકલ્પ સમાધિ થાય છે અને સવિકલ્પ સંપ્રજ્ઞાત સમાધિની પકવતા થતાં નિર્વિકલ્પ સમાધિ થાય છે અને તેથી પરમવિશુદ્ધ મહાવીરરૂપ મુક્ત સર્વેશ્વર દશા પિતાના આત્માની થાય છે. જડની પ્રવૃત્તિઓમાં જ્યારે આત્મા અનાસક્ત રહે છે, ત્યારે સર્વ જડ પદાર્થો દશ્યરૂપે પ્રતીત થાય છે, પણ તે આવરણ કરવાને શક્તિમાન થતા નથી.
For Private And Personal Use Only