________________
રાજા એમને પોતાને ત્યાં રાખવા આતુર બન્યો. કન્ફ્યૂશિયસ એના રાજ્યમાં પ્રવેશ્યા છે, એવી ખબર મળતાં જ એ એમની પાસે દોડી ગયો.
રાજાએ કહ્યું, “મહાત્મન્, આપ મારા રાજ્યમાં વસો. આપના વિચારોથી હું અભિભૂત થયો છું. આપને મારા રાજ્યના શ્રેષ્ઠ સંચાલક બનાવવા ઇચ્છું છું. મારી વિનંતીનો સ્વીકાર કરીને આપ મારા પર કૃપા કરો.”
કન્ફ્યૂશિયસે સ્વસ્થ ચિત્તે વિચાર કરીને કહ્યું, “રાજનુ, નેકદિલ ઇન્સાન તરીકે વવામાં જ આનંદ આવે છે. ભોજન માટે રોટલો મળે છે, પીવા માટે પાણી મળે છે, સૂવા માટે જમીન મળે છે, આથી વિશેષ માનવને શું જોઈએ? ખરું ને !"
“એ સાચું, પરંતુ આજીવિકા માટે ધન ઉપાર્જન કરવું પડે ને ?” સંત કન્ફ્યૂશિયસે ઉત્તર આપ્યો, “અન્યના ઉપકાર તળે રહીને કે અધર્મથી પૈસો મેળવીને જે પોતાનું પાપી પેટ ભરે છે, તે માનવ નથી. માનવ તો એ છે કે જે શ્રમથી ઉપાર્જન કરેલા પૈસાથી પોતાનો નિર્વાહ ચલાવે છે. મારે હવે કોઈ રાજઅધિકાર જોઈતો નથી. તમે મને સાચા દિલથી વિનંતી કરી, પરંતુ હવે તેને હું સ્વીકારી શકું તેમ નથી.”
અને કન્ફ્યૂશિયસે રાજઅધિકારનો ત્યાગ કરીને મોજથી ગરીબી ઓઢી લીધી.
૩૮
જન્મ અવસાન
: ૨૮, સપ્ટેમ્બર, ૫૫૧, ઈ. પૂ., ડ્યુ સ્ટેટ (હાલ ચીન) - ઈ. પૂ. ૪૭૯, ન્યુ સ્ટેટ (હાલ ચીન)
જીવનનું જવાહિર
અમેરિકાના મહાન સંશોધક થોમસ આલ્વા એડિસને વ્યાપક જનસમુદાયને
ભીતરની ઉપયોગમાં આવે તેવી વિદ્યુતનો ઉપયોગ કરતી વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ વિકસાવી. ૧૮૭૯ની ૨૧મી ડિસેમ્બરે વીજળીના દીવાનું સૌપ્રથમ નિદર્શન કર્યું વિશ્વમાં વિદ્યુત-યુગનો પ્રારંભ થયો.
વાત
એના નામ પર એક હજાર અને ત્રાણું જેટલી નવાં ધનોની પેટન્ટ હતી. પોતાની સૌથી મહાન શોધ તરીકે આસન ગ્રામોફોનની શોધને માનતા હતા, કારણ કે એના એમણે સંગીતને ઘેર ઘેર પહોંચતું કર્યું.
તીવ્ર જિજ્ઞાસા, વિશિષ્ટ સર્જકતા અને સંશોધન માટેના
ખંતને કારણે એડિસન વિશ્વપ્રસિદ્ધ બન્યા, પરંતુ આ શોધક
ઘણી મંદ શ્રવણશક્તિ ધરાવતા હતા. એડિસનની બહેરાશથી વાકેફ એવા એક સજ્જને એમને જરા મોટેથી કહ્યું,
“તમે ભગવાનને હંમેશાં ફરિયાદ કરતા હશો કે એણે તમને સઘળું આપ્યું, પણ શ્રવણશક્તિ આપી નહીં.”
આ વાત સાંભળીને એડિસન ખડખડાટ હસી પડ્યા અને
જીવનનું જવાહિર
心の
-