________________
“અરે કેવો માણસ છે તું, સાવ મૂર્ખ છે. આવો મોંઘો અને ઊંચી જાતનો દારૂ આમ ઢોળી દેવાય ખરો ?”
ડાયોજિનિસ હસ્યા અને બોલ્યા, “મને કહે તો ખરો કે મેં દારૂ ઢોળી દીધો, તો તેં શું કર્યું ?”
મિત્રએ છટાથી કહ્યું, “મેં ? હું તો એને આરામથી ધીરે ધીરે પીઉં છું અને આ મોંઘા દારૂની મજા માણું છું. એની લહેજત જુદી જ હોય છે. સમજ્યો ?”
ડાયોજિનિસે કહ્યું, “જો તું આમ કરે છે, તો મારાથી પણ મોટો મુર્ખ છે. મેં તો ઢોળી નાખીને માત્ર દારૂ જ બગાડ્યો, પણ તું તો દારૂ અને શરીર બંને બગાડે છે. દારૂ ઉપરાંત શરીરનો નાશ કરીને તું તો મહામૂર્ણ સાબિત થયો.”
ચીનના મહાન ચિંતક
કફ્યુશિયસના પ્રભાવથી ચીનની નેકદિલ સંસ્કૃતિનું ઘડતર થયું. તેઓ ઘરમાં જ
પાઠશાળા સ્થાપીને વિદ્યાર્થીઓને પ્રાચીન ઇન્સાના
સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો
અભ્યાસ કરાવવા લાગ્યા. એમણે વિદ્વત્તા, ચારિત્ર, પ્રમાણિકતા અને વફાદારી પર ખાસ ભાર મૂક્યો. તેઓ કહેતા કે મને મનુષ્યની ત્રણ બાબતો સતત ખટક્યા કરે છે અને એ ત્રણ બાબતો છે એની સગુણવૃદ્ધિની નિષ્ફળતા, સત્યના અમલમાં નિષ્ફળતા અને ખોટું સુધારી લેવાની નિષ્ફળતા.
કફ્યુશિયસે ઉચ્ચ વિચારોનું પોતાના જીવનમાં આચરણ કરી બતાવ્યું. જે રાજાને ત્યાં એ નોકરી કરતા હતા, એ રાજાના ભોગવિલાસમય જીવનથી એ કંટાળી ગયા. વળી એ રાજાની આસપાસ ખુશામતખોરોની મંડળી ભેગી થઈ ગઈ હતી. આથી કફ્યુશિયસે પોતાના રાજ અધિકારના માનમરતબાનો અને રાજ્યનો ત્યાગ કર્યો.
ઉત્તમ ગ્રંથોના રચનાકાર અને માનવતાની મહેંક પ્રસરાવનાર કંફ્યુશિયસના ત્યાગની વાત સાંભળીને પડોશી
- જીવનનું જવાહિર
જન્મ : ઈ. પૃ. ૪૧૨, નિનોપ, તુક અવસાન ઃ ઈ. પૂ. ૩૨૩, કોરિન્ય, ગ્રીસ,
૭૬
જીવનનું જવાહિર
૭૭