Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 76
________________ હિટલરે એમને નાઝી શાસનની પ્રશંસા કરવાનું કહ્યું, પરંતુ સત્યનિષ્ઠ મેક્સ પ્લાન્ટે પોતાનો પ્રબળ વિરોધ ચાલુ રાખ્યો. મૅક્સ પ્લાન્ટનાં ત્રણ સંતાનો યુવાનીમાં અવસાન પામ્યાં હતાં. એમના બે પુત્રો જીવિત હતા, એમાંથી એક પુત્ર હિટલરના સકંજામાં ફસાઈ ગયો. હિટલરે આ વિજ્ઞાનીને કહ્યું કે તમે મારાં વખાણ કરો, ગુણગાન ગાઓ અને માફીની યાચના કરો, તો તમારા આ પુત્રને હું ફાંસીની સજામાંથી મુક્ત કરું. જો મંક્સ પ્લાન્ટ હિટલરના હુકમ પ્રમાણે ચાલે, તો હિટલર પોતે પોતાનો હુકમ પાછો ખેંચવા તૈયાર હતો. મેક્સ પ્લાન્ટની સામે સત્યનું પાલન કરવું કે પુત્રનું રક્ષણ કરવું - એવો સવાલ ઊભો થયો, ત્યારે એમણે પહેલું સત્ય પછી બીજું બધું – એવો પોતાનો સંકલ્પ પ્રગટ કર્યો. ૧૯૪૪માં હિટલરે મેક્સ પ્લાન્કના પુત્રને ફાંસી આપી, છતાં આ વિજ્ઞાની અડગ રહ્યા અને હિટલરના કુખ્યાત શાસનનો સતત વિરોધ કરતા રહ્યા. ધારાસભામાં ચૂંટાયેલા અબ્રાહમ લિકનને અભિનંદન આપવા માટે હલકું | સામાન્ય માનવીથી માંડીને ધનિકો અને રાજપુરુષો અભિનંદન આપવા એકત્રિત કામ? થતા હતા. સહુની ધારણા હતી કે આવા સમયે તો અબ્રાહમ લિંકન હસતા ચહેરે સહુનું અભિવાદન ઝીલતા હશે. ગુલદસ્તાની ભેટ સ્વીકારતા હશે, પરંતુ અભિનંદન આપવા આવેલા લોકોએ એક એવું દૃશ્ય જોયું કે એ બધા સ્તબ્ધ બની ગયા ! લિંકન ગાય દોહતા હતા. એમણે હસતે મુખે સહુનું સ્વાગત કરતાં કહ્યું, “પધારો, પધારો, આપનું સ્વાગત છે. આપ થોડી વાર બેસો. હું જરા ગાય દોહવાનું કામ પૂરું કરી લઉં.” અગ્રણી રાજદ્વારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લિંકન પાછા ગાય દોહવા લાગી ગયા. એક ધનિકે એમને હળવેથી સલાહ આપતાં કહ્યું, “સાહેબ, આપ ઘણા વિદ્વાન વકીલ છો. ધારાસભાના આદરણીય સભ્ય છો. આપના જેવી મહાન વ્યક્તિ ગાય દોહવાનું કામ કરે તે અમને સહેજે શોભાસ્પદ લાગતું નથી.” જન્મ : ૨૩ એપ્રિલ, ૧૮૫૮, કીલ, જર્મની અવસાન : ૪ ઑક્ટોબર, ૧૯૪૭, ગોટિંગેન, જર્મની ૧૪૮ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૧૪૯

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82