Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ એની પાસે અડધો ડૉલર પણ બચતો નહીં, જેટલી રકમ મળતી એ સઘળી વપરાઈ જતી. આવી પરિસ્થિતિ હોવા છતાં જેમ્સ ગાર્ડન બેનેટ પોતાના ધ્યેયમાંથી સહેજેય વિચલિત થયા નહીં. સતત ચાલીસ વર્ષ સુધી એમણે આ અખબારનું સંપાદનકાર્ય કર્યું. ધીરે ધીરે આ અખબારે અમેરિકામાં ઘણી મોટી પ્રતિષ્ઠા મેળવી. પોતાના ધ્યેયને વળગી રહેનાર અંતે સિદ્ધિ પામે છે એનું જેમ્સ ગાર્ડન બેનેટ ઉદાહરણ બન્યા. જ્યારે એમણે આ અખબાર પોતાના પુત્રને સોંપ્યું, ત્યારે દુનિયાના સૌથી મૂલ્યવાન સમાચારપત્રની સંપત્તિ અને અર્પણ કરી હતી. અંગ્રેજી સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર જોન રસ્કિન બાળપણમાં આજમાં પ્રકૃતિચિત્રો દોરવામાં કુશળ હતા. બાર વર્ષની વયે એમણે કોણે ફિડિંગ નામના જીવો ચિત્રશિક્ષક પાસેથી શિક્ષણ મેળવ્યું. ૨૧ વર્ષની ઉંમરે કેટલાય સુંદર સ્કેચ તૈયાર કર્યા. ચિત્રકલાની સાથોસાથ એમનું લેખનકાર્ય પણ ચાલતું હતું. તેઓએ “મૉડર્ન પેઇન્ટર્સ' નામના ચાર ખંડોમાં લખાયેલા શ્રેણીબદ્ધ ગ્રંથો લખ્યા અને પછી યુરોપમાં જોવા મળતી મધ્યકાલીન સ્થાપત્ય તરફની બેદરકારી, એનું પુનઃનિર્માણ અને ઔદ્યોગિક દ્ધતિ જેવા વિષયો પર લખવા માંડ્યું. એમણે લોકોની ચિત્રક્લામાં રુચિ કેળવવાનો પ્રયાસ કર્યો. સાથોસાથ અર્થશાસ્ત્ર અને રાજકારણ વિશે ગ્રંથો લખ્યા. એમના અન ટુ ધિસ લાસ્ટ’ જેવા ગ્રંથનો ભાવાનુવાદ તો ‘સર્વોદય'ને નામે મહાત્મા ગાંધીજીએ કર્યો છે. હરીફાઈ અને સ્વાર્થપરાયણતા પર ઝોક આપતા ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓને એમણે નવા આદર્શો આપ્યા. જન્મ : ૧ સપ્ટેમ્બર, ૧૭૯પ, કેઈથ, ઇંગ્લૅન્ડ અવસાન : ૧ જૂન, ૧૮૩૨, ન્યૂયોર્ક સિટી, અમેરિકા ૧૨૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૧૨૯

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82