________________
એક રાત્રે અનિદ્રાથી કંટાળ્યો. આખરે જાહેર બગીચામાં ગયો અને એક વૃક્ષ નીચે ઊભો રહીને કશુંક બબડવા લાગ્યો.
આ સમયે અડધી રાત્રે કોઈએ શૉપનહોરને બોચીથી પકડ્યો અને પૂછ્યું, “તું કોણ છે ?” આ રીતે પકડનાર બગીચાનો માળી હતો. એણે ફરી વાર શોપનહોરની ગરદન હલાવીને કહ્યું,
“સાચેસાચું બોલ, તું છે કોણ ?”
શૉપનહોરે કહ્યું, “મિત્ર, મેં આ પ્રશ્ન મારી જાતને વખતોવખત પૂછવો છે, પણ આજ સુધી મને એનો ઉત્તર સાંપડ્યો નથી. તે પણ આવો પ્રશ્ન પૂછીને મને વિચારતો કરી મૂક્યો છે. હકીકતમાં હું કોણ છું ? એની ખુદ મને જ ખબર નથી.”
મનોવિશ્લેષણાત્મક વિચારધારાના
પ્રણેતા તરીકે વિશ્વમાં ખ્યાતિ પામેલા બાળકનું મનોવિજ્ઞાની સિગ્મન્ડ ફ્રૉઇડે ઘણાં પુસ્તકો,
લેખો અને સંશોધન-અહેવાલો લખ્યાં. મના
માનસિક રીતે વિષુબ્ધ દર્દીઓની સારવાર, સ્વપ્ન-વિશ્લેષણ અને મનોવિશ્લેષણ વિશે મૌલિક વિચારધારા ધરાવતું સાહિત્ય રચ્યું. એમનું પાયાનું અને મહત્ત્વનું પ્રદાન એમનો અચેતન મનનો સિદ્ધાંત ગણાય.
આ સિગ્મન્ડ ફ્રૉઇડે એક વાર એમનાં પત્ની અને પુત્ર સાથે ફરવા નીકળ્યા હતા. બગીચામાં લાંબો સમય ફર્યા બાદ એકાએક એમનાં પત્નીએ પાછાં વળીને જોયું તો ખ્યાલ આવ્યો કે એમનો પુત્ર ક્યાંય દેખાતો ન હતો.
એમણે ક્રૉઇડને કહ્યું, “અરે ! જુઓ ! આપણો દીકરો ક્યાં? એ ખોવાઈ ગયો લાગે છે ! ચાલો, બધે તપાસ કરીએ.”
ફ્રૉઇડે શાંતિથી પત્નીને પૂછ્યું, “તેં એને કોઈ જગાએ જવાની મનાઈ કરી હતી ખરી ?”
પત્નીએ જવાબ વાળ્યો, “હા, એ તળાવ તરફ જવા ઇચ્છતો હતો અને મેં એને સ્પષ્ટપણે અને સખ્તાઈથી ત્યાં જવાની મનાઈ
જન્મ : ૨૨ ફેબ્રુઆરી, ૧૩૮૮, ઝિર, પોલૅન્ડ, અવસાન : ૨૧ સપ્ટેમ્બર, ૧૮૬૦, રેન્કફર્ટ, જર્મની
૧૦૨
જીવનનું જવાહિર
–
જીવનનું જવાહિર
૧૦૩