________________
સચિવે કમાલ પાશાને સુચના મોકલી. કમાલ પાશા પોતાના ખંડમાં આરામથી સૂતા હતા, પરંતુ દૂરના ગામડામાંથી મળવા આવેલા વૃદ્ધની વાત સાંભળતાં ઊઠીને તરત બહાર આવ્યા. ખૂબ આદરપૂર્વક વૃદ્ધનો સત્કાર કર્યો. એ વૃદ્ધ જે ભેટ લાવ્યા હતા, તેનો સ્વીકાર કર્યો. ભેટમાં માટીની નાનકડી હાંડીમાં મધ લઈને આવ્યા હતા.
વૃદ્ધ જાતે એ મધ પરનું માટીનું વાસણ ખોલ્યું. રાષ્ટ્રપતિ કમાલ પાશાએ બે આંગળીથી મધ લઈને ચાહ્યું. બીજી બે આંગળીથી એ વૃદ્ધને ખવડાવ્યું અને કહ્યું,
બાબા, મારે મન આ સૌથી કીમતી ભેટ છે.”
વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર ઝાં ફ્રાસ્વા
| મિલનો જન્મ ફ્રાન્સના સામાન્ય ખેડૂત સર્જકની .
કુટુંબમાં થયો. એમનું પ્રારંભિક જીવન લગની. ખેતમજૂરીમાં પસાર થયું. ખેતી કરતાં કરતાં
મિલને ઘણાં સ્વપ્ન આવતાં હતાં. એને ચિત્ર બનાવવાની ઇચ્છા જાગી. ઘરમાંથી બાઇબલની એક જૂની પ્રત મળી. એને જોતાં મિલને થયું કે આના પરથી એક ચિત્ર બનાવવું જોઈએ. મિલના પિતાએ પુત્રની કલારુચિને પ્રોત્સાહન આપતાં કહ્યું કે એ એવું ચિત્ર બનાવે કે જે એના મનમાં જાગેલી પ્રેરણાને રંગ-રેખાથી પ્રગટ કરે.
એ દિવસથી મિલે ચિત્રકલાને અપનાવી લીધી. નાનકડા ગામમાં વસતા આ કલાકારને કોણ પ્રોત્સાહન આપે ? પ્રારંભ મિલે સાઇનબોર્ડ દોરીને અર્થોપાર્જન કરતા હતા. એ પછી એમણે
બુર્ગ અને પેરિસમાં કલા-અભ્યાસ કર્યો. હૃદયમાં સતત પ્રેરણા જાગતી હતી. આને માટે તેઓ પૅરિસની નજીક આવેલા પ્રકૃતિઆચ્છાદિત બાબિન્ઝો નામના ગામડામાં જઈને વસ્યા અને સુંદર ગ્રામદૃશ્યો અને વનદૃશ્યો સર્જવા લાગ્યા. શરૂઆતમાં મિલેનાં ચિત્રોને કોઈ ખરીદતું નહીં, પરંતુ ૧૮૬૭માં પૅરિસમાં યોજાયેલા પ્રદર્શન પછી મિલેનાં ચિત્રોની માગ વધી, કુદરતનું શાંત-રમ્ય
જન્મ : ૧૯ મે, ૧૮૮૧, થીસાલોનિકી, ચીસ અવસાન ઃ ૧૦ નવેમ્બર, ૧૯૩૮, ઇરતંબૂલ, તુર્કી.
૧૩૪
જીવનનું જવાહિર
જીવનનું જવાહિર
૧૩પ