________________
પત્ર સાથે સંપાદકે લખ્યું, ‘શ્રીમાન કિપ્લિંગ, હું ખૂબ દિલગીર છું, પણ તમને અંગ્રેજી ભાષા કઈ રીતે પ્રયોજી શકાય એનો સહેજે ખ્યાલ નથી.’
આવી અસ્વીકૃતિઓથી સહેજે મૂંઝાયા વિના કિપ્લિંગે લખવાનું શરૂ કર્યું અને એ જ વર્ષે ઑક્ટોબરમાં એ લંડન પહોંચ્યા, ત્યાં એ બેસ્ટ સેલર લખનાર ખ્યાતનામ લેખક બની ગયા.
૧૮૯૦નું વર્ષ તો એમને સર્જક તરીકે સૌથી વધુ ખ્યાતિ આપનારું વર્ષ બન્યું. ટૂંકી વાર્તા, કવિતા અને ફિક્શનના લેખક તરીકે રુડ્યાર્ડ કિપ્લિંગે અવિસ્મરણીય સ્થાન મેળવ્યું.
界
૯૬
જન્મ અવસાન
- ૩૦ ડિસેમ્બર, ૧૮૬૫, મુંબઈ, ભારત
: ૧૮ જાન્યુઆરી, ૧૯૩૬, લંડન
જીવનનું જવાહિર
ઇંગ્લૅન્ડના સમર્થ રાજપુરુષ સર વિન્સ્ટન ચર્ચિલ સાહિત્યકાર, ચિત્રકાર
અહંકારને અને કુશળ વક્તા પણ હતા. બીજા
સ
વિશ્વયુદ્ધ દરમિયાન વિન્સ્ટન ચર્ચિલનાં ભાષણોએ ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું ખૂબીપૂર્વક જતન કર્યું. શ્રોતાઓની નાડ પારખનારા વિન્સ્ટન ચર્ચિલ એવા વક્તા હતા કે એમના વક્તૃત્વની નોંધ વખતે તેઓ નોંધાવતા કે ‘અહીં શ્રોતાજનો હર્ષધ્વનિ કરશે' અને બરાબર એ જ સ્થળે શ્રોતાઓ પ્રસન્ન થઈને હર્ષધ્વનિ કરતા હતા.
એક વાર વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લૅન્ડના હાઉસ ઑફ કોમન્સમાં
વક્તવ્ય આપવા જતા હતા. ટૅક્સીમાંથી ઊતરીને એમણે ટૅક્સીચાલકને કહ્યું, ‘ભાઈ, હું અહીં એકાદ કલાક રોકાઈશ. તું અહીં ઊભો રહેજે.’
ટૅક્સીચાલકે કહ્યું, ‘માફ કરજો સાહેબ, મારે માટે એ શક્ય નથી'.
વિન્સ્ટન ચર્ચિલે કહ્યું, ‘પણ તને હું વેઇટિંગ ચાર્જ આપીશ. પછી શું ?'
જીવનનું જવાહિર
૯૭