Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ પ્રોફેસર મૌલિનોવસ્કીએ કહ્યું, “અરે ભાઈ ! એમને કંઈ ખાવા માટે મારી નાખ્યા નહોતા.” પ્રોફેસરનો આ ઉત્તર સાંભળતાં જ માનવભક્ષી અત્યંત ધૃણાથી બોલી ઊઠ્યો, બધા માનવભક્ષીને બદતર કહે છે, પરંતુ આ યુદ્ધખોર તો એનાથીય બદતર છે કે જે ઓ વિના કારણે માનવીઓને મારી નાંખે રશિયાએ આખી દુનિયાને સ્તબ્ધ કરવા માટે અવકાશમાં માનવ મોકલવાનું મારી પ્રિય વિચાર્યું. આ મહાન વૈજ્ઞાનિક પ્રયોગને અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યો, કારણ પૃથ્વી કે રશિયા સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરીને વિજ્ઞાનના ક્ષેત્રે અમેરિકાને પરાસ્ત કરવા ચાહતું હતું. યુરી ગાગારિનને રશિયાએ અવકાશમાં મોકલ્યો. એના મનમાં રશિયન હોવાનું ગૌરવ અને વિશ્વની મહાસત્તા તરીકે રશિયાની બોલબાલા કરવાના સ્વપ્નો હતાં. ગાગારિને અવકાશમાંથી આ પૃથ્વીને નિરખી અને એ દૃશ્ય જોતાં સ્તબ્ધ બની ગયો. એ પૃથ્વીમાં એને રશિયા દેખાયું નહીં, અમેરિકા નજરે ચડ્યું નહીં, ખંડોમાં વહેંચાયેલી પૃથ્વી દેખાઈ નહીં, પરંતુ સમગ્ર પૃથ્વી ચમકતી દેખાઈ. જેમ ધરતી પરથી ચંદ્ર ચમકતો દેખાય છે એ રીતે ચંદ્રની નિકટ અવકાશયાનમાં રહેલા ગાગારિનને આ પૃથ્વી ચમકતી લાગી અને એ બોલી ઊઠ્યો, “ઓહ ! મારી પ્રિય પૃથ્વી !” સફળ અવકાશયાત્રા બાદ ગાગારિન રશિયામાં પાછા જન્મ : ૩ એપ્રિલ, ૧૮૮૪, ક્રોકો, પોલૅન્ડ અવસાન : ૧૬ મે, ૧૯૪૨, ન્યૂ હેવન, કનેક્ટિકટ, અમેરિકા ૮૬ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૮૭

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82