________________
એક બાજુથી તમે એ પક્ષની નીતિઓનો વિરોધ કરો છો અને બીજી બાજુ એની સખત નિંદા કરતો લેખ છાપવાની ના પાડો છો. વળી એ માટે હું તમને મોં માંગી ૨કમ આપવા પણ તૈયાર છું.”
ફ્રેન્કલિને કહ્યું, “તમારી વાત સાવ સાચી છે, પણ મારે એ રીતે નિંદા કરીને કશી કમાણી કરવી નથી. પત્રકાર તરીકે હું ટીકા કરવામાં માનું છું, નિંદામાં નહીં.”
“પણ તમારી આ કંગાળ હાલતનો તો કંઈ વિચાર કરો !”
ફ્રેન્કલિન બોલ્યા, “પૈસાના લોભમાં લોકોને વધારે તિરસ્કારમાં ઉતારીને મારા અખબારને નીતિભ્રષ્ટ થવા દઈશ નહીં. વળી પૈસા વિના પણ નિરાંતે જિવાય છે. ગઈ કાલે સાંજે બે પેનીનો પાંઉ ખાધો અને પછી શેતરંજી પર ઘસઘસાટ ઊંઘી ગયો. આજે સવારે એ જ રીતે બે પેનીનો પાંઉ ખાધો અને કામ પર આવ્યો. માટે પૈસાના લોભને કારણે ઉજાગરા કરવા કરતાં આવા ખોરાક પછી કામ કરવાનું કે ઊંઘવાનું મને વધુ ફાવે છે.”
૯૨
જન્મ : ૧૭ જાન્યુઆરી, ૧૩૦૬, બોસ્ટન, મેરોસેટ્સ, અમેરિકા - ૧૭ એપ્રિલ, ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા
અવસાન
જીવનનું જવાહિર
આંગળીની
ભાષા
અમેરિકાના મૅનહટન અને બ્રૂકલિન વચ્ચે આવેલી નદી પર પુલ બાંધવો અતિ મુશ્કેલ હતો. પરંતુ ઇજનેરી વિદ્યામાં અશક્ય ગણાતા આ પુલને બાંધવાનું બીડું જ્હૉન રોબ્લિગ અને એના જેવા જ ઇજનેર બનેલા પુત્ર વૉશિંગ્ટન
રોબ્લિગે ઝડપ્યું.
આ નદી પર પુલ બાંધી શકાય એમ નથી એવા સહુના તારણનો સ્વીકાર કરવા જ્હૉન તૈયાર નહોતો. આ પ્રૉજેક્ટમાં
આર્થિક સહાય આપવા માટે બંનેએ બેંકોને માંડ માંડ સમજાવી અને અંતે ટીકાઓની ઝડી વચ્ચે પુલ બાંધવાનું કામ શરૂ થયું.
પુલનું બાંધકામ શરૂ થયાને માંડ એકાદ મહિનો થયો હશે કે આ સ્થળે ગંભીર અકસ્માત થયો. પુલનો સ્લેબ તૂટી પડતાં સ્વપ્નદ્રષ્ટા જ્હૉન રોબ્લિગ મૃત્યુ પામ્યો.
જ્હૉનના પુત્ર વૉશિંગ્ટનને પણ મગજ પર ગંભીર ઈજા થતાં એ ચાલવાની અને બોલવાની શક્તિ ગુમાવી બેઠો. આ પ્રૉજેક્ટનું અકાળે મરણ થશે, તેવું સહુને લાગ્યું, કારણ કે આ પિતા-પુત્ર સિવાય કોઈને કઈ રીતે આ પુલ બાંધવો એની કલાની જાણ નહોતી.
જીવનનું જવાહિર
૯૩