________________
એમણે પોતાની સમગ્ર સંશોધન પદ્ધતિ જાહેર કરી દીધી અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ મારા આ સંશોધનનો નિઃસંકોચ ઉપયોગ કરી શકશે.
આ ઘટનાથી સહુને પારાવાર આશ્ચર્ય થયું. સંશોધન થતાં જ તરત પોતાની શોધને ‘પેટન્ટ’ કરવાની ઉતાવળ કરી અને પછી તત્કાળ એ શોધ સહુને માટે લભ્ય બનાવી. આવું કેમ ?
લૂઈ પાશ્ચરના મિત્રોએ આશ્ચર્યચકિત થઈને એમને પૂછ્યું કે, જો તમે તમારી શોધનો સહુ કોઈ ઉપયોગ કરે તેમ ઇચ્છતા હતા, તો પછી તેને ‘પેટન્ટ' કરાવવાની આટલી ઉતાવળ કેમ કરી ?”
લૂઈ પાશ્ચરે હસતાં-હસતાં કહ્યું, “મેં ખાદ્ય પદાર્થોને જંતુનાશક કરવાની રીતની ‘પેટન્ટ” એટલા માટે તત્કાળ લઈ લીધી કે અન્ય કોઈ વ્યક્તિ મારી આ શોધમાંથી કમાણી કરવા માટે પોતાના નામે આની ‘પેટન્ટ” કરાવી લે નહીં.”
જર્મનીના વિખ્યાત તત્ત્વચિંતક
આર્થર શોપનહેરની જિંદગીમાં અજંપાના હું કોણ અનેક દિવસો આવ્યા. છું?
માતાપિતાના વિખવાદી સંબંધોએ બાળક શોપનહોરના ચિત્ત પર ઘેરી અસર
કરી. ફ્રાંસ અને ઇંગ્લેન્ડમાં ભણવા માટે ભટકવું પડ્યું.
મેડિકલના અભ્યાસ માટે એણે જર્મનીની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ મેડિકલને બદલે તત્ત્વજ્ઞાનનો વિષય લઈ ઉચ્ચ અભ્યાસ કર્યો. નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર સર્જન કરનાર એની માતાને આ વિચારક પુત્ર સાથે સહેજે બનતું નહોતું.
વર્ષોની જહેમત પછી ‘ધ વર્લ્ડ ઍઝ વીલ ઍન્ડ રિપ્રેઝન્ટેશન’ નામનો મૂલ્યવાન ગ્રંથ તૈયાર કર્યો, પરંતુ શૉપનહોરને સહેજે ખ્યાતિ મળી નહીં.
રાત્રે એને ઊંઘ આવતી નહીં. ત્રણ-ચાર પથારી કરાવે અને આખી રાત એને પડખાં ઘસવાં પડે. પથારીમાં ઊંઘ ન આવતાં એ આરામખુરશીઓ રાખતો. એમાં ઊંઘવાનો પ્રયત્ન કરતો, પરંતુ એમાંય નિષ્ફળતા મળી.
જન્મ : ૨૩ ડિસેમ્બર, ૧૮૨૨, ડોલે, ફ્રાન્સ અવસાન : ૨૮ સપ્ટેમ્બર, ૧૮૯૫, માર્સેન-લા- કોક્વિટી, ફ્રાન્સ
૧૦) જીવનનું જવાહિર
–
જીવનનું જવાહિર
૧૦૧