________________
સૉક્રેટિસને એમના સાથીઓએ સલાહ આપી કે, “આમ ઊભા રહીને સેવા કરશો તો મોત પળવારમાં આવી પહોંચશે. વળી તીવ્ર વેગે ઍથેન્સ પહોંચવાનું છે. જેનોફનને પીઠ પર ઊંચકીને તમે ચાલશો તો ક્યારે ઍથેન્સ પહોંચશો ? દુશ્મનો પાછળ આવી રહ્યા છે તો સામે ચાલીને એમનો શિકાર બનવાની પેરવી કેમ કરો છો ?”
સૉક્રેટિસે કહ્યું, “ભાઈ, તમે જાઓ. હું તો જેનોફનને લઈને જ આવીશ.”
કોઈએ સૉક્રેટિસને અવ્યવહારુ માન્યા, કોઈએ જિદ્દી ગયા તો કોઈએ એમને બેવકૂફમાં ખપાવ્યા, પરંતુ સોક્રેટિસ એમના વિચારમાં મક્કમ હતા.
એમણે કહ્યું, “મારો જીવ બચાવવા માટે મારા નગરને ખાતર યુદ્ધ ખેલનાર જેનોફનને આ રીતે છોડીને ભાગી જાઉં તો મારું દેશબંધુત્વ લાજે. ભલે શત્રુઓ આવી પહોંચે, અથવા ઍથેન્સ પહોંચવામાં અતિ વિલંબ થાય, પણ જેનોફનને તો મારી પીઠ પરથી ઉતારીશ નહીં.”
બેન્જામિન ફ્રેન્કલિન એમના
| પિતાનાં સત્તર સંતાનોમાં દસમું સંતાન ચિંતા રાખશો હતા. એમના પિતા સાબુ અને મીણબત્તી
| બનાવવાનો વ્યવસાય કરતા હતા. નહીં.
બેન્જામિન ફ્રેન્કલિને દસ વર્ષની વય સુધી
અભ્યાસ કર્યો. બારમા વર્ષે પોતાના ભાઈના મુદ્રણાલયમાં શિખાઉ તરીકે જોડાયા. એમના મોટા ભાઈ એમની સાથે અત્યંત ખરાબ વર્તાવ કરતા હતા. આવાં અપમાન સહન કરવાને બદલે નોકરી છોડવી બહેતર લાગી
પોતાનું શહેર બોસ્ટન છોડી દીધું અને ફિલાડેલ્ફિયામાં આવ્યા. તેવીસ વર્ષની વયે એમણે પેન્સિલવેનિયા અને એની આસપાસનાં સંસ્થાનોમાં કામ કર્યું.
બોસ્ટનમાં વસતાં એમનાં માતા-પિતા પુત્ર દૂર હોવાથી એમની ખૂબ ચિંતા કરતાં હતાં. બેન્જામિનના બનેવી હોમ્સ તપાસ કરી અને બેન્જામિનની ભાળ મેળવી, એણે બેન્જામિનને આગ્રહભર્યો પત્ર લખ્યો અને ઘેર પાછા આવવા વિનંતી કરી.
એના જવાબમાં બેન્જામિન ફ્રેન્કલિને આત્મવિશ્વાસથી લખ્યું, “હું અહીં સ્વતંત્ર રીતે જીવું છું અને અન્ન છું.”
જન્મ : ઈ. પૂ. ૪૬૯૪૩૦, ઍથેન્સ, ગ્રીસ અવસાન : ઈ. પૂ. ૩૯૯, અંયેન્સ, ગ્રીસ
પ૬
જીવનનું જવાહિર
–
જીવનનું જવાહિર
પ૭