________________
વિરોધ પક્ષના અગ્રણી તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા. એમણે એકાએક વક્તવ્ય આપવાનું થોભાવીને વિન્સેન્ટ ચર્ચિલ તરફ આંખો માંડી. આથી પાર્લામેન્ટના તમામ સભ્યો વિન્સેન્ટ ચર્ચિલ તરફ જોવા લાગ્યા અને એમને ખ્યાલ આવ્યો કે ચર્ચિલ પાર્લામેન્ટની કાર્યવાહી દરમિયાન ઊંઘી રહ્યા છે.
વિરોધી નેતાએ આ પરિસ્થિતિનો પૂરો લાભ લેતાં કહ્યું, વડાપ્રધાન મિ. ચર્ચિલ તમે ઊંઘો છો તો પછી તમે મારા વિરોધી મુદ્દા કઈ રીતે આપશો ? મારા પ્રવચનના મુદ્દાઓ વિશે તમારો અભિપ્રાય આપવાનો છે, એ તમને ખ્યાલ છે ને ?”
આ સાંભળતા જ પાર્લામેન્ટના સભ્યો ખડખડાટ હસવા લાગ્યા, ત્યારે વિન્સેન્ટ ચર્ચિલે આંખો બંધ રાખીને કહ્યું, ‘તમારા પ્રવચન વિશે મારો અભિપ્રાય ? આ ઊંઘ એ જ અભિપ્રાય.'
ચર્ચિલનો આ ઉત્તર સાંભળીને આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું.
જેમ્સ ગાર્ડન બનેટે અખબાર શરૂ
કરવાનો વિચાર કર્યો. એને માટે આ ધ્યેયની આકરી અગ્નિપરીક્ષા હતી, કારણ કે
એ અખબાર માટે લેખનકાર્ય કરવાનું, બાપાલા એનું સંપાદન કરવાનું અને એનું પ્રકાશન
કરવાનું - એ સઘળી જવાબદારી જેમ્સ ગાર્ડન બેનેટને બજાવવાની હતી.
કોઈ આર્થિક સધ્ધરતા નહોતી, આમ છતાં દઢ સંકલ્પ સાથે એણે પત્રકારત્વમાં ઝુકાવ્યું. રોજ સત્તરથી અઢાર કલાક સુધી એ અખબાર માટે કામ કરતા હતા. એટલા બધા કાર્યરત રહેતા કે ઑફિસમાં કોઈ વ્યક્તિ એ અખબારની પ્રત લેવા આવે, તો એને પોતાની કલમથી જ સંકેત કરતા અને કહેતા કે પેલા ઢગલામાંથી એક નકલ લઈ લો અને એની નીચે એની ૨કમ મૂકી દો.
પોતાના ધ્યેયમાં મસ્ત એવા જેમ્સ ગાર્ડન બેનેટ પાસે લોકોને મળવા માટેનો સમય નહોતો, ત્યાં ટોળટપ્પાની તો વાત જ શી ? આટલા અથાગ પરિશ્રમ પછી શનિવારની રાત્રે એ થોડો આરામ લેતા. અઠવાડિયાની પોતાની આવકનો હિસાબ કરતા અને ત્યારે
જીવનનું જવાહિર
જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, બ્લેનહેઇમ પેલેસ, ઇંગ્લેન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫, લંડન, ઇંગ્લૅન્ડ
૧૨૬
જીવનનું જવાહિર
તે જવાહિર
૧૨૭