________________
ઇતિહાસ અને પ્રવાસ વિશે લેખન કર્યું.
પોતાની કલ્પનાના સુખી સમાજનું ચિત્રણ કરીને એની સ્થાપના પણ કરી. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કલા વિશે કેટલાંય વ્યાખ્યાનો આપ્યાં. આશ્ચર્ય થાય કે રસ્કિને આટલી બધી વિદ્યાઓ અને વિષયોમાં કઈ રીતે કામ કર્યું હશે ?
જૉન રસ્કિન પોતાના ડેસ્ક પર એક નાનકડો પથ્થર રાખતા હતા અને એ પથ્થર પર ‘ટુ ડે’ એમ લખ્યું હતું.
એનો અર્થ એટલો કે આજનું સ્વાગત કરો. જે કામ કરવાનું છે તે આજે જ કરો. ગઈ કાલની ચિંતા અને આવતી કાલની પંચાત છોડીને આજમાં જીવો અને આજના વનને ભરપૂર માણો.
૧૩૦
જન્મ - ૮ ફેબ્રુઆરી, ૧૮૧૯, બેંડન, ઇંગ્લૅન્ડ
અવસાન : ૨૦ જાન્યુઆરી, ૧૯૦૦, કોનિસ્ટન, લેન્કેશાયર, ઇંગ્લૅન્ડ
જીવનનું જવાહિર
ઠંડી
તાકાત
એનું નામ હતું સૅમ્યુઅલ લેંગહોર્ન ક્લેમન્સ. ૨૭મા વર્ષે એણે ‘માર્ક ટ્વેન’ જેવું લાક્ષણિક તખલ્લુસ રાખ્યું.
જિંદગીના પ્રારંભે માર્ક ટ્વેને મુદ્રક તરીકે કામ કર્યું. મિસિસિપી નદીના નિપુણ નૌકાચાલક તરીકે નામના મેળવી.
ચાંદીની ખાણો શોધવા ભ્રમણ કર્યું. ખબરપત્રી બનીને ફ્રાન્સ, ઇટાલી અને પેલેસ્ટાઇનનો પ્રવાસ કર્યો.
જિંદગીના છેલ્લા બે દાયકામાં એના પર આફતોનો વરસાદ વરસ્યો. નિકટના એક સગાએ મુદ્રણયંત્ર શોધી આપવાની વાત કરી. એ માટે માર્ક ટ્વેને સઘળી સંપત્તિનું રોકાણ કર્યું. મુદ્રણ માટેનું યંત્ર તૈયાર થયું નહીં અને માર્ક ટ્વેને આપેલા પૈસા ય ડૂબી ગયા.
જિંદગીના પાછળના સમયમાં આવતો આઘાત કેટલો બધો ઊંડો હોય છે !
માર્ક ટ્વેન આર્થિક રીતે સાવ નાદાર બની ગયો અને સહુને લાગ્યું કે હવે ૭૦ વર્ષનો બુઝર્ગ માર્ક ટ્વેન ક્યારેય પાછો ઊભો થઈ શકશે નહીં. એનું સ્વાસ્થ્ય પણ ધીરે ધીરે કથળતું
જીવનનું જવાહિર
૧૩૧