________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલું શિક્ષણ ચોથા ગુણસ્થાનકથી અગ્યારમા સુધીમાં જાય છે. અને પાછા આવે છે. તેઓ દિવ્ય મનુષ્ય શરીરવાળા હોય છે, છતાં પ્રસંગે ઉપકારાદિ કારણેએ વિક્રિય કે આહારક શરીરને ધારણ કરે છે. તે તેજલેશ્યા, શીતલેશ્યા, અન્યના શરીરમાં પ્રવેશ આદિ શક્તિઓ વડે યુક્ત હોય છે. તેઓ પરમાત્માના અને તેમના પ્રતિનિધિ બનીને વિશ્વના જીવોનું પાલનાદિ કર્મ કરે છે. ચોથા ગુણસ્થાનકથી તે બારમા ગુણસ્થાનક પર્યત વર્તનારા વીર બ્રહ્મજ્ઞાનીઓ અસંખ્ય પ્રકારના હોય છે. તેથી તેઓને ગણ્યાથી પાર આવી શકતો નથી.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહ અને અંતરાય એ કર્મોને સર્વથા ક્ષય કરનારા પરમાત્મા સશરીરી સર્વિસ કેવલીઓ જાણવા. તેઓ જ્ઞાનાદિ અનંત શક્તિઓના ધારક બને છે. ચાર અઘાતી કર્માદિના શરીર વડે તેઓ સર્વ જીવો પર જ્ઞાનાદિ દાનને ઉપકાર કરે છે. સગી કેવલીએ કેટલાક મૂક હોય છે, કેટલાક અન્તકૃત કેવલીઓ હોય છે અને કેટલાક કેટી વર્ષ પર્યન્ત શરીર ધારણ કરી ભવ્ય લોકોને ઉપદેશ આપનારા જાણવા. સગી તીર્થકર પરમાત્મા, વિશ્વદેવ, પરમેશ્વર જાણવા. તેઓની સેવામાં અન્તરાત્માએ વર્તે છે અને કેવલીઓ તેમની પાસે બેસે છે. તે તેમને ઉપદેશ કલ્પ પ્રમાણે શ્રવણ કરે છે. મન, વાણી, કાયાને વ્યાપાર કરનારા સગી તીર્થકર કેવલીઓ જાણવા. તેઓ એકાન્ત પ્રારબ્ધ કર્મનો ભંગ ભેળવે છે. પ્રારબ્ધ કર્મની પ્રકૃતિઓ વડે તેઓ શરીર આદિથી કાર્ય કરે છે. ચૌદમાં ગુણસ્થાનકવતી અગી કેવલીઓ શરીર, મન, વાણીની પ્રવૃત્તિ કરતા નથી.
લૌકિક તથા લેકેતર વ્યવહારે સમ્યગ્દષ્ટિ મનુષ્યો અન્તરામાએ-જીવન્મુક્તો જાણવા. ચેથા ગુણસ્થાનકથી માંડી આગળના સર્વ ભક્ત જ્ઞાની અન્તરાત્માઓ ઉત્તરોત્તર ઉત્તમ પ્રકારના તરતમગી જીવન્મુક્ત જાણુવા. તેઓને પ્રારબ્ધ કર્મના ભેગો ભેગવવા છતાં નવીન કર્મ નહીં બાંધનારા જીવન્મુક્ત, દેહાધ્યાસ રહિત અને વૈદેહી કર્મ
For Private And Personal Use Only