________________
પેલી વ્યક્તિ પોતાની શક્તિ મુજબ એમની સામે લડી લેત. જ્યારે આ અબોલ પ્રાણી તો મારી કૂરતાને ભૂલીને મારા પ્રત્યે લાગણી દાખવે છે. માણસ વધુ માનવતાભર્યો કે આ પ્રાણી ?
ધીરે ધીરે આ સર્જકના અંતઃકરણમાં પશ્ચાત્તાપની ધારા વહેવા લાગી. એમણે કૂતરાનો ઈજાગ્રસ્ત પગ હાથમાં લીધો.
જ્યારે જ્યારે એને પાટા-પિંડી કરે ત્યારે આ લેખક પશ્ચાત્તાપભર્યા હૃદયે આ કૂતરાને કહેતા,
મારા પ્રેમાળ મિત્ર, હું મારી ભૂલનો પશ્ચાત્તાપ કરું છું. જોકે તેં તો મારા તરફ ઉદાર વર્તન દાખવીને મને પ્રેમનો પદાર્થપાઠ શીખવ્યો છે. હવે હું કોઈ પણ પ્રાણી પ્રત્યે આવું કઠોર વર્તન નહીં કરું.”
ચીનના મહાન તત્ત્વચિંતક
કે ફ્યુશિયસ ચીનની પ્રજાને ઉત્તર તારી જીવનઘડતરયુક્ત નીતિસૂત્રો આપતા
હતા. પાસે.
કફ્યુશિયસ પાસે વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા અને જિજ્ઞાસુઓ એમની જિજ્ઞાસા તૃપ્ત કરવા આવતા હતા. વાસ્તવિક દૃષ્ટિ અને ઊંડી વ્યવહારસૂઝ ધરાવતા સંત કફ્યુશિયસ એમને માર્ગદર્શન આપતા.
એમના વિશાળ આશ્રમમાં એક રિવાજ હતો. આશ્રમમાંથી અભ્યાસ કરીને નીકળતો વિદ્યાર્થી ગુરુને અંતિમ પ્રશ્ન પૂછતો અને ગુરુ તેનો ઉત્તર આપતા.
એક તેજસ્વી વિદ્યાર્થી આશ્રમમાંથી વિદાય લઈ રહ્યો હતો. તેને અંતિમ પૃચ્છા કરવાનું કહેવામાં આવ્યું. વિદ્યાર્થીએ વિચાર્યું કે કોઈ એવો પ્રશ્ન પૂછું કે જેથી ગુરુ ઊંડી દ્વિધામાં પડી જાય. આશ્રમના વિદ્યાર્થીએ એક પક્ષી પકડયું. હાથમાં પક્ષી રાખીને તેણે કહ્યું,
ગુરુદેવ, મારી એક મૂંઝવણનો ઉત્તર આપો. આ પક્ષી જીવતું રહેશે કે મરેલું ? એની શી દશા થશે ?”
જન્મ : ૧૫ ઑગસ્ટ, ૧૭૭૧, એડિનબર્ગ, ઈલૅન્ડ અવસાન : ૨૧ સપ્ટેમ્બર, ૧૯૩૨, એબોટ્સફોર્ડ હાઉસ, ઇંગ્લેન્ડ
૧૫૬
જીવનનું જવાહિર
જીવનનું જવાહિર
૧પ૭