Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
Catalog link: https://jainqq.org/explore/034423/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનનું જવાહિર કુમારપાળ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ જીવનનું જવાહિર લેખક કુમારપાળ દેસાઈ ગૂર્જર એજન્સી રતનપોળ નાકા પાસે, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈ આવૃત્તિ : પ્રથમ, ૨૦૧૬ કિંમત : પૃષ્ઠ સંખ્યા : ૧૬૦ અર્પણ અપાર શારીરિક મુશ્કેલીઓ છતાં દઢ મનોબળ અને પૉઝિટિવ વિચારધારાથી જીવનના કપરા જંગમાં આનંદભેર હિંમતપૂર્વક જીવનાર ચંદ્રેશ પી. શાહ અને અડગ ધર્મશ્રદ્ધાથી અપૂર્વ સમતા ધારણ કરનાર ઉષાબેન ચંદ્રેશભાઈ શાહ નકલ પ્રકાશક મુદ્રક Page #4 -------------------------------------------------------------------------- ________________ પીંછીનો એક લસરકો ગુજરાતી ભાષામાં લખાયેલા પ્રેરણાદાયી પ્રસંગોનાં મોટા ભાગનાં પુસ્તકોમાં ભારતના ઋષિ-મુનિઓ કે મહાપુરુષોના જીવનપ્રસંગો મળે છે. થોડાંક પુસ્તકોમાં ભારતીય સંસ્કૃતિને દર્શાવતા પ્રસંગોની સાથોસાથ થોડાક વિદેશી મહાનુભાવોના પ્રેરણાદાયી પ્રસંગો મળે છે, જ્યારે અહીં ‘જીવનનું જવાહિર'માં વિદેશના રાજપુરુષો, વિદ્વાનો, વિજ્ઞાનીઓ, ચિત્રકારો, લેખકો અને ચિંતકોના પ્રસંગો આલેખવામાં આવ્યા છે. આ જીવનપ્રસંગોની સાથોસાથ એમના જીવનકાર્યની વિશેષતા પણ સંક્ષેપમાં દર્શાવી છે અને એ રીતે પીંછીના એક લસરકે એમના વ્યક્તિત્વની આછી રૂપરેખા ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથમાં કન્ફ્યૂશિયસ, સૉક્રેટિસ, પ્લેટો જેવા વિચારકોની સાથોસાથ બર્ટ્રાન્ડ રસેલ, સમરસેટ મૉમ, અગાથા ક્રિસ્ટી, જૉન રસ્કિન, જ્યોર્જ બર્નાર્ડ શૉ, માર્ક ટ્વેન, લિયોનાર્ડો દ વિન્ચી, અર્નેસ્ટ હેમિંગ્વે, વૉલ્ટર સ્કૉટ જેવા સર્જકોના પ્રસંગો મળે છે, તો એની સાથોસાથ અબ્રાહમ લિંકન, લેનિન, નેપોલિયન બોનાપાર્ટ, મુસ્તફા કમાલ પાશા, વિન્સ્ટન ચર્ચિલ, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, ચાલ્સ દ' ગોલ જેવા રાષ્ટ્રપુરુષોની જીવનઝાંખી પ્રાપ્ત થાય છે. અહીં થોમસ આલ્વા એડિસન, બેન્જામિન ફ્રેન્કલિન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, મેક્સ પ્લાન્ક જેવા સંશોધકોની વાત છે, તો પર્વતારોહક એડમન્ડ હિલેરી અને નોર્મન કઝિન્સના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓ પણ મળશે. આ પુસ્તકના પ્રકાશન માટે શ્રી મનુભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે. વળી ‘ગુજરાત સમચાર'નો તથા શ્રી શ્રેયાંસભાઈ શાહ, શ્રી બાહુબલિભાઈ શાહ તથા શ્રી નિર્મમ શાહનો આભારી છું. આ પ્રસંગોમાંથી વાચકોને જગતની પ્રતિભાઓના જીવનની માર્મિક ઘટનામાંથી નવીન જીવનદૃષ્ટિ અને મૌલિક અભિગમ પ્રાપ્ત થશે એવી આશા રાખું છું. કુમારપાળ દેસાઈ ૧૪-૬-૨૦૧૬ અમદાવાદ ૧. ૨. 3. ૪. ૫. . ૩. .. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૩. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. અનુક્રમ વ્યર્થ વાચાળતા પ્રસન્ન સહનશક્તિ મારા જ શબ્દોનું ખૂન કામ પ્રમાણે ગતિ હાસ્યલેખકનો ઉત્તર સેવાની જલતી જ્યોત શક્તિનો પારખુ આરસનું સૌંદર્ય મારી વિચિત્ર શોધ ગુસ્સાનો ઉપાય વિચારોની અભિવ્યક્તિ ખામીઓનો સ્વીકાર મનની પ્રયોગશાળા ઓ માઉન્ટ ઍવરેસ્ટ ! આચરણની ભેટ નાસીપાસ તો નહીં જ ! મદદનો પાત્ર દુષ્કાળનું કારણ અણીનો જખમ સ્નાનમાં સમય સ્ટેશનની શોધ પુસ્તકની કિંમત સહુ સમાન મારું દેશબંધુત્વ ચિંતા રાખશો નહીં બેન્જામિન ફ્રેન્કલિન ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ખલિલ જિબ્રાન થોમસ આલ્વા એડિસન ઓલિવર હરફોર્ડ નેલ્સન મંડેલા અબ્રાહમ લિંકન માઇકલૅન્જેલો બર્ટ્રાન્ડ રસેલ જુલિયસ સીઝર વિલિયમ ગેરિસન ઓલિવર ક્રોમવેલ આલ્બર્ટ આઇન્સ્ટાઇન એડમન્ડ હિલેરી કન્ફ્યૂશિયસ સમરસેટ મૉમ સર લૉરેન્સ ઓલિવિયર જ્યોર્જ બર્નાર્ડ શૉ થોમસ આલ્વા એડિસન હૅરી ટુમેન ગુગડીડમ માર્કોની અબ્રાહમ લિંકન લેનિન સૉક્રેટિસ બેન્જામિન ફ્રેન્કલિન ' ૧૧ ૧૩ ૧૫ ૧૭ ૧૯ ૨૧ ૨૩ ૨૫ ૨૭ ૨૯ ૩૧ ૩૩ ૩૫ ૩૭ ૩૯ ૪૧ ૪૩ ૪૫ ૪૩ ૪૯ ૫૧ ૫૩ ૫૫ ૫૭ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૧૫ ૧૧૯ ૧૨૧ ૨૬. સોયાનો ઉપયોગ ૨૭. મહેણાંનો જવાબ ૨૮. સ્નેહની સભરતા ૨૯. પ્રબળ આત્મવિશ્વાસ ૩૦. ઑપરેશનોના અનુભવ ૩૧. શિષ્ટાચારનો સવાલ મુક્તિની ઝંખના ૩૩. પ્રસ્તાવનો અસ્વીકાર ૩૪. મહામૂર્ખની સાબિતી ૩૫. નેકદિલ ઇન્સાન ૩૬. ભીતરની વાત ૩૭. પુરુષાર્થમાં પ્રબળ શ્રદ્ધા ૩૮. સાહિત્યનો આનંદરસ ૩૯. યુદ્ધખોર તો સાવ બદતર ૪૦. મારી પ્રિય પૃથ્વી ૪૧. સર્જનની કર્તવ્યનિષ્ઠા ટીકા અને નિંદા આંગળીની ભાષા અસ્વીકારનો આનંદ ૪૫. અહંકારને ઠેસ ૪૬. પેટન્ટની ઉતાવળ હું કોણ છું ? ૪૮. બાળકનું મન ૪૯. ઈમાનદારી કાજે પ૦. વાચનરસ એ જીવનરસ ૫૧. સત્યની શોધ ક્ષણે ક્ષણે લૂઈ બ્રેઇલ વિલિયમ મોરિસ ચાર્લ્સ ડિકિન્ઝ. ચાર્લી ચેપ્લિન બૂથ ટારકિંગ્ટન અન્ના એલિનોર રૂઝવેલ્ટ ૬૯ ફ્રેડરિક ડગ્લાસ લૂઈ પાશ્ચર ડાયોજિનિસ કફ્યુશિયસ થોમસ આલ્વા એડિસન અબ્રાહમ લિંકન મૅક્સિમ ગોર્કી મૌલિનોવસ્કી યુરી ગાગારિન ડૉ. હાર્વે કુશિંગ બેન્જામિન ફ્રેન્કલીન વૉશિંગ્ટન રોન્કિંગ રુડ્યાર્ડ કિપ્લિગ વિન્સ્ટન ચર્ચિલ લૂઈ પાશ્વર આર્થર શૉપનહોર સિગ્મન્ડ ફ્રોઇડ ડૉ. સ્મોલેટ પેટ્રાર્ક પ્લેટો પર. વેદનામુક્તિનો ઉપાય પ૩. અણહક પર હક્ક ૫૪. સૈનિકની ચિંતા ૫૫. નવા યુગનો પ્રારંભક ૫૬. પૈડાંમાં તેલ સીંચનાર પ૭. મનના પારખુ ૫૮. મારામાં વિશ્વાસ રાખ પ૯. મારો અભિપ્રાય ધ્યેયની અગ્નિપરીક્ષા ૬૧. આજમાં જીવો ૬૨. ઠંડી તાકાત ૬૩. સૌથી કિંમતી ભેટ ૬૪. સર્જનની લગની ૬૫. વિચારની સમૃદ્ધિ ક૬. એડિસનનું વૅકેશન ૬૭. હું છું કોણ ? ૬૮. કેવો બુકમાર્ક ! ૬૯. મોનાલિસાનું સર્જન ૭૦. સત્ય જ સર્વસ્વ ૭૧. હલકું કામ? ૭૨. ખંતનો મહિમા ૭૩. વૈભવમાં દારિદ્રઢ ૭૪. પ્રેમનો પદાર્થપાઠ ૭૫. ઉત્તર તારી પાસે ૭૬. મારી જવાબદારી નોર્મન કઝિન્સ ફાહિયાન ૧૧૩ નેપોલિયન બોનાપાર્ટ મંક્સ પ્લાન્ક ૧૧૭ અગાથા ક્રિસ્ટી ઍન્ડ્રુ કાર્નેગી ચાર્લ્સ દ’ ગોલ વિન્સ્ટન ચર્ચિલ જેમ્સ ગાર્ડન બનેટ ૧૨૭ જોન રસ્કિન ૧૨૯ માર્ક ટ્રેન ૧૩૧ મુસ્તફા કમાલ પાશા ૧૩૩ ઝા ફ્રાસ્વા મિલ ૧૩૫ હર્બર્ટ સ્ટેન્ડી થોમસ આલ્વા એડિસન ૧૩૯ કાર્લાઇલ ૧૪૧ આલ્બર્ટ આઇન્સ્ટાઇન ૧૪૩ લિયોનાર્ડો દ વિન્ચી ૧૪૫ મેક્સ પ્લાન્ક ૧૪૩ અબ્રાહમ લિંકન ૧૪૯ અર્નેસ્ટ હેમિંગ્વ ૧પ૧ ટૉલ્સ્ટોય ૧૫૩ વૉલ્ટર સ્કૉટ ૧૫૫ કફ્યુશિયસ ૧૫૭ પાયથાગોરસ ૧પ૯ ૧૩૭ ૪૨. ૪૭. o 8 8 Page #6 -------------------------------------------------------------------------- ________________ બેન્જામિન ફ્રેન્કલિન એ સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાનાં ૧૭ વ્યર્થ. સંતાનોમાંનું દસમું સંતાન હતા. માત્ર બાર વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને વાચાળતા એમના ભાઈના પ્રેસમાં શિખાઉ કારીગર તરીકે જોડાયા અને પછી આ વ્યવસાય અર્થે પહેલાં ફિલાડેલ્ફિયા અને ત્યાર બાદ લંડનમાં કામ કર્યું. બેન્જામિન ફ્રેન્કલિન પગ વાળીને બેસે એવો નહોતો અને એની જીભને વિરામ આપવામાં માનતો નહોતો, આથી એણે ચલણી નોટો છાપનાર તરીકેનું કામ શરૂ કર્યું. તરત જ એક દૈનિકનો પ્રારંભ કર્યો. તહેવારો અને મહત્ત્વની પ્રસંગોની માહિતી આપતું અને એ તારીખોની ખાલી જગામાં ઉદ્યમ અને ડહાપણનો મહિમા દર્શાવતી શિખામણો આપતાં કૅલેન્ડર છાપવા લાગ્યો. આ વાચાળ યુવાન એક પછી એક કાર્યો કરતો રહેતો. એણે એક અગ્નિશામક વિભાગની સ્થાપના કરી. લૅન્ડિગ લાઇબ્રેરી ઊભી કરી અને એક અકાદમી પણ સ્થાપી, જે સમય જતાં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં ફેરવાઈ. આવાં કેટલાંય કામો કરનાર બેન્જામિન ફ્રેન્કલિન પોતાની વાતને ખૂબ દૃઢતાપૂર્વક રજૂ કરતો જીવનનું જવાહિર કુમારપાળ દેસાઈ જીવનનું જવાહિર ૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ અને સતત બોલીને બીજાઓ પર છાપ પાડવાનો પ્રયાસ કરતો. સામી વ્યક્તિની વાત શાંતિથી સાંભળવાને બદલે પોતાની વાત જ કરે જતો અને એથી કેટલાક લોકો એની વાચાળતાથી કંટાળીને એને સામેથી આવતો જુએ એટલે રસ્તો બદલી નાખતા અથવા તો રસ્તાને બીજે છેડે જતા રહેતા. એક વાર બેન્જામિન ફ્રેન્કલિનના મિત્રએ એને એની આ ક્ષતિ સમજાવી. એણે કહ્યું કે તમારી પાસે આગવી કાર્યશક્તિ હોવાથી આવી વાચાળતાનો આશરો લેવાની જરૂર નથી. તમારી વાચાળતા જ તમારા માટે અણગમો પેદા કરનારી બની છે. બેન્જામિન ફ્રેન્કલિને મિત્રની એ સલાહ સ્વીકારી અને એણે જીવનમાં મૌનનો મહિમા કર્યો. બીજાની વાત શાંતિથી સાંભળવાનું ધૈર્ય કેળવ્યું. પરિણામ એ આવ્યું કે બેન્જામિન ફ્રેન્કલિન વિજ્ઞાની તો થયો, પરંતુ અમેરિકાને સ્વતંત્રતા આપનાર કુશળ મુત્સદી પણ બન્યો. ૧૦ જન્મ : ૧૭, જાન્યુઆરી, ૧૭૦૬, બોસ્ટન, અમેરિકા અવસાન - ૧૭, એપ્રિલ, ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા, અમેરિકા જીવનનું જવાહિર પ્રસન્ન સહનશક્તિ સતત ચાર વખત અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એવા એકમાત્ર પ્રમુખ છે કે જેણે બાર વર્ષ સુધી આ ગૌરવવંતો હોદ્દો શોભાવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે અમેરિકાના નૌકાદળના મદદનીશ સચિવ તરીકે ફ્રેન્કલિન રૂઝવેલ્ટે યુરોપનાં યુદ્ધમેદાનોનો પ્રવાસ કર્યો; પરંતુ ૧૯૨૧ના ઑગસ્ટમાં રૂઝવેલ્ટને લકવો થતાં ગરમ પાણીના ઝરામાં તરવા માટે જવું પડતું. એ સમયે આવા ગરમ પાણીના ઝરાનો લાભ લકવા ધરાવતા ગરીબ દર્દીઓને મળતો નહોતો, તેથી ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ગરમ પાણીના ઝરા ખરીદી લીધા અને ઘણાં વર્ષો સુધી દર્દીઓને ઓછા ખર્ચે સારવારની સગવડ કરી આપી. ધીરે ધીરે તબિયતમાં સુધારો થતાં રૂઝવેલ્ટે રાજકારણમાં પુનરાગમન કર્યું. ૧૯૨૮માં અને ૧૯૩૦માં ન્યૂયૉર્કના ગવર્નર તરીકે ચૂંટાયા. એ પછી ડેમોક્રેટિક પક્ષ તરફથી પક્ષાઘાતની અસર ધરાવતા રૂઝવેલ્ટ ૧૯૩૨માં પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહ્યા અને ૧૯૩૩માં માર્ચ મહિનામાં પુનઃ પ્રમુખ બન્યા. જીવનનું જવાહિર ૧૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ એમના નેતૃત્વ અને અનુભવોને કારણે તેઓ પ્રમુખ તરીકે ચૂંટાતા રહ્યા, એટલું જ નહીં, પણ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન શારીરિક મુશ્કેલીઓ ધરાવતા રૂઝવેલ્ટ ઘણી વાર વિદેશના પ્રવાસે ગયા. પ્રમુખ રૂઝવેલ્ટે ચર્ચિલ અને સ્ટાલિન જેવા રાજપુરુષો સાથે યુદ્ધ અંગે અને એ પછી શાંતિના સમય અંગે ચર્ચાઓ કરી. ૧૯૪૪માં રૂઝવેલ્ટ ચોથી વાર અમેરિકાના પ્રમુખ બન્યા. દેશમાં અને વિદેશમાં અનેક પ્રવાસો કરતા રૂઝવેલ્ટ પક્ષાઘાતની શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં ક્યારેય થાકતા નહીં. લાંબા પ્રવાસ બાદ પણ એમના ચહેરા પર તાજગી દેખાતી હતી. એક વાર અમેરિકાના આ કર્મઠ પ્રમુખને કોઈએ પૂછ્યું, “આટલો બધો શ્રમ ઉઠાવો છો અને આટલી બધી શારીરિક પીડા સહન કરો છો, એનું રહસ્ય શું ?” પ્રમુખ રૂઝવેલ્ટે કહ્યું, “અડગ સહનશક્તિ. તમે જે માણસને જુઓ છો એને પક્ષાઘાત પછી પગનો અંગૂઠો હલાવવાનું પૂરેપૂરું શીખતાં બે વર્ષ લાગ્યાં હતાં. આ જ સહનશક્તિએ મને હંમેશાં કામના થાકને બદલે નવી તાજગી આપી છે.” ૧૨ જન્મ અવસાન - ૩૦ જાન્યુઆરી, ૧૮૮૨, હાઇડ પાર્ક, ન્યૂયૉર્ક, અમેરિકા : ૧૨ એપ્રિલ, ૧૯૪૫, વૉર્મ સ્પ્રિંગ્સ, જ્યોર્જિયા, અમેરિકા જીવનનું જવાહિર ખલિલ જિબ્રાને એમનાં ચિંતનાત્મક લખાણોથી, ઉત્તમ કોટિના વિચારસૌંદર્યથી અને શબ્દથી વર્ણવી શકાય નહીં તેવા ભાવોને ચિત્રકલાના મારા જ શબ્દોનું ખૂન માધ્યમથી પ્રગટ કરવાની એમની શક્તિના લીધે સર્વત્ર ખ્યાતિ પ્રાપ્ત કરી. અંગ્રેજી અને અરબી બંને ભાષામાં લખાયેલાં એમનાં પુસ્તકો વિશ્વસાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પામ્યાં. ખલિલ જિબ્રાન સરળ કિંતુ ભાવનાપ્રધાન જીવન જીવ્યા. આ કવિ-ચિત્રકારને જગતના વ્યવહારની બાબતમાં ઝાઝી સૂઝ પડતી નહીં. એક વાર બે સ્ત્રીઓએ જમીનની બાબતમાં ખલિલ જિબ્રાનની સાથે મોટી છેતરપિંડી કરી. કવિનું દિલ ગુસ્સાથી ધૂંધવાઈ ગયું અને મનોમન નક્કી કર્યું કે આ બંનેને અદાલતના પાંજરામાં ઊભાં રાખીને જ જંપીશ. ન્યાયમૂર્તિ એમને સખત સજા કરે તો જ મારા ઘવાયેલા હૃદયને શાતા વળશે. આ બે સ્ત્રીઓએ પ્રપંચપૂર્ણ વ્યવહાર કરીને જિબ્રાનને આર્થિક રીતે સાવ મુફલિસ બનાવી દીધો હતો. આમાંની એક સ્ત્રી જિબ્રાનની પાસે એનું જ પુસ્તક “ધ પ્રોફેટ’ લઈને આવી અને સવાલ કર્યો, “તમે અમને અદાલતમાં જીવનનું જવાહિર ૧૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ સજા અપાવવા માંગો છો તે કેટલે અંશે યોગ્ય ગણાય ? ‘પ્રોફેટ’ પુસ્તકમાં તમે આલેખેલાં ઉત્કૃષ્ટ વિચારો અને વ્યાપક ભાવનાઓનું શું? જીવનનું આવું ઉત્કૃષ્ટ ચિંતન તમે લખ્યું છે તે તમને લાગુ ન પડે? કે માત્ર બીજાને માટે જ છે ?” ભાવનાશીલ સર્જકે કહ્યું, “વાત વિચારવા જેવી છે. હું તમને અદાલતમાં ઊભા કરીને મારા પુસ્તક સાથે બેવફાઈ તો કરતો નથી ને? જીવનની ક્ષણિક ભ્રમણા સમાન ધનને ખાતર હું મારા જ શબ્દોનું મારે હાથે ખૂન નહીં કરું ?” ખલિલ જિબ્રાનને ‘પ્રોફેટ'ની પ્રસ્તાવના યાદ આવી. એમાં એમણે લખ્યું હતું, “હું જ્યારે ‘પ્રોફેટ’ લખી રહ્યો હતો, ત્યારે એ પુસ્તક મને લખી રહ્યું હતું.” શું આ શબ્દો માત્ર આડંબરયુક્ત હતા ? સર્જક-વિચારક ખલિલ જિબ્રાને પોતાના શબ્દગૌરવને ખાતર અદાલતનાં બારણાં ખખડાવવાને બદલે હાનિ સહન કરવાનું નક્કી કર્યું તેમ જ બંને સ્ત્રીઓએ કરેલા અન્યાયને ભૂલીને એમને ક્ષમા આપી. ૧૪ જન્મ : ૬, જાન્યુઆરી, ૧૮૮૩, બન્ની, લૈબનોન અવસાન : ૧૦ એપ્રિલ, ૧૯૩૧, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા જીવનનું જવાહિર અંગ્રેજ સર્જક એડિસન શાંતિથી પોતાનું કાર્ય કરતા હતા, ત્યારે એકાએક કામ પ્રમાણે એમનો ભત્રીજો ત્રાટક્યો. એણે આવીને ગતિ ધડાધડ કામ કરવા માંડ્યું અને બન્યું એવું કે એણે અત્યંત ઉતાવળમાં કરેલું કામ સાવ બગડી ગયું. બધી મહેનત પર પાણી ફરી વળ્યું. સાહિત્યકાર એડિસને એને એકાદ વખત શિખામણ પણ આપી કે જરા થોડી ધીરજ ધરીને કામ કર. આવી ઉતાવળ કરવાનો બહુ અર્થ નથી. ભત્રીજાએ કહ્યું, “કાકા, મને ઠંડું, ઢીલું કે ધીમું કામ પસંદ નથી. ઠંડા અને ઢીલા લોકો પણ સહેજે ગમતા નથી. આખો જમાનો તીવ્ર ઝડપથી દોડી રહ્યો છે, ત્યારે ધીમે ચાલનાર જમાનાથી પાછળ પડી જાય છે. વળી ઉતાવળે કામ ક૨વાથી શરીર પણ ચેતનવંતુ રહે છે. સમજ્યાં ?" એડિસને કહ્યું, “આ તારી ભ્રમણા છે. હું તને ઢીલાશથી, વિલંબથી કે બિનજરૂરી રીતે ધીમે ધીમે કામ કરવાનું કહેતો નથી, પરંતુ હું તને એટલું જરૂર કહેવા માગું છું કે જે કામમાં જેટલી ઝડપ થઈ શકે તેમ હોય, એટલી જ ઝડપ કરવી. એનાથી વધુ ઝડપ ઘણી વાર કામને બગાડી નાખે છે. જમવું જરૂરી છે, જીવનનું જવાહિર ૧૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ પણ કોઈ એક સાથે ઝપાટાબંધ આખા દિવસનું ભેગું જમવા લાગે, તો અંતે જતા એના પેટને નુકસાન થશે.” ભત્રીજો બચાવ કરતાં બોલ્યો, “આપણી તો મેઇલ ટ્રેન. બાળપણથી ઝડપી કામની આદત, હવે એમાં સુધારો શક્ય નથી.” એડિસને કહ્યું, “જો બીજી વ્યક્તિઓ પોતાના જીવનમાં પરિવર્તન કરી શકતી હોય તો તું કેમ ન કરી શકે ? પેલા વયોવૃદ્ધ વિશે તારી ધારણા હતી કે આટલી મોટી ઉંમરે એ પરીક્ષા આપીને શું ઉકાળશે, પણ તેં જોયું કે એમણે મહેનત કરીને પ્રથમ નંબર મેળવ્યો.” હા, એ વૃદ્ધ વિશેની મારી ધારણા ખોટી ઠરી. એની મહેનતનું એ પરિણામ છે.” “તો તું પણ તારે વિશેની ધારણા ખોટી પાડી શકે ને ? કલાકૃતિ કંડારતા શિલ્પી તરફ નજર કર. એ ટાંકણાંથી પોતાનું શિલ્પ કેવું આરસમાં કંડારતો હોય છે. એક નાનકડું ઝુમ્મર બનાવવામાં પણ એને દિવસોના દિવસો લાગતા હોય છે, આથી બારીક કોતરકામ હોય કે ચીવટભર્યું કામ હોય - એ બધે જ ધીરજની જરૂર છે. આજે વર્ષો થયાં છતાં એ શિલ્પીઓએ અખૂટ ધીરજથી તૈયાર થયેલી કલાકૃતિઓ માત્ર ઇમારત નથી રહી, પરંતુ સંસ્કૃતિનું યશોગાન કરતી પ્રેરણા બની છે.” ભત્રીજાને એડિસન પાસેથી ધીરજ ના પાઠ મળ્યા અને એણે કોઈ પણ કામમાં બિનજરૂરી ઉતાવળ નહીં કરવાનો નિર્ધાર કર્યો. અમેરિકાના વિખ્યાત હાસ્યકાર ઓલિવર હરફોર્ડના સન્માનમાં એના હાસ્યલેખકનો પ્રકાશ કે એક સમારોહનું આયોજન કર્યું. શાનદાર હોટલમાં ઓલિવર હરફોર્ડનો ઉત્તર સન્માનસમારોહ યોજાયો. ઓલિવર હરફોર્ડને આ હોટલનું વાતાવરણ એટલું બધું પસંદ પડી ગયું કે મહેમાનો વિદાય પામ્યા અને ખુદ યજમાન પણ વિદાય પામ્યા, તેમ છતાં તેઓ ઘણા લાંબા સમય સુધી હોટલના ટેબલ પર બેસી રહ્યા. થોડા દિવસ પછી પુનઃ તેઓ આ હોટલમાં ગયા, તો હોટલના પેલા સમારંભ બાદ લાંબા સમય સુધી હોટલમાં બેસવા માટેનું બિલ રજૂ કર્યું. બિલ જોઈને ઓલિવર હરફોર્ડ પરેશાન થઈ ગયો. એણે તો ધાર્યું હતું કે એ સમારંભનો સઘળો ખર્ચ પ્રકાશક આપવાના હતા અને તેથી તે નિરાંત કરીને બેઠો હતો. આ બિલ જોતાં એ ચોંકી ઊઠ્યો. વિચારવા લાગ્યો કે પ્રકાશક પાર્ટીનું ખર્ચ આપવાના હતા. પાર્ટી પૂરી થયા પછી નિરાંતે બેસી રહેવાનું ખર્ચ પ્રકાશક શા માટે ભોગવે ? ઓલિવર હ૨ફોર્ડની આનાકાની જોઈને હોટલના માલિકે કહ્યું, “તમારે આ બિલ ચૂકવવું જ પડશે.” - જીવનનું જવાહિર જન્મ 11 hઆરી, ૧૮૪૩, મિલાન, ઓખાયો, અમેરિક્ષ અવસાન ઃ ૧૮ ઓક્ટોબર, ૧૯૩૧, વેસ્ટ રેજ, ન્યૂજર્સ, અમેરિકા ૧૬ જીવનનું જવાહિર ૧૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ “પરંતુ મારી પાસે આટલા ડૉલર નથી.” ચબરાક હોટલ મૅનેજરે કહ્યું, “કંઈ વાંધો નહીં, તમે ચેક લખી આપો." “પરંતુ અહીં મારી પાસે ચેકબુક નથી.” હોટલ મૅનેજરે પોતાની સાદી ચેકબુકમાંથી એક ચેક ફાડીને એમને આપ્યો અને હરફોર્ડને એ લખવા કહ્યું. ઓલિવર હરફોર્ડે ચેક પર પોતાની સહી કરી અને રકમ પણ લખી. “પરંતુ મહાશય, આપે બેંકનું નામ તો લખ્યું નથી.” મૅનેજરે વાંધો લીધો. ઓલિવર હરફોર્ડે જવાબ આપ્યો, “કોઈ સારી બેંકનું નામ તમે જ કહોને ? એમાંથી રકમ ઉપાડી લેજો." ૧૮ જન્મ અવસાન - ૧૮૬૩, શેફિલ્ડ, ઇંગ્લૅન્ડ - ૫ જુલાઈ, ૧૯૩૫, ન્યૂયૉર્ક સિટી, ન્યૂમાંકે, અમેરિકા જીવનનું જવાહિર સેવાની જલતી જ્યોત નોબેલ પારિતોષિક વિજેતા અને વિશ્વના મહાન નેતા નેલ્સન મંડેલાએ ૧૯૯૯ની ૧૪મી જૂને રાજકારણમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લીધી, પરંતુ એની સાથોસાથ એમણે એઇડ્ઝની બીમારી સામે મોટો જંગ આદર્યો. જગતના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ ઉચ્ચ કે સમર્થ રાજકારણીએ નિવૃત્તિ લીધા પછી પ્રજાકલ્યાણને માટે કોઈ રોગના પ્રતિકાર કાજે આવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હશે. નેલ્સન મંડેલાને એમ લાગતું હતું કે પોતે જ્યારે શાસન સંભાળતા હતા, ત્યારે એઇડ્ઝના વિશ્વવ્યાપી પ્રશ્ન પર પૂરતું ધ્યાન આપી શક્યા નહોતા. નેલ્સન મંડેલાના પુત્ર મકગાથોનું ૨૦૦૫માં એઇડ્ઝને કારણે અવસાન થયું. આ બીમારી અંગેના વ્યાપક ભય અને અજ્ઞાન સામે જંગ ખેડવો એ જેવીતેવી વાત નહોતી. ૨૦૦૮માં દક્ષિણ આફ્રિકાના પુખ્ત વયના લોકોની પાંચમા ભાગની વસ્તીને એચ.આઈ.વી.-એઇડ્ઝ લાગુ પડી ચૂક્યો હતો. મંડેલા જાણતા હતા કે એમના જીવનકાળ દરમિયાન આ જીવનનું જવાહિર ૧૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ રોગ સામેનો જંગ જીતી શકાય તેમ નથી, પરંતુ એમણે ‘નેલ્સન મંડેલા ફાઉન્ડેશન'ની સ્થાપના કરી અને આ રોગને માટે તેમજ ગ્રામવિકાસ અને શાળાનાં મકાનોને માટે એના દ્વારા સહાય કરી. યુનોએ નેલ્સન મંડેલાના ૬૭મા જન્મ દિવસે, ૧૮મી જુલાઈએ, ‘મંડેલા-દિવસ' જાહેર કર્યો અને ત્યારે સહુએ ક૭ મિનિટ બીજાના ભલાને માટે કામ કરવું, એવી ભાવના પ્રગટ કરવામાં આવી. મંડેલા માનતા હતા કે આ જગતમાં પૉઝિટિવ પરિવર્તન લાવવા માટે સેવાભાવી પ્રવૃત્તિઓની સવિશેષ જરૂર છે અને એ કાર્ય એમણે એમની જિંદગીના આખરી તબક્કામાં લથડેલી તબિયત વચ્ચે પણ સુપેરે કરી બતાવ્યું. પારખુ અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકનના યશસ્વી જીવનમાં શક્તિનો વકીલ સ્ટેન્ટનના બે ઉદ્ધતાઈભર્યા પ્રસંગો મળે છે. અમેરિકાના પ્રથમ પંક્તિના વકીલ સ્ટેન્ટન એક મહત્ત્વનો કેસ લડી રહ્યા હતા અને એમની મદદમાં વકીલ અબ્રાહમ લિંકનને રોકવામાં આવ્યા. આ સમયે યુવાન લિંકનના વિચિત્ર દેખાવ અને લઘરવઘર દેદારને જોઈને સ્ટેન્ટને સ્પષ્ટ કહી દીધું કે આવા લાંબા લાંબા હાથવાળા અણઘડ અને વાનર જેવા દેખાતા માણસ સાથે હું કોઈ કામ કરવા માગતો નથી. જો કોઈ વ્યવસ્થિત ગૃહસ્થ વકીલ મને મદદનીશ તરીકે આપશો તો જ હું આ કેસ સંભાળીશ. એ સમયે અબ્રાહમ લિંકને એમના સ્વભાવ મુજબ ખૂબ પરિશ્રમ લઈને કેસ તૈયાર કર્યો હતો, તેમ છતાં સ્ટેન્ટને એમને મદદનીશ તરીકે લીધા નહીં. એ પછી સાત વર્ષ બાદ અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા, ત્યારે ઉગ્ર અને અવિચારી એવા સ્ટેન્ટને કહ્યું કે જન્મ : ૧૮ જુલાઈ, ૧૯૧૮, યૂ, દ. આફ્રિકા અવસાન ઃ ૫ ડિસેમ્બર, ૨૦૧૩, હોંગ્ટન એસ્ટેટ, જોહાનિસબર્ગ, દ.આફ્રિકા ૨૦ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૨૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ અસલ ગોરીલાને જોવા માટે આફ્રિકા સુધી જવાની જરૂર નથી. એ તો પગ લાંબા કરીને વ્હાઇટ હાઉસમાં જ બેઠો છે. આવા ગર્વિષ્ઠ, ઉદ્ધત અને તુમાખીભર્યા પોતાના પ્રખર વિરોધી સ્ટેન્ટનને અબ્રાહમ લિંકન પૂરેપૂરો ઓળખતા હતા. વળી એમને પૂરો ખ્યાલ હતો કે સ્ટેન્ટનને કોઈ પણ કામ સોંપવામાં આવે, તો જીવ રેડીને કામ કરવાનો એનો સ્વભાવ છે અને ખંત, નિષ્ઠા અને સૂઝથી કાર્ય સિદ્ધ કરવા સમર્થ છે. આથી અબ્રાહમ લિંકને એમનું ઘોર અપમાન કરનાર આ વિરોધીને એમની શક્તિઓ જોઈને રાષ્ટ્રને ખાતર અમેરિકાના ભીષણ આંતરવિગ્રહમાં યુદ્ધમંત્રીની અતિ મહત્ત્વની કામગીરી સોંપી. ૨૨ * : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, મોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૬૫, વૉશિંગ્ટન ગુ. સી., અમેરિકા જીવનનું જવાહિર મહાન શિલ્પકાર, સ્થપતિ અને ચિત્રકાર બુઑનારાંતી માઇકલૅન્જેલોએ આરસનું કલાજગતમાં પોતાની મૌલિક સૂઝ અને સર્જકતાથી મોટી ક્રાંતિ કરી. સૌંદર્ય રેનેસાંસના આ કલાકાર વિશ્વભરમાં નવીન કળાશૈલીના સર્જક બન્યા. માઇકલૅન્જેલો ફ્લૉરેન્સના શિલ્પકાર યોવાનીના શિષ્ય બનીને શિલ્પકલાના પાઠ શીખ્યા. ૧૫૦૧માં રોમમાંથી પોતાના નગર લૉરેન્સમાં પાછા આવતા માઇકલૅન્જેલોએ એક મહોલ્લાની બાજુમાં કચરાનો ઢગલો જોયો. એમાં કચરામાં ફેંકી દીધેલો એક વિશાળ સંગેમરમરનો ટુકડો પડ્યો હતો. કોઈ કારીગરે આરસના આ મોટા પથ્થરમાંથી શિલ્પ કંડારવાનો પ્રયત્ન કર્યો હશે, પરંતુ બરાબર ટાંકણાં ન લાગતાં એણે આરસના આ બેડોળ પથ્થરને બહાર ફેંકી દીધો હતો. સહુને દુઃખ હતું કે ઊંચી જાતનો આરસનો પથ્થર શિલ્પીની ભૂલને કારણે ફેંકી દેવો પડ્યો. માઇકલૅન્જેલોએ શેરીના ખૂણામાં પડેલો આ કદરૂપો આરસનો મોટો પથ્થર જોયો અને એની આંખમાં ચમક આવી જીવનનું જવાહિર ૨૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ગઈ. આવી ઊંચી જાતના આરસમાંથી સુંદર શિલ્પાકૃતિ કરવાનું એને મન થયું. એ આ પથ્થર લઈ આવ્યો અને એમાં કૃતિ કંડારવા માંડી. એણે સોળ-સત્તર વર્ષના સ્વરૂપવાન અને સ્નાયુબદ્ધ યુવકની આકૃતિનું સર્જન કર્યું. પોતાના સાથી બેનેડેટ્ટ દ રૉવેન્ઝાનોનો સાથ લઈને એણે ‘ડેવિડની આકૃતિ શિલ્પમાં કંડારી. ડેવિડની આકૃતિ ફ્લૉરેન્સની નૈતિક તાકાતનું પ્રતીક ગણાતી હતી. માઇકલૅન્સેલોની પૂર્વે જાણીતા શિલ્પીઓએ ‘ડેવિડની શિલ્પાકૃતિ સર્જી હતી, પરંતુ માઇકલંજેલોએ આ પાષાણમાંથી વધુ પ્રભાવશાળી અને પૌરુષ ધરાવતા યુવાનની મૂર્તિ ઘડી કાઢી. ઇટાલીના અતિસુંદર શિલ્પોમાંનું એક એવું માઇકલૅન્સેલોનું ‘ડેવિડનું શિલ્પ ગણાયું. સ્વયં શિલ્પકાર માઇકલૅન્જલોએ પણ નોંધ્યું છે કે ડેવિડના શિલ્પમાં એમણે ટાંકણાંઓ દ્વારા સ્વઆલેખન કર્યું છે. આ રીતે જે આરસના પથ્થરને તોડી-ફોડી, બગાડીને ફેંકી દીધો હતો, એમાંથી વિશ્વના મહાન કલાકાર માઇકલૅજેલોએ જગતને એક ઉત્કૃષ્ટ શિલ્પની ભેટ આપી. વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક અને બહુશ્રુત વિદ્વાન બર્ટાન્ડ રસેલ મારી વિચિત્ર અનેકવિધ વિષયોના ઊંડા મર્મજ્ઞ હતા. શોધ એમણે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજ શાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ, ધર્મ, નીતિ અને શિક્ષણ જેવા અનેક વિષયો પર ચાલીસથી વધુ પુસ્તકો લખ્યાં. એમના તત્ત્વચિંતને વિશ્વના વિચારપ્રવાહને એક નવી દિશા આપી, શિક્ષણ, રાજકારણ અને માનવીય મૂલ્યો વિશેના એમના મૌલિક વિચારોએ વિશ્વની વિચારધારામાં પરિવર્તન આણ્યું. એક વાર તત્ત્વચિંતક અને ગણિતજ્ઞ રસેલ ઊંડા વિચારમાં ડૂબેલા હતા. એમને મળવા માટે એમના એક મિત્ર આવ્યા, પરંતુ વિચારસૃષ્ટિમાં ખોવાઈ ગયેલા બર્ટાન્ડ રસેલને એમના આગમનનો કોઈ ખ્યાલ આવ્યો નહીં.. આથી મિત્રએ એમની વિચારધારામાં ખલેલ પહોંચાડતાં પૂછ્યું, “ઓહ ! આજે આપ કયા વિચારમાં આટલા બધા તલ્લીન બની ગયા છો ?” જન્મ : ૬ માર્ચ, ૧૪૭પ, એરિઝો પાસે, તુશ્કેની, ઇટાલી અવસાન : ૧૮ ફેબ્રુઆરી, ૧૫૬૪, રોમ, ઇટાલી ૨૪ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૨૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ બન્ડ રસેલે કહ્યું, “અરે, આજે તો મેં એક સાવ વિચિત્ર લાગે એવી શોધ કરી છે.” “કઈ શોધ ? અને એમાં વિચિત્રતા શું છે ?” બર્ટાન્ડ રસેલે કહ્યું, “જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી." એ તો બરાબર, પણ એમાં વિચિત્ર શું ?” અને જ્યારે મારા માળી સાથે વાત કરતો હોઉં છું ત્યારે એથી વિપરીત વાતની એટલે કે સર્વત્ર સુખ હોવાથી મને ખાતરી થાય છે. આ છે મારી વિચિત્ર શોધ.” પ્રાચીન રોમના પ્રસિદ્ધ સેનાપતિ, | સરમુખત્યારે અને રાજપુરુષ જુલિયસ ગુસ્સાનો સીઝરના (ઈ. પૂ. ૧૦૦થી ૪૪) જેટલા મિત્રો હતા, એટલા જ શત્રુઓ હતા. ઉપાય . એકવાર એ પોતાના મહેલમાં એકલો રજાના દિવસો ગાળી રહ્યો હતો. સીઝરના પરમ મિત્રને આની જાણ થતાં એણે વિચાર્યું કે જુલિયસ સીઝર પાસે જઈને થોડાં ટોળટપ્પાં મારી આવું. બન્ને પ્રેમથી મળ્યાં અને વાતચીત સમયે જુલિયસ સીઝરના મિત્રએ કહ્યું, ‘હું એક વાત સમજી શકતો નથી કે તમારા વિરોધીઓ તમારા પર જાતજાતના અસહ્ય આક્ષેપો કરે છે અને તેમ છતાં તમે એ બધાને ચૂપચાપ સહન કરો છો. તમે શા માટે તમારા વિરોધીઓનાં આક્ષેપોનો જડબાતોડ, સણસણતો જવાબ આપતા નથી, કે જેથી ફરી ક્યારેય આક્ષેપો કરવાનાં અટકચાળાં કરે નહીં. તમારા મૌનથી તો વિરોધીઓને વધુને વધુ આક્ષેપો કરવાની ચાનક ચઢે છે. કંઈક તો કરો.' પ્રત્યુત્તર આપવાને બદલે જુલિયસ સીઝર ખામોશ રહ્યાં મિત્રની વાતને ગંભીરતાથી લેવાને બદલે ચર્ચાને બીજે પાટે ચઢાવી દીધી. એમના પરમ મિત્રને દુઃખ થયું કે એમની આવી ગંભીર વાતની જુલિયસ સીઝરે સદંતર ઉપેક્ષા કરી. જીવનનું જવાહિર જન્મ : ૧૮ મે, ૧૮૩૨, ટ્રેલે, મોનમાઉથશાયર, ઇંગ્લૅન્ડ અવસાન : ૨ ફેબ્રુઆરી, ૧૯૩૦. કાર્નર ફોનશાયર, ઇંગ્લૅન્ડ ૨૬ જીવનનું જવાહિર - ૨૭ Page #16 -------------------------------------------------------------------------- ________________ આ સમયે ખેપિયાએ આવીને જુલિયસ સીઝરને એક બંડલ આપ્યું અને જુલિયસ સીઝરે એ ખોલ્યું તો એમના એક વિરોધીએ લખેલાં ઘણાં આક્ષેપભર્યુ કાગળો હતાં. આ કાગળોમાં સીઝરના એ વિરોધીએ આક્ષેપો કરવામાં પાછું વાળીને જોયું નહોતું. સીઝરનો મિત્ર તો આ કાગળો વાંચીને ગુસ્સાથી સળગી ઊઠ્યો. જ્યારે સીઝર થોડીવાર શાંત રહ્યા અને પછી એ કાગળો વાંચ્યા વિના જ એને સળગાવી નાખ્યાં. આ જોઈને એમના મિત્રએ પૂછ્યું, ‘તમે શા માટે આ બધાં કાગળો સળગાવી નાખ્યાં. એ તો ઘણા કિંમતી હતાં. સમય આવ્યે એ વિરોધી પર પ્રહાર કરવા માટે ઉપયોગી બની શક્યાં હોત.’ આ સાંભળીને જુલિયસ સીઝરે હસીને કહ્યું, ‘અરે દોસ્ત, મેં વિચાર કર્યાં પછી જ આ કાગળો સળગાવ્યાં છે. જ્યાં સુધી આ કાગળો મારી પાસે હોત, ત્યાં સુધી એને જોઈને મને દ્વેધ ચડતો રહેત. મારે માટે બ્રેધને નષ્ટ કરવાનો સૌથી સરળ ઉપાય આ કાગળોને નષ્ટ કરવાનો હતો. આમ કરવાથી શત્રુતા આપોઆપ ખતમ થઈ જશે. વળી, એ કાગળો પાસે રાખીને તનાવપૂર્વક વવાનો શો અર્થ ?' પેલા મિત્રને સીઝરની ઉદાર ભાવના સમજાઈ અને ખોટી સલાહ આપવા માટે સીઝરની ક્ષમા માંગી. ૨૮ જન્મ અવસાન - ૧૩, જુલાઈ, ઈ.સ. પૂર્વે ૧૦૦, રોમ - ૧૫, માર્ચ, ઈ. સ. પૂર્વે ૪૪, રોમ જીવનનું જવાહિર ગુલામોના મુક્તિદાતા તરીકે જાણીતા વિલિયમ લોઇડ ગેરિસનને વિચારોની અત્યંત ગરીબીમાં બાળપણ વ્યતીત કરવું અભિવ્યક્તિ પડ્યું. એના સ્વચ્છંદી પિતા એકાએક ઘર છોડીને ચાલ્યા ગયા અને ધર્મનિષ્ઠ માતા પર કુટુંબપાલનની સઘળી જવાબદારી આવી પડી. નિરક્ષર માતા શું કામ કરે ? એણે શ્રીમંતોના ઘરમાં આયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને શ્વેત ધનિકોનાં બાળકોને ઉછેરવા લાગી. આ કામ પેટે સાવ નજીવી રકમ મળતી હતી, તેથી એને ભૂખ્યા અને ગરીબ લોકોને માટે ચાલતા સદાવ્રતમાંથી અનાજ લાવીને નિર્વાહ કરવો પડતો હતો. ગરીબ ગેરિસન ક્યાં જાય ? આખરે તેરમા વર્ષે માંડ માંડ ‘ન્યૂબરી હૅલ્ડ' નામના અખબારમાં કમ્પોઝિટર તરીકેની કામગીરી મળી. ગેરિસનને આ કામમાં ખૂબ રસ પડ્યો. એ બીબાં ગોઠવવાની સાથોસાથ અખબારના લેખોને રસપૂર્વક વાંચવા લાગ્યો. એમાં રજૂ થયેલા વિચારો સમજવા લાગ્યો. આ કમ્પોઝિટરને એક દિવસ કલમ પકડવાનું મન થયું. જીવનનું જવાહિર ૨૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ મનમાં ઘૂમતા વિચારોને રજૂ કરવા માટે એણે ચર્ચાપત્રો લખવાનું શરૂ કર્યું. એ વિચારવા લાગ્યો કે કમ્પોઝ કરી જાણું છું, લખાણ લખી જાણું છું, ત્યારે મારા વિચારો પ્રગટ કરવા પોતીકું અખબાર પ્રગટ કરે તો કેવું? બસ, પછી તો રાતદિવસ ગેરિસનના મનમાં પોતાના અખબારનાં સ્વપ્નો આવવા લાગ્યાં. પોતે વિચારે, પોતે લખે અને પોતે જ કમ્પોઝ કરીને અખબાર પ્રગટ કરે. અંતે એક દિવસ સ્વપ્નસિદ્ધિ થઈ. એણે “ફ્રી પ્રેસ’ નામનું અખબાર શરૂ કર્યું અને નિર્ભયતાથી પોતાના વિચારો પ્રગટ કરવા લાગ્યો. એણે અમેરિકામાં પ્રવર્તતી ગુલામીની પ્રથા સામેના પોતાના અવાજને બુલંદ કર્યો. સત્યપ્રિય અને નીડર પત્રકાર તરીકે વિલિયમ ગેરિસન સર્વત્ર આદર પામ્યો. સત્તર મી સદી દરમિયાન ઇંગ્લેન્ડમાંથી રાજાશાહી દૂર કરનાર ખામીઓનો સેનાપતિ ઑલિવર ફ્રેમવેલ સીધાસાદા ધાર્મિક મનોવૃત્તિવાળા સગૃહસ્થ હતા, સ્વીકાર પરંતુ સંજોગોએ એમના જીવનમાં એવો પલટો આણ્યો કે તેઓ ઉચ્ચ કક્ષાના રાજનીતિજ્ઞ બન્યા. એમણે રાજાશાહી દૂર કરીને ઇંગ્લેન્ડને કૉમનવેલ્થ અર્થાત્ પ્રજાસત્તાક જાહેર કર્યું અને સમય જતાં તેઓ દેશનો વહીવટ ચલાવવા માટેની સમિતિના ચેરમેન બન્યા. વહીવટીતંત્ર અને નાણામંત્રમાં સુધારા કર્યા અને ઇંગ્લેન્ડના વેપારનો વિકાસ કર્યો. દેશના નૌકાદળને મજબૂત બનાવ્યું. ઇંગ્લેન્ડના વેપારી હરીફો હોલૅન્ડ અને સ્પેનને પરાજય આપ્યો અને આ રીતે સમગ્ર યુરોપમાં મજબૂત શાસક તરીકે ઑલિવર કૉમલે પ્રતિષ્ઠા સંપાદન કરી. આ સમયે ઑલિવર કૉમવેલની વીરતાથી પ્રભાવિત થઈને એક ચિત્રકાર એમની પાસે આવ્યો. એણે કહ્યું, “હું આપનું ચિત્ર દોરવા માગું છું.” જન્મ : ૧૨ ડિસેમ્બર, ૧૮૦૫, પૂબરી પોર્ટ, મેસેચૂસે, અમેરિકા અવસાન : ૨૪, મે, ૧૮૭૯, ન્યૂયૉર્ક સીટી, ન્યૂયોર્ક, અમેરિકા ૩૦ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૩૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ મવેલે પ્રસ્તાવનો સ્વીકાર કરતાં ચિત્રકાર પ્રસન્ન થયો. ક્રમવેલ જેટલો સાહિસક અને વીર હતો, એટલો જ કુરૂપ હતો. એના ચહેરા પર એક ઘણો મોટો મસો હતો, જેને કારણે એનો દેખાવ વિચિત્ર અને અતિ બેડોળ લાગતો હતો. ચિત્રકારે આ સમર્થ શાસકની તસવીર બનાવી, પરંતુ જાણી જોઈને એમાંથી ચહેરાને બેડોળ બનાવનારો મસો દૂર કરી દીધો. તસવીરમાં ક્રૅમવેલ અત્યંત સુંદર લાગતો હતો. ચિત્રકાર જ્યારે ચિત્ર લઈને ક્રૉમવેલ પાસે ગયો, ત્યારે એ જોઈને ક્રૅમવેલે કહ્યું, “તેં ખૂબ સુંદર કલાકૃતિનું સર્જન કર્યું છે, પરંતુ તે મારી નથી. બીજાની હોય તેવી લાગે છે.” ચિત્રકાર લિવર ક્રૉમવેલની વાતનો મર્મ પારખી ગયો. બીજે દિવસે બીજી તસવીર લઈને એમની પાસે પહોંચ્યો. આ તસવીર જોઈને ક્રૅમવેલ પ્રસન્ન થયા અને બોલ્યા, “હા, બસ, આ મારું ચિત્ર છે. વ્યક્તિમાં પોતાની ખામીઓને જોવાની અને સ્વીકાર કરવાની હિંમત હોવી જોઈએ.” ૩૨ જન્મ - ૨૫ એપ્રિલ, ૧૫૯, ઈંટિંગ્ઝન, ઇંગ્લેન્ડ અવસાન : ૩ સપ્ટેમ્બર, ૧૯૫૮, વ્હાઇટ કૉલ, લંડન, ઇંગ્લૅન્ડ જીવનનું જવાહિર મનની પ્રયોગશાળા હતા. નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના ચિત્તમાં ભિન્ન ભિન્ન પ્રકારના વિચારો જાગતા હતા. એના મિત્રો એના આ વિચારો સાંભળીને એને તરંગી કે તુક્કાબાજ કહીને હસી કાઢતા યુવાનોની મિત્રમંડળી સાથે આઇન્સ્ટાઇન પોતાના વિચારોની ચર્ચા કરતો. વિજ્ઞાનની પ્રચલિત પ્રણાલીની વિરુદ્ધની એની વાતો સાંભળીને કેટલાક એનો અસ્વીકાર કરતા, તો કેટલાક મિત્રો અને પુષ્ટિ આપતા હતા. ઈ. સ. ૧૯૦૫માં જૂનમાં એણે જર્મનીના એક વિખ્યાત સામયિકમાં પોતાનો લેખ મોકલ્યો. આ લેખમાં એણે ઘણા નવા ખ્યાલો રજૂ કર્યા હતા અને પોતાના એ નવીન સિદ્ધાંતોને દર્શાવવા માટે એણે ‘રિલેટિવિટી’ (સાપેક્ષવાદ) નામના શબ્દનો ઉપયોગ કર્યો હતો. સાપેક્ષવાદ અંગેનો લેખ મોકલીને આઇન્સ્ટાઇન ઘેર આવ્યો અને થાકીને લોથપોથ થઈ ગયો હોય તેમ પથારીમાં પડ્યો. મિલેવાને એમ લાગ્યું કે આઇન્સ્ટાઇનને તાવ આવ્યો છે, પરંતુ કે જીવનનું જવાહિર ૩૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ આ વૈજ્ઞાનિકે એને કહ્યું કે કોઈ ડૉક્ટરને બોલાવવાની જરૂર નથી, મને નિરાંતે ઊંઘવા દો. સાપેક્ષવાદના આ સિદ્ધાંતે વિશ્વના કેટલાય વૈજ્ઞાનિકોની ઊંઘ વેરણ કરી દીધી. એમાં આઇન્સ્ટાઇને એના વિચારો એટલી ચોક્સાઈથી રજૂ કર્યા હતા કે એની વાતને નકારી શકાય તેમ નહોતી. આને માટે આઇન્સ્ટાઇને કોઈ પ્રયોગશાળામાં કાર્ય કર્યું નહોતું, પરંતુ પોતાના ચિત્તની પ્રયોગશાળામાં આ સિદ્ધાંતો પર એ પ્રયોગ કરતો રહ્યો અને તેથી જ કેટલાકે એવો પ્રશ્ન પણ કર્યો, “તમારા આ વિચારો લોકો સ્વીકારશે ખરા ? તમે પ્રયોગશાળામાં પ્રયોગો કરીને તો કશું નોંધ્યું નથી.” ત્યારે આઇન્સ્ટાઇન ઉત્તર આપતો, “આને માટે કોઈ પ્રાયોગિક આધારની જરૂર નથી. આ તો બધું દીવા જેવું સ્પષ્ટ છે.” મન રૂપી પ્રયોગશાળાની મદદથી આઇન્સ્ટાઇને એવાં રહસ્યોની શોધ કરી, જે રહસ્યોની નજીક પણ માનવીનું મન પહોંચી શક્યું નહોતું. લોકમેદનીના પ્રચંડ હર્ષનાદની વચ્ચે લંડનના વિશાળ સભાગૃહનો મંચ ઓ માઉન્ટ પર ઍવરેસ્ટ વિજેતા એડમન્ડ હિલેરીએ પ્રવેશ કર્યો. ત્યારે વાતાવરણમાં અનેરો ઍવરેસ્ટ ! આનંદ અને ઉલ્લાસ છલકાઈ રહ્યા. એડમન્ડ હિલેરીએ માઇક હાથમાં લઈને કહ્યું, “તમે તમારાં સ્વપ્નોને બરાબર પકડી રાખજો, કારણ કે તમે માનવી તરીકે સતત વિકસતા રહો છો, તેથી તમે એ સ્વપ્નોને સત્ય પુરવાર કરી શકશો.” એડમન્ડ હિલેરીનું મહાન સ્વપ્ન હતું ઍવરેસ્ટ પર વિજય મેળવવાનું. આને માટે એણે અથાગ મહેનત કરી અને ૧૯૫૨માં ઍવરેસ્ટ આંબવાનો પ્રયાસ કર્યો. એડમન્ડ હિલેરીનો એ પ્રયાસ નિષ્ફળ ગયો અને એ પોતાના વતનમાં પાછો ફર્યો. એ સમયે વિશ્વની કોઈ પણ વ્યક્તિ ઍવરેસ્ટ સર કરી શકી નહોતી, તેથી ઍવરેસ્ટના શિખરે પહોંચવાનું હિલેરીનું સ્વપ્ન કોઈ જેવુંતેવું સ્વપ્ન નહોતું, પણ હતાશ થનારો હિલેરી નહોતો. એણે પોતાના ઘરના ખંડની દીવાલ પર એવરેસ્ટનું જન્મ : ૧૪ માર્ચ, ૧૮૭૯, કુલ્મ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯પંપ, પ્રિન્ટેન, ન્યૂજર્સી, અમેરિકા ૩૪ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર રૂપ Page #20 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર દોર્યું અને પછી પોતાનો પ્રબળ સંકલ્પ જાહેર કરતો હોય તેમ ઍવરેસ્ટના ચિત્રને ઉદ્દેશીને બોલ્યો, “ઓ માઉન્ટ ઍવરેસ્ટ ! તેં મને એક વાર પરાજિત કર્યો, પરંતુ હવે તું પરાજિત થવાનો છે. કારણ એટલું જ કે તારે જેટલું વિકસવાનું હતું તેટલું તું વિસ્તરી-વિકસી ચૂક્યો છે, જ્યારે હું હજી વિકસી રહ્યો - એડમન્ડ હિલેરીએ પુનઃ પ્રયત્ન આરંભ્યો. ૨૯૦૨૮ ફૂટ ઊંચું વિશ્વનું આ સૌથી મોટું શિખર આંબવાનો એણે પ્રયાસ કર્યો અને ૧૯૫૩ની ૨૯મી મેએ એડમન્ડ હિલેરી અને શેરપા તેનસિંગ એવરેસ્ટનું શિખર સર કર્યું અને પોતાના સ્વપ્નો સાચાં ઠેરવ્યાં. ભગવાન બુદ્ધના સમકાલીન અને ચીન, જાપાન અને કોરિયાની સંસ્કૃતિ આચરણની પર પ્રગાઢ અસર પાડનાર તત્ત્વવેત્તા અને | ભેટ ધર્મસંસ્થાપક કંફ્યુશિયસે એમના ઉપદેશોમાં સદાચારનો સવિશેષ મહિમા કયો. સદાચારી જીવન એ જ માનવમાત્રનું ધ્યેય હોવું જોઈએ એવું કહેનારા આ માનવતાવાદીએ પ્રેમ, દાન, ક્ષમા, તપ, સહિષ્ણુતા અને કર્તવ્યપાલન જેવા ગુણોથી માનવીને સાચા સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે એવો બોધ આપ્યો. તેઓ માનતા કે ઉપદેશને આચરણમાં ઉતારો, તો જ એ સાર્થક. પોતાના આ આદર્શોને પોતાના આચરણમાં ઉતારવા માટે એમણે રાજાની નોકરી ત્યજી દીધી. આને પરિણામે એમની પાસે પહેરવા માટે પૂરાં વસ્ત્રો કે ખાવાને માટે અન્ન નહોતું, પરંતુ આ સદાચારી વિચારશીલ મહાત્માને એનું સહેજે ય દુઃખ નહોતું. જન્મ : ૨૦ જુલાઈ, ૧૯૧૯, આંકલેન્ડ, ન્યૂઝીલેન્ડ અવસાન : ૧૧ જાન્યુઆરી, ૨૦૦૮, આંકલેન્ડ, ન્યૂઝીલેન્ડ એમના શિષ્યો ગુરુની આવી નિર્ધનતા જોઈને પરેશાન થઈ ગયા. આમાં કેટલાંક અત્યંત ધનવાન વ્યક્તિઓ પણ હતી જીવનનું જવાહિર ૩૬ જીવનનું જવાહિર - ૩૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ એમણે ગુરુની નિર્ધનતા ફેડવા માટે એમને મોટી રકમનાં નજરાણાં ભેટ ધર્યા. મહાત્મા કફ્યુશિયસે આવી ભેટ-સોગાદો લેવાનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો, ત્યારે એમના ધનવાન શિષ્યોએ કહ્યું, “આ નજરાણાં તમને ભેટ આપવામાં આવતાં નથી, પરંતુ તમે રાજ્યની જે સેવા કરી છે એના બદલામાં આ ભેટ આપવામાં આવે છે. આમાં આપના સ્વમાનને ઊની આંચ આવે તેવું નથી.” કફ્યુશિયસે કહ્યું, “મેં ક્યાં રાજ્યની કોઈ સેવા કરી છે ? સેવા કરી હોય તો ભેટ લઉં ને.” તમે અમને સદાચારી જીવનનો રાહ બતાવ્યો. નિયમપાલન અને શિષ્ટાચારપાલનની સમજ આપી. અમને જીવનમાં નમ્રતા અને વિવેકથી વેરઝેરનો અંત લાવતાં શીખવ્યું, કહો, આ તમારી સેવા વિશ્વપ્રસિદ્ધ નવલકથાકાર, નવલિકાકાર અને નાટ્યકાર વિલિયમ નાસીપાસ તો સમરસેટ મોમે લંડનની સેન્ટ કૅમસ હૉસ્પિટલમાં તબીબી અભ્યાસ કર્યો, પણ નહીં જ ! એમણે ક્યારેય તબીબ તરીકે કાર્ય કર્યું નથી?” નહીં. મહાત્મા કફ્યુશિયસે કહ્યું, “મારી સેવા તો ત્યારે થઈ ગણાય કે જ્યારે તમે મારી સલાહને જીવનમાં ઉતારી હોય, સદાચાર તમારી રંગ રગમાં વ્યાપી ગયો હોય. એવું તો બન્યું નથી, પછી કઈ રીતે સેવાના બદલામાં આ ભેટ સ્વીકારી શકું ?” લેખેથના ઝૂંપડપટ્ટી વિસ્તારના અનુભવનો ઉપયોગ એમણે એમની પહેલી નવલકથા ‘લિઝા ઑવ્ લંએથ' (૧૮૯૭)માં કર્યો અને એ પછી સાહિત્યસર્જનના ક્ષેત્રે એમની કલમ વણથંભી વહેવા લાગી. એમણે હાસ્યરસપ્રધાન નાટકોનું સર્જન કર્યું. નવલિકાલેખન અને નવલકથાલેખન કર્યું. ‘ધ સમિંગ અપ ' નામની આત્મકથા પણ લખી. કોઈ એમને પૂછતું કે તમે આવું ઉત્કૃષ્ટ સર્જન કર્યું, એનું કારણ શું? ત્યારે તેઓ કહેતા કે ‘દિલ રેડીને કોઈ પણ કામમાં લાગી જવું, એ જ જિંદગીની ઉત્તમ દવા છે.' સમરસેટ મૉમ મોન્ટે કાર્યો અને નાઇસ વચ્ચેના કેપ ફેરાટ મુકામે ‘વિલા મોરેસ્ક' ખરીદીને વસતા હતા. ઉત્કૃષ્ટ કલાકૃતિઓથી સજાવેલું આ સુંદર અને વૈભવશાળી મકાન હતું. જન્મ : ૨૮ સપ્ટેમ્બર, પપ૧ ઈ. પૂ. બ્લ્યુ સ્ટેટ (બાલનું ચીન) અવસાન : ઈ. પૂ. ૪૩૯, શુ સ્ટેટ, (ાલનું ચીન) ૩૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૩૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ વિન્સ્ટન ચર્ચિલ જેવા રાજનીતિજ્ઞ આ સ્થળની મુલાકાતે આવ્યા હતા. આમ છતાં કોઈ એમને ‘અખૂટ સાહ્યબી’ વિશે પૂછે તો તેઓ કહેતા કે આપણે લક્ષ્મીને અને ‘સુખસાહ્યબીને માણસનું સદ્ભાગ્ય સમજીએ છીએ, પરંતુ આ જગતમાં પૈસાથી દૂર ન થઈ શકે તેવાં દુઃખોની યાદી અનંત છે. જો આવા દુઃખો અનંત હોય તો પછી માણસે શું કરવું ?’ સમરસેટ મૉમ એના ઉત્તરમાં એમ કહેતા કે ગમે તેવાં સુખદુઃખની વચ્ચે પણ જે માણસ મનપસંદ કામ શોધીને આત્મવિશ્વાસનું છત્ર ઓઢી લે છે, તેને સમજાઈ જાય છે કે જિંદગીની અનેક પરીક્ષાઓમાં પાસ થઈએ કે નાપાસ થઈએ, પણ નાસીપાસ તો ન જ થવું. ४० જન્મ : ૨૫ જાન્યુઆરી ૧૮૭૪, પૅરિસ, ફ્રન્સ અવસાન - ૧૬ ડિસેમ્બર ૧૯૬૫, નીસ, આલ્પ્સ મૅરીટાઇમ્સ, ફ્રાન્સ જીવનનું જવાહિર વીસમી સદીના અત્યંત પ્રસિદ્ધ અને સન્માનિત અદાકાર સર લૉરેન્સ ઑલિવિયરે નાટક અને ફિલ્મમાં પ્રાચીન ગ્રીક ટ્રેજેડીથી માંડીને આધુનિક અમેરિકન અને ઇંગ્લિશ નાટકોમાં સફળ ભૂમિકા ભજવી હતી, એટલું જ નહીં પણ દિગ્દર્શક અને નિર્માતા તરીકે પણ યશસ્વી સિદ્ધિ પામ્યા હતા. મદદને પાત્ર સર લૉરેન્સ લિવિયર એક વાર પોતાના મિત્ર સાથે પિકેડલી પાર કરી રહ્યા હતા. આ સમયે એમને એક ભિખારી મળ્યો અને એણે લૉરેન્સ લિવિયરને પોતાની દુઃખદ જીવનકથા કહી. એણે કહ્યું કે એ દેવામાં ડૂબી ગયો છે. એની પત્ની અશક્ત છે તથા એનાં બાળકો બીમાર છે. વન આખું આફતોથી ઘેરાઈ ગયું છે. આત્મહત્યા કરવાનો વારંવાર વિચાર આવે છે, પણ પત્ની અને સંતાનો કેવા બેહાલ થઈ જશે, એ વિચારે માંડી વાળે છે. ભગવાન કોઈને ય આવી દારુણ ગરીબી ન આપે. ભિખારીએ કરેલું ગરીબીનું વર્ણન સાંભળીને લૉરેન્સ ઑલિવિયરે એને દાનમાં મોટી ૨કમ આપી. એમના સાથી મિત્રએ સર લૉરેન્સ લિવિયરને કહ્યું, જીવનનું જવાહિર ૪૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ તમે એને વધુ પડતી રકમ આપી દીધી. એ ખરેખર ગરીબ ન હોય, બનાવટ પણ કરતો હોય.” સર લૉરેન્સ ઑલિવિયરે હસતાં હસતાં કહ્યું, “તે એની કરુણ જીવનકથા સાંભળી ને ?” મિત્રએ કહ્યું, “હા, એણે પોતાની સ્થિતિનું એવું દર્દભર્યું વર્ણન કર્યું કે આપણા હૃદયમાં દયા જાગી ઊઠે અને આંખમાં આંસુ આવી જાય. ** બસ, તો આ જ વાત છે ને ! કાં એ નિર્ધન હશે અથવા તો સર્વશ્રેષ્ઠ કલાકાર, એના જેવું હૃદયસ્પર્શી વર્ણન મેં આજ સુધી સાંભળ્યું નથી. આમ એ દરેક રીતે મદદને યોગ્ય ગણાય.” સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક (૧૯૨૫) અને ‘પિમેલિયન' ફિલ્મની દુષ્કાળનું કામગીરી માટે ઑસ્કાર ઍવૉર્ડ (૧૯૩૮) મેળવનાર વિશ્વના એકમાત્ર સર્જક જ્યોર્જ કારણ . બર્નાર્ડ શૉ (૧૮૫૬-૧૯૫૦) એમની રમૂજ અને વ્યંગ્ય માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ હતા. એમાં પણ કોઈ વ્યક્તિએ કરેલી ટીકાનો ઉત્તર આપવામાં તો એ અતિ ચતુર અને નિપુણ હતા. ૬૦થી વધારે નાટકો સર્જનાર જ્યોર્જ બર્નાર્ડ શૉને ઇંગ્લેન્ડના વિખ્યાત નિબંધલેખક ગિલબર્ટ કીથ ચેસ્ટરટન મળ્યા અને આ બંનેએ સમાજજીવનને સ્પર્શતી બાબતો અંગે ચર્ચા કરી.. બર્નાર્ડ શૉએ એમનાં નાટકોમાં ઇંગ્લેન્ડના ભદ્રસમાજ પર ભંગ કર્યો હતો, તો ચેસ્ટરટને સમાજજીવનને લગતા વિચારો પોતાના ‘વૉટિઝ રોંગ વિથ ધ વર્લ્ડ” જેવા ગ્રંથોમાં આલેખ્યા હતા. જ્યોર્જ બર્નાર્ડ શૉ પાતળી કાયા ધરાવતા હતા, જ્યારે એકસોથી વધુ ગ્રંથોના સર્જક ગિલબર્ટ કીથ ચૅસ્ટરટનનું શરીર ઘણું ભારે અને વજનદાર હતું. જન્મ : ૨૨ મે, ૧૯૦૭, ડૉર્કિંગ, ઈંગ્લૅન્ડ અવસાન : ૧૧ જુલાઈ, ૧૯૮૯, સ્ટેયનિંગ, ઇંગ્લેન્ડ ૪૨ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૪૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ એમણે પોતાના મિત્રની પાતળી કાયા જોઈને મજાક કરતાં પૂછ્યું, મિસ્ટર શૉ, જો કોઈ ભારતીય અત્યારે અહીં આવે અને આપને જુએ તો એ ઇંગ્લેન્ડ વિશે શું ધારે ?” શોએ પૂછ્યું, “કેમ, એમાં શું ધારવાનું હોય ?” એ આપના સુકલકડી દેહને જોઈને કહેશે કે ઇંગ્લેન્ડમાં ભારે મોટો દુષ્કાળ પડ્યો લાગે છે.” જ્યોર્જ બર્નાર્ડ શૉએ કહ્યું, “હા, એ વાત સાચી. પણ પછી એ મને કશું વધુ પૂછશે નહીં.” કેમ ?” ચૅસ્ટરટને ઉત્કંઠાથી કહ્યું. મને જોયા બાદ એ તરત જ તમને જોશે એટલે એને દુષ્કાળનું કારણ સમજાઈ જશે." વિશ્વના વિખ્યાત વિજ્ઞાની અને સંશોધકે થોમસ આલ્વા એડિસન પાસે અણીનો અસાધારણ અવલોકનશક્તિ હતી અને એને પરિણામે એમણે વિશ્વને આશ્ચર્ય જખમ. પમાડે એવી શોધોનું સર્જન કર્યું. એમના નામ પર એક હજાર ને ત્રાણું જે ટલી તો પેટન્ટ હતી. એમની પ્રયોગશાળા સાધનો અને પુસ્તકોની દૃષ્ટિએ કોઈ પણ જાણીતી યુનિવર્સિટીઓની પ્રયોગશાળાની બરોબરી કરી શકે એવી સુસજજ હતી. એક વાર થોમસ આલ્વા એડિસન ટેલિફોન લઈને એના મુખ આગળ આનંદભેર કોઈ ગીત ગાતા હતા. એવામાં એમના અવાજના ધ્વનિથી ઉત્પન્ન થયેલાં આંદોલનોને લીધે એક પાતળી પોલાદની અણી તેણે પાછળ ધકેલવા પ્રયત્ન કર્યો, તો એ અણી એમની આંગળીમાં પેસી ગઈ. આ જોઈને ઉત્કૃષ્ટ નિરીક્ષણશક્તિ ધરાવતા એડિસન વિચારમાં પડ્યા. એમણે વિચાર્યું કે જો હું પોલાદની અણીની ગતિની નોંધ લઉં અને પછી તેની ઉપર જ તેને પાછી ફેરવું તો આપણા બોલેલા શબ્દો તે જરૂર પુનઃ બોલી શકે. એક વાર બોલાયેલા શબ્દો પુનઃ સાંભળી શકાય. બસ, પછી તો આ જન્મ : ૨૩ જુલાઈ, ૧૮૫૬, ડબ્લિન, આયર્લેન્ડ અવસાન : ૨ નવેમ્બર, ૧૯૫૦, એયોટ, સેંટ લોરેન્સ, ઇંગ્લેન્ડ ૪૪ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૪૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ વિચારને સાકાર કરવા માટે એડિસન એક પછી એક પ્રયોગો કરવા લાગ્યો અને એણે એક એવું યંત્ર બનાવવાનો નિશ્ચય કર્યો કે જે સરસરીતે કામ કરી શકે. એણે પોતાના સહાયકોને પોતાનો આ વિચાર કહ્યો અને યંત્ર બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી. આમાંથી એણે ૧૮૭૭માં ગ્રામોફોનની શોધ કરી. સ્વયં થોમસ આલ્વા એડિસન પોતાની તમામ શોધોમાં આ ગ્રામોફોનની શોધને સહુથી વધુ મહત્ત્વની ગણતા હતા અને એ માટે પોતાની જાતને ગૌરવશાળી માનતા હતા. આ ગ્રામોફોને સંગીતને ઘેર ઘેર પહોંચતું કર્યું. આ બધું બન્યું કઈ રીતે ? આંગળીમાં પોલાદની અણી પેસી ગઈ, તેનું જ આ પરિણામ. જન્મ અવસાન : ૧૧ ફેબ્રુઆરી, ૧૮૪૭, મિલાન, ઓહાયો, અમેરિકા : ૧૮ ઑક્ટોબર, ૧૯૩૧, વેસ્ટ ઑરેન્જ, ન્યુજર્સી, અમેરિકા જીવનનું જવાહિર પિતા જ્હૉન એન્ડરસનની આર્થિક સ્થિતિ નબળી હોવાથી એમના સૌથી સમય સ્નાનમાં મોટા પુત્ર હૅરીને માટે સ્કૂલથી આગળ અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો. તેઓ વ્યવસ્થિત રીતે કૉલેજશિક્ષણ મેળવી શક્યા નહીં. આવી હાલતમાં ઉમેરો એ વાતે થયો કે નબળી આંખોએ હેરીને સતત પરેશાન કર્યો. વળી ઢીંગણા અને અનાકર્ષક દેખાવને કારણે એને ઉપેક્ષા સહન કરવી પડી. પ્રારંભનાં આ વર્ષોમાં હૅરી મુખ્યત્વે ઇતિહાસનાં પુસ્તકો વાંચતો અને મનમાં અમેરિકાના ઇતિહાસમાં યાદગાર કામગીરી કરવાનાં સ્વપ્નાં સેવતો. છેક ઓગણચાલીસમા વર્ષે એણે યુનિવર્સિટી ઑવ કૅન્સાસ સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને બે વર્ષ ભણીને કાયદાશાસ્ત્રની ઉપાધિ મેળવી. પ્રારંભમાં રેલવે પછી બેંક અને ત્યારબાદ ખેતીનો વ્યવસાય અપનાવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં તોપખાનાના અધિકારી તરીકે પણ કામગીરી બજાવી. બીજી બાજુ કાયદાશાસ્ત્રની ઉપાધિ મેળવ્યા બાદ મુખ્ય ન્યાયાધીશ બન્યા અને અમેરિકાના ડેમોક્રેટિક પક્ષના રાજકારણમાં રસ લેવા લાગ્યા. જીવનનું જવાહિર ૪૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ રાજકીય કુનેહ અને કપરા પ્રશ્નો ઉકેલવાની સૂઝને કારણે હૅરી અમેરિકાના તેત્રીસમા પ્રમુખ બન્યા. ૧૯૪૫થી ૧૯૫૩ સુધી અમેરિકાના પ્રમુખપદે રહેનાર હૅરી ટુમેનને ગરીબીનો સાક્ષાત્ અનુભવ હતો, તેથી સાદું જીવન જીવવાનો આગ્રહ રાખતા હતા. એક વાર એમને મળવા આવેલા મુલાકાતીને જાણ થઈ કે પ્રમુખ સ્નાન કરવા ગયા છે. થોડી વારમાં સ્નાન કરીને બહાર આવશે એમ ધારીને મુલાકાતી એમની રાહ જોઈને બહાર બેઠા. પંદર-વીસ મિનિટ પસાર થઈ ગઈ. પ્રમુખ હૅરી ટુમેન બહાર નહીં આવતાં મુલાકાતી અકળાયા અને એણે પ્રમુખના નોકરને પૂછ્યું, “ભાઈ, પ્રમુખશ્રી સ્નાનમાં કેટલો સમય વિતાવે છે ? વીસેક મિનિટથી અહીં બેઠો છું, પણ હજી બહાર નીકળ્યા નથી.” એમના નોકરે કહ્યું, “સાહેબ માત્ર સ્નાન કરવા માટે જ બાથરૂમમાં જતા નથી.” મુલાકાતીએ જરા વ્યંગ્યમાં પૂછ્યું, “તો પ્રમુખશ્રી બાથરૂમમાં બીજાં કામો પણ કરતા લાગે છે ?” “હા. તેઓ સ્નાન કરતાં પૂર્વે પોતાનાં કપડાં જાતે ધુએ છે અને પછી સ્નાન કરે છે.” ४८ જન્મ : ૮ મે ૧૮૮૪, લામાર, મિસૂરી, અમેરિકા અવસાન : ૨૬ ડિસેમ્બર ૧૯૭૨, કેન્સાસ સીટી, મિસૂરી, અમેરિકા જીવનનું જવાહિર સ્ટેશનની શોધ મહાન વૈજ્ઞાનિક ગુંગડીડમો માર્કોનીએ એના અવનવા શોધ સંશોધનથી સમગ્ર વિશ્વને ચકિત કરી દીધું. એણે વાયરલેસ ટેલિગ્રાફીની શોધ કરી અને સંદેશા સંચારની દુનિયામાં નવી ક્રાંતિ સર્જી. વૈજ્ઞાનિક માર્કોનીએ અત્યંત પરિશ્રમથી અને પુષ્કળ નાણાં ખર્ચીને એક ‘સ્ટેશન’ ઊભું કર્યું હતું. આ ‘સ્ટેશન’ દ્વારા ભવિષ્યમાં એકએકથી ચડિયાતી શોધોનાં દ્વાર ખૂલી જશે તેવી એને આશા હતી. શોધ-સંશોધનની દુનિયામાં હરણફાળ ભરી શકશે, તેમ એ માનતો હતો. થોડો સમય તો માર્કોનીના આ ‘સ્ટેશને’ બરાબર કામગીરી બજાવી, પણ એક દિવસ એમાં કશુંક ખોટવાયું અને પરિણામે મોટી આગ લાગી ગઈ. આ આગમાં માર્કોનીએ જેને આધારે ઉજ્જ્વળ ભાવિનાં સ્વપ્નાં સેવ્યાં હતાં, એવું ‘સ્ટેશન’ બળીને ખાખ થઈ ગયું. માર્કોનીના કોઈ પરિચિતે આ આગ જોઈ અને તે દોડતા માર્કોનીને આ દુઃખદ સમાચાર આપવા માટે એમના ઘેર પહોંચી ગયા. માર્કોનીએ આ સમાચાર જાણ્યા ત્યારે એમની પત્ની જીવનનું જવાહિર ૪૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ બાજુમાં જ ઊભી હતી. આ સમાચાર સાંભળીને માર્કોની થોડી વાર મૌન રહ્યા. તદ્દન નિઃશબ્દ. પછી કશુંય બોલ્યા વિના ઊભા થઈને પિયાનો પાસે ગયા અને પોતાના મનપસંદ સૂર વગાડવા લાગ્યા. પતિની આવી વિચિત્ર વર્તણૂક જોઈને શ્રીમતી માર્કોનીને ચિંતા થઈ. આઘાતને કારણે ચિત્ત ક્ષુબ્ધ તો થઈ ગયું નથી ને ! એમણે લાગણીસભર અવાજે માર્કોનીને પૂછયું, “પ્રિયે ! તમે અસ્વસ્થ તો નથી થઈ ગયા ને ?” માર્કોનીએ કહ્યું, “ના. હું પૂર્ણપણે સ્વસ્થ છું. મારી લેશમાત્ર ફિકર કરીશ નહીં. બધું બરાબર છે.” આટલું બોલ્યા પછી માર્કોનીએ દૃઢ અવાજે કહ્યું, “હવે આજથી હું વધુ ઉત્સાહભેર ‘સ્ટેશન’ રચવા માટે કામ કરીશ. કોઈ પણ બાબત કે કોઈ પણ અવરોધ મને મારા ધ્યેયથી ચલિત કરી શકશે નહીં.” માર્કોનીના આ સંકલ્પમાંથી વિશ્વને કેટલીય વધુ શોધ મળી. કારમી ગરીબીને કારણે અબ્રાહમ લિંકન ગ્રંથાલયમાંથી પુસ્તકો લાવતા અને પુસ્તકની. વાંચીને પાછાં આપી આવતા. એ સમયે ‘અમેરિકાનું જીવન” નામનું એક પુસ્તક કિંમત પ્રગટ થયું. અબ્રાહમ લિંકનને એ વાંચવાની તાલાવેલી જાગી. ગ્રંથાલયમાંથી પણ એ પુસ્તક મળ્યું નહીં, પરંતુ તપાસ કરતાં ખબર પડી કે પોતાના પડોશીને ત્યાં એ પુસ્તક છે. અબ્રાહમ લિંકન એની પાસે ગયા અને પુસ્તક વાંચવાની પોતાની તીવ્ર ઇચ્છા પ્રગટ કરી. પડોશીએ પુસ્તક તો આપ્યું પરંતુ સાથોસાથ તાકીદ કરી કે બે-ચાર દિવસમાં વાંચીને પાછું આપી જજે. પુસ્તક બગડે નહીં કે ફાટી જાય નહીં, તેની ચીવટ રાખજે. અબ્રાહમ લિંકને પુસ્તક વાંચવા માંડ્યું. આખો દિવસ એ પુસ્તકની સૃષ્ટિમાં ડૂબેલા રહ્યા. સતત વાંચતા જાય. એક રાત્રે ઊંઘ આવતાં એ પુસ્તક બારી પાસે મૂકીને સુઈ ગયા. રાત્રે વરસાદ પડયો અને વરસાદની વાછટને લીધે પુસ્તક પલળી ગયું. સવારે પુસ્તકની આ દશા જોઈ ત્યારે અબ્રાહમ લિંકનના પેટમાં ફાળ પડી. અરે ! પડોશીને વચન આપ્યું હતું કે પુસ્તક બરાબર જીવનનું જવાહિર જન્મ : ૨૫ એપ્રિલ, ૧૮૭૪, બોલૉગ્ના, ઇટાલી અવસાન : ૨૦ જુલાઈ, ૧૯૩૭, રોમ, ઇટાલી ૫૦ જીવનનું જવાહિર ૫૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ જાળવીને પાછું આપીશ અને વરસાદને કારણે એનાં પાનાં થોડાં પલળી જવાથી સહેજ બગડી ગયું. અબ્રાહમ લિંકન પડોશી પાસે ગયા અને ક્ષમાયાચના સાથે વાત કરી. પુસ્તક બગડી જવાથી થયેલું નુકસાન ભરપાઈ કરવાની ખાતરી આપી અથવા તો પડોશી કહે તો થોડા દિવસમાં પૈસા રળીને નવું પુસ્તક એને પાછું આપી જશે એમ કહ્યું. એમનો પડોશી એક વિશાળ ખેતરનો માલિક હતો, એને ખેડૂતની જરૂરત હતી. એણે અબ્રાહમ લિંકનને કહ્યું, “જો તું મારા ખેતરમાં ત્રણ દિવસ કામ કરે તો તારી પાસેથી કશી કિંમત વસૂલ કરીશ નહીં.” અબ્રાહમ લિંકને પૂછ્યું, “હું ત્રણ દિવસ તમારા ખેતરમાં મજૂરી કરવા તૈયાર છું. આટલી મજૂરીથી પુસ્તકને થયેલું નુકસાન ભરપાઈ થશે કે પછી નવું પુસ્તક લાવવાની કિંમત ભરપાઈ થશે?” પડોશીએ કહ્યું, “જો તું ત્રણ દિવસ માટે ખેતમજૂરી કરીશ તો આ પુસ્તક તારું. આ પુસ્તક પછી તારે જ રાખી લેવાનું.” અબ્રાહમ લિંકને પડોશીના ખેતરમાં ત્રણ દિવસ કાળી મજૂરી કરી, પરંતુ એને અપાર હર્ષ એ થયો કે એના બદલામાં પેલું પુસ્તક પોતીકું થઈ ગયું. પૂર જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, હોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૬૫, વૉશિંગ્ટન ડી.સી., અમેરિકા જીવનનું જવાહિર સહુ સમાન ‘પધારો ! કોમરેડ ! પધારો !” પોતાની વાળ કાપવાની દુકાનમાં પ્રવેશી રહેલા સોવિયેત રશિયાના સર્વોચ્ચ નેતા લેનિનનું વાળંદે સન્માનપૂર્વક સ્વાગત કર્યું. વાળંદની દુકાનમાં પોતાનો વાળ કપાવવાનો વારો આવવાની રાહ જોઈને બેઠેલા બીજા લોકોએ પણ આ મહાન નેતાને જોઈને ઊભા થઈને ઉમળકાભેર એમનું સ્વાગત કર્યું. સહુ કોઈને માટે કોમરેડ લેનિન એ નૂતન રશિયાની રચના માટે મથનારા મહાન અને સમર્થ નેતા હતા. આખી દુનિયાએ રશિયાની ઑક્ટોબરની ક્રાંતિ જોઈ હતી અને લેનિનની મહત્તા જાણી હતી. લેનિને વાળંદના અને એના ગ્રાહકોના હૂંફાળા આવકારનો હસ્તધનૂન કરીને સ્વીકાર કર્યો. ગ્રાહકોએ પહેલાં લેનિનના વાળ કાપવા માટે વાળંદને કહ્યું. આ જોઈને લેનિને દઢતાથી કિંતુ નમ્રતાથી કહ્યું, “ના ! ના. મારો વારો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.” આટલું બોલીને વાળંદની દુકાનમાં પડેલું અખબાર હાથમાં જીવનનું જવાહિર ૫૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ લઈને લેનિન વાંચવા લાગ્યા. વાળંદે ખુદ લેનિનને વિનંતી કરી, “મહેરબાની કરીને તમે આવો. તમારે ઘણાં જવાબદારીભર્યાં કાર્યો કરવાનાં હોય છે, તેથી તમને અગ્રતા આપીએ છીએ. તમારો સમય ઘણો મૂલ્યવાન છે.” લેનિને દઢતાથી કહ્યું, “આ સમાજમાં કોઈનુંય કાર્ય બીજાના કાર્યથી ઓછું અગત્યનું કે મહત્ત્વનું નથી. મજૂર, શિક્ષક, ઇજનેર કે પક્ષના સેક્રેટરી એ સહુનું કામ સરખા મહત્ત્વનું છે. આ જ આપણો સિદ્ધાંત, આપણી શિસ્ત અને આપણું કર્તવ્ય છે. કોઈનાય કરતાં કોઈ ઊંચો કે કોઈ નીચો નથી. હું આ મહાન સિદ્ધાંતની વિરુદ્ધમાં કોઈ દાખલો બેસાડવા ચાહતો નથી. માફ કરજે મને.” ૫૪ જન્મ : ૨૨ એપ્રિલ, ૧૮૭૦, ઉત્પાનવીસ્ક, રશિયા અવસાન : ૨૧ જાન્યુઆરી, ૧૯૨૪, ગોર્કી લેનિનસ્કાય, રશિયા જીવનનું જવાહિર મારું દેશબંધુત્વ ધા યુવા જિયાતપણે લશ્કરી રિય સત્યના શોધક તત્ત્વચિંતક સૉક્રેટિસના વિચારોએ ગ્રીસમાં વિચારોની એક નવી હવા ફેલાવી. એ સમયે ગ્રીસના ઍથેન્સ નગરમાં એવો કાયદો હતો કે લેવું. આ કાનૂનને કારણે તત્ત્વચિંતક ૉક્રેટિસે લશ્કરી તાલીમ લીધી અને સમય જતાં આ વિચારક કરમાં જોડાયા. એ સમયે ડેલિયમના યુદ્ધમાં ઍથેન્સનો પરાજય થયો. ન્સવાસીઓ રણમેદાન છોડીને અથેન્સ તરફ ભાગી રહ્યા આ સમયે અથેન્સનો જેનોફન નામનો સૈનિક ઘાયલ ને રસ્તામાં પડ્યો હતો. એના ઘામાંથી લોહી વહેતું હતું. એ બચવા માટે જોરજોરથી ચીસો પાડતો હતો, પરંતુ પાછળથી દુશ્મનના હુમલાનો ભય હોય ત્યારે ઊભું કોણ રહે ? આથી બધા જેનોન પર માત્ર દયાદૃષ્ટિ નાખીને ઍથેન્સ તરફ નાસતા હતા. સૉક્રેટિસ આ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જેનોફનને જોયો. એ ઊભા રહી ગયા. એના ઘા સાફ કરવા માંડ્યા. અને પાણી પિવડાવ્યું અને પછી એને પીઠ પર નાખીને અથેન્સ તરફ લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. જીવનનું જવાહિર ૫૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ સૉક્રેટિસને એમના સાથીઓએ સલાહ આપી કે, “આમ ઊભા રહીને સેવા કરશો તો મોત પળવારમાં આવી પહોંચશે. વળી તીવ્ર વેગે ઍથેન્સ પહોંચવાનું છે. જેનોફનને પીઠ પર ઊંચકીને તમે ચાલશો તો ક્યારે ઍથેન્સ પહોંચશો ? દુશ્મનો પાછળ આવી રહ્યા છે તો સામે ચાલીને એમનો શિકાર બનવાની પેરવી કેમ કરો છો ?” સૉક્રેટિસે કહ્યું, “ભાઈ, તમે જાઓ. હું તો જેનોફનને લઈને જ આવીશ.” કોઈએ સૉક્રેટિસને અવ્યવહારુ માન્યા, કોઈએ જિદ્દી ગયા તો કોઈએ એમને બેવકૂફમાં ખપાવ્યા, પરંતુ સોક્રેટિસ એમના વિચારમાં મક્કમ હતા. એમણે કહ્યું, “મારો જીવ બચાવવા માટે મારા નગરને ખાતર યુદ્ધ ખેલનાર જેનોફનને આ રીતે છોડીને ભાગી જાઉં તો મારું દેશબંધુત્વ લાજે. ભલે શત્રુઓ આવી પહોંચે, અથવા ઍથેન્સ પહોંચવામાં અતિ વિલંબ થાય, પણ જેનોફનને તો મારી પીઠ પરથી ઉતારીશ નહીં.” બેન્જામિન ફ્રેન્કલિન એમના | પિતાનાં સત્તર સંતાનોમાં દસમું સંતાન ચિંતા રાખશો હતા. એમના પિતા સાબુ અને મીણબત્તી | બનાવવાનો વ્યવસાય કરતા હતા. નહીં. બેન્જામિન ફ્રેન્કલિને દસ વર્ષની વય સુધી અભ્યાસ કર્યો. બારમા વર્ષે પોતાના ભાઈના મુદ્રણાલયમાં શિખાઉ તરીકે જોડાયા. એમના મોટા ભાઈ એમની સાથે અત્યંત ખરાબ વર્તાવ કરતા હતા. આવાં અપમાન સહન કરવાને બદલે નોકરી છોડવી બહેતર લાગી પોતાનું શહેર બોસ્ટન છોડી દીધું અને ફિલાડેલ્ફિયામાં આવ્યા. તેવીસ વર્ષની વયે એમણે પેન્સિલવેનિયા અને એની આસપાસનાં સંસ્થાનોમાં કામ કર્યું. બોસ્ટનમાં વસતાં એમનાં માતા-પિતા પુત્ર દૂર હોવાથી એમની ખૂબ ચિંતા કરતાં હતાં. બેન્જામિનના બનેવી હોમ્સ તપાસ કરી અને બેન્જામિનની ભાળ મેળવી, એણે બેન્જામિનને આગ્રહભર્યો પત્ર લખ્યો અને ઘેર પાછા આવવા વિનંતી કરી. એના જવાબમાં બેન્જામિન ફ્રેન્કલિને આત્મવિશ્વાસથી લખ્યું, “હું અહીં સ્વતંત્ર રીતે જીવું છું અને અન્ન છું.” જન્મ : ઈ. પૂ. ૪૬૯૪૩૦, ઍથેન્સ, ગ્રીસ અવસાન : ઈ. પૂ. ૩૯૯, અંયેન્સ, ગ્રીસ પ૬ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર પ૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ પત્રના અંતે બેન્જામિન ફ્રેન્કલિને લખ્યું, “જો પરિશ્રમ, કરકસર, ઈમાનદારી, લગની અને માદક દ્રવ્યોથી દૂર રહેવાની મક્કમતાને કારણે સફળ થવાતું હોય, તો હું જરૂર સફળ થઈશ. તમે મારે વિશે સહેજે નિરાશા સેવશો નહીં અને ચિંતા રાખશો નહીં.” આમ ફ્રેન્કલિન ફિલાડેલ્ફિયામાં જ રહ્યા. અહીં પ્રવૃત્તિઓનો વ્યાપ વધારતા ગયા. પરિણામે મુદ્રક, પ્રકાશક, સંશોધક અને લેખક, બંધારણના મુત્સદ્દી અને સ્થિત-વિદ્યુતનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની તરીકે બેન્જામિન ફ્રેન્કલિન વિશ્વભરમાં નામના પામ્યા. ૫૮ જન્મ - ૧૭ જાન્યુઆરી, ૧૭૦૬, બોસ્ટન, મેસેચૂસેટ્સ, અમેરિકા અવસાન : ૧૭ એપ્રિલ ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા જીવનનું જવાહિર અંધજનો માટેની વાંચવા-લખવાની લિપિના શોધક લૂઈ બ્રેઇલ માત્ર ત્રણ વર્ષની વયે અંધ બન્યા. નાનકડો લૂઈ એના પિતા સાયમન બ્રેઇલના ઘોડાના જીન બનાવવાના વર્કશોપમાં રમતો હતો. એના પિતા બહાર ગયા હતા અને લૂઈ બ્રેઇલ ચામડું કાપવાનાં અને એમાં છેદ કરવાનાં ઓજારોથી રમવા લાગ્યો. સોયાનો ઉપયોગ અચાનક મોચીકામનો સોયો એની આંખમાં પેસી ગયો. એક આંખની રોશની ચાલી ગઈ અને ઇન્ફેક્શનને કારણે બીજી આંખે પણ અંધારું થઈ ગયું. પિતા સાયમને પોતાના અંધ બાળકને (દશ વર્ષની ઉંમરે પૅરિસની નાના અંધ બાળકો માટેની રાષ્ટ્રીય સંસ્થામાં દાખલ કરાવ્યા. લૂઈ બ્રેઇલ અભ્યાસમાં તેજસ્વી હતા. તેઓ આ સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થયા અને સમય જતાં એ જ સંસ્થામાં અધ્યાપક બન્યા. પોતાના અભ્યાસકાળ દરમિયાન લૂઈ બ્રેઇલને પુસ્તકો વાંચવા માટે હંમેશાં બીજાનો સહારો લેવો પડતો. મનમાં સતત એમ વિચારતા કે કોઈ એવી પદ્ધતિ શોધાય ખરી કે જેના દ્વારા જીવનનું જવાહિર ૫૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિહીન વ્યક્તિ પણ દૃષ્ટિવાનની માફક પુસ્તક વાંચી શકે ! મનમાં સતત આ વાત ઘોળાતી હતી. એમણે કેટલીય નવી-નવી યુક્તિઓ વિચારી અને અખતરા કર્યા. એમણે જાણ્યું કે લશ્કરમાં રાત્રે યુદ્ધ સમયે એક મથક પરથી બીજા મથક પર સંદેશા પહોંચાડવા માટે જાડા કાગળ પર ટપકાં ઉપસાવીને સંકેતચિહ્નો કરવામાં આવે છે. લૂઈ બ્રેઇલે આના પર ઊંડો વિચાર કર્યો. એમણે સોયાના ઉપયોગ દ્વારા નવી લિપિ શોધી કાઢી. છ ટપકાંવાળી અને તેતાલીસ સંકેતચિહ્નો ધરાવતી એમની આ નવી લિપિમાં બારાખડીના તમામ સંયુક્ત સ્વરો અને ઉચ્ચાર-સંકેતોનો સમાવેશ કર્યો. આ લિપિથી સંગીતનું વાચન અને લખાણ દૃષ્ટિવાનોની અન્ય લિપિઓ કરતાં વધુ આસાન રીતે થઈ શકે છે અને તેનો ઉચ્ચ ગણિત માટે ઉપયોગ પણ થઈ શકે છે. આમ પોતાના જીવનમાં સૌથી દુ:ખદાયક ઘટના સર્જનાર સોયાના સાધનનો ઉપયોગ કરીને બ્રેઇલે લાખો પ્રજ્ઞાચક્ષુઓ આ સોયાથી ઉપસાવેલા અક્ષરો પર આંગળીના ટેરવાના સ્પર્શમાત્રથી પુસ્તકોનાં પુસ્તકો વાંચી શકે તેવી લિપિનું સર્જન કર્યું જે વિશ્વની લગભગ બધી જ ભાષાઓમાં લિવ્યંતર પામી. આજે સમગ્ર વિશ્વ એને બ્રેઇલ લિપિ તરીકે ઓળખે છે. ५० જન્મ : ૪ જાન્યુઆરી, ૧૮૦૯, કૉપપ્રે, પૅરિસ, ફ્રાન્સ : ૬ જાન્યુઆરી, ૧૮૫૨, પૅરિસ, ફ્રાન્સ અવસાન જીવનનું જવાહિર મૉટરની એક ફેક્ટરીમાં મોરિસ કારીગર તરીકે કામ કરતો હતો. મૉટરના મહેણાંનો પ્રત્યેક ભાગની એને ઝીણવટભરી જવાબ જાણકારી હતી. બધા મિકેનિકોમાં એ સહુથી વધુ કુશળ મિકેનિક ગણાતો હતો. મૉટરના એન્જિનની ખામી કોઈને જડતી ન હોય, તો એની તપાસ મોરિસને સોંપવામાં આવતી. આ બાહોશ મિકેનિક મહેનત કરીને એ ક્ષતિ ખોળી કાઢતો અને એને રિપેર કરીને મૉટરને ફરી ચાલુ કરી દેતો. એક વાર મોરિસ કારખાનામાં મોડો પહોંચ્યો. નસીબજોગે એ દિવસે કંપનીના માલિક કારખાનાની મુલાકાતે આવ્યા હતા. એમણે હાજરીપત્રક મંગાવીને બધા કારીગરોના આગમનનો સમય જોયો. એટલામાં મોરિસ આવી પહોંચ્યો. ફેક્ટરીના માલિકે એને ઠપકો આપ્યો. તેઓ મોરિસની કાબેલિયતને જાણતા હતા, પરંતુ એમને થયું કે પોતે માલિક છે અને જો ઠપકો ન આપે તો કેમ ચાલે ? આથી એમણે મોરિસને કહ્યું, “આ રીતે મોડા આવવું બરાબર નથી. સમયનું બરાબર પાલન થવું જોઈએ.” મોરિસે નમ્રતાથી વિલંબનાં કારણો આપ્યા અને કહ્યું, “અત્યંત અનિવાર્ય પરિસ્થિતિ હોવાને કારણે જ આવો વિલંબ થયો છે.” જીવનનું જવાહિર ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ફેક્ટરીના માલિકે રુઆબ છાંટતા હોય તે રીતે કહ્યું, “જો આ રીતે મોડા જ આવવું હોય તો ફેક્ટરીના કારીગર નહીં, પણ ફેક્ટરીના માલિક બનો. બાકી દરેક કારીગરે પોતાનો સમય સાંચવવો જોઈએ.” માલિકનું આ મહેણું મોરિસને હાડોહાડ લાગી ગયું અને એણે એનું રાજીનામું ધરી દીધું. સાથી કારીગરો તો સ્તબ્ધ બની ગયા. માલિકે પણ સખ્તાઈ દાખવવા માટે એ રાજીનામું સ્વીકારી લીધું. સાથી કારીગરોએ મોરિસને સલાહ આપી કે માલિકનાં આવાં વચનોથી અકળાઈ જવાય નહીં. હવે માફી માગીને રાજીનામું પાછું ખેંચી લે. કોઈએ કહ્યું, “મોરિસ, નોકરી કરવી હોય તો આટલા બધા સંવેદનશીલ થવાય નહીં. માલિક ભલે ઠપકો આપે, આપણે એક કાને સાંભળીને બીજા કાનથી કાઢી નાખવાનો. આવી વાતોથી મનમાં માઠું લગાડાય નહીં.” મોરિસ અડગ રહ્યો. એણે બીજે દિવસે પોતાની ફેક્ટરી બનાવવાનો પ્રયત્ન આરંભ્યો. સમય જતાં મોરિસે પોતાની ફેક્ટરી ઊભી કરી. માલિકે આપેલાં મહેણાંને પુરુષાર્થના પડકારરૂપે સ્વીકારીને એણે પોતાની સઘળી કુશળતા કામે લગાડી અને સમય જતાં એણે જગવિખ્યાત બનેલી નાની મોરિસ મોટરનું ઉત્પાદન કર્યું. ૬૨ જન્મ : ૧૦ ઑક્ટોબર, ૧૮૭૭, વૉર્સેસ્ટર, ઇંગ્લૅન્ડ અવસાન : ૨૨ ઑગસ્ટ, ૧૯૬૩, નુલિડ, ઑક્સફર્ડશાયર, ઇંગ્લૅન્ડ જીવનનું જવાહિર સ્નેહની સભરતા સૂક્ષ્મ અવલોકનશક્તિ અને વિષયવસ્તુ પ્રમાણે તાદશ દશ્યો સર્જવાની કુશળતા ધરાવનાર અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકિન્ઝના પિતા નૌકાદળમાં એક સામાન્ય કારકુન તરીકે નોકરી કરતા હતા. ગરીબાઈને કારણે એમના પિતાને દેવું થયું હતું અને પરિણામે એમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. અત્યંત નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં ચાર્લ્સ ડિકિન્ઝના પિતા પુત્રને ભણાવવા ચાહતા હતા, જ્યારે ચાર્લ્સ ડિકિન્ઝને તેની માતા મજૂરીએ વળગાડી દેવા ચાહતી હતી. ચાર્લ્સ કન્ઝને એમના પિતાની ઇચ્છા વિરુદ્ધ માતાએ મજૂરીએ લગાડી દીધા. બાર વર્ષના ચાર્લ્સ ડિકિન્ઝે એક દુકાનમાં શીશી પર લેબલ લગાડવાનું કામ કર્યું, પરંતુ આ બાળપણના દુઃખદ અનુભવોની છાયા અને માતાની કઠોરતા ચાર્લ્સ ડિકિન્ઝ વનભર ભૂલ્યા નહીં. ચાર્લ્સ ડિકિન્ગને બાળમજૂર તરીકે લાંબો સમય મજૂરી કરવી પડી નહીં. પંદરમા વર્ષે અભ્યાસ છોડીને વર્તમાનપત્રોના જીવનનું જવાહિર ૬૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ખબરપત્રી બન્યા. એક બાજુ શેક્સપિયર, સ્મૉલેટ, ફિલ્ડિંગ જેવા અંગ્રેજલેખકોનાં પુસ્તકોનું ચાર્લ્સ ડિકિન્ઝને ઘેલું લાગ્યું હતું, તો બીજી બાજુ અખબારના ખબરપત્રી હોવાથી વાસ્તવિકતાનો અનુભવ, સ્પષ્ટ આલેખન અને ત્વરિત લેખનમાં નિપુણ બન્યા. સમય જતાં ચાર્લ્સ ડિકિન્ઝ વિશ્વના એક ઉત્તમ નવલકથાકાર બન્યા. એમણે અઢળક કમાણી કરી. પ્રખ્યાત અને શ્રીમંત બન્યા પછી એમણે અવેતન રંગભૂમિ પર કામ કર્યું. એ સમયે ચાર્લ્સ ડિકિન્ઝના પિતા પ્રકાશકો પાસે જઈને છાનામાના પુત્રની રૉયલ્ટીની રકમ લઈ આવતા અને વાપરી નાખતા હતા. એમના પિતાની આવી વર્તણૂક જોઈને મિત્રોએ કહ્યું, “તમારે તમારા પ્રકાશકોને સૂચના આપી દેવી જોઈએ કે એમને કોઈએ ફૂટી કોડી પણ આપવી નહીં.” માનવજીવનનું સૂક્ષ્મ અવલોકન કરવાની અને માનવમનનો તાગ ધરાવનાર આ સર્જકે આવું કરવાની ચોખ્ખી ના પાડી. પોતે માયાળુ પિતાનું અપમાન કરી શકે નહીં. પિતા આર્થિક અર્થમાં ભલે સમસ્યારૂપ હોય, પરંતુ સ્નેહની સભરતાની બાબતમાં કોઈ સમસ્યારૂપ નહોતા. જ્યારે બાળપણમાં કઠોર વર્તન કરનારી માતા ચાર્લ્સ ડિકિન્તુને માટે જીવનભર સ્નેહની સમસ્યારૂપ બની રહ્યાં. ૪ જન્મ : ૭ ફેબ્રુઆરી, ૧૮૧૨, પોટર્સમાઉથ, ઇંગ્લૅન્ડ અવસાન : ૯ જૂન, ૧૮૭૦, હિંગહામ, ઇંગ્લેન્ડ જીવનનું જવાહિર રંગમંચ પર માતા નૃત્ય કરતાં કરતાં મધુર કંઠે ગીત ગાતી હતી. એની સાથે પાંચ વર્ષનો પુત્ર આ કાર્યક્રમમાં આંગળીએ વળગીને આવતો હતો અને પ્રબળ આત્મવિશ્વાસ વિંગમાં એક ખૂણે ઊભો રહીને માતાની કલાને એકીટસે જોતો હતો. એક દિવસ એની માતાની તબિયત બરાબર નહોતી. ગાવાનું શરૂ કર્યું, પણ અવાજ તૂટવા લાગ્યો. ખૂબ પ્રયત્ન ત્યારે માંડ માંડ સહેજ અવાજ નીકળ્યો. એણે ગાવાનો નાર વિફળ પ્રયત્ન કર્યો. પાંચ વર્ષના બાળકને સમજાતું નહોતું કે રંગમંચ પર અની માતાને આ શું થાય છે ? એણે જોયું તો મંચ પરથી એની માતા અંદર દોડી ગઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એક ક્ષણ તો પાંચ વર્ષના બાળકને મા પાસે દોડી જવાનું મન થયું પણ બીજી બાજુ માતાની સદાની કડક સૂચના હતી કે વિંગમાં આ જ સ્થાને ઊભા રહેવું; ક્યાંય ખસવું નહીં. માતા સાથે આવતો આ છોકરો રોજ એની માતાને છટાથી ગાતી અને નૃત્ય કરતી જોતો હતો. એ પછી એની માતાના સાથી કલાકારો આગળ એની આબાદ મિમિક્રી કરીને એ સહુને ખુશ કરતો હતો. પાંચ વર્ષના એ છોકરા પાસે મૅનેજર આવ્યા જીવનનું જવાહિર ૩૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ અને કહ્યું, “ચાલ છોકરા, સ્ટેજ પર આવ. રોજ તારી માતા કેવી છટાથી ચાલે છે, કેવી રીતે ગાનનૃત્ય કરે છે એની નકલ કરે છે! આજે એ સ્ટેજ પર કરી બતાવ.” - પાંચ વર્ષના છોકરાએ આત્મવિશ્વાસથી કહ્યું, “હું જરૂર કરી બતાવીશ અને ખૂબ સારી રીતે કરી બતાવીશ. તમે સહેજે ગભરાશો નહીં.” આ છોકરાનો આત્મવિશ્વાસ જોઈને મૅનેજર થોડી વાર એની સામે તાકીને જોઈ રહ્યા અને પછી હસતાં હસતાં વિંગમાં ચાલ્યા ગયા. નાનકડો છોકરો મંચ પર આવ્યો. દર્શકો સમક્ષ પોતાની માતાની આબાદ મિમિક્રી કરી. દર્શકોએ તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધો અને એના પર પૈસાનો વરસાદ વરસાવ્યો. એ છોકરો એની માતા પાસે ગયો અને માતાની આંગળી પકડીને કહેવા લાગ્યો, “ચાલ મા, હવે ઘેર જઈએ. હું હવે ગાઈશ અને નાચીશ અને ઘણા બધા પૈસા કમાઈશ.” પાંચ વર્ષના એ બાળકે એવા આત્મવિશ્વાસથી મિમિક્રી કરી કે એની એ શક્તિએ એને શ્રેષ્ઠ હાસ્યઅભિનેતા ચાર્લી ચેપ્લિન બનાવ્યો. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ રોગનો ભય સતાવતો હોય છે. કોઈક વિચારે ઑપરેશનોના છે કે મને એકાએક કૅન્સર થઈ જશે તો શું થશે ? કોઈ ઇચ્છે છે કે જીવનમાં અનુભવ ભલે ગમે તે રોગ આવે, પણ પેરાલિસિસ ન થાય તો સારું ! કોઈને હાર્ટએટેંકની ટિર હોય છે, તો કોઈને ટી.બી.નો ભય હોય છે. અમેરિકાના બુથ ટારકિંસ્ટનને એવો ભય અંધાપાનો તો હતો. એને થતું હતું કે જીવનમાં હાર્ટએટેક આવે તો , પણ અંધાપો ન ખપે. સાઠ વર્ષના બૂથ ટારકિંસ્ટનને ના દીવાનખંડમાં જુદો જ અનુભવ થયો. એ ખંડમાં પાથરેલો રંગી ચમકદાર ગાલીચો એમને ઝાંખો ઝાંખો લાગવા માંડ્યો. સમય જતાં ખ્યાલ આવ્યો કે એમની આંખોએ ઝાંખપ વળવા માંડી છે અને અંધાપો આંખના પોપચા પર ટકોરા મારી રહ્યો છે. બૂથ ધ્રૂજી ઊઠ્યા. એમને આશાઓનું જગત અંધકારમાં ડૂબતું દેખાયું. આંખના નિષ્ણાત ડૉક્ટરે નિદાન કર્યું કે એમની એક આંખની રોશની તો સાવ ચાલી ગઈ છે. માત્ર બીજી આંખમાં ઝાંખો ઝાંખો પ્રકાશ છે. આથી બીજી આંખને બચાવવા પરેશન કરવાનું નક્કી કર્યું. બૂથે જીવનનું જવાહિર જન્મ : ૧૬ એપ્રિલ, ૧૮૮૯, વોલવર્ચ, લંડન, ઈંગ્લેન્ડ અવસાન : રપ ડિસેમ્બર, ૧૯૩૩, કોર્સિયર સર. વિવિ, સ્વિત્ઝર્લેન્ડ ફક જીવનનું જવાહિર ૬૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો અને તે પણ હસતે મુખે. એમણે નક્કી કર્યું કે હવે જીવનમાં જે કંઈ આવવાનું છે તે ૨ડીને, ડરીને કે ગભરાઈને સ્વીકારવાને બદલે એને ઉલ્લાસથી આવકાર આપો. બીજી આંખને બચાવવા માટે બૂથને એક જ વર્ષમાં બાર બાર ઑપરેશન કરાવવાં પડ્યાં. બૂથે આવેલી આફતને આનંદથી સ્વીકારી લીધી, એક પછી એક ઓપરેશન થવા લાગ્યાં. બૂથ ટારકિંસ્ટન કહેતા કે આ બાર બાર ઑપરેશનોમાં પ્રત્યેક ઑપરેશને હું વધુ ને વધુ અનુભવસમૃદ્ધ બનતો ગયો. આ પરિસ્થિતિમાંથી કંઈક ને કંઈક પદાર્થપાઠ મેળવતો ગયો. એ પછી તો અંધાપાનો ભય ચાલ્યો ગયો અને પ્રત્યેક ઑપરેશને થતો નવો અનુભવ મને આનંદ, સુખ અને શાંતિ આપતો ગયો. આ બાર ઓપરેશનનો અનુભવ એટલો મહત્ત્વનો અને વ્યક્તિત્વનો વિકાસ કરનારો નીવડ્યો કે એ અનુભવ જીવનના કોઈ પણ આનંદસભર અનુભવ કરતાં બૂથને ચડિયાતો લાગ્યો. પરિસ્થિતિનો સ્વીકાર અને જાતે સહન કરવાની શક્તિને કારણે બૂથ પ્રસન્ન જીવન ગાળી શક્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનાં પત્ની *પ્રથમ મહિલા” તરીકે ઓળખાય છે. શિષ્ટાચારનો ૧૯૩૩માં અમેરિકાનાં પ્રથમ મહિલા અને રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટનાં સવાલ પત્ની અન્ના એલિનોર રૂઝવેલ્ટે અમેરિકી પ્રમુખનાં પત્ની તરીકે પ્રથમ વાર પત્રકાર-પરિષદ યોજી. “માય ડે” નામના વર્તમાનપત્રમાં વર્ષો સુધી કૉલમ-લેખન કર્યું. સમાજસેવા કાજે સમગ્ર દેશનો વ્યાપક પ્રવાસ કરીને જાતમાહિતી એકત્ર કરી. સૌથી વિશેષ તો ૧૯૪૬માં યુનોમાં માનવ-અધિકાર પંચના અધ્યક્ષ તરીકે મહત્ત્વની કામગીરી બજાવી. રાજકીય સમસ્યાઓમાં ઊંડો રસ લઈ વિશ્વ-રાજ કારણના પ્રવાહોનો અભ્યાસ કરી પ્રખર વક્તા તરીકે સર્વત્ર પ્રસિદ્ધ થયા. અમેરિકાના ડેમોક્રેટિક પક્ષ પર એમનો ઘણો પ્રભાવ રહ્યો અને અમેરિકાના જાહેરજીવનનાં ખ્યાતનામ મહિલા તરીકે સર્વત્ર ઓળખાવા લાગ્યાં. એક ભોજન-સમારંભમાં પ્રમુખ રૂઝવેલ્ટની સાથે અન્ના એલિનોર પણ ગયાં હતાં અને એ સમયે એમને જોઈને એક વૃદ્ધ પુરુષ એમની પાસે આવ્યા. એમણે કહ્યું, “મારી પત્ની આપને મળવા માટે ખૂબ આતુર છે. એના જીવનની આ એક મોટી જન્મ : ૨૯ જુલાઈ, ૧૮૬૯, ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના, અમેરિકા અવસાન : ૧૯ મે, ૧૯૪૬, ઇન્ડિયાનાપોલિસા, ઇન્ડિયાના, અમેરિકા ૧૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૬૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઝંખના છે. આપ અનુમતિ આપો તો હું એને થોડી જ વારમાં અહીં લઈ આવું.” અન્ના એલિનોરે પૂછ્યું, “આપનાં પત્નીની ઉંમર કેટલી છે?" વયોવૃદ્ધે કહ્યું, “ભ્યાસી વર્ષ.” આ સાંભળતાં જ અમેરિકાનાં મહિલા સંગઠનો, ગ્રાહક-કલ્યાણ, બેકારી-નિવારણ અને ગરીબોના આવાસ માટે કામગીરી કરનારાં માનવતાવાદી શ્રીમતી રૂઝવેલ્ટ બોલી ઊઠ્યાં, “ના, તેઓને અહીં આવવાની જરૂર નથી. મારા કરતાં આપનાં પત્ની પંદર વર્ષ મોટાં છે. હંમેશાં નાની ઉંમરની વ્યક્તિએ મોટી ઉમરની વ્યક્તિ પાસે જવું જોઈએ. મોટી ઉંમરની વ્યક્તિએ નાની ઉંમરની વ્યક્તિ પાસે જવાનું ન હોય. આ શિષ્ટાચાર છે, માટે આ ભોજન-સમારંભ પૂરો થયે હું જ તમારી સાથે આવીશ.” સમારંભ પૂરો થતાં અન્ના એલિનોર રૂઝવેલ્ટ પેલા વૃદ્ધની સાથે એમનાં પત્નીને મળવા ચાલી નીકળ્યાં. મુક્તિની ઝંખના. ૧૯મી સદીમાં અમેરિકાના અશ્વેત માનવીઓ ગોરી પ્રજાના જુલમ અને અત્યાચાર સહન કરીને નરકથી પણ બદતર જીવન ગુજારતા હતા. એમને જીવનભર વેઠ કરવી પડતી અને વધારામાં માલિકનો માર સહન કરવો પાનું. આવી પરિસ્થિતિમાં જન્મેલા ફ્રેડરિક ડગ્લાસ કાળી મજૂરી ન હતા, પરંતુ એમના મનમાં એક વાત એવી તો ઠસી ગઈ તેની પાસે કપરાં કાર્ય સિદ્ધ કરે એવી અખૂટ શક્તિ છે. બી અને યાતના વચ્ચે જીવતા ડગ્લાસ પોતાની આ રશક્તિ પર શ્રદ્ધા ઠેરવીને કશુંક કરવાની ધગશથી અંધકારભર્યા જગતમાં જીવતા હતા. એમણે વિચાર્યું કે આ અંધકારમાંથી પ્રકાશ આપનાર હોય તો તે જ્ઞાન છે. ભણતર વિના બીજું બધું નકામું. ગોરા માલિકની પત્નીએ આ છોકરાની શીખવાની ધગશ જોઈને દયાભાવથી એને ભણાવવાનું શરૂ કર્યું, પરંતુ એના પતિને જાણ થતાં એણે એ ગુલામને ભણાવવા પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ આ સમયગાળામાં તો ફ્રેડરિક ડગ્લાસને વાચનનો રંગ જન્મ ૧૧ ઑક્ટોબર, ૧૮૮૪, પૂર્યોર્ક સિટી, ચૂપકે, અમેરિકા અવસાન : ૭ નવેમ્બર, ૧૯૬ર, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક, અમેરિકા ૭) જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૭૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ લાગી ચૂક્યો હતો. દુનિયાના મહાન લોકોનાં ભાષણોનું એક સંકલન ડગ્લાસને મળ્યું. એ એને માત્ર વાંચી ગયા નહીં, બલ્ક પચાવી ગયા. કેટલાંય ભાષણ એ કડકડાટ બોલી જવા લાગ્યા. આ મહાન પુરુષોનાં ભાષણો વાંચતાં એમને એ પણ સમજાયું કે પોતાના વિચારો કઈ રીતે સંગૃહીત કરવા જોઈએ, એની કેવી પ્રસ્તુતિ હોવી જોઈએ. મહત્ત્વના મુદ્દા કે દલીલની કઈ રીતે રજૂઆત પામવી જોઈએ અને શ્રોતાઓ ઉપર પ્રભાવક અસર થાય એ માટે શું કરવું જોઈએ? ફ્રેડરિક ડગ્લાસ માલિકની ગુલામીમાંથી મુક્ત થયા ત્યાં સુધી આ બધી બાબતો પર ઊંડું ચિંતન કરતા રહ્યા. જેવી એમને મુક્તિ મળી કે તરત જ એમણે પોતે વેઠેલી યાતનાઓ અને ગુલામીની પ્રથા સામે પોતાનો અવાજ બુલંદ કર્યો. ઓગણીસમી સદીમાં ફ્રેડરિક ડગ્લાસ અમેરિકાના અશ્વતોની વેદના અને યાતના તથા મુક્તિની ઝંખના પ્રગટ કરતા એક પ્રભાવક નેતા બની રહ્યા. એમનાં ભાષણોએ અમેરિકાની રંગભેદ સામેની જેહાદમાં નવું બળ પૂર્યું. મહાન વૈજ્ઞાનિક લૂઈ પાશ્ચર પ્રસિદ્ધ ૨સાયણવિદ અને સૂક્ષ્મ પ્રસ્તાવનો જીવાણુશાસ્ત્રી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યા. વિજ્ઞાનના ક્ષેત્રે આંતરસૂઝ અને અસ્વીકાર પ્રાયોગિક નિપુણતાને કારણે એમણે માનવજાતને ઉપયોગી એવાં ઘણાં સંશોધનો કર્યા. ખાદ્ય સામગ્રીને કઈ રીતે જંતુમુક્ત બનાવી શકાય તેની પદ્ધતિ શોધી, તો એની સાથોસાથ માનવીને અતિ ઉપકારક એવી રોગપ્રતિકારક રસીની પણ શોધ કરી. જર્મનીના શહેનશાહે વૈજ્ઞાનિક લૂઈ પાશ્ચરની ખ્યાતિ સાંભળી અને એમણે કરેલી શોધોથી એ પ્રભાવિત થયા. એમણે વિચાર્યું કે આવો મહાન વૈજ્ઞાનિક મારા જર્મનીમાં હોય તો કેવું ધન્યભાગ્ય ! આથી જર્મનીના શહેનશાહે લૂઈ પાશ્ચરને સંદેશો મોકલ્યો કે તમે જર્મની આવો. અમને તમારા કામની ખૂબ ખૂબ કદર છે. તમારાં જ્ઞાન અને સંશોધન માટે અતિ આદર છે. અહીં અમે તમને સઘળી સુવિધા આપીશું. આર્થિક ચિંતાથી તમે સંપૂર્ણ મુક્ત રહેશો. જીવનનું જવાહિર જન્મ : ફેબ્રુઆરી ૧૮૧૮, ટાલબૂટ કાઉન્ટી, મેરીલૅન્ડ, અમેરિકા અવસાન : ૨૦ ફેબ્રુઆરી, ૧૮૯૫, વૉશિંગ્ટન ડી.સી. અમેરિકા ૭૨ જીવનનું જવાહિર - ૭૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ વિનંતી એ છે કે અમારા દેશમાં આવીને ઊંચા હોદાનો સ્વીકાર કરો. લૂઈ પાશ્ચર પોતાના વતન ફ્રાન્સને ચાહતા હતા. શહેનશાહનો પત્ર વાંચ્યો. એમની વાતનો અસ્વીકાર કરતાં લખ્યું, હું કઈ રીતે ફ્રાન્સ છોડીને તમારે ત્યાં વસી શકું ? તાજેતરમાં જર્મનીએ મારી માતૃભૂમિ ફ્રાન્સની કરેલી તબાહી હજી હું ભૂલી શક્યો નથી. ફ્રાન્સ મારું વતન છે અને તેથી મારા વતનને તબાહ કરનાર દેશમાં હું સુખનો એક શ્વાસ પણ ન લઈ શકું. આથી આપના ઉદાર પ્રસ્તાવનો હું નમ્રતાપૂર્વક અસ્વીકાર કરું છું.” a ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસ તત્ત્વવેત્તા સોક્રેટિસના શિષ્ય મહામૂર્ખની એક્ટિસ્પેનિસના શિષ્ય હતા અને એમણે સ્વાવલંબી જીવન જીવવાનો આગવો માર્ગ સાબિતી દર્શાવ્યો. મકાનમાં નિવાસ કરવાને બદલે ડાયોજિનિસ વિશાળ પાઇપમાં વસતા હતા. તેઓ દિવસે ફાનસ લઈને ઍથેન્સ શહેરની શેરીઓમાં ઘૂમતા હતા અને કહેતા હતા કે એ સૂર્યપ્રકાશમાં ફાનસના અજવાળે પ્રમાણિક માણસને શોધી રહ્યો છે. સમાજમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને જોઈને એમણે સામાજિક મૂલ્યો અને સંસ્થાઓ સામે અવિરત આંદોલન ચલાવ્યું હતું. એક વાર એક મહેફિલમાં ડાયોજિનિસ અને એના મિત્ર બેઠા હતા. એના મિત્રએ ઊંચી જાતના દારૂનો જામ ભરીને આ તત્ત્વચિંતકને આપ્યો. એણે એ મોંઘો દારૂ પીવાને બદલે બાજુની ગંદા પાણીની ડોલમાં એ જામ ઠલવી દીધો. આ જોઈને એના મિત્રએ આશ્ચર્યથી પૂછ્યું, જન્મ : ૨૭ ડિસેમ્બર, ૧૮૨૨, વેલે, ફ્રા અવસાન : ૨૮ સપ્ટેમ્બર, ૧૮૫, માર્સન-લા-કોક્વિટી, ફ્રાન્સ ૭૪ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૭૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ “અરે કેવો માણસ છે તું, સાવ મૂર્ખ છે. આવો મોંઘો અને ઊંચી જાતનો દારૂ આમ ઢોળી દેવાય ખરો ?” ડાયોજિનિસ હસ્યા અને બોલ્યા, “મને કહે તો ખરો કે મેં દારૂ ઢોળી દીધો, તો તેં શું કર્યું ?” મિત્રએ છટાથી કહ્યું, “મેં ? હું તો એને આરામથી ધીરે ધીરે પીઉં છું અને આ મોંઘા દારૂની મજા માણું છું. એની લહેજત જુદી જ હોય છે. સમજ્યો ?” ડાયોજિનિસે કહ્યું, “જો તું આમ કરે છે, તો મારાથી પણ મોટો મુર્ખ છે. મેં તો ઢોળી નાખીને માત્ર દારૂ જ બગાડ્યો, પણ તું તો દારૂ અને શરીર બંને બગાડે છે. દારૂ ઉપરાંત શરીરનો નાશ કરીને તું તો મહામૂર્ણ સાબિત થયો.” ચીનના મહાન ચિંતક કફ્યુશિયસના પ્રભાવથી ચીનની નેકદિલ સંસ્કૃતિનું ઘડતર થયું. તેઓ ઘરમાં જ પાઠશાળા સ્થાપીને વિદ્યાર્થીઓને પ્રાચીન ઇન્સાના સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા. એમણે વિદ્વત્તા, ચારિત્ર, પ્રમાણિકતા અને વફાદારી પર ખાસ ભાર મૂક્યો. તેઓ કહેતા કે મને મનુષ્યની ત્રણ બાબતો સતત ખટક્યા કરે છે અને એ ત્રણ બાબતો છે એની સગુણવૃદ્ધિની નિષ્ફળતા, સત્યના અમલમાં નિષ્ફળતા અને ખોટું સુધારી લેવાની નિષ્ફળતા. કફ્યુશિયસે ઉચ્ચ વિચારોનું પોતાના જીવનમાં આચરણ કરી બતાવ્યું. જે રાજાને ત્યાં એ નોકરી કરતા હતા, એ રાજાના ભોગવિલાસમય જીવનથી એ કંટાળી ગયા. વળી એ રાજાની આસપાસ ખુશામતખોરોની મંડળી ભેગી થઈ ગઈ હતી. આથી કફ્યુશિયસે પોતાના રાજ અધિકારના માનમરતબાનો અને રાજ્યનો ત્યાગ કર્યો. ઉત્તમ ગ્રંથોના રચનાકાર અને માનવતાની મહેંક પ્રસરાવનાર કંફ્યુશિયસના ત્યાગની વાત સાંભળીને પડોશી - જીવનનું જવાહિર જન્મ : ઈ. પૃ. ૪૧૨, નિનોપ, તુક અવસાન ઃ ઈ. પૂ. ૩૨૩, કોરિન્ય, ગ્રીસ, ૭૬ જીવનનું જવાહિર ૭૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ રાજા એમને પોતાને ત્યાં રાખવા આતુર બન્યો. કન્ફ્યૂશિયસ એના રાજ્યમાં પ્રવેશ્યા છે, એવી ખબર મળતાં જ એ એમની પાસે દોડી ગયો. રાજાએ કહ્યું, “મહાત્મન્, આપ મારા રાજ્યમાં વસો. આપના વિચારોથી હું અભિભૂત થયો છું. આપને મારા રાજ્યના શ્રેષ્ઠ સંચાલક બનાવવા ઇચ્છું છું. મારી વિનંતીનો સ્વીકાર કરીને આપ મારા પર કૃપા કરો.” કન્ફ્યૂશિયસે સ્વસ્થ ચિત્તે વિચાર કરીને કહ્યું, “રાજનુ, નેકદિલ ઇન્સાન તરીકે વવામાં જ આનંદ આવે છે. ભોજન માટે રોટલો મળે છે, પીવા માટે પાણી મળે છે, સૂવા માટે જમીન મળે છે, આથી વિશેષ માનવને શું જોઈએ? ખરું ને !" “એ સાચું, પરંતુ આજીવિકા માટે ધન ઉપાર્જન કરવું પડે ને ?” સંત કન્ફ્યૂશિયસે ઉત્તર આપ્યો, “અન્યના ઉપકાર તળે રહીને કે અધર્મથી પૈસો મેળવીને જે પોતાનું પાપી પેટ ભરે છે, તે માનવ નથી. માનવ તો એ છે કે જે શ્રમથી ઉપાર્જન કરેલા પૈસાથી પોતાનો નિર્વાહ ચલાવે છે. મારે હવે કોઈ રાજઅધિકાર જોઈતો નથી. તમે મને સાચા દિલથી વિનંતી કરી, પરંતુ હવે તેને હું સ્વીકારી શકું તેમ નથી.” અને કન્ફ્યૂશિયસે રાજઅધિકારનો ત્યાગ કરીને મોજથી ગરીબી ઓઢી લીધી. ૩૮ જન્મ અવસાન : ૨૮, સપ્ટેમ્બર, ૫૫૧, ઈ. પૂ., ડ્યુ સ્ટેટ (હાલ ચીન) - ઈ. પૂ. ૪૭૯, ન્યુ સ્ટેટ (હાલ ચીન) જીવનનું જવાહિર અમેરિકાના મહાન સંશોધક થોમસ આલ્વા એડિસને વ્યાપક જનસમુદાયને ભીતરની ઉપયોગમાં આવે તેવી વિદ્યુતનો ઉપયોગ કરતી વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ વિકસાવી. ૧૮૭૯ની ૨૧મી ડિસેમ્બરે વીજળીના દીવાનું સૌપ્રથમ નિદર્શન કર્યું વિશ્વમાં વિદ્યુત-યુગનો પ્રારંભ થયો. વાત એના નામ પર એક હજાર અને ત્રાણું જેટલી નવાં ધનોની પેટન્ટ હતી. પોતાની સૌથી મહાન શોધ તરીકે આસન ગ્રામોફોનની શોધને માનતા હતા, કારણ કે એના એમણે સંગીતને ઘેર ઘેર પહોંચતું કર્યું. તીવ્ર જિજ્ઞાસા, વિશિષ્ટ સર્જકતા અને સંશોધન માટેના ખંતને કારણે એડિસન વિશ્વપ્રસિદ્ધ બન્યા, પરંતુ આ શોધક ઘણી મંદ શ્રવણશક્તિ ધરાવતા હતા. એડિસનની બહેરાશથી વાકેફ એવા એક સજ્જને એમને જરા મોટેથી કહ્યું, “તમે ભગવાનને હંમેશાં ફરિયાદ કરતા હશો કે એણે તમને સઘળું આપ્યું, પણ શ્રવણશક્તિ આપી નહીં.” આ વાત સાંભળીને એડિસન ખડખડાટ હસી પડ્યા અને જીવનનું જવાહિર 心の - Page #42 -------------------------------------------------------------------------- ________________ બોલ્યા, “અરે મિત્ર, હું ભગવાનને ફરિયાદ કરતો નથી, બલ્ક ધન્યવાદ આપું છું કે એણે મને શ્રવણશક્તિથી વંચિત રાખ્યો.” પેલા સજ્જનને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું, “શ્રવણશક્તિના અભાવે તમને પારાવાર મુશ્કેલી પડતી હશે. ગ્રામોફોનના શોધક છો, પણ એના પર આજે અમેરિકામાં ઘેર ઘેર વગાડાતું સંગીત તમે સાંભળી શકતા નથી. આ તે કેવી કમનસીબી ?” - એડિસને કહ્યું, “શ્રવણશક્તિના અભાવે દુનિયાની વાતો ઓછી સાંભળવા મળે છે. જો તમે દુનિયાની જ વાત સાંભળ્યા કર, તો વેરવિખેર થઈને વ્યર્થતામાં સરી પડશો. જો ભીતરની વાત સાંભળો તો સમૃદ્ધ થવાય. મારા ભીતરની વાત સાંભળીને જ હું આવા સ્થાને અને આટલી સિદ્ધિ મેળવી શક્યો છું અને તેથી જ ઈશ્વર પ્રત્યે મારી બહેરાશ અંગે કશી ફરિયાદ નથી.” અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન પર ચોવીસ વર્ષની પરષાર્થમાં યુવાન વયે મોટી આફત આવી. ન્યૂ સાલેમ શહેરમાં વિલિયમ બેરી સાથે પ્રબળ શ્રદ્ધા ભાગીદારીમાં દુકાન કરી, પરંતુ બેરી દારૂડિયો નીકળ્યો અને મૃત્યુ પામ્યો. તેથી દુકાનના અગિયારસો ડૉલરનું દેવું ભરપાઈ કરવાનું લિંકનને માથે આવ્યું. લિકન સ ખેલી શકે એમ નહોતો. સખત પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો તેથી આ દેવું ભરતાં લિંકનને પૂરાં પંદર વર્ષ લાગ્યાં. એને શહેરના પોસ્ટ માસ્તરની જગા મળી, પરંતુ એની આવકથી તો માંડ રહેવા-જમવાનો ખર્ચ નીકળે તેવું હતું. સ્નેહાળ મિત્રો ધરાવતા લિંકનના એક મિત્ર જૉન કૉલ્હોને લિંકનને મુશ્કેલીમાંથી ઉગારવા માટે મોજણીદારનું કામ સોંપ્યું. એ સમયે જમીનના ઘણા સોદા થતા હોવાથી જૉન કૉલ્હોનને મોજણીદારની જરૂર હતી અને એને માટે લિંકન જેવો પ્રમાણિક મિત્ર બીજો કોણ મળે ? અબ્રાહમ લિંકને મોજણીદારનું કામ તો સ્વીકાર્યું, પણ સાથે મોટી મુશ્કેલી એ ઊભી થઈ કે મોજણીના જીવનનું જવાહિર જન્મ 1 બુખારી, ૧૮૪૩, મિલાન, મોમાયો, અમેરિકા અવસાન : ૧૮ ઑક્ટોબર, ૧૯૩૧, વેસ્ટ રેન્જ, ન્યૂજર્સી, અમેરિકા ૮૦ જીવનનું જવાહિર ૮૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ કામની લિંકનને કશી ખબર નહોતી. તેઓ શાળામાં શિક્ષણકાર્ય કરતા મિત્ર મેન્ટર ગ્રેહામ પાસે પહોંચી ગયા. ગ્રેહામ આનો જાણકાર હતો એટલે લિંકન એની પાસે મોજણીનું શાસ્ત્ર શીખવા લાગી ગયા. તાપણા પાસે બેસીને એના અજવાળે અડધી રાત સુધી લિંકન ગ્રેહામ પાસે બેસીને મોજણી અંગેના દાખલા ગણવામાં કે આકૃતિઓ દોરવામાં તલ્લીન રહેતા, ક્યારેક તો છેક વહેલી સવાર સુધી મોજણીના શાસ્ત્રનો અભ્યાસ કરતા. આ રીતે પુરુષાર્થી લિંકને કારમી ગરીબાઈથી સહેજેય ચલિત થયા વિના પોતાનો પુરુષાર્થ ચાલુ રાખ્યો. આવી જુદી જુદી નોકરીઓમાં એમને સફળતા મળતી નહીં, પરંતુ પુરુષાર્થમાં પ્રબળ શ્રદ્ધા હોવાને પરિણામે મુશ્કેલીઓને ખંખેરીને આગળ વધતા રહ્યા અને અંતે અમેરિકાના સૌથી મહાન પ્રમુખ બન્યા. મેક્સિમ ગૉકનું જીવન યાતના અને વિટંબણાઓથી ભરેલું હતું. અત્યંત સાહિત્યનો દુ:ખદ સ્થિતિમાં એનું વિદ્યાર્થીજીવન પસાર થયું. એના દારૂડિયા પિતા એની આનંદરસ. માતાને નિર્દય બનીને મારઝૂડ કરતા હતા. આ ત્રાસ જોવો અસહ્ય બનતાં ગૉક વચ્ચે પડતો તો એના પિતા એને પણ ઝૂડી કાઢતા અને એની માતા પર વધુ ત્રાસ વર્તાવતા. એના પિતા સાવ થોડું કમાતા અને એનાથી વધુ રકમનો દારૂ ઢીંચતા હતા. મેક્સિમ ગૉર્કના દારૂડિયા પિતાને દારૂ પીવા માટે પૈસાની જરૂર પડતી, આથી એમણે પુત્રને ફરમાન કર્યું, ‘હવે નિશાળે જવાનું રહેવા દે. આ ઉમરે તો તારે કમાવું જોઈએ. તારા માટે મેં નોકરી શોધી રાખી છે. આવતી કાલથી જૂનાં પુસ્તકો અને પસ્તી વેચતી દુકાનમાં તારે નોકરીએ જવાનું છે.' નિશાળ છોડીને જૂનાં પુસ્તકો અને પસ્તીની દુકાનમાં મેક્સિમ ગૉર્ટી કામ કરવા લાગ્યો. દુકાનમાં દેશ-વિદેશના વિખ્યાત સર્જકોનાં પુસ્તકો આવતાં. મેક્સિમ ગૉર્કી નવલકથા, નવલિકા અને ફિક્શનને વાંચવા લાગ્યો. સાહિત્યના આનંદરસમાં ડૂબી ગયો. પોતાના નવરાશના સમયમાં એણે સ્વયં ટૂંકી વાર્તા લખી. જન્મ : ૧૨ ફેબ્રુઆરી ૧૮૯, હોર્જનવિલે, કેન્દ્રકી રાજય, અમેરિકા અવસાન ઃ ૧પ એપ્રિલ ૧૮૯૫, વાંશિંગ્ટન . સી., અમેરિક્ષ ૮૨ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૮૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ મિત્રોએ પ્રોત્સાહિત કરતાં વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો. ગોર્કીની કલમને એ સમયના વિદ્વાનોની પ્રશંસા મળી. ઉત્કૃષ્ટ નવલિકાલેખક તરીકે ગૉર્ટીને નામના મળી અને એણે અત્યંત પ્રશિષ્ટ ગણાતી ‘ધ મધર' નામની કૃતિ લખી. આ ઉત્કૃષ્ટ નવલકથાએ એને વિશ્વવ્યાપી ખ્યાતિ અપાવી. પસ્તીની દુકાનનો નોકર ચિરંજીવ નવલકથાઓનો અને ઉત્કૃષ્ટ નવલિકાઓનો સર્જક બની ગયો. આફ્રિકાનાં ગાઢ જંગલોમાં પ્રોફેસર | મૌલિનોવસ્કી પ્રવાસ કરી રહ્યા હતા. યુદ્ધખોર તો એ સમયે ‘અંધારિયા ખંડ' તરીકે ઓળખાતા આફ્રિકા ખંડના ખૂણેખૂણામાં સાવ બદતર પહોંચવાનો એમનો ઇરાદો હતો. ગાઢ જંગલોમાં હિંસક પ્રાણીઓનો ભય હતો. જીવલેણ રોગ થાય એવા મચ્છરોનો ડર હતો. એક એક પગલું સાહસભર્યું હતું. કોઈ પણ ક્ષણે જીવન પર ભય હતો. આ જંગલમાં માનવભક્ષી લોકો રહેતા હતા અને એમાંનો એક માનવભક્ષી પ્રોફેસર મૌલિનોવસ્કીને મળ્યો. આ માનવભક્ષીએ ઘણી વાતો આસપાસના સમાજમાંથી સાંભળી હતી. એણે પ્રોફેસર મૌલિનોવસ્કીને એમના દુભાષિયાની સહાયથી પૂછયું, “થોડા સમય પૂર્વે વિશ્વયુદ્ધ થયું. આ યુદ્ધ માં ઘણા માણસોને મારી નાખવામાં આવ્યા છે તેમ મેં સાંભળ્યું જન્મ : ૨૮ માર્ચ, ૧૮૩૮, નિઝની નોકગોરોડ ગામ, રશિયા; અવસાન : ૧૮ જૂન, ૧૯૩૬, મોસ્કો, રશિયા મૌલિનોવસ્કીએ કહ્યું, “તારી વાત સાચી છે. આ વિશ્વયુદ્ધમાં ઘણો મોટો માનવસંહાર થયો છે.” પેલા માનવભક્ષીએ વળતો પ્રશ્ન કર્યો, “આટલા બધાને મારી નાખ્યા, તો પછી એ બધાને કઈ રીતે ખાઈ ગયા હશો ?” જીવનનું જવાહિર ૮૪ જીવનનું જવાહિર – ૮૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રોફેસર મૌલિનોવસ્કીએ કહ્યું, “અરે ભાઈ ! એમને કંઈ ખાવા માટે મારી નાખ્યા નહોતા.” પ્રોફેસરનો આ ઉત્તર સાંભળતાં જ માનવભક્ષી અત્યંત ધૃણાથી બોલી ઊઠ્યો, બધા માનવભક્ષીને બદતર કહે છે, પરંતુ આ યુદ્ધખોર તો એનાથીય બદતર છે કે જે ઓ વિના કારણે માનવીઓને મારી નાંખે રશિયાએ આખી દુનિયાને સ્તબ્ધ કરવા માટે અવકાશમાં માનવ મોકલવાનું મારી પ્રિય વિચાર્યું. આ મહાન વૈજ્ઞાનિક પ્રયોગને અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યો, કારણ પૃથ્વી કે રશિયા સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરીને વિજ્ઞાનના ક્ષેત્રે અમેરિકાને પરાસ્ત કરવા ચાહતું હતું. યુરી ગાગારિનને રશિયાએ અવકાશમાં મોકલ્યો. એના મનમાં રશિયન હોવાનું ગૌરવ અને વિશ્વની મહાસત્તા તરીકે રશિયાની બોલબાલા કરવાના સ્વપ્નો હતાં. ગાગારિને અવકાશમાંથી આ પૃથ્વીને નિરખી અને એ દૃશ્ય જોતાં સ્તબ્ધ બની ગયો. એ પૃથ્વીમાં એને રશિયા દેખાયું નહીં, અમેરિકા નજરે ચડ્યું નહીં, ખંડોમાં વહેંચાયેલી પૃથ્વી દેખાઈ નહીં, પરંતુ સમગ્ર પૃથ્વી ચમકતી દેખાઈ. જેમ ધરતી પરથી ચંદ્ર ચમકતો દેખાય છે એ રીતે ચંદ્રની નિકટ અવકાશયાનમાં રહેલા ગાગારિનને આ પૃથ્વી ચમકતી લાગી અને એ બોલી ઊઠ્યો, “ઓહ ! મારી પ્રિય પૃથ્વી !” સફળ અવકાશયાત્રા બાદ ગાગારિન રશિયામાં પાછા જન્મ : ૩ એપ્રિલ, ૧૮૮૪, ક્રોકો, પોલૅન્ડ અવસાન : ૧૬ મે, ૧૯૪૨, ન્યૂ હેવન, કનેક્ટિકટ, અમેરિકા ૮૬ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૮૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ ફર્યા ત્યારે પત્રકારોએ પૂછ્યું, “અવકાશમાંથી પૃથ્વીને જોઈ ત્યારે તમારા મુખમાંથી કયા ઉદ્ગારો સરી પડ્યા ?” ગાગારિને કહ્યું, “મને ક્ષમા કરજો. પણ અવકાશમાંથી ચમકતી પૃથ્વીને જોતાં એટલો બધો રોમાંચ થયો કે હું રશિયન છું એ પણ ભૂલી ગયો. માત્ર પૃથ્વીનું સૌંદર્ય જોઈ રહ્યો. રાષ્ટ્ર કે ખંડના કોઈ સીમાડા મને દેખાયા નહીં." ८८ જન્મ અવસાન : ૯ માર્ચ, ૧૯૩૪, ક્લુશિનો, રશિયા : ૨૭ માર્ચ, ૧૯૬૮, નોવોસ્મોલોવો, રશિયા જીવનનું જવાહિર મહાન સર્જન ડૉ. હાર્વે કુશિંગ નિષ્ઠાવાન અને ચીવટવાળા ડૉક્ટર તરીકે કર્તવ્યનિષ્ઠા સર્જનની પ્રસિદ્ધ હતા. તેઓ દર્દીનું ઑપરેશન કરતી વખતે પૂરતી તકેદારી રાખતા હતા. એક નાનકડી ભૂલ અથવા થોડી આળસ દર્દીને માટે જાનનું જોખમ બની જાય છે, તે સારી પેઠે જાણતા હતા. આથી નાનામાં નાની બાબતની ચીવટ રાખતા. પોતાનાં સાધનો બરાબર તપાસતા. સાથીઓને પણ સહેજે ગફલત ન થાય, તે માટે તાકીદ કરતા. એક વાર ડૉ. હાર્વે કુશિંગ એમના ઑપરેશન-થિયેટરમાં ઘરેશન કરી રહ્યા હતા. એમની સાથે એમના મદદનીશ ડૉક્ટરો અને નર્સો હતાં. એવામાં પેશન-થિયેટરમાં એક જુવાન ડૉક્ટર આવ્યા અને એમણે ડૉ. હાર્વે કુશિંગના કાનમાં કહ્યું, “સાહેબ, એક અત્યંત માઠા સમચાર છે.” ડૉ. હાર્વે કુશિંગે પોતાનું કામ ચાલુ રાખ્યું. સમાચાર લઈને આવનાર ડૉક્ટર બાજુમાં ઊભા રહ્યા. વીસેક મિનિટ જીવનનું જવાહિર ૮૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ પસાર થયા બાદ ડૉ. હાર્વે કુશિંગે ઊંચે જોયું અને પેલા જુવાન ડૉક્ટરે દોડીને સર્જનને કાનમાં કહ્યું, “તમારો સૌથી મોટો પુત્ર કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે.’ ડૉ. હાર્વે કુશિંગે એમની આંખો પળવાર જોરથી મીંચી દીધી અને ફરીથી ઑપરેશન પૂરું કરવા લાગી ગયા. તેઓ ઑપરેશન પૂરું કરી થિયેટરમાંથી બહાર આવ્યા ત્યારે સમાચાર લાવનાર જુનિયર ડૉક્ટરની સાથે બીજા મિત્રો પણ હાર્વે કુશિંગની રાહ જોતા હતા. તેઓ હાર્વે કુશિંગને લઈને એમના ઘર તરફ મોટર હંકારી ગયા. ૯૦ જન્મ : ૮ એપ્રિલ, ૧૮૬૯, ક્લિવલૅન્ડ, ઓહાયો, અમેરિકા અવસાન : ક્ટોબર, ૧૯૩૯, ન્યૂ હેવન, કનેક્ટીકટ, અમેરિકા જીવનનું જવાહિર અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યમાં ફ્રેન્કલિન અખબાર ચલાવતો હતો. ટીકા અને ફ્રેન્કલિન નિર્ભયતા અને સ્વતંત્રતાથી નિંદા પોતાના વિચારો અખબારમાં વ્યક્ત કરતો હતો. એ સમયે ફ્રેન્કલિનની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. દરમિયાનમાં ધનિક વ્યક્તિ ફ્રેન્કલિનને મળવા આવી. એમણે કહ્યું, ઈ ફ્રેન્કલિન, મારા અને તમારા વિચારોમાં સામ્ય છે. તમે ક્ષના સિદ્ધાંતોમાં શ્રદ્ધા ધરાવો છો એ જ પક્ષમાં મારી શ્રદ્ધા છે માટે મારું આ લખાણ તમે તમારા અખબારમાં પ્રગટ કરો. તેમ કરશો તો હું તમારી આર્થિક મૂંઝવણ પણ દૂર કરીશ.” ફ્રેન્કલિને કહ્યું, “આપનો આ લેખ હું વાંચી જઈશ. કાલે સવારે એ અંગે વાતચીત કરીશ.” બીજે દિવસે સવારે એ ધનવાન માનવી ફ્રેન્કલિન પાસે આવ્યો અને ફ્રેન્કલિનને પૂછ્યું, “તમને મારું લખાણ પસંદ પડ્યું ? તે અખબારમાં છાપશો ને ?” ફ્રેન્કલિને નમ્રતાથી કહ્યું, “માફ કરજો. હું તે છાપી શકું તેમ નથી.” પેલા ધનવાને આશ્ચર્યસહિત પ્રશ્ન કર્યો, “તમે કેવા છો ? જીવનનું જવાહિર ૯૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ એક બાજુથી તમે એ પક્ષની નીતિઓનો વિરોધ કરો છો અને બીજી બાજુ એની સખત નિંદા કરતો લેખ છાપવાની ના પાડો છો. વળી એ માટે હું તમને મોં માંગી ૨કમ આપવા પણ તૈયાર છું.” ફ્રેન્કલિને કહ્યું, “તમારી વાત સાવ સાચી છે, પણ મારે એ રીતે નિંદા કરીને કશી કમાણી કરવી નથી. પત્રકાર તરીકે હું ટીકા કરવામાં માનું છું, નિંદામાં નહીં.” “પણ તમારી આ કંગાળ હાલતનો તો કંઈ વિચાર કરો !” ફ્રેન્કલિન બોલ્યા, “પૈસાના લોભમાં લોકોને વધારે તિરસ્કારમાં ઉતારીને મારા અખબારને નીતિભ્રષ્ટ થવા દઈશ નહીં. વળી પૈસા વિના પણ નિરાંતે જિવાય છે. ગઈ કાલે સાંજે બે પેનીનો પાંઉ ખાધો અને પછી શેતરંજી પર ઘસઘસાટ ઊંઘી ગયો. આજે સવારે એ જ રીતે બે પેનીનો પાંઉ ખાધો અને કામ પર આવ્યો. માટે પૈસાના લોભને કારણે ઉજાગરા કરવા કરતાં આવા ખોરાક પછી કામ કરવાનું કે ઊંઘવાનું મને વધુ ફાવે છે.” ૯૨ જન્મ : ૧૭ જાન્યુઆરી, ૧૩૦૬, બોસ્ટન, મેરોસેટ્સ, અમેરિકા - ૧૭ એપ્રિલ, ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા અવસાન જીવનનું જવાહિર આંગળીની ભાષા અમેરિકાના મૅનહટન અને બ્રૂકલિન વચ્ચે આવેલી નદી પર પુલ બાંધવો અતિ મુશ્કેલ હતો. પરંતુ ઇજનેરી વિદ્યામાં અશક્ય ગણાતા આ પુલને બાંધવાનું બીડું જ્હૉન રોબ્લિગ અને એના જેવા જ ઇજનેર બનેલા પુત્ર વૉશિંગ્ટન રોબ્લિગે ઝડપ્યું. આ નદી પર પુલ બાંધી શકાય એમ નથી એવા સહુના તારણનો સ્વીકાર કરવા જ્હૉન તૈયાર નહોતો. આ પ્રૉજેક્ટમાં આર્થિક સહાય આપવા માટે બંનેએ બેંકોને માંડ માંડ સમજાવી અને અંતે ટીકાઓની ઝડી વચ્ચે પુલ બાંધવાનું કામ શરૂ થયું. પુલનું બાંધકામ શરૂ થયાને માંડ એકાદ મહિનો થયો હશે કે આ સ્થળે ગંભીર અકસ્માત થયો. પુલનો સ્લેબ તૂટી પડતાં સ્વપ્નદ્રષ્ટા જ્હૉન રોબ્લિગ મૃત્યુ પામ્યો. જ્હૉનના પુત્ર વૉશિંગ્ટનને પણ મગજ પર ગંભીર ઈજા થતાં એ ચાલવાની અને બોલવાની શક્તિ ગુમાવી બેઠો. આ પ્રૉજેક્ટનું અકાળે મરણ થશે, તેવું સહુને લાગ્યું, કારણ કે આ પિતા-પુત્ર સિવાય કોઈને કઈ રીતે આ પુલ બાંધવો એની કલાની જાણ નહોતી. જીવનનું જવાહિર ૯૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ મૂક અને અપંગ વૉશિંગ્ટન હવે શું કરી શકશે ? હૉસ્પિટલની પથારીમાં પડેલા વૉશિંગ્ટનને એકાએક ખ્યાલ આવ્યો. એણે આંગળીની ભાષા શોધી કાઢી. એના દ્વારા એ પુલ કેમ બાંધવો એની સૂચના આપવા લાગ્યો. એની આંગળીની ચેષ્ટાની એ ભાષા એની પત્ની બરાબર સમજતી થઈ અને પુલ બાંધતા ઇજનેરોને સૂચના આપતી ગઈ. તેર-તેર વર્ષ સુધી વૉશિંગ્ટને પોતાની એક આંગળીથી સૂચનાઓ આપી. પરિણામે બૅકલિન બ્રિજ તૈયાર થયો. આ બ્રિજ આજે ઇજનેરી વિદ્યાનું એક આશ્ચર્ય ગણાય છે ! રુડ્યાર્ડ કિપ્લિગનું બાળપણનું નામ જોસેફ રુડ્યાર્ડ હતું. એમના પિતા ૉન અસ્વીકારનો લૉકેવુડ કિપ્લિગ મ્યુઝિયમના ડિરેક્ટર હતા અને ભારતીય કલા-કારીગરીના Iટ નિષ્ણાત તરીકે ખ્યાતનામ હતા. આનંદ | રુડ્યાર્ડ કિપ્લિગ છ વર્ષના થયા ત્યારે અંગ્રેજોની માફક ભારતમાં રહેતાં એમનાં માતા-પિતાએ એમને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. ઇંગ્લેન્ડમાં સંવેદનહીન કુટુંબ વચ્ચે એમનો ઉછેર થયો. એમની આંખો નબળી હોવાથી મોટા જાડાં ચશ્માં પહેરતા અને તેને કારણે બાળકો સાથેની કોઈ રમતમાં એ ભાગ લઈ શકતા નહિ. એમના ‘બા બા બ્લેકશીપમાં એમના બાળપણના દુર્ભાગ્યની છાયા જોઈ શકાય છે. એ પછી સોળ વર્ષની વયે કિપ્લિગ ભારત પાછા આવ્યા અને સિમલામાં રહીને સાહિત્યસર્જન કરવા લાગ્યા. ૧૮૮૯માં એમના વિનોદયુક્ત કાવ્યસંગ્રહ સહુનું ધ્યાન ખેંચ્યું. ૧૮૮૯માં રુડ્યાર્ડ કિપ્લિગે અમેરિકાના ‘સાન ફ્રાન્સિસ્કો એક્ઝામિનર'માં પોતાની એક કૃતિ મોકલી અને એને અસ્વીકારના જન્મ : ૨ મે, ૧૮૩૭, સેક્સોનબર્ગ, પેન્સિલવેનિયા, અમેરિકા અવસાન : ૨૧ જુલાઈ, ૧૯૨૬, ટ્રેનટોન, ન્યૂજર્સ, અમેરિકા ૯૪ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૯૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ પત્ર સાથે સંપાદકે લખ્યું, ‘શ્રીમાન કિપ્લિંગ, હું ખૂબ દિલગીર છું, પણ તમને અંગ્રેજી ભાષા કઈ રીતે પ્રયોજી શકાય એનો સહેજે ખ્યાલ નથી.’ આવી અસ્વીકૃતિઓથી સહેજે મૂંઝાયા વિના કિપ્લિંગે લખવાનું શરૂ કર્યું અને એ જ વર્ષે ઑક્ટોબરમાં એ લંડન પહોંચ્યા, ત્યાં એ બેસ્ટ સેલર લખનાર ખ્યાતનામ લેખક બની ગયા. ૧૮૯૦નું વર્ષ તો એમને સર્જક તરીકે સૌથી વધુ ખ્યાતિ આપનારું વર્ષ બન્યું. ટૂંકી વાર્તા, કવિતા અને ફિક્શનના લેખક તરીકે રુડ્યાર્ડ કિપ્લિંગે અવિસ્મરણીય સ્થાન મેળવ્યું. 界 ૯૬ જન્મ અવસાન - ૩૦ ડિસેમ્બર, ૧૮૬૫, મુંબઈ, ભારત : ૧૮ જાન્યુઆરી, ૧૯૩૬, લંડન જીવનનું જવાહિર ઇંગ્લૅન્ડના સમર્થ રાજપુરુષ સર વિન્સ્ટન ચર્ચિલ સાહિત્યકાર, ચિત્રકાર અહંકારને અને કુશળ વક્તા પણ હતા. બીજા સ વિશ્વયુદ્ધ દરમિયાન વિન્સ્ટન ચર્ચિલનાં ભાષણોએ ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું ખૂબીપૂર્વક જતન કર્યું. શ્રોતાઓની નાડ પારખનારા વિન્સ્ટન ચર્ચિલ એવા વક્તા હતા કે એમના વક્તૃત્વની નોંધ વખતે તેઓ નોંધાવતા કે ‘અહીં શ્રોતાજનો હર્ષધ્વનિ કરશે' અને બરાબર એ જ સ્થળે શ્રોતાઓ પ્રસન્ન થઈને હર્ષધ્વનિ કરતા હતા. એક વાર વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લૅન્ડના હાઉસ ઑફ કોમન્સમાં વક્તવ્ય આપવા જતા હતા. ટૅક્સીમાંથી ઊતરીને એમણે ટૅક્સીચાલકને કહ્યું, ‘ભાઈ, હું અહીં એકાદ કલાક રોકાઈશ. તું અહીં ઊભો રહેજે.’ ટૅક્સીચાલકે કહ્યું, ‘માફ કરજો સાહેબ, મારે માટે એ શક્ય નથી'. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું, ‘પણ તને હું વેઇટિંગ ચાર્જ આપીશ. પછી શું ?' જીવનનું જવાહિર ૯૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ ટૅક્સીચાલકે કહ્યું, ‘સાહેબ, ક્ષમા કરજો. હું અહીં થોભી શકું તેમ નથી. મારે ઘેર જવું છે અને રેડિયો પર પ્રસારિત થનારું વડાપ્રધાન ચર્ચિલનું ભાષણ સાંભળવું છે.” આ સાંભળી વિન્સ્ટન ચર્ચિલના મનમાં ગર્વ થયો. એમને થયું કે એક સામાન્ય ટેક્સીચાલક પણ કેટલી બધી આતુરતાથી એમના ભાષણની રાહ જુએ છે. આથી એમણે પ્રસન્ન થઈને ટૅક્સીચાલકને સારી એવી ‘ટીપ’ આપી. આટલી બધી મોટી રકમની ‘ટીપ' મળતાં ટૅક્સીચાલકે કહ્યું, સાહેબ, ફરી વિચાર કરતાં મને એમ લાગે છે કે મારે આપની રાહ જોવી જોઈએ. ચર્ચિલના ભાષણની ઐસી તૈસી.” ટૅક્સીચાલકનો ઉત્તર સાંભળતા જ ચર્ચિલનો અહંકાર ઓગળી ગયો. મહાન વિજ્ઞાની લૂઈ પાશ્ચર (ઈ. સ. ૧૮૨૨થી ૧૮૯૫) પાસે વિજ્ઞાનની પેટન્ટની પ્રાયોગિક નિપુણતા અને વિરલ આંતરસૂઝ હોવાથી એમણે અનેક ઉતાવળ. મહત્ત્વપૂર્ણ સંશોધનો કર્યા. એમનાં સંશોધનો ઉદ્યોગક્ષેત્રે તો લાભદાયી બન્યાં, પણ એથીય વિશેષ એમણે કરેલા સંશોધનોથી મનુષ્યજાતિનું ઘણું કલ્યાણ થયું. એમણે રોગપ્રતિકારક રસી (વંક્સિન) શોધી અને સાથોસાથ ખાદ્યપદાર્થોને જંતુમુક્ત બનાવવાનું સંશોધન કર્યું. એમનાં સંશોધનોને કારણે માનવમૃત્યુદર ઓછો થયો અને પ્રાણીઓને થતા રોગોનો પ્રતિકાર શક્ય બન્યો. મરવાનાં બચ્ચાંને થતા ચિકન કૉલેરા અને ઢોરને થતા એન્ટેક્સ રોગના નિવારણ માટે લૂઈ પાશ્ચરે રસી તૈયાર કરી. માનવી અને પ્રાણીને થતા હડકવા પર સંશોધન કર્યું અને હડકવા સામેની રસીની શોધે એમને વિશ્વવિખ્યાત બનાવ્યા. લૂઈ પાશ્ચરની ખાદ્ય પદાર્થોને જંતુનાશક કરવાની રીત પાશ્ચરીકરણ' તરીકે જાણીતી થઈ. જેવું આ સંશોધન થયું કે તરત જ આ માનવતાવાદી વિજ્ઞાની એની ‘પેટન્ટ” કરાવવા માટે દોડી ગયા. એમના નામે આ શોધની ‘પેટન્ટ’ થઈ કે તરત જ જીવનનું જવાહિર જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૩૪, બ્લેનહેઇમ પેલેસ, ઇંગ્લૅન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬પ, લંડન, ઇંગ્લૅન્ડ, ૯૮ જીવનનું જવાહિર ૯૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ એમણે પોતાની સમગ્ર સંશોધન પદ્ધતિ જાહેર કરી દીધી અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ મારા આ સંશોધનનો નિઃસંકોચ ઉપયોગ કરી શકશે. આ ઘટનાથી સહુને પારાવાર આશ્ચર્ય થયું. સંશોધન થતાં જ તરત પોતાની શોધને ‘પેટન્ટ’ કરવાની ઉતાવળ કરી અને પછી તત્કાળ એ શોધ સહુને માટે લભ્ય બનાવી. આવું કેમ ? લૂઈ પાશ્ચરના મિત્રોએ આશ્ચર્યચકિત થઈને એમને પૂછ્યું કે, જો તમે તમારી શોધનો સહુ કોઈ ઉપયોગ કરે તેમ ઇચ્છતા હતા, તો પછી તેને ‘પેટન્ટ' કરાવવાની આટલી ઉતાવળ કેમ કરી ?” લૂઈ પાશ્ચરે હસતાં-હસતાં કહ્યું, “મેં ખાદ્ય પદાર્થોને જંતુનાશક કરવાની રીતની ‘પેટન્ટ” એટલા માટે તત્કાળ લઈ લીધી કે અન્ય કોઈ વ્યક્તિ મારી આ શોધમાંથી કમાણી કરવા માટે પોતાના નામે આની ‘પેટન્ટ” કરાવી લે નહીં.” જર્મનીના વિખ્યાત તત્ત્વચિંતક આર્થર શોપનહેરની જિંદગીમાં અજંપાના હું કોણ અનેક દિવસો આવ્યા. છું? માતાપિતાના વિખવાદી સંબંધોએ બાળક શોપનહોરના ચિત્ત પર ઘેરી અસર કરી. ફ્રાંસ અને ઇંગ્લેન્ડમાં ભણવા માટે ભટકવું પડ્યું. મેડિકલના અભ્યાસ માટે એણે જર્મનીની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ મેડિકલને બદલે તત્ત્વજ્ઞાનનો વિષય લઈ ઉચ્ચ અભ્યાસ કર્યો. નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર સર્જન કરનાર એની માતાને આ વિચારક પુત્ર સાથે સહેજે બનતું નહોતું. વર્ષોની જહેમત પછી ‘ધ વર્લ્ડ ઍઝ વીલ ઍન્ડ રિપ્રેઝન્ટેશન’ નામનો મૂલ્યવાન ગ્રંથ તૈયાર કર્યો, પરંતુ શૉપનહોરને સહેજે ખ્યાતિ મળી નહીં. રાત્રે એને ઊંઘ આવતી નહીં. ત્રણ-ચાર પથારી કરાવે અને આખી રાત એને પડખાં ઘસવાં પડે. પથારીમાં ઊંઘ ન આવતાં એ આરામખુરશીઓ રાખતો. એમાં ઊંઘવાનો પ્રયત્ન કરતો, પરંતુ એમાંય નિષ્ફળતા મળી. જન્મ : ૨૩ ડિસેમ્બર, ૧૮૨૨, ડોલે, ફ્રાન્સ અવસાન : ૨૮ સપ્ટેમ્બર, ૧૮૯૫, માર્સેન-લા- કોક્વિટી, ફ્રાન્સ ૧૦) જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૧૦૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ એક રાત્રે અનિદ્રાથી કંટાળ્યો. આખરે જાહેર બગીચામાં ગયો અને એક વૃક્ષ નીચે ઊભો રહીને કશુંક બબડવા લાગ્યો. આ સમયે અડધી રાત્રે કોઈએ શૉપનહોરને બોચીથી પકડ્યો અને પૂછ્યું, “તું કોણ છે ?” આ રીતે પકડનાર બગીચાનો માળી હતો. એણે ફરી વાર શોપનહોરની ગરદન હલાવીને કહ્યું, “સાચેસાચું બોલ, તું છે કોણ ?” શૉપનહોરે કહ્યું, “મિત્ર, મેં આ પ્રશ્ન મારી જાતને વખતોવખત પૂછવો છે, પણ આજ સુધી મને એનો ઉત્તર સાંપડ્યો નથી. તે પણ આવો પ્રશ્ન પૂછીને મને વિચારતો કરી મૂક્યો છે. હકીકતમાં હું કોણ છું ? એની ખુદ મને જ ખબર નથી.” મનોવિશ્લેષણાત્મક વિચારધારાના પ્રણેતા તરીકે વિશ્વમાં ખ્યાતિ પામેલા બાળકનું મનોવિજ્ઞાની સિગ્મન્ડ ફ્રૉઇડે ઘણાં પુસ્તકો, લેખો અને સંશોધન-અહેવાલો લખ્યાં. મના માનસિક રીતે વિષુબ્ધ દર્દીઓની સારવાર, સ્વપ્ન-વિશ્લેષણ અને મનોવિશ્લેષણ વિશે મૌલિક વિચારધારા ધરાવતું સાહિત્ય રચ્યું. એમનું પાયાનું અને મહત્ત્વનું પ્રદાન એમનો અચેતન મનનો સિદ્ધાંત ગણાય. આ સિગ્મન્ડ ફ્રૉઇડે એક વાર એમનાં પત્ની અને પુત્ર સાથે ફરવા નીકળ્યા હતા. બગીચામાં લાંબો સમય ફર્યા બાદ એકાએક એમનાં પત્નીએ પાછાં વળીને જોયું તો ખ્યાલ આવ્યો કે એમનો પુત્ર ક્યાંય દેખાતો ન હતો. એમણે ક્રૉઇડને કહ્યું, “અરે ! જુઓ ! આપણો દીકરો ક્યાં? એ ખોવાઈ ગયો લાગે છે ! ચાલો, બધે તપાસ કરીએ.” ફ્રૉઇડે શાંતિથી પત્નીને પૂછ્યું, “તેં એને કોઈ જગાએ જવાની મનાઈ કરી હતી ખરી ?” પત્નીએ જવાબ વાળ્યો, “હા, એ તળાવ તરફ જવા ઇચ્છતો હતો અને મેં એને સ્પષ્ટપણે અને સખ્તાઈથી ત્યાં જવાની મનાઈ જન્મ : ૨૨ ફેબ્રુઆરી, ૧૩૮૮, ઝિર, પોલૅન્ડ, અવસાન : ૨૧ સપ્ટેમ્બર, ૧૮૬૦, રેન્કફર્ટ, જર્મની ૧૦૨ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૧૦૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ ફરમાવી હતી.” આ સાંભળીને ફ્રૉઇડે કહ્યું, “તો તો એ ત્યાં જ મળશે. ચાલો.” બંને તળાવ પાસે ગયાં અને જોયું તો તળાવની પાસે એમનો પુત્ર ઊભો હતો. ફ્રૉઇડની પત્નીએ અપાર વિસ્મય સાથે ફ્રૉઇડને પૂછ્યું કે “તમને કઈ રીતે પહેલેથી જ ખબર પડી ગઈ કે આપણો પુત્ર તળાવની પાસે જ મળશે ?” સિગ્મન્ડ ફ્રૉઇડે કહ્યું કે “આ તો મનોવિજ્ઞાનનો નિયમ છે કે બાળકને તમે જે કામ સખ્તાઈથી કરવાની ના પાડશો, એ કામ બાળક જરૂરથી કરશે.” સમી સાંજની લટાર મારીને ડૉ. સ્મોલેટ ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. ઈમાનદારી પ્રસિદ્ધ , સિદ્ધ હસ્ત અને વ્યાપક | લોકચાહના પામેલા આ ડૉક્ટરે એક કાજે દર્દીને મુલાકાત માટેનો સમય આપ્યો હતો, તેથી જરા ઉતાવળમાં હતા. એવામાં પાછળથી એક અવાજ સંભળાયો, કંઈ મદદ કરો ને, સાહેબ. ભૂખ્યો છું. ઘરડો છું. કંઈક આપો ને, સાહેબ.” અવાજ સાંભળીને ડૉ. સ્મોલેટના પગ થંભી ગયા. પાછળ જોયું તો એક અતિ વૃદ્ધ માણસ બે હાથ ફેલાવીને યાચના કરતો હતો. ધીરે ધીરે લાકડીના ટેકે એ વૃદ્ધ ગરીબ માનવી ડૉ. સ્મોલેટ તરફ આવતો હતો. ઉતાવળ હોવાને કારણે ડૉક્ટર પણ પાછા વળીને એની પાસે ગયા. એની નજીક જઈને ડૉક્ટરે ખિસ્સામાં હાથ નાંખ્યો. ખિસ્સામાંથી હાથમાં આવેલો સિક્કો એના હાથમાં આપ્યો અને તરત ઉતાવળે ચાલવા લાગ્યા. એવામાં ફરી વૃદ્ધ ગરીબનો અવાજ સંભળાયો, “અરે જન્મ : ૬ મે, ૧૮પ૬, ધ્રબર્ગ, મોરેવિયા અવસાન : ૨૩ સપ્ટેમ્બર, ૧૯૩૯, લંડન, ઇંગ્લૅન્ડ ૧૦૪ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૦૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ સાહેબ ! એક મિનિટ થોભજો." ડૉક્ટર પાછા વળ્યા. એની પાસે આવીને પૂછ્યું, “શું છે ભાઈ?” ગરીબ વૃદ્ધે કહ્યું, “સાહેબ, આપે ભૂલથી નાની ૨કમના સિક્કાને બદલે સોનાની એક ગીની આપી દીધી છે. આ પાછી લઈને મને નાની ૨કમનો સિક્કો આપો.” ડૉક્ટરે સોનાની ગીની પાછી લેવાનો ઇન્કાર કર્યો અને એથીય વધુ, ખિસ્સામાંથી બીજી ગીની કાઢીને ગરીબ વૃદ્ધને આપતાં કહ્યું, “પહેલી દાન રૂપે હતી અને આ તમારી ઈમાનદારી માટે.” ૧૦૬ જન્મ - ૧૯ માર્ચ, ૧૭૨૧, ન્યુ પોર્ટ ઑફ રેટોન, સ્કૉટલૅન્ડ અવસાન - ૧૭ સપ્ટેમ્બર, ૧૭૭૧, સિવોર્નો, ઇટાલી જીવનનું જવાહિર ઇટાલીના કવિ અને સંશોધક પેટ્રાર્કને વાંચનનો જબરો શોખ હતો. વાચનરસ એ એની કાવ્યરચનાઓએ વિશ્વસાહિત્ય પર જીવનસ પ્રભાવ પાડ્યો. વળી સંશોધક એવો કે રાજકર્તાઓ અને નામદાર પોપ પણ એની મદદ માગે. પેટ્રાર્કને ભોજન વિના ચાલે, પણ વાંચન વિના ન ચાલે. ક્યારેક તો વાચનમાં એવો તલ્લીન બની જતો કે જમવાનું ભૂલી જતો. ઊંઘવાનું વીસરાઈ જતું. એના પરમ મિત્રને એની આ સ્થિતિ જોઈને ચિંતા થવા લાગી કે આવી રીતે વાંચ્યા કરશે તો એનું શરીર બગડશે. છેવટે એણે એક યુક્તિ વિચારી કે પેટ્રાર્કના પુસ્તકાલયની ચાવી જ ચોરી લઉં એટલે ‘ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.’ મિત્ર તો ચાવી લઈને ઘેર જતો રહ્યો. એણે તો માન્યું કે પુસ્તકો નહીં મળે એટલે પેટ્રાર્ક બીજી પ્રવૃત્તિમાં પરોવાઈ જશે અને વાચનના વ્યસનથી મુક્તિ મેળવશે. પેટ્રાર્ક પુસ્તકાલયના તાળાની ચાવી શોધી, પણ ક્યાંય ન મળી. આખો દિવસ બેચેનીમાં પસાર થયો. જમવાનું ભાવ્યું જીવનનું જવાહિર ૧૦૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ નહીં. આમ ને આમ ગમગીનીમાં બીજો દિવસ પસાર થયો. ઊંઘ પણ વેરણ બની ગઈ. ત્રીજે દિવસે માથામાં દુઃખાવો થયો, શરીરમાં બેચેની વધી, સખત તાવ આવ્યો. પેલો મિત્ર પેટ્રાર્કને મળવા આવ્યો, તો એની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયો, પેટ્રાર્ક પથારીમાં વેદનાથી તરફડતો હતો. મિત્રને તો ખ્યાલ જ નહોતો કે પુસ્તક વિના એની આવી પરિસ્થિતિ થશે ! મિત્રએ ખિસ્સામાંથી કાઢીને ચાવી આપી. પેટ્રાર્ક પથારીમાંથી એકાએક બેઠો થઈ ગયો. તાવ ગાયબ થઈ ગયો. તાળું ખોલી પુસ્તકાલયમાં જઈને પુસ્તક લઈવે વાંચવા બેસી ગયો. વિશ્વવિખ્યાત ગ્રીક તત્ત્વચિંતક પ્લેટોએ ગ્રીસના સાઇરેક્યૂઝ નગરના સત્યની શોધ રાજકારણમાં ભાગ લીધો. આ વિચાર કે ગ્રીસના સરમુખત્યાર શાસક ક્ષણેક્ષણે ડાયોનિસસના વિચારો બદલવાનો પ્રયાસ કર્યો. પ્લેટોનો ખ્યાલ એવો હતો કે ડાયોનિસસ એમના વિચારો સમજીને લોકકલ્યાણકારી શાસન ચલાવે, તો રાજની સુખાકારી વધશે. પણ પ્લેટોની સુશાસનની વાત સરમુખત્યારને ગમે ક્યાંથી? એના મનમાં તો ભય જાગ્યો કે જો આ વિચારક જીવતો રહેશે, તો એના શાસન પર જોખમ આવી જશે. લોકો એના વિચારમાં માનતા થઈ જશે અને મારી સામે બળવો કરશે. આમાંથી ઊગરવા માટે એણે પ્લેટોને મોતની સજા ફરમાવી, પરંતુ ડાયોનિસસના મંત્રીએ રાજાને સમજાવ્યું કે આને ફાંસી આપીશું તો પ્રજા ઉશ્કેરાશે અને માથે નવું જોખમ ઊભું થશે. આથી ટાઢે પાણીએ ખસ કાઢવા માટે પ્લેટોને એક ધનાઢ્યને ત્યાં ગુલામ તરીકે વેચી દીધો. આ ધનાઢ્યએ પ્લેટોને ઍથેન્સ જવા દીધો. પ્લેટોના જન્મ : ૨૦ જુલાઈ, ૧૩૦૪, એરિઝો, ઇંટાલી અવસાન : ૧૯ જુલાઈ, ૧૩૭૪, આર્કવા, પેકા, ઇટાલી ૧૦૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૦૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ વિચારોએ ગ્રીસમાં નવી વિચારધારા પ્રગટાવી. સરમુખત્યાર રાજા ડાયોનિસસે પ્લેટોને માફીપત્ર પાઠવતાં લખ્યું કે “મેં આપને ખૂબ પરેશાન કર્યા છે, તો મને મારી ભૂલ બદલ ક્ષમા કરજો. મારાથી દુષ્કૃત્ય થઈ ગયું છે.” વિચાર કે પ્લેટોએ જવાબ પાઠવ્યો, “તમારાં કૃત્ય-દુષ્કૃત્યનો વિચાર કરવાનો મારી પાસે સમય જ નથી, માટે તમારા મનમાંથી દુષ્કૃત્યનો વિચાર કે વસવસો કાઢી નાખજો. હું તો સત્યની ખોજમાં એટલો ડૂબી ગયેલો છું કે સમગ્ર સંસારનાં કૃત્યોને પણ વીસરી જાઉં છું, તો પછી તમે કરેલાં દુષ્કૃત્ય વિશે વિચારવાની તો વાત જ ક્યાંથી હોય ?" મોત જ્યારે નોર્મન કઝિન્સની સામે આવીને ઊભું ત્યારે એને વિતાવેલા જીવન વેદનામુક્તિનો માટે પારાવાર પશ્ચાત્તાપ થવા લાગ્યો. “ટર્મિનલી ઇલ” જાહેર થયેલા નોર્મન ઉપાય કઝિન્સને માટે ડૉક્ટરોએ તો ક્યારનીય આશા છોડી દીધી હતી. બીમારીમાંથી ઊગરી જવાની પાંચસોએ એકની શક્યતા ગણાતી હતી. બાકી વાસ્તવમાં તો નોર્મન કઝિન્સને કહી દેવામાં આવ્યું કે આવી હાલતમાં એ વધુમાં વધુ છ મહિના જીવી શકશે. આવી પરિસ્થિતિમાં નોર્મન કઝિન્સ ગુસ્સામાં વિતાવેલા અને હતાશામાં વેડફી દીધેલા પોતાના ભૂતકાળ વિશે વિચારવા લાગ્યો. વારંવાર ગુસ્સો અને ક્રોધ કરીને પોતાની માંદગીને કેટલી બધી બહેકાવી મૂકી એનો તેને અંતકાળે ખ્યાલ આવ્યો. જીવનભર વેંઢારેલો ચિતાનો ભાર કેટલો વસમો થઈ પડ્યો તેનો વિચાર આવવા લાગ્યો. નોર્મન કઝિન્સને થયું કે હવે મોત સાથે હાથવેંતનું જ છેટું છે ત્યારે ગઈ ગુજરીને યાદ કરવાનો અર્થ શો ? વળી, એના મનમાં એક નવો વિચાર જાગ્યો... અરે ! જે ચિંતા, હતાશા અને ગુસ્સાએ મારામાં ‘નૅગેટિવ' અભિગમ જગાડ્યો અને એનું પરિણામ આવી જીવલેણ બીમારીમાં જન્મ : ઈ. સ. પૂર્વે ૪૨૮૪૨૩, એથેન્સ, ગ્રીસ અવસાન : ઈ. સ. પૂર્વે ૩૪૮૩૪૭, એસ, ચીસ ૧૧૦ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૧૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ આવ્યું, ત્યારે એનાથી તદ્દન વિરુદ્ધ હવે ‘પૉઝિટિવ' અભિગમ ધરાવીને મારી સ્થિતિમાં પરિવર્તન ન કરી શકું ? જો ‘નૅગેટિવ' વિચાર આવી ગંભીર બીમારી લાવતા હોય તો પોઝિટિવ વિચારો તંદુરસ્તી કેમ ન લાવી શકે ? એણે જોયું કે ‘પૉઝિટિવ' વિચારોનું એક પ્રબળ માધ્યમ હાસ્ય હતું. એ હાસ્ય પામવા માટે હાસ્યકથાઓ વાંચવા લાગ્યો અને હાસ્યફિલ્મો જોવા લાગ્યો. મિત્રોને તાકીદ કરી કે એમને કોઈ ટુચકો કે રમૂજ મળે તો તરત જ એને મોકલી આપે. આ ભયાનક બીમારીમાં એને અપાર શારીરિક વેદના થતી હતી. પરિણામે એ સુઈ શકતો નહીં. એણે વેદનામુક્તિ અને નિદ્રાનો નવો ઉપાય શોધી કાઢ્યો. એ દસ મિનિટ સુધી એટલું ખડખડાટ હસતો કે કલાકો સુધી શરીરની વેદનામાંથી મુક્તિ પામીને નિદ્રાસુખ મેળવતો હતો. નોર્મન કઝિન્સ એની બીમારીમાંથી સાજો થયો, એટલું જ નહીં પણ બીજાં વીસ વર્ષ સુધી એ આનંદી, તંદુરસ્ત અને કાર્યરત જીવન જીવ્યો. ભારતનો પ્રવાસ ખેડનાર પ્રથમ ચીની યાત્રી ફાહિયાન (આશરે ઈ.સ. અણહક ૩૩૭ થી આશરે ઈ.સ. ૪૨૨) ભારતના પ્રવાસે આવ્યા હતા અને એમના પર હક્ક પ્રવાસના વૃત્તાંતમાંથી ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિની વિગતો મળે છે. ફાહિયાને પોતાના પ્રવાસ-વર્ણનમાં લખ્યું છે કે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી. લોકો સંતોષી હતા અને એમને ન્યાયકચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડતી. યાત્રા કરનારાઓને ચોરનો ભય ન હતો અને સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. લોકો બહાર જાય, ત્યારે ઘર પર તાળું લગાડતા નહોતાં. આવો ચીની પ્રવાસી ફાહિયાન એકવાર ફરતાં-ફરતાં રાજ દરબારમાં જઈ ચડ્યો અને જોયું તો બે ખેડૂતો વચ્ચે થયેલા ઝઘડાનો ન્યાય તોળવામાં આવતો હતો. ફાહિયાનને એ વાતની ઉત્સુકતા જાગી કે આવા સંતોષી અને શાંતિપ્રિય લોકો કઈ વાતમાં પરસ્પર સાથે ઝઘડતા હશે ? પહેલા ખેડૂતે રાજાને ફરિયાદ કરી કે આ બીજા ખેડૂતને એણે એનું ખેતર વેચ્યું હતું. એ ખેતરમાંથી માટી મળે, રાખ મળે કે સોનું મળે, એ બધાની માલિકી એની ગણાય. બન્યું એવું જન્મ : ૨૪ જૂન, ૧૯૧૫, યુનિયન સિટી, ન્યૂજર્સી, અમેરિકા અવસાન : ૩૦ નવેમ્બર, ૧૯૯૦, લોસ એન્જલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા ૧૧૨ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૧૧૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ કે આ વેચેલા ખેતરમાંથી સોનું ભરેલો એક કળશ નીકળ્યો અને તે એ મને આપવા માગે છે, પણ હું એકવાર ખેતર વેચી દીધા પછી કઈ રીતે તે સ્વીકારી શકું ? રાજાએ બીજા ખેડૂતને પૂછ્યું, તમે તમારી વાત કરો.” એણે કહ્યું, “અન્નદાતા , એની વાત સાચી છે. મેં એનું ખેતર ખરીધું હતું, પરંતુ બાકીની ચીજો પર મારી કોઈ હક્ક ગણાય નહીં. આથી આ સુવર્ણથી ભરેલો કળશનો માલિક એ ગણાય.’ ચીની પ્રવાસી ફાહિયાન આ ઝઘડાનું કારણ જાણીને આશ્ચર્યચક્તિ થઈ ગયો. એને થયું કે લોકો અહીં સુવર્ણ લેવા માટે નહીં, પણ આપવા માટે ન્યાયકચેરીએ આવે છે. બંનેમાંથી એક પણ ખેડૂત આ સુવર્ણનો કળશ લેવા તૈયાર નહોતો અને રાજા પણ આવી અણહકની વસ્તુ કઈ રીતે સ્વીકારે ? આથી અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સુવર્ણ ગ્રામજનોને વહેંચી આપવું. મહત્ત્વાકાંક્ષી નેપોલિયન બોનાપાર્ટ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે સૈનિકની ફ્રેંચ સેના લઈને આસપાસના દેશો પર આક્રમણ કરતો હતો. ચિંતા એણે એક પછી એક દેશો જીતવા માંડ્યા. એનો આ વિસ્તારવાદ જોઈને ઇંગ્લેન્ડે ફ્રેંચ લશ્કર પર હુમલો કરવાનું નક્કી કર્યું અને સેનાપતિ રાલ્ફ એવાલને સૈન્યની આગેવાની સોંપી. સેનાપતિ રાલ્ફ એવાલે અંગ્રેજ સેનાને પ્રબળ પ્રેરણા આપી. એણે અંગ્રેજ સૈનિકોને કહ્યું, “આ યુદ્ધમાં શસ્ત્રો કે સૈન્યસંખ્યા એ મહત્ત્વનાં નથી. આ યુદ્ધમાં તો પરાક્રમ અને દેશ માટેનું સમર્પણ જ મહત્ત્વનું છે અને તેથી અંગ્રેજ સેના જરૂર વિજય પામશે.” અંગ્રેજ સેના પૂરેપૂરી તાકાતથી ફ્રેંચ લશ્કર પર તૂટી પડી. ભીષણ સંગ્રામ ખેલાયો. અંતે અંગ્રેજ સેનાનો વિજય થયો. આ ભીષણ સંગ્રામમાં અંગ્રેજ સેનાપતિ રાલ્ફ એવાલ ગંભીર રીતે ઘાયલ થયો. એના શરીર પર ઠેર ઠેર જખમ થયા હતા. એમાંથી લોહી વહેતું હતું. જન્મ : ઈ. સ. ૩૩૭, સાંસી, ચીન અવસાન : ઈ. સ. ૪૨૨, જિંગનોઉં, ચીન ૧૧૪ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૧૧૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ આ સેનાપતિને સુવડાવવા માટે એકાએક એક સૈનિકનો કામળો લાવવામાં આવ્યો અને એના પર રાલ્ફ એવાલને સુવડાવવામાં આવ્યા. લશ્કરી અધિકારીઓએ જોયું કે ઘાયલ સેનાપતિ મૃત્યુની સાવ સન્મુખ છે. લશ્કરી અધિકારીઓએ સેનાપતિ રાલ્ફ એવાલને પૂછયું કે, આપની કોઈ અંતિમ ઇચ્છા હોય તો કહો.” રાલ્ફ એવાલે પોતાની અંતિમ ઇચ્છા દર્શાવતાં કહ્યું, “સાથીઓ, તમે મને જે કામળા પર સુવાડ્યો છે, તે કામળો જે સૈનિકનો હોય તે સૈનિકને રાત પડતાં પૂર્વે પહોંચાડી દેશો, જેથી એ સૈનિક ટાઢનો સામનો કરી શકે.” આટલું બોલીને સેનાપતિ સર રાલ્ફ એવાલે આંખો મીંચી દીધી. જર્મનીના ભૌતિક વિજ્ઞાની મંક્સ પ્લાન્ક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા નવા યુગનો ત્યારે એમના શિક્ષકોએ એમને શીખવ્યું કે ભૌતિક વિજ્ઞાનમાં હવે નવી શોધ થાય પ્રારંભિક | તેવું કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી. એ સમયે જર્મનીમાં સર્વત્ર એવી માન્યતા ફેલાયેલી હતી કે ભૌતિક વિજ્ઞાન એની ચરમ સીમા પર પહોંચી ચૂક્યું છે. હાઈસ્કૂલના શિક્ષકો મૅક્સ પ્લાન્કને સમજાવતા કે એના જેવા તેજસ્વી વિદ્યાર્થીએ વિજ્ઞાનની કોઈ નવી શાખામાં અભ્યાસ કરવો જોઈએ, જેમાં વિકાસ અને સંશોધનની શક્યતા હોય. મેક્સ પ્લાન્ક મક્કમ રહ્યો અને ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે એ બર્લિન અને મ્યુનિક યુનિવર્સિટીમાં ભણ્યો. માત્ર બાવીસ વર્ષની વયે એ ડૉક્ટરેટ થયો અને ત્યાર બાદ અધ્યાપક થયો. - ઈ. સ. ૧૮૯૦માં પ્લાન્ટે એક વિજ્ઞાન-ગોષ્ઠિમાં પહેલી જ વાર ક્વૉન્ટમ શબ્દનો પ્રયોગ કર્યો. આ સમયે મૅક્સ પ્લાન્ટની ઉંમર માત્ર ૪૨ વર્ષની હતી. એ પછી પાંચ વર્ષ બાદ આલ્બર્ટ આઇન્સ્ટાઇન બંનેએ ક્વૉન્ટમ સિદ્ધાંતની જન્મ : ૧૫ ઓગસ્ટ, ૧૩૬૯, કોરિકા, શૂન્સ: અવસાન ઃ ૫ મે ૧૮૨૧, કોંગjડ, સેંટ બેલિના, ઇંગ્લૅન્ડ ૧૧૬ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૧૧૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરી. ૧૯૧૪ના ડિસેમ્બરમાં ભૌતિક વિજ્ઞાની પ્લાન્ટે આપેલી ક્વૉન્ટમની થિયરીએ એ ક્ષેત્રમાં એક નવા યુગનો પ્રારંભ કર્યો. ક્લાસિકલ ફિઝિક્સને આધુનિક ફિઝિક્સમાં રૂપાંતર કરવામાં ક્વૉન્ટમ થિયરીના શોધક મૅક્સ પ્લાન્ક કારણભૂત બન્યા. જો મૅક્સ પ્લાન્કે ભૌતિક વિજ્ઞાનમાં આગળ ધપવાનો પ્રયત્ન છોડી દીધો હોત તો એને અને ભૌતિક વિજ્ઞાનની વિદ્યાશાખાને ઘણું નુકસાન થયું હોત. પ્લાન્કને ૧૯૧૯માં નોબેલ પારિતોષિક મળ્યું. જગતમાં બહુ ઓછા વિજ્ઞાનિકોની આકૃતિ રાષ્ટ્રના ચલણી સિક્કા પર મળે છે. ૧૯૫૮માં જર્મનીએ પ્લાન્કના ચિત્રવાળો સિક્કો બહાર પાડ્યો. ક ' ‘ક્વીન ઓફ ક્રાઇમ' તરીકે જાણીતાં ડિટેક્ટિવ નવલકથાઓનાં પૈડાંમાં તેલ અંગ્રેજ લેખિકા અગાથા ક્રિસ્ટીએ ૩૦માં વર્ષે પહેલી ડિટેક્ટિવ નવલકથા “ધ સીંચનાર મિસ્ટીરિયસ અફેર' લખી. એમાં એમણે બેલ્જિયન ડિટેક્ટિવ પાત્ર પ્યારોનું સર્જન કર્યું. ત્યારબાદ આ પાત્રને કેન્દ્રમાં રાખીને આ રહસ્યલેખિકાએ એક પછી એક કેટલીય રહસ્યકથાઓની રચના કરી. એમાં પણ ૧૯૨૦-૧૯૩૦નો દાયકો તો એમની રહસ્યકથાઓના સુવર્ણયુગ સમાન ગણાય છે. એમનું પ્યારો નામનું ડિટેક્ટિવ પાત્ર ખૂબ ખ્યાતિ પામ્યું. એ ઉપરાંત એમણે પારકર પાઇન, ટોમી તથા ટુપેન્સ, હાર્લી ક્વીન તેમજ વિનમ્રતા અને ચબરાકીથી શોભતું મિસ જેન માર્પલ જેવાં પ્રખ્યાત પાત્રો આપ્યાં. એમની રહસ્યકથાઓ પરથી નિર્માણ પામેલાં ચલચિત્રો પણ લોકપ્રિય નીવડ્યાં અને એ જ રીતે એમણે કરેલાં નાટ્યરૂપાંતરો પૈકી ‘ધ માઉસ ટ્રેપ' લંડનના વેસ્ટ એન્ડ ખાતે ૧૯૫૨માં પ્રથમ જન્મ ૩ ૨૩ એપ્રિલ ૧૮૫૮, કીલ, જર્મની અવસાન : ૪ ઓક્ટોબર ૧૯૪૩, ગોટિંજન, જર્મની ૧૧૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૧૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ વાર ભજવાયું અને તે લગાતાર ત્રીસ વર્ષ સુધી ચાલ્યું. ૬૦ ઉપરાંત ડિટેક્ટિવ નવલકથાઓ અને ૧૯ ટૂંકી વાર્તાના સંગ્રહો આપનાર આ જીવંત દંતકથા સમી લેખિકાની કૃતિઓના જેટલા અનુવાદ થયા છે, તેટલા શેક્સપિયરને બાદ કરતાં બીજા કોઈ અંગ્રેજી સાહિત્યકારના થયા નથી. અગાથા ક્રિસ્ટી પછી રહસ્યકથાના લેખકોમાં આર્થર કેનન ડૉયલ અને અર્લ સ્ટેન્લી ગાર્ડન જાણીતા બન્યા. ત્યારબાદ જેમ્સ હેડલી ચેઇઝ અને ઇયાન ફ્લેમિંગ પણ મશહૂર થયા. અગાથા ક્રિસ્ટીની રહસ્યકથાનું આગવાપણું જળવાઈ રહ્યું, પરંતુ એ કથાલેખકોમાં અગ્રેસર ન રહ્યાં. તેઓ કહેતાં કે વ્યક્તિને માટે હંમેશાં શ્રેષ્ઠ કે અગ્રેસર રહેવું શક્ય નથી. પ્રત્યેક વ્યક્તિ કંઈ એન્જિન ડ્રાઇવર બની શકે નહીં, પરંતુ તે એનાં પૈડાંમાં તેલ જરૂર સીંચી શકે. જન્મ - ૧૫ સપ્ટેમ્બર, ૧૮૯૦, ટોરક્યુ, ઇંગ્લૅન્ડ અવસાન : ૧૨ જાન્યુઆરી, ૧૯૭૬, વિન્ટરણૂક, લૅન્ડ ૧૨૦ જીવનનું જવાહિર પુરુષાર્થી ઉદ્યોગપતિ અને દાનવીર ઍન્ડ્રુ કાર્નેગીમાં નાની વયથી જ અન્ય લોકોની ભાવનાને અને એમની જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી. સ્કૉટલૅન્ડમાં જન્મેલા બાળક ઍન્ડ્રુ કાર્નેગીએ એક સસલી પાળી હતી. એ સસલીને ઘણાં બચ્ચાં થયાં. એ બધાંને જાળવવાં કઈ રીતે ? મનના પારખુ ઍન્ડ્રુ કાર્નેગીએ પડોશમાં વસતાં બાળકોની પાસે સસલીનાં બચ્ચાંને ખવડાવવા માટે દાણા મંગાવ્યા અને એના બદલામાં એણે એ દરેક બાળકના નામ પરથી સસલીનાં બચ્ચાંનું નામ રાખી દીધું. એ પછી એ બાળકો પોતાનાં નામવાળાં એ બચ્ચાંને જાળવવા અને ખવડાવવા લાગ્યાં. ઍન્ડ્રુ કાર્નેગી ૧૩ વર્ષની વયે અમેરિકા આવ્યા. અભ્યાસની ઘણી ઓછી તક મળવાને કારણે સામાન્ય કેળવણી લઈ શક્યા અને તાર ઑફિસમાં મામૂલી નોકરી કરતા હતા. સમય જતાં તેઓ પેન્સિલવેનિયા રેલવેમાં પશ્ચિમ વિભાગના વડા બન્યા. એમણે સૌ પ્રથમ સ્લીપર કોચની વ્યવસ્થા કરી અને ઔદ્યોગિકીકરણને કારણે એમને લાગ્યું કે લોખંડ અને પોલાદની માંગ જરૂર વધશે, આથી એમણે આ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. જીવનનું જવાહિર ૧૨૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ તેઓ પેન્સિલવેનિયા રેલ રોડને પોતાનું સ્ટીલ વેચવા માગતા હતા, આથી એમણે પિટ્સબર્ગમાં એક નવી સ્ટીલ મિલ શરૂ કરી. એનું નામ રાખ્યું છે. એડગર થોમસન સ્ટીલ વર્ક્સ. આ જે . એડગર થોમસન એ પોતે પેન્સિલવેનિયા રેલ રોડના પ્રેસિડેન્ટ હતા. તેઓ એમને મળેલા આ સન્માનથી એટલા પ્રભાવિત થયા કે એમને જેટલું સ્ટીલ ખરીદવું હતું, તે કાર્નેગી પાસેથી ખરીદું. બીજાના જીવનમાં શું મહત્ત્વપૂર્ણ છે એ જાણીને કામ કરવાની ઍન્ડ્રુ કાર્નેગીની સૂઝે એમને વિશ્વના મહાન ઉદ્યોગપતિ બનાવ્યા. ફ્રાંસના ચાર્લ્સ દ” ગોલ લશ્કરમાં જોડાયા અને સમય જતાં વિખ્યાત ફ્રેન્ચ મારામાં સેનાપતિ પતાંની રેજિમેન્ટમાં સામેલ થયા. વિશ્વાસ રાખ * પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનો સામે પ્રાણની પરવા કર્યા વિના યુદ્ધમોરચે લડતા રહ્યા. ત્રણ ત્રણ વાર યુદ્ધમાં ઘાયલ થવા છતાં અંદરનું ખમીર અકબંધ રાખ્યું. જર્મન સૈનિકોએ ચાર્લ્સ દ’ ગોલને બે વર્ષ અને આઠ મહિના સુધી કારાવાસમાં રાખ્યા. એમાંથી મુક્ત થતાં ૧૯૪૦માં ફ્રાંસના લશ્કરના જનરલના હોદ્દા પર તેમની નિમણૂક થઈ. ફ્રાંસના સર સેનાપતિ માર્શલ ખેતાં જર્મનો સમક્ષ શરણાગતિ લેવાનો વિચાર કરતા હતા, ત્યારે સાહસિક ચાર્લ્સ દ” ગોલે ઇંગ્લેન્ડમાં જ ઈને ‘ફ્રેન્ચ રાષ્ટ્રીય હકૂમત'ની સ્થાપના કરી અને જર્મની સામે યુદ્ધનો નવો મોરચો માંડ્યો. ફ્રાંસની બહાર રહી ચાર્લ્સ દ' ગોલ અદ્ભુત આત્મખમીરથી ઝઝૂમ્યા અને ૧૯૪૪માં જર્મનીના પ્રભુત્વમાંથી ફ્રાંસ મુક્ત થતાં ચાર્લ્સ દ' ગોલ વિજયોલ્લાસ સાથે પૅરિસમાં પાછા ફર્યા. ફરી એક વાર ફ્રેંચ વસાહતોમાં બળવો જાગતાં દ” ગોલ જન્મ : ૨૫ નવેમ્બર, ૧૮૩૫, કન્ફર્મલાઈન, ઈંગ્લૅન્ડ અવસાન : ૧૧ ઓગસ્ટ, ૧૯૧૯, લેનોક્સ, મેસેચૂસેટ્સ, અમેરિકા ૧૨૨ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૧૨૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને સર્વસત્તાધીશ બન્યા. ચૂંટણીમાં ઊભા રહ્યા અને ભવ્ય વિજય મેળવ્યો. આમ પોતાની કારકિર્દી દરમિયાન ચાર્લ્સ દ’ ગોલ ક્યારેય હિંમત હાર્યા નહોતા અને અનેક કોકટીની ક્ષણોએ એમણે દેશને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આનું કારણ એમની પ્રબળ આત્મશ્રદ્ધા હતી. એમની ઈશ્વરને પ્રાર્થના કરવાની રીત પણ નિરાળી હતી. તેઓ ઈશ્વરને વિનંતી કરતા, “હે ઈશ્વર, તું મારામાં વિશ્વાસ રાખ.” ચાર્લ્સ દ’ ગોલે ઈશ્વરના એમના પરના વિશ્વાસને આત્મશ્રદ્ધામાં પલટી નાખ્યો. બ્રિટનના અગ્રણી મુત્સદી, રૂઢિચુસ્ત પક્ષના નેતા, લેખક અને કુશળ મારો વક્તા સર વિન્સેન્ટ ચર્ચિલે (ઈ.સ. | ૧૮૭૪ થી ઈ.સ. ૧૯૬૫) બીજા અભિપ્રાય વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું. ઈ.સ. ૧૯૪૦ થી ૧૯૪૫ સુધી વડાપ્રધાનપદે રહીને એમણે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને મિત્ર રાજ્યોને વિજય અપાવવામાં સિહફાળો આપ્યો. તેઓ વડાપ્રધાન હતા, તે સમયે બ્રિટનની પાર્લામેન્ટમાં કોઈ અગત્યના વિષય પર ચર્ચા ચાલી રહી હતી અને વિન્સેન્ટ ચર્ચિલની વિચારધારાની સામે વિરોધ પક્ષના અગ્રણી વક્તવ્ય આપતા હતા. એમનું પ્રવચન અત્યંત લાંબુ, અવ્યવસ્થિત અને કશી નક્કર હકીકતો વિનાનું હોવાથી વિન્સેન્ટ ચર્ચિલ કંટાળી ગયા. વળી, પ્રવચન આપતાં ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ વિરોધ પક્ષના અગ્રણી અટકતા નહોતા. આથી વિન્સેન્ટ ચર્ચિલ પોતાના સ્થાને બેસીને ઝોકાં ખાવાં લાગ્યાં અને ધીરેધીરે પાર્લામેન્ટની પાટલી પર માથું નાખીને નિંદ્રાધીન બની ગયો. જન્મ : ૨૨ નવેમ્બર, ૧૮૯૦, લીલી, ફ્રાંસ અવસાન ઃ ૯ નવેમ્બર, ૧૯૩૦, ફાંસ ૧૨૪ જીવનનું જવાહિર — જીવનનું જવાહિર ૧૨૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ વિરોધ પક્ષના અગ્રણી તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા. એમણે એકાએક વક્તવ્ય આપવાનું થોભાવીને વિન્સેન્ટ ચર્ચિલ તરફ આંખો માંડી. આથી પાર્લામેન્ટના તમામ સભ્યો વિન્સેન્ટ ચર્ચિલ તરફ જોવા લાગ્યા અને એમને ખ્યાલ આવ્યો કે ચર્ચિલ પાર્લામેન્ટની કાર્યવાહી દરમિયાન ઊંઘી રહ્યા છે. વિરોધી નેતાએ આ પરિસ્થિતિનો પૂરો લાભ લેતાં કહ્યું, વડાપ્રધાન મિ. ચર્ચિલ તમે ઊંઘો છો તો પછી તમે મારા વિરોધી મુદ્દા કઈ રીતે આપશો ? મારા પ્રવચનના મુદ્દાઓ વિશે તમારો અભિપ્રાય આપવાનો છે, એ તમને ખ્યાલ છે ને ?” આ સાંભળતા જ પાર્લામેન્ટના સભ્યો ખડખડાટ હસવા લાગ્યા, ત્યારે વિન્સેન્ટ ચર્ચિલે આંખો બંધ રાખીને કહ્યું, ‘તમારા પ્રવચન વિશે મારો અભિપ્રાય ? આ ઊંઘ એ જ અભિપ્રાય.' ચર્ચિલનો આ ઉત્તર સાંભળીને આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું. જેમ્સ ગાર્ડન બનેટે અખબાર શરૂ કરવાનો વિચાર કર્યો. એને માટે આ ધ્યેયની આકરી અગ્નિપરીક્ષા હતી, કારણ કે એ અખબાર માટે લેખનકાર્ય કરવાનું, બાપાલા એનું સંપાદન કરવાનું અને એનું પ્રકાશન કરવાનું - એ સઘળી જવાબદારી જેમ્સ ગાર્ડન બેનેટને બજાવવાની હતી. કોઈ આર્થિક સધ્ધરતા નહોતી, આમ છતાં દઢ સંકલ્પ સાથે એણે પત્રકારત્વમાં ઝુકાવ્યું. રોજ સત્તરથી અઢાર કલાક સુધી એ અખબાર માટે કામ કરતા હતા. એટલા બધા કાર્યરત રહેતા કે ઑફિસમાં કોઈ વ્યક્તિ એ અખબારની પ્રત લેવા આવે, તો એને પોતાની કલમથી જ સંકેત કરતા અને કહેતા કે પેલા ઢગલામાંથી એક નકલ લઈ લો અને એની નીચે એની ૨કમ મૂકી દો. પોતાના ધ્યેયમાં મસ્ત એવા જેમ્સ ગાર્ડન બેનેટ પાસે લોકોને મળવા માટેનો સમય નહોતો, ત્યાં ટોળટપ્પાની તો વાત જ શી ? આટલા અથાગ પરિશ્રમ પછી શનિવારની રાત્રે એ થોડો આરામ લેતા. અઠવાડિયાની પોતાની આવકનો હિસાબ કરતા અને ત્યારે જીવનનું જવાહિર જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, બ્લેનહેઇમ પેલેસ, ઇંગ્લેન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫, લંડન, ઇંગ્લૅન્ડ ૧૨૬ જીવનનું જવાહિર તે જવાહિર ૧૨૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ એની પાસે અડધો ડૉલર પણ બચતો નહીં, જેટલી રકમ મળતી એ સઘળી વપરાઈ જતી. આવી પરિસ્થિતિ હોવા છતાં જેમ્સ ગાર્ડન બેનેટ પોતાના ધ્યેયમાંથી સહેજેય વિચલિત થયા નહીં. સતત ચાલીસ વર્ષ સુધી એમણે આ અખબારનું સંપાદનકાર્ય કર્યું. ધીરે ધીરે આ અખબારે અમેરિકામાં ઘણી મોટી પ્રતિષ્ઠા મેળવી. પોતાના ધ્યેયને વળગી રહેનાર અંતે સિદ્ધિ પામે છે એનું જેમ્સ ગાર્ડન બેનેટ ઉદાહરણ બન્યા. જ્યારે એમણે આ અખબાર પોતાના પુત્રને સોંપ્યું, ત્યારે દુનિયાના સૌથી મૂલ્યવાન સમાચારપત્રની સંપત્તિ અને અર્પણ કરી હતી. અંગ્રેજી સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર જોન રસ્કિન બાળપણમાં આજમાં પ્રકૃતિચિત્રો દોરવામાં કુશળ હતા. બાર વર્ષની વયે એમણે કોણે ફિડિંગ નામના જીવો ચિત્રશિક્ષક પાસેથી શિક્ષણ મેળવ્યું. ૨૧ વર્ષની ઉંમરે કેટલાય સુંદર સ્કેચ તૈયાર કર્યા. ચિત્રકલાની સાથોસાથ એમનું લેખનકાર્ય પણ ચાલતું હતું. તેઓએ “મૉડર્ન પેઇન્ટર્સ' નામના ચાર ખંડોમાં લખાયેલા શ્રેણીબદ્ધ ગ્રંથો લખ્યા અને પછી યુરોપમાં જોવા મળતી મધ્યકાલીન સ્થાપત્ય તરફની બેદરકારી, એનું પુનઃનિર્માણ અને ઔદ્યોગિક દ્ધતિ જેવા વિષયો પર લખવા માંડ્યું. એમણે લોકોની ચિત્રક્લામાં રુચિ કેળવવાનો પ્રયાસ કર્યો. સાથોસાથ અર્થશાસ્ત્ર અને રાજકારણ વિશે ગ્રંથો લખ્યા. એમના અન ટુ ધિસ લાસ્ટ’ જેવા ગ્રંથનો ભાવાનુવાદ તો ‘સર્વોદય'ને નામે મહાત્મા ગાંધીજીએ કર્યો છે. હરીફાઈ અને સ્વાર્થપરાયણતા પર ઝોક આપતા ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓને એમણે નવા આદર્શો આપ્યા. જન્મ : ૧ સપ્ટેમ્બર, ૧૭૯પ, કેઈથ, ઇંગ્લૅન્ડ અવસાન : ૧ જૂન, ૧૮૩૨, ન્યૂયોર્ક સિટી, અમેરિકા ૧૨૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૨૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ અને પ્રવાસ વિશે લેખન કર્યું. પોતાની કલ્પનાના સુખી સમાજનું ચિત્રણ કરીને એની સ્થાપના પણ કરી. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કલા વિશે કેટલાંય વ્યાખ્યાનો આપ્યાં. આશ્ચર્ય થાય કે રસ્કિને આટલી બધી વિદ્યાઓ અને વિષયોમાં કઈ રીતે કામ કર્યું હશે ? જૉન રસ્કિન પોતાના ડેસ્ક પર એક નાનકડો પથ્થર રાખતા હતા અને એ પથ્થર પર ‘ટુ ડે’ એમ લખ્યું હતું. એનો અર્થ એટલો કે આજનું સ્વાગત કરો. જે કામ કરવાનું છે તે આજે જ કરો. ગઈ કાલની ચિંતા અને આવતી કાલની પંચાત છોડીને આજમાં જીવો અને આજના વનને ભરપૂર માણો. ૧૩૦ જન્મ - ૮ ફેબ્રુઆરી, ૧૮૧૯, બેંડન, ઇંગ્લૅન્ડ અવસાન : ૨૦ જાન્યુઆરી, ૧૯૦૦, કોનિસ્ટન, લેન્કેશાયર, ઇંગ્લૅન્ડ જીવનનું જવાહિર ઠંડી તાકાત એનું નામ હતું સૅમ્યુઅલ લેંગહોર્ન ક્લેમન્સ. ૨૭મા વર્ષે એણે ‘માર્ક ટ્વેન’ જેવું લાક્ષણિક તખલ્લુસ રાખ્યું. જિંદગીના પ્રારંભે માર્ક ટ્વેને મુદ્રક તરીકે કામ કર્યું. મિસિસિપી નદીના નિપુણ નૌકાચાલક તરીકે નામના મેળવી. ચાંદીની ખાણો શોધવા ભ્રમણ કર્યું. ખબરપત્રી બનીને ફ્રાન્સ, ઇટાલી અને પેલેસ્ટાઇનનો પ્રવાસ કર્યો. જિંદગીના છેલ્લા બે દાયકામાં એના પર આફતોનો વરસાદ વરસ્યો. નિકટના એક સગાએ મુદ્રણયંત્ર શોધી આપવાની વાત કરી. એ માટે માર્ક ટ્વેને સઘળી સંપત્તિનું રોકાણ કર્યું. મુદ્રણ માટેનું યંત્ર તૈયાર થયું નહીં અને માર્ક ટ્વેને આપેલા પૈસા ય ડૂબી ગયા. જિંદગીના પાછળના સમયમાં આવતો આઘાત કેટલો બધો ઊંડો હોય છે ! માર્ક ટ્વેન આર્થિક રીતે સાવ નાદાર બની ગયો અને સહુને લાગ્યું કે હવે ૭૦ વર્ષનો બુઝર્ગ માર્ક ટ્વેન ક્યારેય પાછો ઊભો થઈ શકશે નહીં. એનું સ્વાસ્થ્ય પણ ધીરે ધીરે કથળતું જીવનનું જવાહિર ૧૩૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગયું. એની વહાલી પુત્રી સર્જિ પણ અવસાન પામી. આમ વ્યક્તિગત અને કૌટુંબિક આપત્તિઓથી માર્ક ટ્વેઇન ઘેરાઈ ગયો. વિનોદવૃત્તિ ધરાવતા પ્રસિદ્ધ લેખક્ન એની પત્ની લિવિયાએ પ્રેરણા આપતાં કહ્યું કે તમે શક્તિહીન નથી, પણ તાકાતવાન છો. તમારી પાસેની ‘ઠંડી તાકાતથી કોઈક નવો કસબ અજમાવો. માર્ક ટ્વેને હાસ્ય-કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. માત્ર અમેરિકામાં જ નહીં, બલ્લે દુનિયાભરમાં એ ઘૂમી વળ્યો. કોલકાતા અને મુંબઈ જેવાં શહેરોમાં પણ આ હાસ્ય કલાકારે કાર્યક્મો આપ્યા હતા. ફરી પેલી ઠંડી તાકાતને કારણે માર્ક ટ્રેન ઊભો થયો અને એણે પહેલું કામ પોતાનું દેવું પૂરું કરવાનું કર્યું, પછી મકાન બાંધ્યું અને અંતે આર્થિક રીતે સધ્ધર બન્યો. તુર્કસ્તાનના ક્રાંતિકારી નેતા અને રાષ્ટ્રપતિ મુસ્તફા કમાલ પાશાએ ક્રાંતિ સૌથી કિંમતી કરીને દેશની સિકલ પલટી નાખી. રાષ્ટ્રનું આધુનિકીકરણ કર્યું અને પ્રગતિનાં નવાં ભેટ પગલાં ભર્યા. કમાલ પાશાની વર્ષગાંઠ નિમિત્તે પ્રજા પોતાના પ્રિય નેતા માટે ભેટસોગાદો લઈને આવી, જન્મોત્સવમાં એક પછી એક ભેટસોગાદો આપવામાં આવી. કમાલ પાશાએ સ્નેહથી તેનો સ્વીકાર કર્યો અને ઉત્સવ પૂરો થતાં પોતાના ખંડમાં આરામ માટે ગયા. એવામાં ગામડાનો એક વૃદ્ધ આવી પહોંચ્યો. એ પોતાના પ્રિય નેતાને માટે ભાવપૂર્વક ભેટ લાવ્યો હતો, પરંતુ ઉત્સવ તો સમાપ્ત થઈ ગયો હતો. કમાલ પાશાના સચિવે કહ્યું, “તમે મોડા પડ્યા. ઉત્સવ ક્યારનોય પૂર્ણ થઈ ગયો છે અને કમાલ પાશા અત્યારે આરામ કરી રહ્યા છે.” વૃદ્ધે કહ્યું, “ભાઈ, હું ત્રીસ માઈલ દૂરથી આવું છું. આને કારણે મોડું થયું. તમે કમાલ પાશાને વિનંતી કરો કે તેઓ મારી ભેટ સ્વીકારે.” જીવનનું જવાહિર ૧૩૩ જન્મ : 30 નવેમ્બર, ૧૮૩૫, ફલોરિડા, મિઝુરી, અમેરિકા અવસાન : ૨૧ એપ્રિલ, ૧૯૧૭, કનેક્ટિકટ, અમેરિકા ૧૩ર જીવનનું જવાહિર Page #69 -------------------------------------------------------------------------- ________________ સચિવે કમાલ પાશાને સુચના મોકલી. કમાલ પાશા પોતાના ખંડમાં આરામથી સૂતા હતા, પરંતુ દૂરના ગામડામાંથી મળવા આવેલા વૃદ્ધની વાત સાંભળતાં ઊઠીને તરત બહાર આવ્યા. ખૂબ આદરપૂર્વક વૃદ્ધનો સત્કાર કર્યો. એ વૃદ્ધ જે ભેટ લાવ્યા હતા, તેનો સ્વીકાર કર્યો. ભેટમાં માટીની નાનકડી હાંડીમાં મધ લઈને આવ્યા હતા. વૃદ્ધ જાતે એ મધ પરનું માટીનું વાસણ ખોલ્યું. રાષ્ટ્રપતિ કમાલ પાશાએ બે આંગળીથી મધ લઈને ચાહ્યું. બીજી બે આંગળીથી એ વૃદ્ધને ખવડાવ્યું અને કહ્યું, બાબા, મારે મન આ સૌથી કીમતી ભેટ છે.” વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર ઝાં ફ્રાસ્વા | મિલનો જન્મ ફ્રાન્સના સામાન્ય ખેડૂત સર્જકની . કુટુંબમાં થયો. એમનું પ્રારંભિક જીવન લગની. ખેતમજૂરીમાં પસાર થયું. ખેતી કરતાં કરતાં મિલને ઘણાં સ્વપ્ન આવતાં હતાં. એને ચિત્ર બનાવવાની ઇચ્છા જાગી. ઘરમાંથી બાઇબલની એક જૂની પ્રત મળી. એને જોતાં મિલને થયું કે આના પરથી એક ચિત્ર બનાવવું જોઈએ. મિલના પિતાએ પુત્રની કલારુચિને પ્રોત્સાહન આપતાં કહ્યું કે એ એવું ચિત્ર બનાવે કે જે એના મનમાં જાગેલી પ્રેરણાને રંગ-રેખાથી પ્રગટ કરે. એ દિવસથી મિલે ચિત્રકલાને અપનાવી લીધી. નાનકડા ગામમાં વસતા આ કલાકારને કોણ પ્રોત્સાહન આપે ? પ્રારંભ મિલે સાઇનબોર્ડ દોરીને અર્થોપાર્જન કરતા હતા. એ પછી એમણે બુર્ગ અને પેરિસમાં કલા-અભ્યાસ કર્યો. હૃદયમાં સતત પ્રેરણા જાગતી હતી. આને માટે તેઓ પૅરિસની નજીક આવેલા પ્રકૃતિઆચ્છાદિત બાબિન્ઝો નામના ગામડામાં જઈને વસ્યા અને સુંદર ગ્રામદૃશ્યો અને વનદૃશ્યો સર્જવા લાગ્યા. શરૂઆતમાં મિલેનાં ચિત્રોને કોઈ ખરીદતું નહીં, પરંતુ ૧૮૬૭માં પૅરિસમાં યોજાયેલા પ્રદર્શન પછી મિલેનાં ચિત્રોની માગ વધી, કુદરતનું શાંત-રમ્ય જન્મ : ૧૯ મે, ૧૮૮૧, થીસાલોનિકી, ચીસ અવસાન ઃ ૧૦ નવેમ્બર, ૧૯૩૮, ઇરતંબૂલ, તુર્કી. ૧૩૪ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૩પ Page #70 -------------------------------------------------------------------------- ________________ રૂપ આલેખતી એમની સ્વાભાવિક રજૂઆત કરતી શૈલી એટલી પ્રચલિત બની કે કલાજગતમાં એ બાબિંઝો શૈલીના નામે જાણીતી થઈ. એમનું એક ચિત્ર છ લાખ ફ્રાન્કથી પણ વધુ કિંમતે ચિત્રકલારસિકે ખરીદ્યું અને આજે બોસ્ટન અને પૅરિસનાં સંગ્રહાલયોમાં આ ચિત્રકારનાં ચિત્રો સ્થાન પામ્યાં છે. સામાન્ય ખેડૂતમાંથી સર્જનની પ્રેરણાને જાળવીને મહાન ચિત્રકાર બનેલા ઝાં ફ્રાસ્વા મિલને કલાજગતમાં સાહજિક પ્રેરણાને સચ્ચાઈથી વાસ્તવિક રૂપે પ્રગટ કરવા માટે સદા યાદ કરવામાં આવે છે. બ્રિટનના પ્રસિદ્ધ રાજનીતિજ્ઞ હર્બર્ટ સ્ટેન્સી મૉરિસનના પિતા અત્યંત ગરીબ વિચારની પોલીસ કર્મચારી હતા. તેઓને કુટુંબનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડતી સમૃદ્ધિ હોવાથી ચૌદ વર્ષના એમના પુત્ર હર્બર્ટ મૉરિસને એક કરિયાણાની દુકાનમાં નોકરી શરૂ કરી. એક વાર હર્બર્ટ મૉરિસનને સામુદ્રિકશાસ્ત્રી મળ્યા, જે વ્યક્તિના મસ્તકને જોઈને એનું ભવિષ્ય ભાખતા હતા. એમણે હર્બર્ટ મોરિસનના ચહેરાને જોયો, એનું કપાળ, આંખો, નાક, હોઠ, ગાલ અને કાનના આકારને ઝીણવટથી નિહાળ્યાં. એના માથાના આકારને જોયો અને એના પર ઊપસેલા ભાગને જોઈને કહ્યું, આ તો વિદ્વાન લેખક મેકોલે જેવો ઊપસેલો ભાગ છે, જેણે આ જગતને કેળવણી વિશે નવા વિચાર આપ્યા હતા. આ સૂચવે છે કે તમે પણ આ જગતને નવા વિચારો આપશો.” બસ, પછી તો હર્બર્ટ મૉરિસનને મેકોલેની મનોવૃષ્ટિમાં રસ પડ્યો અને આ ગરીબ બાળક ઊંડા અભ્યાસથી પોતાનું જન્મ : ૪ ઑક્ટોબર, ૧૮૧૪, શ્ન, ફ્રાંસ અવસાન ઃ ૨૦ જાન્યુઆરી, ૧૮૭પ, બાર્બીઝોન, ફ્રાંસ ૧૩૬ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૧૩૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વધારતો ગયો, વ્યક્તિત્વ ખીલવતો ગયો. વિચારજગતને વધુ ને વધુ સમૃદ્ધ કરવા પ્રયાસ કરવા લાગ્યો. એણે બ્રિટનના મજૂર પક્ષની પ્રવૃત્તિઓમાં સક્યિ કામગીરી બજાવી. પાંત્રીસ વર્ષની વયે મોરિસન લંડનના હૅક પરગણાનો નગરપતિ બન્યો. મૌલિક વૈચારિક ચિંતનને કારણે એણે લંડન શહેરની આસપાસ ગ્રીન બેલ્ટ રાખવાનો કાયદો કર્યો. વાહનવ્યવહારની સુવિધા અંગેના કાયદા ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. એ પછી ગૃહપ્રધાન અને સમય જતાં બ્રિટનના નાયબ વડાપ્રધાન બન્યા. વૈચારિક રીતે સમૃદ્ધ એવા હર્બર્ટ મૉરિસને એમના પક્ષની સમાજવાદની સ્થાપના અંગેની વિચારધારામાં મધ્યમમાર્ગીય નીતિ અપનાવીને પરિવર્તન આવ્યું. એમણે રાજ નીતિ અને વાહનવ્યવહારવિષયક મહત્ત્વના ગ્રંથો પણ રચ્યાં. ૧૯મી સદીના મહાન વિજ્ઞાની થોમસ આલ્વા એડિસને સાત વર્ષની ઉંમરે એડિસનને શાળાશિક્ષણ શરૂ કર્યું, પરંતુ ત્રણ મહિના | બાદ શિક્ષકે એમને મંદબુદ્ધિના નબળા વૅકેશન | વિદ્યાર્થી કહીને શાળામાંથી કાઢી મૂક્યો. એ પછી એમની માતાએ ત્રણેક વર્ષ સુધી એમને ઘરમાં અભ્યાસ કરાવ્યો. દસમા વર્ષે તો થોમસ આલ્વા એડિસને ઘરમાં પ્રયોગશાળા શરૂ કરી દીધી. નબળી આર્થિક સ્થિતિને કારણે રેલવેમાં અખબારો અને ખાટી-મીઠી ગોળીઓ વેચવાનું શરૂ કર્યું. એની જે કંઈ આવક થતી તે પ્રયોગશાળાનાં સાધનો અને પુસ્તકો ખરીદવામાં વાપરતા હતા. એડિસને વીજળીના દીવાની શોધ કરી, ગ્રામોફોનની શોધ કરી અને એક સમયે એક હજાર ને ત્રાણું જેટલી પેટન્ટ એડિસનના નામે હતી. એ રાતદિવસ નવી નવી શોધો વિશે વિચારતા અને કલાકોના કલાકો સુધી પ્રયોગશાળામાં બેસી રહેતા. એમની આ આદતને કારણે ક્યારેક એમનાં પત્ની ગુસ્સે પણ થઈ જતાં. જન્મ : ૩ જાન્યુઆરી, ૧૮૮૮, લેબેક, લંડન, ઇંગ્લેન્ડ, અવસાન ઃ ૬ માર્ચ, ૧૯૬પ, પામ, લંડન, ઇંગ્લેન્ડ ૧૩૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૩૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ તો ઘણા લાંબા સમય સુધી એડિસન પ્રયોગશાળામાં રહ્યા. એમનાં પત્નીએ વારંવાર બોલાવ્યા, છતાં એ કામમાં જ ખૂંપેલા રહ્યા. એમણે એડિસનને કહ્યું, રાતદિવસ કામમાં ડૂબેલા રહો છો, તો ક્યારેક તો વૅકેશન ભોગવો.” થોમસ આલ્વા એડિસને વળતો પ્રશ્ન કર્યો, “પણ એ રજાઓમાં હું જાઉં ક્યાં ?” એડિસનની પત્નીએ કહ્યું, “જ્યાં તમારું દિલ બહેલાય તેવી જગાએ.” થોમસ આલ્વા એડિસને કહ્યું, “તો ચાલો, મારું દિલ જ્યાં ખૂબ બહેલાય છે એવી જગાએ જાઉં છું.” આમ કહીને થોમસ આલ્વા એડિસન પ્રયોગશાળા તરફ ગયા. અહો ! કેવું આશ્ચર્ય ! એંસી વર્ષના મહાન અંગ્રેજ ચિંતક હું છું અને વિવેચક વૃદ્ધ કાર્લાઇલને પોતાનું કોણ ? આખું શરીર બદલાઈ ગયેલું લાગ્યું. સ્નાન કર્યા બાદ સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યો, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતો હતો, એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછતો હતો. કાર્લાઇલ વિચારમાં પડ્યો કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ ! જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતો હતો, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું ? જે દેહની સુંદરતા જાળવવા માટે એણે કેટલાય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયો. યુવાની વીતી ગઈ. દેહ પર વૃદ્ધત્વ આવ્યું અને હવે તો એથીય વધુ દેહ સાવ જર્જરિત બની ગયો. જન્મ : ૧૧ ફેબ્રુઆરી, ૧૮૪૩, મિલાન, પાયો, અર્મેરિકા અવસાન : ૧૮, ઑક્ટોબર, ૧૯૩૧, વૅસ્ટ ઑરેન્જ, ન્યૂજર્સી, અમેરિકા ૧૪૦ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૪૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ કાર્લાઇલ બેચેન બન્યો. આ તે કેવું ! જે દેહના સ્વરૂપને પોતે અભિન્ન અને સદાકાળ ટકનારું માનતો હતો, તે દેહ બદલાઈ ગયો; અને પોતે તો હતો એવો ને એવો જ રહ્યો, આ થયું શું? કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં જતું રહ્યું ? ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એણે એની જાતને પૂછ્યું : “અરે ! ત્યારે હું છું કોણ ?” ચોમેરથી પ્રસિદ્ધિ અને ઇલકાબો ખિતાબોનો મુશળધાર વરસાદ વરસતો કેવો હતો, તેમ છતાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન તેનાથી સાવ નિર્લેપ રહેતા હતા. બૂકમાર્ક ! ભૌતિક પ્રાપ્તિની એમને કોઈ પણ પ્રકારની એષણા નહોતી. એક વાર સૌથી ધનાઢ્ય માનવી રોકફેલરે આ મહાન વૈજ્ઞાનિકને ૪૫ જાર ડૉલરનો ચેક ભેટ રૂપે આપ્યો. એ જમાનામાં આ ઘણી મોટી રકમની ભેટ ગણાય. - આ આઇન્સ્ટાઇને એ ચેક લીધો, પણ એ ચેકનો ઉપયોગ કિ તરીકે કર્યો. આ ચેક છે અને આટલી મોટી રકમનો છે એ વાત જ આ સંશોધકના મનમાંથી વીસરાઈ ગઈ. આ વૈજ્ઞાનિકની લાઇબ્રેરીમાં બૂક-માર્ક તરીકે એ ચેક એક ગ્રંથમાંથી બીજા ગ્રંથમાં ફરતો રહ્યો અને એ એટલી ઝડપે ફરતો રહ્યો કે એક સમયે એ ‘બૂક-માર્ક' ક્યાં છે એની પણ ભાળ રહી નહીં. એક વખત એકાએક શ્રીમતી આઇન્સ્ટાઇનને રોકફેલર સાથેના પ્રસંગનું સ્મરણ થયું અને સાથોસાથ એમણે આપેલો જન્મ : ૪ ડિસેમ્બર, ૧૩૯૫, ઇક્તિફેકન, ઇંગ્લૅન્ડ અવસાન ; ૫ ફેબ્રુઆરી, ૧૮૮૧, લંડન, ઇંગ્લેન્ડ ૧૪૨ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૧૪૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ મોટી રકમનો ચેક યાદ આવ્યો. શ્રીમતી આઇન્સ્ટાઇન પોતાના પતિ પાસે ગયા અને ૪૫ હજાર ડૉલરના ચેકની યાદ અપાવી. આઇન્સ્ટાઇનને કશું યાદ નહોતું. થોડી વારે સ્મરણ થયું કે એ પોતે એનો બુક-માર્ક તરીકે ઉપયોગ કરતા હતા. આ સાંભળીને આઇન્સ્ટાઇનની પત્ની તો સ્તબ્ધ થઈ ગઈ. આટલી મોટી રકમનો ચેક બૂક-માર્ક તરીકે ? આઇન્સ્ટાઇને એની પત્નીની મનોવ્યથા જોઈને કહ્યું, “અરે ! એક સામાન્ય બૂક-માર્ક માટે આટલી બધી ચિતિત કેમ બને છે ? કોઈ જૂના કાર્ડ-પેપર પરથી નવો બૂક-માર્ક બનાવી દે. એનાથી મારું કામ ચાલશે.” આઇન્સ્ટાઇનની પત્ની ખામોશ થઈ ગઈ, ત્યારે આઇન્સ્ટાઇન પેલા બૂક-માર્કની ચિંતા છોડીને સંશોધનમાં લાગી ગયો. એને માટે તો વિજ્ઞાનનું સંશોધન એ જ એને મળતું મોટામાં મોટું વળતર હતું. એમાંથી જ એને અપાર આનંદની પ્રાપ્તિ થતી હતી. મહાન ચિત્રકાર, પ્રયોગશીલ ઇજનેર અને ઉશ્યનશાસ્ત્રી લિયોનાર્ડો મોનાલિસાનું દ વિન્ચીએ ફ્લોરેન્સના નિવાસી ફ્રાન્ચેસ્કો ' દેલ જ્યાંકોડોની પત્ની હતી અને એને સર્જન, માંડલ તરીકે રાખીને લિયોનાર્ડો ચિત્ર દોરી રહ્યો હતો. ૧૫૦૩માં એનો મિત્ર એને મળવા આવ્યો ત્યારે એમ લાગ્યું કે અડધા કલાકમાં આ ચિત્ર પૂર્ણ થશે પરંતુ લિયોનાર્ડો એ ચિત્ર વધુ ને વધુ સંપૂર્ણ કરવા લાગ્યો. ત્રણ વર્ષ બાદ ફરી એમનો મિત્ર આવ્યો ત્યારે ૭૭ સેન્ટિમીટર લાંબા અને પ૩ સેન્ટિમીટર પહોળા લાકડાના ફલક પર અગાઉ જે મોનાલિસાનું ચિત્ર દોરતો હતો, તે જ ચિત્ર તૈલરંગોથી ચિત્રિત કરી રહ્યો હતો. એ યુવતીની પાછળ પર્વતો અને નદીઓ ધરાવતા નિસર્ગની પશ્ચાદ્ભુમિની રેખાઓ બરાબર દોરી રહ્યો હતો. મોનાલિસાનું રહસ્યમય સ્મિત એની નજરે પડ્યું. આ યુવતીની ભ્રમર નહોતી, કારણ કે એ સમયે ઇટાલિયન મહિલાઓમાં ભ્રમરના વાળને ઉખાડી નાખવાની ફૅશન હતી. મિત્રએ હિંમત કરી અને લિયોનાર્ડો દ વિન્ચીની પીઠ થપથપાવતાં કહ્યું, “અરે દોસ્ત, હું તો ક્યારનો ય આવ્યો છું. જરા, મારી તરફ તો નજર કર.” જીવનનું જવાહિર જન્મ : ૧૪ માર્ચ, ૧૮૭૯, ઉલ્મ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯૫૫, પ્રિન્ટન, ન્યૂજર્સી, અમેરિકા ૧૪૪ જીવનનું જવાહિર ૧૪૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ કલાકારે કહ્યું, “ઓહ મિત્ર ! તું કેટલા બધા વર્ષે મળ્યો. ક્યાં હતો તું ?” “અરે, બે વર્ષ પહેલાં તને મળવા આવ્યો હતો, પરંતુ તું ચિત્ર દોરવામાં એટલો બધો મગ્ન હતો કે હું તને ખલેલ પહોંચાડ્યા વિના પાછો જતો રહ્યો હતો.” લિયોનાર્ડો દ વિન્ચીએ કહ્યું, “સાચી વાત છે. આ કલામાં ડૂબી જાઉં છું, ત્યારે દુનિયા ભૂલી જાઉં છું.” મિત્રએ સવાલ કર્યો, “મને આશ્ચર્ય એ છે કે આજથી ત્રણ વર્ષ પૂર્વે આવ્યો, ત્યારે તું આ જ ચિત્ર દોરતો હતો. આજે એ જ ચિત્ર દોરી રહ્યો છે. મને તો એ વખતે એમ હતું કે થોડી વારમાં ચિત્ર દોરાઈ જશે, પણ હજી એ કલાકૃતિ કેમ સંપૂર્ણ થઈ નથી ?” લિયોનાર્ડો દ વિન્ચીએ હસતાં હસતાં કહ્યું, “દોસ્ત, આ જ છે એની મજા. ક્યારેક એમ થાય કે એની પાછળ ઊંચા-નીચા ખડકોથી બનેલા પર્વતો અને નદીઓ ધરાવતા કુદરતી દૃશ્યને વધુ સુંદર બનાવું, ક્યારેક એમ થાય કે મૃદુ છાયા-પ્રકાશની સ્ટમાટો નામની કલાથી ચિત્ર દોરું. એના હોઠનો ડાબો ખૂણો ગાલ તરફ હેજ ખેંચાયેલો રાખીને એના સ્મિતને વધુ આકર્ષક બનાવું ! મારે એના શરીરના સૌંદર્યને પ્રગટ કરવું હતું, પણ અલંકારોથી નહીં. આથી અલંકાર વિનાની આ યુવતીના શારીરિક સૌંદર્યને સોળે કળાએ ખીલવાની મોકળાશ આપું છું. બસ, આમ કલાકૃતિને મઠારે જાઉં છું.” લિયોનાર્ડો દ વિન્ચીની ત્રણ વર્ષની મહેનતે તૈયાર થયેલું “મોનાલિસા' ચિત્ર વિશ્વનું સૌથી મશહૂર ચિત્ર બન્યું. ૧૯૧૮માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનારા મંક્સ પ્લા સત્ય જ ઊર્જાકણોની શોધ દ્વારા ભૌતિકશાસ્ત્રની પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. સર્વસ્વ. જર્મનીના મ્યુનિક શહેરમાં અભ્યાસ કરતા મૅક્સ પ્લાન્ય જીવનના પ્રારંભે સંગીતકાર થવાનો વિચાર રાખતા હતા, પરંતુ મ્યુનિક યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રોત્સાહનને પરિણામે એમણે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી તરીકેની કારકિર્દી પસંદ કરી. એમનું વ્યક્તિત્વ મૃદુ કિંતુ માનવતાસભર હતું અને તેથી હિટલરે જ્યારે યહુદીઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું, ત્યારે મૅક્સ પ્લાન્ક પોતાના સાથી યહુદી કાર્યકરોની રક્ષા કરવા માટે આગળ આવ્યા. એમણે શોધેલો ક્વોન્ટમ સિદ્ધાંત ખગોળ-ભૌતિક વિજ્ઞાનીઓ માટે અત્યંત ઉપયોગી પુરવાર થયો. ૧૯૩૦માં તેઓ ‘કેસર વિલહેમ સોસાયટી'ના પ્રમુખ બન્યા, જે પ્રતિષ્ઠિત સંસ્થા બીજા વિશ્વયુદ્ધ બાદ મેક્સ પ્લાન્ક સોસાયટી તરીકે જાણીતી થઈ. નાઝી શાસનનો વિરોધ કરતા મૅક્સ પ્લાન્ક સરમુખત્યાર હિટલરના કોપનો ભોગ બન્યા. જન્મ : ૧૫ એપ્રિલ, ૧૪૫૨, વિન્ચી, ઇટાલી અવસાન : ૨ મે, ૧૫૧, એબોઈલ, ફાન્સ ૧૪૬ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૪૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ હિટલરે એમને નાઝી શાસનની પ્રશંસા કરવાનું કહ્યું, પરંતુ સત્યનિષ્ઠ મેક્સ પ્લાન્ટે પોતાનો પ્રબળ વિરોધ ચાલુ રાખ્યો. મૅક્સ પ્લાન્ટનાં ત્રણ સંતાનો યુવાનીમાં અવસાન પામ્યાં હતાં. એમના બે પુત્રો જીવિત હતા, એમાંથી એક પુત્ર હિટલરના સકંજામાં ફસાઈ ગયો. હિટલરે આ વિજ્ઞાનીને કહ્યું કે તમે મારાં વખાણ કરો, ગુણગાન ગાઓ અને માફીની યાચના કરો, તો તમારા આ પુત્રને હું ફાંસીની સજામાંથી મુક્ત કરું. જો મંક્સ પ્લાન્ટ હિટલરના હુકમ પ્રમાણે ચાલે, તો હિટલર પોતે પોતાનો હુકમ પાછો ખેંચવા તૈયાર હતો. મેક્સ પ્લાન્ટની સામે સત્યનું પાલન કરવું કે પુત્રનું રક્ષણ કરવું - એવો સવાલ ઊભો થયો, ત્યારે એમણે પહેલું સત્ય પછી બીજું બધું – એવો પોતાનો સંકલ્પ પ્રગટ કર્યો. ૧૯૪૪માં હિટલરે મેક્સ પ્લાન્કના પુત્રને ફાંસી આપી, છતાં આ વિજ્ઞાની અડગ રહ્યા અને હિટલરના કુખ્યાત શાસનનો સતત વિરોધ કરતા રહ્યા. ધારાસભામાં ચૂંટાયેલા અબ્રાહમ લિકનને અભિનંદન આપવા માટે હલકું | સામાન્ય માનવીથી માંડીને ધનિકો અને રાજપુરુષો અભિનંદન આપવા એકત્રિત કામ? થતા હતા. સહુની ધારણા હતી કે આવા સમયે તો અબ્રાહમ લિંકન હસતા ચહેરે સહુનું અભિવાદન ઝીલતા હશે. ગુલદસ્તાની ભેટ સ્વીકારતા હશે, પરંતુ અભિનંદન આપવા આવેલા લોકોએ એક એવું દૃશ્ય જોયું કે એ બધા સ્તબ્ધ બની ગયા ! લિંકન ગાય દોહતા હતા. એમણે હસતે મુખે સહુનું સ્વાગત કરતાં કહ્યું, “પધારો, પધારો, આપનું સ્વાગત છે. આપ થોડી વાર બેસો. હું જરા ગાય દોહવાનું કામ પૂરું કરી લઉં.” અગ્રણી રાજદ્વારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લિંકન પાછા ગાય દોહવા લાગી ગયા. એક ધનિકે એમને હળવેથી સલાહ આપતાં કહ્યું, “સાહેબ, આપ ઘણા વિદ્વાન વકીલ છો. ધારાસભાના આદરણીય સભ્ય છો. આપના જેવી મહાન વ્યક્તિ ગાય દોહવાનું કામ કરે તે અમને સહેજે શોભાસ્પદ લાગતું નથી.” જન્મ : ૨૩ એપ્રિલ, ૧૮૫૮, કીલ, જર્મની અવસાન : ૪ ઑક્ટોબર, ૧૯૪૭, ગોટિંગેન, જર્મની ૧૪૮ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૧૪૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ લિંકને વળતો પ્રશ્ન કર્યો, “એમાં શું વાંધો ?” અભિનંદન આપવા આવેલા લોકોએ કહ્યું, “આપના જેવા મહાન માનવીથી આવું હલકું કામ ન થાય.” લિંકને કહ્યું, “કોણે કહ્યું કે આ કામ હલકું છે ? કામ તો બધાંય સરખાં. નથી કોઈ હલકું કે નથી કોઈ ભારે. હા, એ સાચું કે આપણે જાતે કામ કરવાને બદલે બીજા પાસે કામ કરાવીએ છીએ અને આપણા માટે કોઈ બીજા કામ કરે તો એને હલકું માનીએ છીએ. આ તે ક્યાંની રીત ? હકીકતમાં સ્વાવલંબી માણસ જ જીવનમાં સતત પ્રગતિ કરતો હોય છે, આથી કામ કરવું એ મહત્ત્વનું છે. એ હલકું કે ભારે હોતું નથી." જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, હોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૭૫, વૉશિંગ્ટન 1.સી., અમેરિકા ૧૫૦ જીવનનું જવાહિર અમેરિકાનો વિખ્યાત નવલકથાકાર અર્નેસ્ટ હેમિગ્વે બાલ્યાવસ્થાથી કથાલેખનમાં કુશળ હતા. એમની નિશાળમાં એક વાર્તા-સ્પર્ધા યોજવામાં આવી અને વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે એક મહિનામાં વાર્તા લખીને આપવી. જેની વાર્તા શ્રેષ્ઠ હશે, એને પારિતોષિક રૂપે સોનાનો ગ્લાસ મળશે. ખંતનો મહિમા નિશાળિયા હેમિંગ્વેને હસવું એ વાતનું આવ્યું કે એક વાર્તા લખવા માટે એક મહિના જેટલા લાંબા સમયની શી જરૂર? વાત પણ સાચી હતી કે એના જેવો હોશિયાર વાર્તાલેખક બે દિવસમાં એક વાર્તા લખી શકતો હતો. બીજા વિદ્યાર્થીઓએ વાર્તા લખીને આપવા માંડી, જો કે સઘળા નિશાળિયાઓ માનતા હતા કે શ્રેષ્ઠ વાર્તાને માટે મળનારું પારિતોષિક તો હેમિંગ્વેને જ મળશે. હેમિંગ્વે નિરાંતમાં હતો. એને કશી ઉતાવળ નહોતી. આટલી અમથી વાર્તા લખવી, એ તો એને મન રમત વાત હતી. છેલ્લા બે દિવસ બાકી રહ્યા, ત્યારે એણે વાર્તાલેખન શરૂ કર્યું અને નિશાળના આચાર્યને વાર્તા આપી. બન્યું એવું કે જીવનનું જવાહિર ૧૫૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ હેમિંગ્વેની વાર્તાને પારિતોષિક મળ્યું નહીં અને એક અજાણ્યા છોકરાની વાર્તા શ્રેષ્ઠ જાહેર થઈ. નિશાળિયા હેમિંગ્વેને માટે અસહ્ય ઘટના હતી. એણે ઘેર આવીને એની બહેનને કહ્યું, “આ વાર્તા-સ્પર્ધાના પરિણામમાં પક્ષપાત આચરવામાં આવ્યો છે. બાકી સોનાના ગ્લાસનું પારિતોષિક તો મને જ મળવું જોઈએ.” એની બહેને કહ્યું, “આપણને પારિતોષિક ન મળ્યું, માટે પરીક્ષકોને દોષિત ઠેરવાય નહીં. તારાથી જેણે વધુ સુંદર વાર્તા લખી હશે, એને જ એમણે પારિતોષિક આપ્યું હશે.” “આખી નિશાળમાં મારાથી વધુ સારી વાર્તા લખી શકે તેવું છે કોણ ? આમ બને જ કેમ?” હેમિંગ્વેની બહેને કહ્યું, “તેં અઠ્યાવીસ દિવસ સુધી કશું કર્યું નહીં અને છેલ્લા બે દિવસમાં વાર્તા લખી નાખી. આવું કરીએ તો એનું પરિણામ આ જ આવે. ફળને પૂરું પાકવા દીધા વિના કાપીએ તો એની પૂરી મીઠાશ આપણને ન મળે. એને બદલે કશુંક જુદું જ મળે. તેં છેક છેલ્લી ઘડીએ વાર્તા લખી, તેથી તને પારિતોષિક મળ્યું નહીં. તેનો અર્થ જ એ કે કોઈ પણ કામ કરવું હોય, તો તે ઉતાવળે કરવું નહીં, પણ યોગ્ય આયોજનથી કરવું.” નિશાળિયા હેમિંગ્વેના હૃદયમાં બહેનના શબ્દો કોતરાઈ ગયા અને એણે જીવનભર ધૈર્યપૂર્વક સાહિત્યસાધના કરી. જન્મ અવસાન - ૨૧ જુલાઈ, ૧૮૯૯, ઑક પાર્ક, ઇલિનોઇસ, અમેરિકા - ૨ જુલાઇ, ૧૯૬૧, કૅચમ, ઇડોડો, અમેરિકા ૧૫૨ જીવનનું જવાહિર વૈભવમાં દારિત્ર્ય રશિયન નવલકથાકાર, નાટકકાર અને ચિંતક લિયો નિકોલાયવિચ ટૉલ્સ્ટૉય કુટુંબની મિલકત સંભાળવા માટે પોતાની જાગીર પર આવ્યા. જમીનદાર લિયો ટૉલ્સ્ટૉય ત્રેવીસમા વર્ષે લશ્કરમાં જોડાયા અને સત્યાવીસમા વર્ષે લશ્કરની કામગીરીને તિલાંજલિ આપી. એ પછી એમણે યુરોપનો પ્રવાસ ખેડ્યો. યુરોપના આ પ્રવાસ દરમિયાન લિયો ટૉલ્સ્ટૉય લ્યુસર્ન શહેરની એક હોટલમાં આવ્યા. આ હોટલમાં એક ગરીબ સંગીતકાર હોટલમાં આવનારા અતિથિઓનું મનોરંજન કરતો હતો. સવાસો જેટલા શ્રીમંતો એકઠા થયા હતા. પેલા સંગીતકારે એવું સંગીત પ્રસ્તુત કર્યું કે સહુ કોઈ પ્રસન્ન થઈ ગયા. એ પછી એ ગરીબ સંગીતકાર હાથ લાંબા કરીને શ્રીમંતો પાસે માગવા નીકળ્યો, ત્યારે કોઈએ એને એક પાઈ પણ ન આપી. પ્રવાસી લિયો ટૉલ્સ્ટૉયનું હૃદય આ દશ્ય જોઈને દ્રવિત થઈ ગયું. એ વિચારવા લાગ્યા કે અડધો કલાક સુધી સંગીતની મોજ જીવનનું જવાહિર ૧૫૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ માણ્યા પછી ભિખારીના હાથમાં કોડી ન મૂકનાર પેલા શ્રીમંતો ગરીબ કે પછી લોકોનાં દિલ બહેલાવનાર આ સંગીતકાર ? આ બેમાંથી મનથી કોણ વધુ ગરીબ? તેઓ પેરિસના પ્રવાસે ગયા. એમણે જોયું તો અહીં રાજકીય કેદીને જાહેરમાં ફાંસી આપવામાં આવતી હતી. પ્રવાસી લિયો ટૉલ્સ્ટૉયે દેહાંતદંડનું આ દૃશ્ય જોયું અને કંપારી છૂટી. આવી રીતે દંડ આપનારા શાસન સામે ધૃણા જાગી અને દેહાંતદંડની સજામાં માનવસંસ્કૃતિનો હ્રાસ દેખાયો. આમ એમણે પશ્ચિમ યુરોપનો પ્રવાસ કર્યો, ત્યારે એના બાહ્ય વૈભવની સાથોસાથ આંતરિક દારિત્ર્યનો અનુભવ કર્યો અને એથી એમના મનમાં પશ્ચિમના ભૌતિકવાદ અંગનો વિરોધ ઘણો પ્રબળ બની ગયો. પ્રસિદ્ધ લેખક વૉલ્ટર સ્કોટ પ્રાણીમાત્ર પ્રત્યે અત્યંત દયાળુ હતા. પ્રેમનો આનું કારણ એ છે કે એક વાર એમણે પોતાની કુમાર અવસ્થામાં પાળેલા કૂતરા પદાર્થપાઠ પર ગુસ્સે ભરાઈને પથ્થર ફેંક્યો હતો. એ પથ્થર કૂતરાના પગમાં વાગ્યો અને એના પગ ભાંગી જતાં કૂતરો અપંગ બની ગયો હતો. પગની અસહ્ય પીડાને કારણે કૂતરો ચીસાચીસ કરતો હતો. આમતેમ લંગડાતો ફરતો હતો. ક્યારેક ખૂણામાં મુડદાલ થઈને પડ્યો રહેતો હતો. ધીરે ધીરે એકાદ દિવસ પછી કૂતરાની પીડા ઓછી થઈ. એ લંગડાતો વૉલ્ટર સ્કૉટની પાસે આવીને બેઠો. કશું જ ન બન્યું હોય તેમ અગાઉની માફક પ્રેમથી તેમના પગ ચાટવા લાગ્યો. અબોલ પ્રાણીની આવી નિર્વેર ભાવના જોઈને વૉલ્ટર સ્કૉટનું હૃદય આક્રંદ કરી ઊઠ્યું. તેઓ વિચારવા લાગ્યા કે જો આ કૂતરાને બદલે કોઈ માણસને પથ્થર નહીં, પણ નાની કાંકરી મારી હોત તો શું થાત ? જન્મ : ૯ સપ્ટેમ્બર ૧૮૨૮, યાસ્નાયાપોલિયાનો, રશિયા અવસાન ઃ ૨૦ નવેમ્બર ૧૯૧૦, લેવટોક્ટૉય, રશિયા ૧૫૪ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૧પપ Page #80 -------------------------------------------------------------------------- ________________ પેલી વ્યક્તિ પોતાની શક્તિ મુજબ એમની સામે લડી લેત. જ્યારે આ અબોલ પ્રાણી તો મારી કૂરતાને ભૂલીને મારા પ્રત્યે લાગણી દાખવે છે. માણસ વધુ માનવતાભર્યો કે આ પ્રાણી ? ધીરે ધીરે આ સર્જકના અંતઃકરણમાં પશ્ચાત્તાપની ધારા વહેવા લાગી. એમણે કૂતરાનો ઈજાગ્રસ્ત પગ હાથમાં લીધો. જ્યારે જ્યારે એને પાટા-પિંડી કરે ત્યારે આ લેખક પશ્ચાત્તાપભર્યા હૃદયે આ કૂતરાને કહેતા, મારા પ્રેમાળ મિત્ર, હું મારી ભૂલનો પશ્ચાત્તાપ કરું છું. જોકે તેં તો મારા તરફ ઉદાર વર્તન દાખવીને મને પ્રેમનો પદાર્થપાઠ શીખવ્યો છે. હવે હું કોઈ પણ પ્રાણી પ્રત્યે આવું કઠોર વર્તન નહીં કરું.” ચીનના મહાન તત્ત્વચિંતક કે ફ્યુશિયસ ચીનની પ્રજાને ઉત્તર તારી જીવનઘડતરયુક્ત નીતિસૂત્રો આપતા હતા. પાસે. કફ્યુશિયસ પાસે વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા અને જિજ્ઞાસુઓ એમની જિજ્ઞાસા તૃપ્ત કરવા આવતા હતા. વાસ્તવિક દૃષ્ટિ અને ઊંડી વ્યવહારસૂઝ ધરાવતા સંત કફ્યુશિયસ એમને માર્ગદર્શન આપતા. એમના વિશાળ આશ્રમમાં એક રિવાજ હતો. આશ્રમમાંથી અભ્યાસ કરીને નીકળતો વિદ્યાર્થી ગુરુને અંતિમ પ્રશ્ન પૂછતો અને ગુરુ તેનો ઉત્તર આપતા. એક તેજસ્વી વિદ્યાર્થી આશ્રમમાંથી વિદાય લઈ રહ્યો હતો. તેને અંતિમ પૃચ્છા કરવાનું કહેવામાં આવ્યું. વિદ્યાર્થીએ વિચાર્યું કે કોઈ એવો પ્રશ્ન પૂછું કે જેથી ગુરુ ઊંડી દ્વિધામાં પડી જાય. આશ્રમના વિદ્યાર્થીએ એક પક્ષી પકડયું. હાથમાં પક્ષી રાખીને તેણે કહ્યું, ગુરુદેવ, મારી એક મૂંઝવણનો ઉત્તર આપો. આ પક્ષી જીવતું રહેશે કે મરેલું ? એની શી દશા થશે ?” જન્મ : ૧૫ ઑગસ્ટ, ૧૭૭૧, એડિનબર્ગ, ઈલૅન્ડ અવસાન : ૨૧ સપ્ટેમ્બર, ૧૯૩૨, એબોટ્સફોર્ડ હાઉસ, ઇંગ્લેન્ડ ૧૫૬ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧પ૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ ગુરુ શિષ્યનો પ્રશ્ન પામી ગયા. જો એ કહે કે જીવતું રહેશે તો વિદ્યાર્થી પક્ષીને બે હાથ વચ્ચે દબાવીને મારી નાખશે અને જો મરેલું કહે તો પક્ષીને આકાશમાં ઉડાડી મૂકે. ગુરુ કફ્યુશિયસે જવાબ આપ્યો : “તને મૂંઝવતા આ પ્રશ્નનો જવાબ તારા હાથમાં છે. તું ધારીશ તો આ પક્ષી જીવતું રહેશે અને તું ધારીશ તો પક્ષી મરી જશે.” કયૂશિયસનો આ ઉત્તર માનવજાતને એક શાશ્વત વિચાર આપનારો બની રહ્યો. “તારા મૂંઝવતા બધા જ પ્રશ્નોના ઉત્તર તારા જ હાથમાં છે.” એ હકીકત એ દિવસે પ્રતિપાદિત થઈ. ગ્રીસના મહાન ભૂમિતિશાસ્ત્રી પાયથાગોરસનું બાળપણ ખૂબ ગરીબીમાં મારી વીત્યું. આ વિખ્યાત શાસ્ત્રજ્ઞને બાળપણમાં ભણવાને માટે અનેક મુશ્કેલીઓ સહેવી જવાબદારી . પડી. એ જંગલમાં જઈ લાકડાં કાપી લાવતા. એનો ભારો બાંધીને શહેરમાં ફરતા અને એ દ્વારા એમનું ગુજરાન ચાલતું હતું. વિદ્યાર્થીકાળમાં એક વાર એ ભારો બાંધીને રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે એક વ્યક્તિએ તેને ઊભો રાખ્યો અને વિચિત્ર સવાલ કર્યો, “અલ્યા છોકરા, તું આટલો નાનો છે ને આટલો મોટો ભારો ઊંચકીને જાય છે ? તારો આખો દિવસ આમાં જ પસાર થતો હશે ને !” પાયથાગોરસે કહ્યું, “ના, ના. જોજો એવું માનતા. હું તો પહેલાં સવારે ભણવા જાઉં છું. પછી જંગલમાં જઈને લાકડાં કાપી લાવું છું. મારે તો ભણવું છે. ડેમોક્રેટસ જેવા મહાન વિદ્વાન બનવું છે.” જન્મ : ૨૮ સપ્ટેમ્બર, પપ૧ ઈ. પૂ. શુ સ્ટેટ (હાલ ચીન) અવસાન ઃ ઈ. પૂર્વે ૪૭૯, શું સ્ટેટ (હાલ ચીન) ૧૫૮ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૧૫૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ પેલા સજ્જને પૂછયું, “આ ભારો તેં જાતે બાંધ્યો છે ? મને ખાતરી કરાવી આપીશ ખરો ?" એ છોકરાએ લાકડાંનો ભારો ખોલ્યો અને ફરી બાંધી આપ્યો. એની કુશળતા જોઈને પેલી વ્યક્તિએ કહ્યું, ચાલ, તું મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. હવે તને ભણાવવાની જવાબદારી મારી.” પાયથાગોરસે પૂછયું, “પણ આપ છો કોણ ? એ તો કહો?” પેલા સજ્જને કહ્યું, “હું ડેમોક્રેટસ છું.” જનમ ; ઈ. પૂ. પ૦, સામોસ, ચીસ અવસાન : છે, પૃ. 45, મેટા પોન્ટમ 160 જીવનનું જવાહિર -