________________
રોગ સામેનો જંગ જીતી શકાય તેમ નથી, પરંતુ એમણે ‘નેલ્સન મંડેલા ફાઉન્ડેશન'ની સ્થાપના કરી અને આ રોગને માટે તેમજ ગ્રામવિકાસ અને શાળાનાં મકાનોને માટે એના દ્વારા સહાય કરી.
યુનોએ નેલ્સન મંડેલાના ૬૭મા જન્મ દિવસે, ૧૮મી જુલાઈએ, ‘મંડેલા-દિવસ' જાહેર કર્યો અને ત્યારે સહુએ ક૭ મિનિટ બીજાના ભલાને માટે કામ કરવું, એવી ભાવના પ્રગટ કરવામાં આવી. મંડેલા માનતા હતા કે આ જગતમાં પૉઝિટિવ પરિવર્તન લાવવા માટે સેવાભાવી પ્રવૃત્તિઓની સવિશેષ જરૂર છે અને એ કાર્ય એમણે એમની જિંદગીના આખરી તબક્કામાં લથડેલી તબિયત વચ્ચે પણ સુપેરે કરી બતાવ્યું.
પારખુ
અમેરિકાના સોળમા પ્રમુખ
અબ્રાહમ લિંકનના યશસ્વી જીવનમાં શક્તિનો વકીલ સ્ટેન્ટનના બે ઉદ્ધતાઈભર્યા પ્રસંગો
મળે છે.
અમેરિકાના પ્રથમ પંક્તિના વકીલ સ્ટેન્ટન એક મહત્ત્વનો કેસ લડી રહ્યા હતા અને એમની મદદમાં વકીલ અબ્રાહમ લિંકનને રોકવામાં આવ્યા.
આ સમયે યુવાન લિંકનના વિચિત્ર દેખાવ અને લઘરવઘર દેદારને જોઈને સ્ટેન્ટને સ્પષ્ટ કહી દીધું કે આવા લાંબા લાંબા હાથવાળા અણઘડ અને વાનર જેવા દેખાતા માણસ સાથે હું કોઈ કામ કરવા માગતો નથી. જો કોઈ વ્યવસ્થિત ગૃહસ્થ વકીલ મને મદદનીશ તરીકે આપશો તો જ હું આ કેસ સંભાળીશ.
એ સમયે અબ્રાહમ લિંકને એમના સ્વભાવ મુજબ ખૂબ પરિશ્રમ લઈને કેસ તૈયાર કર્યો હતો, તેમ છતાં સ્ટેન્ટને એમને મદદનીશ તરીકે લીધા નહીં.
એ પછી સાત વર્ષ બાદ અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા, ત્યારે ઉગ્ર અને અવિચારી એવા સ્ટેન્ટને કહ્યું કે
જન્મ : ૧૮ જુલાઈ, ૧૯૧૮, યૂ, દ. આફ્રિકા અવસાન ઃ ૫ ડિસેમ્બર, ૨૦૧૩, હોંગ્ટન એસ્ટેટ, જોહાનિસબર્ગ, દ.આફ્રિકા
૨૦
જીવનનું જવાહિર
–
જીવનનું જવાહિર
૨૧