________________
ફરમાવી હતી.”
આ સાંભળીને ફ્રૉઇડે કહ્યું, “તો તો એ ત્યાં જ મળશે. ચાલો.”
બંને તળાવ પાસે ગયાં અને જોયું તો તળાવની પાસે એમનો પુત્ર ઊભો હતો.
ફ્રૉઇડની પત્નીએ અપાર વિસ્મય સાથે ફ્રૉઇડને પૂછ્યું કે “તમને કઈ રીતે પહેલેથી જ ખબર પડી ગઈ કે આપણો પુત્ર તળાવની પાસે જ મળશે ?”
સિગ્મન્ડ ફ્રૉઇડે કહ્યું કે “આ તો મનોવિજ્ઞાનનો નિયમ છે કે બાળકને તમે જે કામ સખ્તાઈથી કરવાની ના પાડશો, એ કામ બાળક જરૂરથી કરશે.”
સમી સાંજની લટાર મારીને ડૉ.
સ્મોલેટ ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. ઈમાનદારી પ્રસિદ્ધ , સિદ્ધ હસ્ત અને વ્યાપક
| લોકચાહના પામેલા આ ડૉક્ટરે એક કાજે
દર્દીને મુલાકાત માટેનો સમય આપ્યો
હતો, તેથી જરા ઉતાવળમાં હતા. એવામાં પાછળથી એક અવાજ સંભળાયો,
કંઈ મદદ કરો ને, સાહેબ. ભૂખ્યો છું. ઘરડો છું. કંઈક આપો ને, સાહેબ.”
અવાજ સાંભળીને ડૉ. સ્મોલેટના પગ થંભી ગયા. પાછળ જોયું તો એક અતિ વૃદ્ધ માણસ બે હાથ ફેલાવીને યાચના કરતો હતો.
ધીરે ધીરે લાકડીના ટેકે એ વૃદ્ધ ગરીબ માનવી ડૉ. સ્મોલેટ તરફ આવતો હતો. ઉતાવળ હોવાને કારણે ડૉક્ટર પણ પાછા વળીને એની પાસે ગયા. એની નજીક જઈને ડૉક્ટરે ખિસ્સામાં હાથ નાંખ્યો. ખિસ્સામાંથી હાથમાં આવેલો સિક્કો એના હાથમાં આપ્યો અને તરત ઉતાવળે ચાલવા લાગ્યા.
એવામાં ફરી વૃદ્ધ ગરીબનો અવાજ સંભળાયો, “અરે
જન્મ : ૬ મે, ૧૮પ૬, ધ્રબર્ગ, મોરેવિયા અવસાન : ૨૩ સપ્ટેમ્બર, ૧૯૩૯, લંડન, ઇંગ્લૅન્ડ
૧૦૪
જીવનનું જવાહિર
જીવનનું જવાહિર
૧૦૫