Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ ફર્યા ત્યારે પત્રકારોએ પૂછ્યું, “અવકાશમાંથી પૃથ્વીને જોઈ ત્યારે તમારા મુખમાંથી કયા ઉદ્ગારો સરી પડ્યા ?” ગાગારિને કહ્યું, “મને ક્ષમા કરજો. પણ અવકાશમાંથી ચમકતી પૃથ્વીને જોતાં એટલો બધો રોમાંચ થયો કે હું રશિયન છું એ પણ ભૂલી ગયો. માત્ર પૃથ્વીનું સૌંદર્ય જોઈ રહ્યો. રાષ્ટ્ર કે ખંડના કોઈ સીમાડા મને દેખાયા નહીં." ८८ જન્મ અવસાન : ૯ માર્ચ, ૧૯૩૪, ક્લુશિનો, રશિયા : ૨૭ માર્ચ, ૧૯૬૮, નોવોસ્મોલોવો, રશિયા જીવનનું જવાહિર મહાન સર્જન ડૉ. હાર્વે કુશિંગ નિષ્ઠાવાન અને ચીવટવાળા ડૉક્ટર તરીકે કર્તવ્યનિષ્ઠા સર્જનની પ્રસિદ્ધ હતા. તેઓ દર્દીનું ઑપરેશન કરતી વખતે પૂરતી તકેદારી રાખતા હતા. એક નાનકડી ભૂલ અથવા થોડી આળસ દર્દીને માટે જાનનું જોખમ બની જાય છે, તે સારી પેઠે જાણતા હતા. આથી નાનામાં નાની બાબતની ચીવટ રાખતા. પોતાનાં સાધનો બરાબર તપાસતા. સાથીઓને પણ સહેજે ગફલત ન થાય, તે માટે તાકીદ કરતા. એક વાર ડૉ. હાર્વે કુશિંગ એમના ઑપરેશન-થિયેટરમાં ઘરેશન કરી રહ્યા હતા. એમની સાથે એમના મદદનીશ ડૉક્ટરો અને નર્સો હતાં. એવામાં પેશન-થિયેટરમાં એક જુવાન ડૉક્ટર આવ્યા અને એમણે ડૉ. હાર્વે કુશિંગના કાનમાં કહ્યું, “સાહેબ, એક અત્યંત માઠા સમચાર છે.” ડૉ. હાર્વે કુશિંગે પોતાનું કામ ચાલુ રાખ્યું. સમાચાર લઈને આવનાર ડૉક્ટર બાજુમાં ઊભા રહ્યા. વીસેક મિનિટ જીવનનું જવાહિર ૮૯

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82