________________
કે આ વેચેલા ખેતરમાંથી સોનું ભરેલો એક કળશ નીકળ્યો અને તે એ મને આપવા માગે છે, પણ હું એકવાર ખેતર વેચી દીધા પછી કઈ રીતે તે સ્વીકારી શકું ?
રાજાએ બીજા ખેડૂતને પૂછ્યું, તમે તમારી વાત કરો.”
એણે કહ્યું, “અન્નદાતા , એની વાત સાચી છે. મેં એનું ખેતર ખરીધું હતું, પરંતુ બાકીની ચીજો પર મારી કોઈ હક્ક ગણાય નહીં. આથી આ સુવર્ણથી ભરેલો કળશનો માલિક એ ગણાય.’
ચીની પ્રવાસી ફાહિયાન આ ઝઘડાનું કારણ જાણીને આશ્ચર્યચક્તિ થઈ ગયો. એને થયું કે લોકો અહીં સુવર્ણ લેવા માટે નહીં, પણ આપવા માટે ન્યાયકચેરીએ આવે છે. બંનેમાંથી એક પણ ખેડૂત આ સુવર્ણનો કળશ લેવા તૈયાર નહોતો અને રાજા પણ આવી અણહકની વસ્તુ કઈ રીતે સ્વીકારે ? આથી અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સુવર્ણ ગ્રામજનોને વહેંચી આપવું.
મહત્ત્વાકાંક્ષી નેપોલિયન બોનાપાર્ટ
પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે સૈનિકની ફ્રેંચ સેના લઈને આસપાસના દેશો પર
આક્રમણ કરતો હતો. ચિંતા
એણે એક પછી એક દેશો જીતવા માંડ્યા. એનો આ વિસ્તારવાદ જોઈને ઇંગ્લેન્ડે ફ્રેંચ લશ્કર પર હુમલો કરવાનું નક્કી કર્યું અને સેનાપતિ રાલ્ફ એવાલને સૈન્યની આગેવાની સોંપી.
સેનાપતિ રાલ્ફ એવાલે અંગ્રેજ સેનાને પ્રબળ પ્રેરણા આપી.
એણે અંગ્રેજ સૈનિકોને કહ્યું, “આ યુદ્ધમાં શસ્ત્રો કે સૈન્યસંખ્યા એ મહત્ત્વનાં નથી. આ યુદ્ધમાં તો પરાક્રમ અને દેશ માટેનું સમર્પણ જ મહત્ત્વનું છે અને તેથી અંગ્રેજ સેના જરૂર વિજય પામશે.”
અંગ્રેજ સેના પૂરેપૂરી તાકાતથી ફ્રેંચ લશ્કર પર તૂટી પડી. ભીષણ સંગ્રામ ખેલાયો. અંતે અંગ્રેજ સેનાનો વિજય થયો.
આ ભીષણ સંગ્રામમાં અંગ્રેજ સેનાપતિ રાલ્ફ એવાલ ગંભીર રીતે ઘાયલ થયો. એના શરીર પર ઠેર ઠેર જખમ થયા હતા. એમાંથી લોહી વહેતું હતું.
જન્મ : ઈ. સ. ૩૩૭, સાંસી, ચીન અવસાન : ઈ. સ. ૪૨૨, જિંગનોઉં, ચીન
૧૧૪
જીવનનું જવાહિર
-
જીવનનું જવાહિર
૧૧૫