________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલું શિક્ષણ
પ્રિયદર્શના : મહાદેવી સત્યરૂપ ! તમને નમું છું, વંદું છું. મને સર્વતીર્થોધાર શ્રી મહાવીર પ્રભુએ ત્યાગ સંબંધી તથા પુત્રીશિક્ષણ સંબંધી સારે બોધ આપે. તેથી મારામાં અનંત પ્રકાશ પાડ્યો છે.
સ્ત્રીઓ અને બાલિકાઓ કર્મગિનીઓ કેવી રીતે બને તેનું જ્ઞાન પિતાશ્રીએ આપ્યું છે. સાકાર પરમેશ્વર મહાવીરદેવને મેં પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી શરણ્યરૂપ સ્વીકાર્યા છે. તેથી મને આત્મપરબ્રહ્મવીર સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે. તેમણે ગૃહસ્થાવાસમાં તમારી પાસેથી અને પૂજ્ય સવતીર્થસ્વરૂપિણ યશદાદેવી માતા પાસેથી સર્વ પ્રકારની વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કરવા આજ્ઞા કરી છે. તે પ્રમાણે હું પ્રવર્તીશ. પ્રભુ ત્યાગ ગ્રહી વિશ્વોદ્ધાર કરવાના છે તેથી મને હર્ષને પાર રહેતું નથી. ત્યાગસૂક્ત :
સત્યરૂપા પ્રિયદર્શના! અનંતાનંત પુણ્યરાશિના વિપાકથી શ્રી મહાવીર પ્રભુની પુત્રી તરીકે (તું) અવતાર પામી છે. સાકાર પ્રભુના શરીરથી તારુ શરીર પ્રગટયું છે. તેથી તે પરબ્રહ્મ પરમાત્મપદ પ્રાપ્ત કરવાની જ, એ નિયમ છે.
ત્યાગની ઘણી જરૂર છે, તેથી પ્રભુ મહાવીર દેવ ત્યાગી થવાના છે. જે પૂર્ણ ભોગી હોય છે તે પૂર્ણગી બને છે. જે પૂર્ણરાણી હોય છે તે જ પૂર્ણ ત્યાગી બને છે. પૂર્ણ રાગ તે જ પૂર્ણ ત્યાગરૂપે પરિણમે છે. જે કર્મ કરવામાં શૂરા હોય છે તે જ ધર્મ કરવામાં શૂરા બને છે. જ્ઞાન પછી શૌર્ય અને ત્યાગથી આમોદ્ધાર થાય છે. વાયુ, જળ, પૃથ્વી, અગ્નિ, આકાશ વગેરે પદાર્થો જેમ સર્વના ઉપયોગ માટે છૂટા છે અને તેને એકસરખી
For Private And Personal Use Only