Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ તેઓ પેન્સિલવેનિયા રેલ રોડને પોતાનું સ્ટીલ વેચવા માગતા હતા, આથી એમણે પિટ્સબર્ગમાં એક નવી સ્ટીલ મિલ શરૂ કરી. એનું નામ રાખ્યું છે. એડગર થોમસન સ્ટીલ વર્ક્સ. આ જે . એડગર થોમસન એ પોતે પેન્સિલવેનિયા રેલ રોડના પ્રેસિડેન્ટ હતા. તેઓ એમને મળેલા આ સન્માનથી એટલા પ્રભાવિત થયા કે એમને જેટલું સ્ટીલ ખરીદવું હતું, તે કાર્નેગી પાસેથી ખરીદું. બીજાના જીવનમાં શું મહત્ત્વપૂર્ણ છે એ જાણીને કામ કરવાની ઍન્ડ્રુ કાર્નેગીની સૂઝે એમને વિશ્વના મહાન ઉદ્યોગપતિ બનાવ્યા. ફ્રાંસના ચાર્લ્સ દ” ગોલ લશ્કરમાં જોડાયા અને સમય જતાં વિખ્યાત ફ્રેન્ચ મારામાં સેનાપતિ પતાંની રેજિમેન્ટમાં સામેલ થયા. વિશ્વાસ રાખ * પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનો સામે પ્રાણની પરવા કર્યા વિના યુદ્ધમોરચે લડતા રહ્યા. ત્રણ ત્રણ વાર યુદ્ધમાં ઘાયલ થવા છતાં અંદરનું ખમીર અકબંધ રાખ્યું. જર્મન સૈનિકોએ ચાર્લ્સ દ’ ગોલને બે વર્ષ અને આઠ મહિના સુધી કારાવાસમાં રાખ્યા. એમાંથી મુક્ત થતાં ૧૯૪૦માં ફ્રાંસના લશ્કરના જનરલના હોદ્દા પર તેમની નિમણૂક થઈ. ફ્રાંસના સર સેનાપતિ માર્શલ ખેતાં જર્મનો સમક્ષ શરણાગતિ લેવાનો વિચાર કરતા હતા, ત્યારે સાહસિક ચાર્લ્સ દ” ગોલે ઇંગ્લેન્ડમાં જ ઈને ‘ફ્રેન્ચ રાષ્ટ્રીય હકૂમત'ની સ્થાપના કરી અને જર્મની સામે યુદ્ધનો નવો મોરચો માંડ્યો. ફ્રાંસની બહાર રહી ચાર્લ્સ દ' ગોલ અદ્ભુત આત્મખમીરથી ઝઝૂમ્યા અને ૧૯૪૪માં જર્મનીના પ્રભુત્વમાંથી ફ્રાંસ મુક્ત થતાં ચાર્લ્સ દ' ગોલ વિજયોલ્લાસ સાથે પૅરિસમાં પાછા ફર્યા. ફરી એક વાર ફ્રેંચ વસાહતોમાં બળવો જાગતાં દ” ગોલ જન્મ : ૨૫ નવેમ્બર, ૧૮૩૫, કન્ફર્મલાઈન, ઈંગ્લૅન્ડ અવસાન : ૧૧ ઓગસ્ટ, ૧૯૧૯, લેનોક્સ, મેસેચૂસેટ્સ, અમેરિકા ૧૨૨ જીવનનું જવાહિર – જીવનનું જવાહિર ૧૨૩

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82