Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ લિંકને વળતો પ્રશ્ન કર્યો, “એમાં શું વાંધો ?” અભિનંદન આપવા આવેલા લોકોએ કહ્યું, “આપના જેવા મહાન માનવીથી આવું હલકું કામ ન થાય.” લિંકને કહ્યું, “કોણે કહ્યું કે આ કામ હલકું છે ? કામ તો બધાંય સરખાં. નથી કોઈ હલકું કે નથી કોઈ ભારે. હા, એ સાચું કે આપણે જાતે કામ કરવાને બદલે બીજા પાસે કામ કરાવીએ છીએ અને આપણા માટે કોઈ બીજા કામ કરે તો એને હલકું માનીએ છીએ. આ તે ક્યાંની રીત ? હકીકતમાં સ્વાવલંબી માણસ જ જીવનમાં સતત પ્રગતિ કરતો હોય છે, આથી કામ કરવું એ મહત્ત્વનું છે. એ હલકું કે ભારે હોતું નથી." જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, હોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૭૫, વૉશિંગ્ટન 1.સી., અમેરિકા ૧૫૦ જીવનનું જવાહિર અમેરિકાનો વિખ્યાત નવલકથાકાર અર્નેસ્ટ હેમિગ્વે બાલ્યાવસ્થાથી કથાલેખનમાં કુશળ હતા. એમની નિશાળમાં એક વાર્તા-સ્પર્ધા યોજવામાં આવી અને વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે એક મહિનામાં વાર્તા લખીને આપવી. જેની વાર્તા શ્રેષ્ઠ હશે, એને પારિતોષિક રૂપે સોનાનો ગ્લાસ મળશે. ખંતનો મહિમા નિશાળિયા હેમિંગ્વેને હસવું એ વાતનું આવ્યું કે એક વાર્તા લખવા માટે એક મહિના જેટલા લાંબા સમયની શી જરૂર? વાત પણ સાચી હતી કે એના જેવો હોશિયાર વાર્તાલેખક બે દિવસમાં એક વાર્તા લખી શકતો હતો. બીજા વિદ્યાર્થીઓએ વાર્તા લખીને આપવા માંડી, જો કે સઘળા નિશાળિયાઓ માનતા હતા કે શ્રેષ્ઠ વાર્તાને માટે મળનારું પારિતોષિક તો હેમિંગ્વેને જ મળશે. હેમિંગ્વે નિરાંતમાં હતો. એને કશી ઉતાવળ નહોતી. આટલી અમથી વાર્તા લખવી, એ તો એને મન રમત વાત હતી. છેલ્લા બે દિવસ બાકી રહ્યા, ત્યારે એણે વાર્તાલેખન શરૂ કર્યું અને નિશાળના આચાર્યને વાર્તા આપી. બન્યું એવું કે જીવનનું જવાહિર ૧૫૧

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82