________________ પેલા સજ્જને પૂછયું, “આ ભારો તેં જાતે બાંધ્યો છે ? મને ખાતરી કરાવી આપીશ ખરો ?" એ છોકરાએ લાકડાંનો ભારો ખોલ્યો અને ફરી બાંધી આપ્યો. એની કુશળતા જોઈને પેલી વ્યક્તિએ કહ્યું, ચાલ, તું મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે. હવે તને ભણાવવાની જવાબદારી મારી.” પાયથાગોરસે પૂછયું, “પણ આપ છો કોણ ? એ તો કહો?” પેલા સજ્જને કહ્યું, “હું ડેમોક્રેટસ છું.” જનમ ; ઈ. પૂ. પ૦, સામોસ, ચીસ અવસાન : છે, પૃ. 45, મેટા પોન્ટમ 160 જીવનનું જવાહિર -