________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી પ્રિયદર્શનાને ઉપદેશ
૧૩ થાય છે. જે બાળાએ મારી પૂર્ણ ભક્તાણીઓ બને છે અને દેશ, રાજ્ય, શરીર, ધન કરતાં મારા ધર્મનો પ્રચાર કરવામાં સર્વસ્વનો ભોગ આપે છે, તેઓ ઇચ્છિત ફળરૂપ સ્વર્ગ, ઉત્તમ પતિ, વૈભવ, આરોગ્ય, શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને બળ પામે છે. જે બાળાઓ પ્રાણ પડે તો પણ છેવટ સુધી મારા નામને જાપ અને સ્મરણ કરે છે તેઓને મૃત્યુ વખતે કષ્ટ કે દુખ અલપ થાય છે અને મૃત્યુ બાદ તેઓ મારા પદને વેગથી પ્રાપ્ત કરે છે. તેઓ છેવટના શુદ્ધાત્મમહાવીરપદને પામે છે, અને જન્મ–જરા-મરણથી મુક્ત થઈ સ્વતંત્ર બને છે. જે બાળાઓ મારા વિના અન્ય કશામાં ચિત્ત પરોવતી નથી કે રાગ ધારણ કરતી નથી અને જેઓ મારી આજ્ઞા પ્રમાણે શરીર–મન–વાણીને વ્યાપાર કરીને સંસારવ્યવહાર પ્રમાણે, વતે છે, તેઓ મારી પરમ ઉપાસિકાએ બને છે.
સ્ત્રીઓને ભેગ્ય માની જે સ્ત્રીઓના આત્માઓને વિકાસ કરતા નથી તેઓ મારા ભક્ત જૈન બની શકતા નથી અને જે સ્ત્રીઓ આત્માના વિકાસમાં બેદરકાર રહે છે તેઓ પોતાના સત્ય સ્વાર્થથી તથા સત્ય પરમાર્થથી ભ્રષ્ટ બને છે. બાળાઓના અને પરિણીત સ્ત્રીવર્ગના જ્ઞાનપ્રકાશમાં જે જે અંતરા કે આવરણ હોય તેઓના વિનાશાથે પ્રયત્ન કર. બાળક અને બાલિકાઓ આ પૃથ્વીનાં નિર્દોષ દેવો અને દેવીઓ છે. બાલિકાઓ પર જ્યાં અત્યાચાર થાય છે અને જે દેશમાં કુમારિકાઓની લૂંટ કે અપહરણ થાય છે તે દેશ અને તેની શક્તિઓના નાશને માટે અનેક ઉત્પાતો અણધાર્યા પ્રગટ થાય છે. બાળાઓના આત્મવિકાસના જે જે કમો છે તદનુસારે તેઓને શિક્ષણ આપવાનો મેં ઉપદેશ આપે છે. તે પ્રમાણે બાળાઓને સર્વ પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કરાવ. આલિકાઓને અને બાળકોને જે જે બાબતોમાં કે રમતોમાં ગમ્મત પડે તે દ્વારા તેઓના આત્માઓના વિકાસનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં ભાગ લે. પૂર્વભવના મારી ભક્તિના સંસ્કારોથી જેઓ આ ભવમાં જન્મતાં વાર સાત જેવા પ્રગટેલા હોય છે
For Private And Personal Use Only