________________
સાહેબ ! એક મિનિટ થોભજો."
ડૉક્ટર પાછા વળ્યા. એની પાસે આવીને પૂછ્યું, “શું છે ભાઈ?”
ગરીબ વૃદ્ધે કહ્યું, “સાહેબ, આપે ભૂલથી નાની ૨કમના સિક્કાને બદલે સોનાની એક ગીની આપી દીધી છે. આ પાછી લઈને મને નાની ૨કમનો સિક્કો આપો.”
ડૉક્ટરે સોનાની ગીની પાછી લેવાનો ઇન્કાર કર્યો અને એથીય વધુ, ખિસ્સામાંથી બીજી ગીની કાઢીને ગરીબ વૃદ્ધને આપતાં કહ્યું, “પહેલી દાન રૂપે હતી અને આ તમારી ઈમાનદારી માટે.”
૧૦૬
જન્મ
- ૧૯ માર્ચ, ૧૭૨૧, ન્યુ પોર્ટ ઑફ રેટોન, સ્કૉટલૅન્ડ અવસાન - ૧૭ સપ્ટેમ્બર, ૧૭૭૧, સિવોર્નો, ઇટાલી
જીવનનું જવાહિર
ઇટાલીના કવિ અને સંશોધક પેટ્રાર્કને વાંચનનો જબરો શોખ હતો.
વાચનરસ એ એની કાવ્યરચનાઓએ વિશ્વસાહિત્ય પર
જીવનસ
પ્રભાવ પાડ્યો. વળી સંશોધક એવો કે રાજકર્તાઓ અને નામદાર પોપ પણ એની મદદ માગે.
પેટ્રાર્કને ભોજન વિના ચાલે, પણ વાંચન વિના ન ચાલે. ક્યારેક તો વાચનમાં એવો તલ્લીન બની જતો કે જમવાનું ભૂલી જતો. ઊંઘવાનું વીસરાઈ જતું.
એના પરમ મિત્રને એની આ સ્થિતિ જોઈને ચિંતા થવા લાગી કે આવી રીતે વાંચ્યા કરશે તો એનું શરીર બગડશે.
છેવટે એણે એક યુક્તિ વિચારી કે પેટ્રાર્કના પુસ્તકાલયની ચાવી જ ચોરી લઉં એટલે ‘ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.’ મિત્ર તો ચાવી લઈને ઘેર જતો રહ્યો.
એણે તો માન્યું કે પુસ્તકો નહીં મળે એટલે પેટ્રાર્ક બીજી પ્રવૃત્તિમાં પરોવાઈ જશે અને વાચનના વ્યસનથી મુક્તિ મેળવશે. પેટ્રાર્ક પુસ્તકાલયના તાળાની ચાવી શોધી, પણ ક્યાંય ન મળી. આખો દિવસ બેચેનીમાં પસાર થયો. જમવાનું ભાવ્યું
જીવનનું જવાહિર
૧૦૭