________________
સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને સર્વસત્તાધીશ બન્યા. ચૂંટણીમાં ઊભા રહ્યા અને ભવ્ય વિજય મેળવ્યો.
આમ પોતાની કારકિર્દી દરમિયાન ચાર્લ્સ દ’ ગોલ ક્યારેય હિંમત હાર્યા નહોતા અને અનેક કોકટીની ક્ષણોએ એમણે દેશને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આનું કારણ એમની પ્રબળ આત્મશ્રદ્ધા હતી.
એમની ઈશ્વરને પ્રાર્થના કરવાની રીત પણ નિરાળી હતી. તેઓ ઈશ્વરને વિનંતી કરતા, “હે ઈશ્વર, તું મારામાં વિશ્વાસ રાખ.”
ચાર્લ્સ દ’ ગોલે ઈશ્વરના એમના પરના વિશ્વાસને આત્મશ્રદ્ધામાં પલટી નાખ્યો.
બ્રિટનના અગ્રણી મુત્સદી,
રૂઢિચુસ્ત પક્ષના નેતા, લેખક અને કુશળ મારો વક્તા સર વિન્સેન્ટ ચર્ચિલે (ઈ.સ.
| ૧૮૭૪ થી ઈ.સ. ૧૯૬૫) બીજા અભિપ્રાય
વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું
વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું. ઈ.સ. ૧૯૪૦ થી ૧૯૪૫ સુધી વડાપ્રધાનપદે રહીને એમણે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને મિત્ર રાજ્યોને વિજય અપાવવામાં સિહફાળો આપ્યો.
તેઓ વડાપ્રધાન હતા, તે સમયે બ્રિટનની પાર્લામેન્ટમાં કોઈ અગત્યના વિષય પર ચર્ચા ચાલી રહી હતી અને વિન્સેન્ટ ચર્ચિલની વિચારધારાની સામે વિરોધ પક્ષના અગ્રણી વક્તવ્ય આપતા હતા. એમનું પ્રવચન અત્યંત લાંબુ, અવ્યવસ્થિત અને કશી નક્કર હકીકતો વિનાનું હોવાથી વિન્સેન્ટ ચર્ચિલ કંટાળી ગયા.
વળી, પ્રવચન આપતાં ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ વિરોધ પક્ષના અગ્રણી અટકતા નહોતા. આથી વિન્સેન્ટ ચર્ચિલ પોતાના સ્થાને બેસીને ઝોકાં ખાવાં લાગ્યાં અને ધીરેધીરે પાર્લામેન્ટની પાટલી પર માથું નાખીને નિંદ્રાધીન બની ગયો.
જન્મ : ૨૨ નવેમ્બર, ૧૮૯૦, લીલી, ફ્રાંસ અવસાન ઃ ૯ નવેમ્બર, ૧૯૩૦, ફાંસ
૧૨૪
જીવનનું જવાહિર
—
જીવનનું જવાહિર
૧૨૫