Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ ઝંખના છે. આપ અનુમતિ આપો તો હું એને થોડી જ વારમાં અહીં લઈ આવું.” અન્ના એલિનોરે પૂછ્યું, “આપનાં પત્નીની ઉંમર કેટલી છે?" વયોવૃદ્ધે કહ્યું, “ભ્યાસી વર્ષ.” આ સાંભળતાં જ અમેરિકાનાં મહિલા સંગઠનો, ગ્રાહક-કલ્યાણ, બેકારી-નિવારણ અને ગરીબોના આવાસ માટે કામગીરી કરનારાં માનવતાવાદી શ્રીમતી રૂઝવેલ્ટ બોલી ઊઠ્યાં, “ના, તેઓને અહીં આવવાની જરૂર નથી. મારા કરતાં આપનાં પત્ની પંદર વર્ષ મોટાં છે. હંમેશાં નાની ઉંમરની વ્યક્તિએ મોટી ઉમરની વ્યક્તિ પાસે જવું જોઈએ. મોટી ઉંમરની વ્યક્તિએ નાની ઉંમરની વ્યક્તિ પાસે જવાનું ન હોય. આ શિષ્ટાચાર છે, માટે આ ભોજન-સમારંભ પૂરો થયે હું જ તમારી સાથે આવીશ.” સમારંભ પૂરો થતાં અન્ના એલિનોર રૂઝવેલ્ટ પેલા વૃદ્ધની સાથે એમનાં પત્નીને મળવા ચાલી નીકળ્યાં. મુક્તિની ઝંખના. ૧૯મી સદીમાં અમેરિકાના અશ્વેત માનવીઓ ગોરી પ્રજાના જુલમ અને અત્યાચાર સહન કરીને નરકથી પણ બદતર જીવન ગુજારતા હતા. એમને જીવનભર વેઠ કરવી પડતી અને વધારામાં માલિકનો માર સહન કરવો પાનું. આવી પરિસ્થિતિમાં જન્મેલા ફ્રેડરિક ડગ્લાસ કાળી મજૂરી ન હતા, પરંતુ એમના મનમાં એક વાત એવી તો ઠસી ગઈ તેની પાસે કપરાં કાર્ય સિદ્ધ કરે એવી અખૂટ શક્તિ છે. બી અને યાતના વચ્ચે જીવતા ડગ્લાસ પોતાની આ રશક્તિ પર શ્રદ્ધા ઠેરવીને કશુંક કરવાની ધગશથી અંધકારભર્યા જગતમાં જીવતા હતા. એમણે વિચાર્યું કે આ અંધકારમાંથી પ્રકાશ આપનાર હોય તો તે જ્ઞાન છે. ભણતર વિના બીજું બધું નકામું. ગોરા માલિકની પત્નીએ આ છોકરાની શીખવાની ધગશ જોઈને દયાભાવથી એને ભણાવવાનું શરૂ કર્યું, પરંતુ એના પતિને જાણ થતાં એણે એ ગુલામને ભણાવવા પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ આ સમયગાળામાં તો ફ્રેડરિક ડગ્લાસને વાચનનો રંગ જન્મ ૧૧ ઑક્ટોબર, ૧૮૮૪, પૂર્યોર્ક સિટી, ચૂપકે, અમેરિકા અવસાન : ૭ નવેમ્બર, ૧૯૬ર, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક, અમેરિકા ૭) જીવનનું જવાહિર - જીવનનું જવાહિર ૭૧

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82