Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 81
________________ ગુરુ શિષ્યનો પ્રશ્ન પામી ગયા. જો એ કહે કે જીવતું રહેશે તો વિદ્યાર્થી પક્ષીને બે હાથ વચ્ચે દબાવીને મારી નાખશે અને જો મરેલું કહે તો પક્ષીને આકાશમાં ઉડાડી મૂકે. ગુરુ કફ્યુશિયસે જવાબ આપ્યો : “તને મૂંઝવતા આ પ્રશ્નનો જવાબ તારા હાથમાં છે. તું ધારીશ તો આ પક્ષી જીવતું રહેશે અને તું ધારીશ તો પક્ષી મરી જશે.” કયૂશિયસનો આ ઉત્તર માનવજાતને એક શાશ્વત વિચાર આપનારો બની રહ્યો. “તારા મૂંઝવતા બધા જ પ્રશ્નોના ઉત્તર તારા જ હાથમાં છે.” એ હકીકત એ દિવસે પ્રતિપાદિત થઈ. ગ્રીસના મહાન ભૂમિતિશાસ્ત્રી પાયથાગોરસનું બાળપણ ખૂબ ગરીબીમાં મારી વીત્યું. આ વિખ્યાત શાસ્ત્રજ્ઞને બાળપણમાં ભણવાને માટે અનેક મુશ્કેલીઓ સહેવી જવાબદારી . પડી. એ જંગલમાં જઈ લાકડાં કાપી લાવતા. એનો ભારો બાંધીને શહેરમાં ફરતા અને એ દ્વારા એમનું ગુજરાન ચાલતું હતું. વિદ્યાર્થીકાળમાં એક વાર એ ભારો બાંધીને રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે એક વ્યક્તિએ તેને ઊભો રાખ્યો અને વિચિત્ર સવાલ કર્યો, “અલ્યા છોકરા, તું આટલો નાનો છે ને આટલો મોટો ભારો ઊંચકીને જાય છે ? તારો આખો દિવસ આમાં જ પસાર થતો હશે ને !” પાયથાગોરસે કહ્યું, “ના, ના. જોજો એવું માનતા. હું તો પહેલાં સવારે ભણવા જાઉં છું. પછી જંગલમાં જઈને લાકડાં કાપી લાવું છું. મારે તો ભણવું છે. ડેમોક્રેટસ જેવા મહાન વિદ્વાન બનવું છે.” જન્મ : ૨૮ સપ્ટેમ્બર, પપ૧ ઈ. પૂ. શુ સ્ટેટ (હાલ ચીન) અવસાન ઃ ઈ. પૂર્વે ૪૭૯, શું સ્ટેટ (હાલ ચીન) ૧૫૮ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૧૫૯

Loading...

Page Navigation
1 ... 79 80 81 82