Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ વિનંતી એ છે કે અમારા દેશમાં આવીને ઊંચા હોદાનો સ્વીકાર કરો. લૂઈ પાશ્ચર પોતાના વતન ફ્રાન્સને ચાહતા હતા. શહેનશાહનો પત્ર વાંચ્યો. એમની વાતનો અસ્વીકાર કરતાં લખ્યું, હું કઈ રીતે ફ્રાન્સ છોડીને તમારે ત્યાં વસી શકું ? તાજેતરમાં જર્મનીએ મારી માતૃભૂમિ ફ્રાન્સની કરેલી તબાહી હજી હું ભૂલી શક્યો નથી. ફ્રાન્સ મારું વતન છે અને તેથી મારા વતનને તબાહ કરનાર દેશમાં હું સુખનો એક શ્વાસ પણ ન લઈ શકું. આથી આપના ઉદાર પ્રસ્તાવનો હું નમ્રતાપૂર્વક અસ્વીકાર કરું છું.” a ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસ તત્ત્વવેત્તા સોક્રેટિસના શિષ્ય મહામૂર્ખની એક્ટિસ્પેનિસના શિષ્ય હતા અને એમણે સ્વાવલંબી જીવન જીવવાનો આગવો માર્ગ સાબિતી દર્શાવ્યો. મકાનમાં નિવાસ કરવાને બદલે ડાયોજિનિસ વિશાળ પાઇપમાં વસતા હતા. તેઓ દિવસે ફાનસ લઈને ઍથેન્સ શહેરની શેરીઓમાં ઘૂમતા હતા અને કહેતા હતા કે એ સૂર્યપ્રકાશમાં ફાનસના અજવાળે પ્રમાણિક માણસને શોધી રહ્યો છે. સમાજમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને જોઈને એમણે સામાજિક મૂલ્યો અને સંસ્થાઓ સામે અવિરત આંદોલન ચલાવ્યું હતું. એક વાર એક મહેફિલમાં ડાયોજિનિસ અને એના મિત્ર બેઠા હતા. એના મિત્રએ ઊંચી જાતના દારૂનો જામ ભરીને આ તત્ત્વચિંતકને આપ્યો. એણે એ મોંઘો દારૂ પીવાને બદલે બાજુની ગંદા પાણીની ડોલમાં એ જામ ઠલવી દીધો. આ જોઈને એના મિત્રએ આશ્ચર્યથી પૂછ્યું, જન્મ : ૨૭ ડિસેમ્બર, ૧૮૨૨, વેલે, ફ્રા અવસાન : ૨૮ સપ્ટેમ્બર, ૧૮૫, માર્સન-લા-કોક્વિટી, ફ્રાન્સ ૭૪ જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૭૫

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82