________________
બેન્જામિન ફ્રેન્કલિન એ સાબુ અને
મીણબત્તી બનાવનાર પિતાનાં ૧૭ વ્યર્થ. સંતાનોમાંનું દસમું સંતાન હતા. માત્ર
બાર વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને વાચાળતા
એમના ભાઈના પ્રેસમાં શિખાઉ કારીગર
તરીકે જોડાયા અને પછી આ વ્યવસાય અર્થે પહેલાં ફિલાડેલ્ફિયા અને ત્યાર બાદ લંડનમાં કામ કર્યું. બેન્જામિન ફ્રેન્કલિન પગ વાળીને બેસે એવો નહોતો અને એની જીભને વિરામ આપવામાં માનતો નહોતો, આથી એણે ચલણી નોટો છાપનાર તરીકેનું કામ શરૂ કર્યું.
તરત જ એક દૈનિકનો પ્રારંભ કર્યો. તહેવારો અને મહત્ત્વની પ્રસંગોની માહિતી આપતું અને એ તારીખોની ખાલી જગામાં ઉદ્યમ અને ડહાપણનો મહિમા દર્શાવતી શિખામણો આપતાં કૅલેન્ડર છાપવા લાગ્યો.
આ વાચાળ યુવાન એક પછી એક કાર્યો કરતો રહેતો. એણે એક અગ્નિશામક વિભાગની સ્થાપના કરી. લૅન્ડિગ લાઇબ્રેરી ઊભી કરી અને એક અકાદમી પણ સ્થાપી, જે સમય જતાં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં ફેરવાઈ. આવાં કેટલાંય કામો કરનાર બેન્જામિન ફ્રેન્કલિન પોતાની વાતને ખૂબ દૃઢતાપૂર્વક રજૂ કરતો
જીવનનું જવાહિર
કુમારપાળ દેસાઈ
જીવનનું જવાહિર
૯