________________
તમે એને વધુ પડતી રકમ આપી દીધી. એ ખરેખર ગરીબ ન હોય, બનાવટ પણ કરતો હોય.”
સર લૉરેન્સ ઑલિવિયરે હસતાં હસતાં કહ્યું, “તે એની કરુણ જીવનકથા સાંભળી ને ?”
મિત્રએ કહ્યું, “હા, એણે પોતાની સ્થિતિનું એવું દર્દભર્યું વર્ણન કર્યું કે આપણા હૃદયમાં દયા જાગી ઊઠે અને આંખમાં આંસુ આવી
જાય. **
બસ, તો આ જ વાત છે ને ! કાં એ નિર્ધન હશે અથવા તો સર્વશ્રેષ્ઠ કલાકાર, એના જેવું હૃદયસ્પર્શી વર્ણન મેં આજ સુધી સાંભળ્યું નથી. આમ એ દરેક રીતે મદદને યોગ્ય ગણાય.”
સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક
(૧૯૨૫) અને ‘પિમેલિયન' ફિલ્મની દુષ્કાળનું કામગીરી માટે ઑસ્કાર ઍવૉર્ડ (૧૯૩૮)
મેળવનાર વિશ્વના એકમાત્ર સર્જક જ્યોર્જ કારણ .
બર્નાર્ડ શૉ (૧૮૫૬-૧૯૫૦) એમની
રમૂજ અને વ્યંગ્ય માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ હતા. એમાં પણ કોઈ વ્યક્તિએ કરેલી ટીકાનો ઉત્તર આપવામાં તો એ અતિ ચતુર અને નિપુણ હતા.
૬૦થી વધારે નાટકો સર્જનાર જ્યોર્જ બર્નાર્ડ શૉને ઇંગ્લેન્ડના વિખ્યાત નિબંધલેખક ગિલબર્ટ કીથ ચેસ્ટરટન મળ્યા અને આ બંનેએ સમાજજીવનને સ્પર્શતી બાબતો અંગે ચર્ચા કરી..
બર્નાર્ડ શૉએ એમનાં નાટકોમાં ઇંગ્લેન્ડના ભદ્રસમાજ પર ભંગ કર્યો હતો, તો ચેસ્ટરટને સમાજજીવનને લગતા વિચારો પોતાના ‘વૉટિઝ રોંગ વિથ ધ વર્લ્ડ” જેવા ગ્રંથોમાં આલેખ્યા હતા.
જ્યોર્જ બર્નાર્ડ શૉ પાતળી કાયા ધરાવતા હતા, જ્યારે એકસોથી વધુ ગ્રંથોના સર્જક ગિલબર્ટ કીથ ચૅસ્ટરટનનું શરીર ઘણું ભારે અને વજનદાર હતું.
જન્મ : ૨૨ મે, ૧૯૦૭, ડૉર્કિંગ, ઈંગ્લૅન્ડ અવસાન : ૧૧ જુલાઈ, ૧૯૮૯, સ્ટેયનિંગ, ઇંગ્લેન્ડ
૪૨
જીવનનું જવાહિર
–
જીવનનું જવાહિર
૪૩