________________
ગયું. એની વહાલી પુત્રી સર્જિ પણ અવસાન પામી. આમ વ્યક્તિગત અને કૌટુંબિક આપત્તિઓથી માર્ક ટ્વેઇન ઘેરાઈ ગયો.
વિનોદવૃત્તિ ધરાવતા પ્રસિદ્ધ લેખક્ન એની પત્ની લિવિયાએ પ્રેરણા આપતાં કહ્યું કે તમે શક્તિહીન નથી, પણ તાકાતવાન છો. તમારી પાસેની ‘ઠંડી તાકાતથી કોઈક નવો કસબ અજમાવો.
માર્ક ટ્વેને હાસ્ય-કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. માત્ર અમેરિકામાં જ નહીં, બલ્લે દુનિયાભરમાં એ ઘૂમી વળ્યો. કોલકાતા અને મુંબઈ જેવાં શહેરોમાં પણ આ હાસ્ય કલાકારે કાર્યક્મો આપ્યા હતા.
ફરી પેલી ઠંડી તાકાતને કારણે માર્ક ટ્રેન ઊભો થયો અને એણે પહેલું કામ પોતાનું દેવું પૂરું કરવાનું કર્યું, પછી મકાન બાંધ્યું અને અંતે આર્થિક રીતે સધ્ધર બન્યો.
તુર્કસ્તાનના ક્રાંતિકારી નેતા અને
રાષ્ટ્રપતિ મુસ્તફા કમાલ પાશાએ ક્રાંતિ સૌથી કિંમતી કરીને દેશની સિકલ પલટી નાખી. રાષ્ટ્રનું
આધુનિકીકરણ કર્યું અને પ્રગતિનાં નવાં
ભેટ
પગલાં ભર્યા.
કમાલ પાશાની વર્ષગાંઠ નિમિત્તે પ્રજા પોતાના પ્રિય નેતા માટે ભેટસોગાદો લઈને આવી, જન્મોત્સવમાં એક પછી એક ભેટસોગાદો આપવામાં આવી. કમાલ પાશાએ સ્નેહથી તેનો સ્વીકાર કર્યો અને ઉત્સવ પૂરો થતાં પોતાના ખંડમાં આરામ માટે ગયા.
એવામાં ગામડાનો એક વૃદ્ધ આવી પહોંચ્યો. એ પોતાના પ્રિય નેતાને માટે ભાવપૂર્વક ભેટ લાવ્યો હતો, પરંતુ ઉત્સવ તો સમાપ્ત થઈ ગયો હતો.
કમાલ પાશાના સચિવે કહ્યું, “તમે મોડા પડ્યા. ઉત્સવ ક્યારનોય પૂર્ણ થઈ ગયો છે અને કમાલ પાશા અત્યારે આરામ કરી રહ્યા છે.”
વૃદ્ધે કહ્યું, “ભાઈ, હું ત્રીસ માઈલ દૂરથી આવું છું. આને કારણે મોડું થયું. તમે કમાલ પાશાને વિનંતી કરો કે તેઓ મારી ભેટ સ્વીકારે.”
જીવનનું જવાહિર ૧૩૩
જન્મ : 30 નવેમ્બર, ૧૮૩૫, ફલોરિડા, મિઝુરી, અમેરિકા અવસાન : ૨૧ એપ્રિલ, ૧૯૧૭, કનેક્ટિકટ, અમેરિકા
૧૩ર
જીવનનું જવાહિર