Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ પસાર થયા બાદ ડૉ. હાર્વે કુશિંગે ઊંચે જોયું અને પેલા જુવાન ડૉક્ટરે દોડીને સર્જનને કાનમાં કહ્યું, “તમારો સૌથી મોટો પુત્ર કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે.’ ડૉ. હાર્વે કુશિંગે એમની આંખો પળવાર જોરથી મીંચી દીધી અને ફરીથી ઑપરેશન પૂરું કરવા લાગી ગયા. તેઓ ઑપરેશન પૂરું કરી થિયેટરમાંથી બહાર આવ્યા ત્યારે સમાચાર લાવનાર જુનિયર ડૉક્ટરની સાથે બીજા મિત્રો પણ હાર્વે કુશિંગની રાહ જોતા હતા. તેઓ હાર્વે કુશિંગને લઈને એમના ઘર તરફ મોટર હંકારી ગયા. ૯૦ જન્મ : ૮ એપ્રિલ, ૧૮૬૯, ક્લિવલૅન્ડ, ઓહાયો, અમેરિકા અવસાન : ક્ટોબર, ૧૯૩૯, ન્યૂ હેવન, કનેક્ટીકટ, અમેરિકા જીવનનું જવાહિર અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યમાં ફ્રેન્કલિન અખબાર ચલાવતો હતો. ટીકા અને ફ્રેન્કલિન નિર્ભયતા અને સ્વતંત્રતાથી નિંદા પોતાના વિચારો અખબારમાં વ્યક્ત કરતો હતો. એ સમયે ફ્રેન્કલિનની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. દરમિયાનમાં ધનિક વ્યક્તિ ફ્રેન્કલિનને મળવા આવી. એમણે કહ્યું, ઈ ફ્રેન્કલિન, મારા અને તમારા વિચારોમાં સામ્ય છે. તમે ક્ષના સિદ્ધાંતોમાં શ્રદ્ધા ધરાવો છો એ જ પક્ષમાં મારી શ્રદ્ધા છે માટે મારું આ લખાણ તમે તમારા અખબારમાં પ્રગટ કરો. તેમ કરશો તો હું તમારી આર્થિક મૂંઝવણ પણ દૂર કરીશ.” ફ્રેન્કલિને કહ્યું, “આપનો આ લેખ હું વાંચી જઈશ. કાલે સવારે એ અંગે વાતચીત કરીશ.” બીજે દિવસે સવારે એ ધનવાન માનવી ફ્રેન્કલિન પાસે આવ્યો અને ફ્રેન્કલિનને પૂછ્યું, “તમને મારું લખાણ પસંદ પડ્યું ? તે અખબારમાં છાપશો ને ?” ફ્રેન્કલિને નમ્રતાથી કહ્યું, “માફ કરજો. હું તે છાપી શકું તેમ નથી.” પેલા ધનવાને આશ્ચર્યસહિત પ્રશ્ન કર્યો, “તમે કેવા છો ? જીવનનું જવાહિર ૯૧

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82