Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ મોટી રકમનો ચેક યાદ આવ્યો. શ્રીમતી આઇન્સ્ટાઇન પોતાના પતિ પાસે ગયા અને ૪૫ હજાર ડૉલરના ચેકની યાદ અપાવી. આઇન્સ્ટાઇનને કશું યાદ નહોતું. થોડી વારે સ્મરણ થયું કે એ પોતે એનો બુક-માર્ક તરીકે ઉપયોગ કરતા હતા. આ સાંભળીને આઇન્સ્ટાઇનની પત્ની તો સ્તબ્ધ થઈ ગઈ. આટલી મોટી રકમનો ચેક બૂક-માર્ક તરીકે ? આઇન્સ્ટાઇને એની પત્નીની મનોવ્યથા જોઈને કહ્યું, “અરે ! એક સામાન્ય બૂક-માર્ક માટે આટલી બધી ચિતિત કેમ બને છે ? કોઈ જૂના કાર્ડ-પેપર પરથી નવો બૂક-માર્ક બનાવી દે. એનાથી મારું કામ ચાલશે.” આઇન્સ્ટાઇનની પત્ની ખામોશ થઈ ગઈ, ત્યારે આઇન્સ્ટાઇન પેલા બૂક-માર્કની ચિંતા છોડીને સંશોધનમાં લાગી ગયો. એને માટે તો વિજ્ઞાનનું સંશોધન એ જ એને મળતું મોટામાં મોટું વળતર હતું. એમાંથી જ એને અપાર આનંદની પ્રાપ્તિ થતી હતી. મહાન ચિત્રકાર, પ્રયોગશીલ ઇજનેર અને ઉશ્યનશાસ્ત્રી લિયોનાર્ડો મોનાલિસાનું દ વિન્ચીએ ફ્લોરેન્સના નિવાસી ફ્રાન્ચેસ્કો ' દેલ જ્યાંકોડોની પત્ની હતી અને એને સર્જન, માંડલ તરીકે રાખીને લિયોનાર્ડો ચિત્ર દોરી રહ્યો હતો. ૧૫૦૩માં એનો મિત્ર એને મળવા આવ્યો ત્યારે એમ લાગ્યું કે અડધા કલાકમાં આ ચિત્ર પૂર્ણ થશે પરંતુ લિયોનાર્ડો એ ચિત્ર વધુ ને વધુ સંપૂર્ણ કરવા લાગ્યો. ત્રણ વર્ષ બાદ ફરી એમનો મિત્ર આવ્યો ત્યારે ૭૭ સેન્ટિમીટર લાંબા અને પ૩ સેન્ટિમીટર પહોળા લાકડાના ફલક પર અગાઉ જે મોનાલિસાનું ચિત્ર દોરતો હતો, તે જ ચિત્ર તૈલરંગોથી ચિત્રિત કરી રહ્યો હતો. એ યુવતીની પાછળ પર્વતો અને નદીઓ ધરાવતા નિસર્ગની પશ્ચાદ્ભુમિની રેખાઓ બરાબર દોરી રહ્યો હતો. મોનાલિસાનું રહસ્યમય સ્મિત એની નજરે પડ્યું. આ યુવતીની ભ્રમર નહોતી, કારણ કે એ સમયે ઇટાલિયન મહિલાઓમાં ભ્રમરના વાળને ઉખાડી નાખવાની ફૅશન હતી. મિત્રએ હિંમત કરી અને લિયોનાર્ડો દ વિન્ચીની પીઠ થપથપાવતાં કહ્યું, “અરે દોસ્ત, હું તો ક્યારનો ય આવ્યો છું. જરા, મારી તરફ તો નજર કર.” જીવનનું જવાહિર જન્મ : ૧૪ માર્ચ, ૧૮૭૯, ઉલ્મ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯૫૫, પ્રિન્ટન, ન્યૂજર્સી, અમેરિકા ૧૪૪ જીવનનું જવાહિર ૧૪૫

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82