________________
જ્ઞાન વધારતો ગયો, વ્યક્તિત્વ ખીલવતો ગયો. વિચારજગતને વધુ ને વધુ સમૃદ્ધ કરવા પ્રયાસ કરવા લાગ્યો. એણે બ્રિટનના મજૂર પક્ષની પ્રવૃત્તિઓમાં સક્યિ કામગીરી બજાવી.
પાંત્રીસ વર્ષની વયે મોરિસન લંડનના હૅક પરગણાનો નગરપતિ બન્યો. મૌલિક વૈચારિક ચિંતનને કારણે એણે લંડન શહેરની આસપાસ ગ્રીન બેલ્ટ રાખવાનો કાયદો કર્યો. વાહનવ્યવહારની સુવિધા અંગેના કાયદા ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
એ પછી ગૃહપ્રધાન અને સમય જતાં બ્રિટનના નાયબ વડાપ્રધાન બન્યા. વૈચારિક રીતે સમૃદ્ધ એવા હર્બર્ટ મૉરિસને એમના પક્ષની સમાજવાદની સ્થાપના અંગેની વિચારધારામાં મધ્યમમાર્ગીય નીતિ અપનાવીને પરિવર્તન આવ્યું. એમણે રાજ નીતિ અને વાહનવ્યવહારવિષયક મહત્ત્વના ગ્રંથો પણ રચ્યાં.
૧૯મી સદીના મહાન વિજ્ઞાની
થોમસ આલ્વા એડિસને સાત વર્ષની ઉંમરે એડિસનને શાળાશિક્ષણ શરૂ કર્યું, પરંતુ ત્રણ મહિના
| બાદ શિક્ષકે એમને મંદબુદ્ધિના નબળા વૅકેશન | વિદ્યાર્થી કહીને શાળામાંથી કાઢી મૂક્યો.
એ પછી એમની માતાએ ત્રણેક વર્ષ સુધી એમને ઘરમાં અભ્યાસ કરાવ્યો. દસમા વર્ષે તો થોમસ આલ્વા એડિસને ઘરમાં પ્રયોગશાળા શરૂ કરી દીધી.
નબળી આર્થિક સ્થિતિને કારણે રેલવેમાં અખબારો અને ખાટી-મીઠી ગોળીઓ વેચવાનું શરૂ કર્યું. એની જે કંઈ આવક થતી તે પ્રયોગશાળાનાં સાધનો અને પુસ્તકો ખરીદવામાં વાપરતા હતા.
એડિસને વીજળીના દીવાની શોધ કરી, ગ્રામોફોનની શોધ કરી અને એક સમયે એક હજાર ને ત્રાણું જેટલી પેટન્ટ એડિસનના નામે હતી.
એ રાતદિવસ નવી નવી શોધો વિશે વિચારતા અને કલાકોના કલાકો સુધી પ્રયોગશાળામાં બેસી રહેતા. એમની આ આદતને કારણે ક્યારેક એમનાં પત્ની ગુસ્સે પણ થઈ જતાં.
જન્મ : ૩ જાન્યુઆરી, ૧૮૮૮, લેબેક, લંડન, ઇંગ્લેન્ડ, અવસાન ઃ ૬ માર્ચ, ૧૯૬પ, પામ, લંડન, ઇંગ્લેન્ડ
૧૩૮
જીવનનું જવાહિર
જીવનનું જવાહિર
૧૩૯