Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ આ સેનાપતિને સુવડાવવા માટે એકાએક એક સૈનિકનો કામળો લાવવામાં આવ્યો અને એના પર રાલ્ફ એવાલને સુવડાવવામાં આવ્યા. લશ્કરી અધિકારીઓએ જોયું કે ઘાયલ સેનાપતિ મૃત્યુની સાવ સન્મુખ છે. લશ્કરી અધિકારીઓએ સેનાપતિ રાલ્ફ એવાલને પૂછયું કે, આપની કોઈ અંતિમ ઇચ્છા હોય તો કહો.” રાલ્ફ એવાલે પોતાની અંતિમ ઇચ્છા દર્શાવતાં કહ્યું, “સાથીઓ, તમે મને જે કામળા પર સુવાડ્યો છે, તે કામળો જે સૈનિકનો હોય તે સૈનિકને રાત પડતાં પૂર્વે પહોંચાડી દેશો, જેથી એ સૈનિક ટાઢનો સામનો કરી શકે.” આટલું બોલીને સેનાપતિ સર રાલ્ફ એવાલે આંખો મીંચી દીધી. જર્મનીના ભૌતિક વિજ્ઞાની મંક્સ પ્લાન્ક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા નવા યુગનો ત્યારે એમના શિક્ષકોએ એમને શીખવ્યું કે ભૌતિક વિજ્ઞાનમાં હવે નવી શોધ થાય પ્રારંભિક | તેવું કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી. એ સમયે જર્મનીમાં સર્વત્ર એવી માન્યતા ફેલાયેલી હતી કે ભૌતિક વિજ્ઞાન એની ચરમ સીમા પર પહોંચી ચૂક્યું છે. હાઈસ્કૂલના શિક્ષકો મૅક્સ પ્લાન્કને સમજાવતા કે એના જેવા તેજસ્વી વિદ્યાર્થીએ વિજ્ઞાનની કોઈ નવી શાખામાં અભ્યાસ કરવો જોઈએ, જેમાં વિકાસ અને સંશોધનની શક્યતા હોય. મેક્સ પ્લાન્ક મક્કમ રહ્યો અને ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે એ બર્લિન અને મ્યુનિક યુનિવર્સિટીમાં ભણ્યો. માત્ર બાવીસ વર્ષની વયે એ ડૉક્ટરેટ થયો અને ત્યાર બાદ અધ્યાપક થયો. - ઈ. સ. ૧૮૯૦માં પ્લાન્ટે એક વિજ્ઞાન-ગોષ્ઠિમાં પહેલી જ વાર ક્વૉન્ટમ શબ્દનો પ્રયોગ કર્યો. આ સમયે મૅક્સ પ્લાન્ટની ઉંમર માત્ર ૪૨ વર્ષની હતી. એ પછી પાંચ વર્ષ બાદ આલ્બર્ટ આઇન્સ્ટાઇન બંનેએ ક્વૉન્ટમ સિદ્ધાંતની જન્મ : ૧૫ ઓગસ્ટ, ૧૩૬૯, કોરિકા, શૂન્સ: અવસાન ઃ ૫ મે ૧૮૨૧, કોંગjડ, સેંટ બેલિના, ઇંગ્લૅન્ડ ૧૧૬ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૧૧૭

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82