________________
અને કહ્યું, “ચાલ છોકરા, સ્ટેજ પર આવ. રોજ તારી માતા કેવી છટાથી ચાલે છે, કેવી રીતે ગાનનૃત્ય કરે છે એની નકલ કરે છે! આજે એ સ્ટેજ પર કરી બતાવ.”
- પાંચ વર્ષના છોકરાએ આત્મવિશ્વાસથી કહ્યું, “હું જરૂર કરી બતાવીશ અને ખૂબ સારી રીતે કરી બતાવીશ. તમે સહેજે ગભરાશો નહીં.”
આ છોકરાનો આત્મવિશ્વાસ જોઈને મૅનેજર થોડી વાર એની સામે તાકીને જોઈ રહ્યા અને પછી હસતાં હસતાં વિંગમાં ચાલ્યા ગયા. નાનકડો છોકરો મંચ પર આવ્યો. દર્શકો સમક્ષ પોતાની માતાની આબાદ મિમિક્રી કરી. દર્શકોએ તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધો અને એના પર પૈસાનો વરસાદ વરસાવ્યો. એ છોકરો એની માતા પાસે ગયો અને માતાની આંગળી પકડીને કહેવા લાગ્યો, “ચાલ મા, હવે ઘેર જઈએ. હું હવે ગાઈશ અને નાચીશ અને ઘણા બધા પૈસા કમાઈશ.”
પાંચ વર્ષના એ બાળકે એવા આત્મવિશ્વાસથી મિમિક્રી કરી કે એની એ શક્તિએ એને શ્રેષ્ઠ હાસ્યઅભિનેતા ચાર્લી ચેપ્લિન બનાવ્યો.
દરેક વ્યક્તિને કોઈ ને કોઈ રોગનો
ભય સતાવતો હોય છે. કોઈક વિચારે ઑપરેશનોના છે કે મને એકાએક કૅન્સર થઈ જશે તો
શું થશે ? કોઈ ઇચ્છે છે કે જીવનમાં અનુભવ
ભલે ગમે તે રોગ આવે, પણ પેરાલિસિસ
ન થાય તો સારું ! કોઈને હાર્ટએટેંકની ટિર હોય છે, તો કોઈને ટી.બી.નો ભય હોય છે.
અમેરિકાના બુથ ટારકિંસ્ટનને એવો ભય અંધાપાનો તો હતો. એને થતું હતું કે જીવનમાં હાર્ટએટેક આવે તો , પણ અંધાપો ન ખપે. સાઠ વર્ષના બૂથ ટારકિંસ્ટનને ના દીવાનખંડમાં જુદો જ અનુભવ થયો. એ ખંડમાં પાથરેલો રંગી ચમકદાર ગાલીચો એમને ઝાંખો ઝાંખો લાગવા માંડ્યો.
સમય જતાં ખ્યાલ આવ્યો કે એમની આંખોએ ઝાંખપ વળવા માંડી છે અને અંધાપો આંખના પોપચા પર ટકોરા મારી રહ્યો છે. બૂથ ધ્રૂજી ઊઠ્યા. એમને આશાઓનું જગત અંધકારમાં ડૂબતું દેખાયું. આંખના નિષ્ણાત ડૉક્ટરે નિદાન કર્યું કે એમની એક આંખની રોશની તો સાવ ચાલી ગઈ છે.
માત્ર બીજી આંખમાં ઝાંખો ઝાંખો પ્રકાશ છે. આથી બીજી આંખને બચાવવા પરેશન કરવાનું નક્કી કર્યું. બૂથે
જીવનનું જવાહિર
જન્મ : ૧૬ એપ્રિલ, ૧૮૮૯, વોલવર્ચ, લંડન, ઈંગ્લેન્ડ અવસાન : રપ ડિસેમ્બર, ૧૯૩૩, કોર્સિયર સર. વિવિ, સ્વિત્ઝર્લેન્ડ
ફક
જીવનનું જવાહિર
૬૭