________________
ગઈ. આવી ઊંચી જાતના આરસમાંથી સુંદર શિલ્પાકૃતિ કરવાનું એને મન થયું. એ આ પથ્થર લઈ આવ્યો અને એમાં કૃતિ કંડારવા માંડી.
એણે સોળ-સત્તર વર્ષના સ્વરૂપવાન અને સ્નાયુબદ્ધ યુવકની આકૃતિનું સર્જન કર્યું. પોતાના સાથી બેનેડેટ્ટ દ રૉવેન્ઝાનોનો સાથ લઈને એણે ‘ડેવિડની આકૃતિ શિલ્પમાં કંડારી. ડેવિડની આકૃતિ ફ્લૉરેન્સની નૈતિક તાકાતનું પ્રતીક ગણાતી હતી.
માઇકલૅન્સેલોની પૂર્વે જાણીતા શિલ્પીઓએ ‘ડેવિડની શિલ્પાકૃતિ સર્જી હતી, પરંતુ માઇકલંજેલોએ આ પાષાણમાંથી વધુ પ્રભાવશાળી અને પૌરુષ ધરાવતા યુવાનની મૂર્તિ ઘડી કાઢી.
ઇટાલીના અતિસુંદર શિલ્પોમાંનું એક એવું માઇકલૅન્સેલોનું ‘ડેવિડનું શિલ્પ ગણાયું. સ્વયં શિલ્પકાર માઇકલૅન્જલોએ પણ નોંધ્યું છે કે ડેવિડના શિલ્પમાં એમણે ટાંકણાંઓ દ્વારા સ્વઆલેખન કર્યું છે.
આ રીતે જે આરસના પથ્થરને તોડી-ફોડી, બગાડીને ફેંકી દીધો હતો, એમાંથી વિશ્વના મહાન કલાકાર માઇકલૅજેલોએ જગતને એક ઉત્કૃષ્ટ શિલ્પની ભેટ આપી.
વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક
અને બહુશ્રુત વિદ્વાન બર્ટાન્ડ રસેલ મારી વિચિત્ર અનેકવિધ વિષયોના ઊંડા મર્મજ્ઞ હતા. શોધ
એમણે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર,
સમાજ શાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ, ધર્મ, નીતિ અને શિક્ષણ જેવા અનેક વિષયો પર ચાલીસથી વધુ પુસ્તકો લખ્યાં.
એમના તત્ત્વચિંતને વિશ્વના વિચારપ્રવાહને એક નવી દિશા આપી, શિક્ષણ, રાજકારણ અને માનવીય મૂલ્યો વિશેના એમના મૌલિક વિચારોએ વિશ્વની વિચારધારામાં પરિવર્તન આણ્યું.
એક વાર તત્ત્વચિંતક અને ગણિતજ્ઞ રસેલ ઊંડા વિચારમાં ડૂબેલા હતા. એમને મળવા માટે એમના એક મિત્ર આવ્યા, પરંતુ વિચારસૃષ્ટિમાં ખોવાઈ ગયેલા બર્ટાન્ડ રસેલને એમના આગમનનો કોઈ ખ્યાલ આવ્યો નહીં..
આથી મિત્રએ એમની વિચારધારામાં ખલેલ પહોંચાડતાં પૂછ્યું, “ઓહ ! આજે આપ કયા વિચારમાં આટલા બધા તલ્લીન બની ગયા છો ?”
જન્મ : ૬ માર્ચ, ૧૪૭પ, એરિઝો પાસે, તુશ્કેની, ઇટાલી અવસાન : ૧૮ ફેબ્રુઆરી, ૧૫૬૪, રોમ, ઇટાલી
૨૪
જીવનનું જવાહિર
-
જીવનનું જવાહિર
૨૫