________________
એક દિવસ તો ઘણા લાંબા સમય સુધી એડિસન પ્રયોગશાળામાં રહ્યા. એમનાં પત્નીએ વારંવાર બોલાવ્યા, છતાં એ કામમાં જ ખૂંપેલા રહ્યા. એમણે એડિસનને કહ્યું,
રાતદિવસ કામમાં ડૂબેલા રહો છો, તો ક્યારેક તો વૅકેશન ભોગવો.”
થોમસ આલ્વા એડિસને વળતો પ્રશ્ન કર્યો, “પણ એ રજાઓમાં હું જાઉં ક્યાં ?”
એડિસનની પત્નીએ કહ્યું, “જ્યાં તમારું દિલ બહેલાય તેવી જગાએ.”
થોમસ આલ્વા એડિસને કહ્યું, “તો ચાલો, મારું દિલ જ્યાં ખૂબ બહેલાય છે એવી જગાએ જાઉં છું.”
આમ કહીને થોમસ આલ્વા એડિસન પ્રયોગશાળા તરફ ગયા.
અહો ! કેવું આશ્ચર્ય !
એંસી વર્ષના મહાન અંગ્રેજ ચિંતક હું છું અને વિવેચક વૃદ્ધ કાર્લાઇલને પોતાનું કોણ ? આખું શરીર બદલાઈ ગયેલું લાગ્યું.
સ્નાન કર્યા બાદ સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યો, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતો હતો, એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછતો હતો.
કાર્લાઇલ વિચારમાં પડ્યો કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ !
જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતો હતો, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું ?
જે દેહની સુંદરતા જાળવવા માટે એણે કેટલાય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયો.
યુવાની વીતી ગઈ. દેહ પર વૃદ્ધત્વ આવ્યું અને હવે તો એથીય વધુ દેહ સાવ જર્જરિત બની ગયો.
જન્મ : ૧૧ ફેબ્રુઆરી, ૧૮૪૩, મિલાન, પાયો, અર્મેરિકા અવસાન : ૧૮, ઑક્ટોબર, ૧૯૩૧, વૅસ્ટ ઑરેન્જ, ન્યૂજર્સી, અમેરિકા
૧૪૦ જીવનનું જવાહિર
જીવનનું જવાહિર
૧૪૧