Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ બોલ્યા, “અરે મિત્ર, હું ભગવાનને ફરિયાદ કરતો નથી, બલ્ક ધન્યવાદ આપું છું કે એણે મને શ્રવણશક્તિથી વંચિત રાખ્યો.” પેલા સજ્જનને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું, “શ્રવણશક્તિના અભાવે તમને પારાવાર મુશ્કેલી પડતી હશે. ગ્રામોફોનના શોધક છો, પણ એના પર આજે અમેરિકામાં ઘેર ઘેર વગાડાતું સંગીત તમે સાંભળી શકતા નથી. આ તે કેવી કમનસીબી ?” - એડિસને કહ્યું, “શ્રવણશક્તિના અભાવે દુનિયાની વાતો ઓછી સાંભળવા મળે છે. જો તમે દુનિયાની જ વાત સાંભળ્યા કર, તો વેરવિખેર થઈને વ્યર્થતામાં સરી પડશો. જો ભીતરની વાત સાંભળો તો સમૃદ્ધ થવાય. મારા ભીતરની વાત સાંભળીને જ હું આવા સ્થાને અને આટલી સિદ્ધિ મેળવી શક્યો છું અને તેથી જ ઈશ્વર પ્રત્યે મારી બહેરાશ અંગે કશી ફરિયાદ નથી.” અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન પર ચોવીસ વર્ષની પરષાર્થમાં યુવાન વયે મોટી આફત આવી. ન્યૂ સાલેમ શહેરમાં વિલિયમ બેરી સાથે પ્રબળ શ્રદ્ધા ભાગીદારીમાં દુકાન કરી, પરંતુ બેરી દારૂડિયો નીકળ્યો અને મૃત્યુ પામ્યો. તેથી દુકાનના અગિયારસો ડૉલરનું દેવું ભરપાઈ કરવાનું લિંકનને માથે આવ્યું. લિકન સ ખેલી શકે એમ નહોતો. સખત પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો તેથી આ દેવું ભરતાં લિંકનને પૂરાં પંદર વર્ષ લાગ્યાં. એને શહેરના પોસ્ટ માસ્તરની જગા મળી, પરંતુ એની આવકથી તો માંડ રહેવા-જમવાનો ખર્ચ નીકળે તેવું હતું. સ્નેહાળ મિત્રો ધરાવતા લિંકનના એક મિત્ર જૉન કૉલ્હોને લિંકનને મુશ્કેલીમાંથી ઉગારવા માટે મોજણીદારનું કામ સોંપ્યું. એ સમયે જમીનના ઘણા સોદા થતા હોવાથી જૉન કૉલ્હોનને મોજણીદારની જરૂર હતી અને એને માટે લિંકન જેવો પ્રમાણિક મિત્ર બીજો કોણ મળે ? અબ્રાહમ લિંકને મોજણીદારનું કામ તો સ્વીકાર્યું, પણ સાથે મોટી મુશ્કેલી એ ઊભી થઈ કે મોજણીના જીવનનું જવાહિર જન્મ 1 બુખારી, ૧૮૪૩, મિલાન, મોમાયો, અમેરિકા અવસાન : ૧૮ ઑક્ટોબર, ૧૯૩૧, વેસ્ટ રેન્જ, ન્યૂજર્સી, અમેરિકા ૮૦ જીવનનું જવાહિર ૮૧

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82