________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પરમાણુરૂપ કરી વિખેરી નાખે અને અન્ય પરમાણુઓના સૂર્યચન્દ્રાદિ ગ્રહ બનાવી શકે. તેઓ ધારે તે પુદ્ગલ જગતના અનેક આકારોને અમુક રીતે બનાવે યા બીજી રીતે બનાવે યા સંહરે. તેમની આત્મિક શક્તિઓને પાર નથી તેમ જ જડ શરીર પ્રકૃતિને જડમિશ્ર અને જડમાં વપરાતી શક્તિઓને પાર નથી અર્થાત્ અનંત છે.
આત્મવીરાદિના તત્ત્વજ્ઞાનથી રહિત આત્માઓને જ બહિરાત્માએ યાને મનના વિકાસની મુખ્યતાવાળા છે જાણવા. આત્માદિતત્ત્વજ્ઞાનથી જેઓએ શરીરમાં રહેલા આત્મવીરેને અનુભવ કર્યો છે તેઓને અન્તરાત્માઓ જાણવા. જે સમાધિસહિત આત્માઓ છે તેમને અન્તરામા જાણવા. કૃષ્ણાદિક વાસુદેવને અન્તરાભા જાણવા. બારમા ગુણસ્થાનક પર્યન્તના આત્માને અન્તરાભા જાણવા. તેઓ અઠ્ઠાવીસ પ્રકારની લબ્ધિ તથા અનેક વિધાયુક્ત ચક્રવર્તીનું સભ્ય બનાવવાની શક્તિવાળા, બ્રહ્માંડે રચવા અને સંહારવાની શક્તિવાળા તથા ચાર જ્ઞાનના ધારક હોય છે. અસંખ્ય પ્રકારનાં જ્ઞાનેના ભેદને અન્તરાભા એવા ગૃહસ્થ અને મુખ્યતાએ ત્યાગીઓ ધારણ કરી શકે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ છે. મન ૫ર્યવના પણ, મદ્રવ્યના અનેક ભેદે કે પ્રકારો જાણવાની અપેક્ષાએ, અનેક ભેદે છે. અન્તરાત્માઓ ભક્ત, જેગીઓ, કમગીઓ વગેરે અસંખ્ય પ્રકારના જ્ઞાનાદિ યોગના ધારક હોય છે.
પરબ્રહ્મ શ્રી મહાવીર પ્રભુ પર પૂર્ણ રાગ અને વિશ્વાસ મૂકતાંની સાથે સમ્યગ્દષ્ટિ અન્તરાત્માઓ પ્રકટે છે અને તેઓને આહિરાત્મભાવ નષ્ટ થાય છે. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક પર્યન્ત તેઓ વતે છે. બત્રીસ માળવાળા મહેલમાં રહેનારાઓ પહેલેથી સાતમામાં જાય છે અને ત્યાંથી ઠેઠ બત્રીસમા માળે જાય છે. પાછા તેઓ ઈચ્છા થાય છે તે પહેલા માળે આવે છે અને પાછા ત્યાંથી ઠેઠ છેલા માળે પણ ચઢી જાય છે. તેમ અન્તરાત્માઓ
For Private And Personal Use Only