________________
વિચારોએ ગ્રીસમાં નવી વિચારધારા પ્રગટાવી.
સરમુખત્યાર રાજા ડાયોનિસસે પ્લેટોને માફીપત્ર પાઠવતાં લખ્યું કે “મેં આપને ખૂબ પરેશાન કર્યા છે, તો મને મારી ભૂલ બદલ ક્ષમા કરજો. મારાથી દુષ્કૃત્ય થઈ ગયું છે.”
વિચાર કે પ્લેટોએ જવાબ પાઠવ્યો, “તમારાં કૃત્ય-દુષ્કૃત્યનો વિચાર કરવાનો મારી પાસે સમય જ નથી, માટે તમારા મનમાંથી દુષ્કૃત્યનો વિચાર કે વસવસો કાઢી નાખજો. હું તો સત્યની ખોજમાં એટલો ડૂબી ગયેલો છું કે સમગ્ર સંસારનાં કૃત્યોને પણ વીસરી જાઉં છું, તો પછી તમે કરેલાં દુષ્કૃત્ય વિશે વિચારવાની તો વાત જ ક્યાંથી હોય ?"
મોત જ્યારે નોર્મન કઝિન્સની સામે
આવીને ઊભું ત્યારે એને વિતાવેલા જીવન વેદનામુક્તિનો માટે પારાવાર પશ્ચાત્તાપ થવા લાગ્યો.
“ટર્મિનલી ઇલ” જાહેર થયેલા નોર્મન ઉપાય
કઝિન્સને માટે ડૉક્ટરોએ તો ક્યારનીય
આશા છોડી દીધી હતી. બીમારીમાંથી ઊગરી જવાની પાંચસોએ એકની શક્યતા ગણાતી હતી. બાકી વાસ્તવમાં તો નોર્મન કઝિન્સને કહી દેવામાં આવ્યું કે આવી હાલતમાં એ વધુમાં વધુ છ મહિના જીવી શકશે.
આવી પરિસ્થિતિમાં નોર્મન કઝિન્સ ગુસ્સામાં વિતાવેલા અને હતાશામાં વેડફી દીધેલા પોતાના ભૂતકાળ વિશે વિચારવા લાગ્યો. વારંવાર ગુસ્સો અને ક્રોધ કરીને પોતાની માંદગીને કેટલી બધી બહેકાવી મૂકી એનો તેને અંતકાળે ખ્યાલ આવ્યો. જીવનભર વેંઢારેલો ચિતાનો ભાર કેટલો વસમો થઈ પડ્યો તેનો વિચાર આવવા લાગ્યો. નોર્મન કઝિન્સને થયું કે હવે મોત સાથે હાથવેંતનું જ છેટું છે ત્યારે ગઈ ગુજરીને યાદ કરવાનો અર્થ શો ? વળી, એના મનમાં એક નવો વિચાર જાગ્યો...
અરે ! જે ચિંતા, હતાશા અને ગુસ્સાએ મારામાં ‘નૅગેટિવ' અભિગમ જગાડ્યો અને એનું પરિણામ આવી જીવલેણ બીમારીમાં
જન્મ : ઈ. સ. પૂર્વે ૪૨૮૪૨૩, એથેન્સ, ગ્રીસ અવસાન : ઈ. સ. પૂર્વે ૩૪૮૩૪૭, એસ, ચીસ
૧૧૦ જીવનનું જવાહિર
જીવનનું જવાહિર
૧૧૧