Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ ખબરપત્રી બન્યા. એક બાજુ શેક્સપિયર, સ્મૉલેટ, ફિલ્ડિંગ જેવા અંગ્રેજલેખકોનાં પુસ્તકોનું ચાર્લ્સ ડિકિન્ઝને ઘેલું લાગ્યું હતું, તો બીજી બાજુ અખબારના ખબરપત્રી હોવાથી વાસ્તવિકતાનો અનુભવ, સ્પષ્ટ આલેખન અને ત્વરિત લેખનમાં નિપુણ બન્યા. સમય જતાં ચાર્લ્સ ડિકિન્ઝ વિશ્વના એક ઉત્તમ નવલકથાકાર બન્યા. એમણે અઢળક કમાણી કરી. પ્રખ્યાત અને શ્રીમંત બન્યા પછી એમણે અવેતન રંગભૂમિ પર કામ કર્યું. એ સમયે ચાર્લ્સ ડિકિન્ઝના પિતા પ્રકાશકો પાસે જઈને છાનામાના પુત્રની રૉયલ્ટીની રકમ લઈ આવતા અને વાપરી નાખતા હતા. એમના પિતાની આવી વર્તણૂક જોઈને મિત્રોએ કહ્યું, “તમારે તમારા પ્રકાશકોને સૂચના આપી દેવી જોઈએ કે એમને કોઈએ ફૂટી કોડી પણ આપવી નહીં.” માનવજીવનનું સૂક્ષ્મ અવલોકન કરવાની અને માનવમનનો તાગ ધરાવનાર આ સર્જકે આવું કરવાની ચોખ્ખી ના પાડી. પોતે માયાળુ પિતાનું અપમાન કરી શકે નહીં. પિતા આર્થિક અર્થમાં ભલે સમસ્યારૂપ હોય, પરંતુ સ્નેહની સભરતાની બાબતમાં કોઈ સમસ્યારૂપ નહોતા. જ્યારે બાળપણમાં કઠોર વર્તન કરનારી માતા ચાર્લ્સ ડિકિન્તુને માટે જીવનભર સ્નેહની સમસ્યારૂપ બની રહ્યાં. ૪ જન્મ : ૭ ફેબ્રુઆરી, ૧૮૧૨, પોટર્સમાઉથ, ઇંગ્લૅન્ડ અવસાન : ૯ જૂન, ૧૮૭૦, હિંગહામ, ઇંગ્લેન્ડ જીવનનું જવાહિર રંગમંચ પર માતા નૃત્ય કરતાં કરતાં મધુર કંઠે ગીત ગાતી હતી. એની સાથે પાંચ વર્ષનો પુત્ર આ કાર્યક્રમમાં આંગળીએ વળગીને આવતો હતો અને પ્રબળ આત્મવિશ્વાસ વિંગમાં એક ખૂણે ઊભો રહીને માતાની કલાને એકીટસે જોતો હતો. એક દિવસ એની માતાની તબિયત બરાબર નહોતી. ગાવાનું શરૂ કર્યું, પણ અવાજ તૂટવા લાગ્યો. ખૂબ પ્રયત્ન ત્યારે માંડ માંડ સહેજ અવાજ નીકળ્યો. એણે ગાવાનો નાર વિફળ પ્રયત્ન કર્યો. પાંચ વર્ષના બાળકને સમજાતું નહોતું કે રંગમંચ પર અની માતાને આ શું થાય છે ? એણે જોયું તો મંચ પરથી એની માતા અંદર દોડી ગઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એક ક્ષણ તો પાંચ વર્ષના બાળકને મા પાસે દોડી જવાનું મન થયું પણ બીજી બાજુ માતાની સદાની કડક સૂચના હતી કે વિંગમાં આ જ સ્થાને ઊભા રહેવું; ક્યાંય ખસવું નહીં. માતા સાથે આવતો આ છોકરો રોજ એની માતાને છટાથી ગાતી અને નૃત્ય કરતી જોતો હતો. એ પછી એની માતાના સાથી કલાકારો આગળ એની આબાદ મિમિક્રી કરીને એ સહુને ખુશ કરતો હતો. પાંચ વર્ષના એ છોકરા પાસે મૅનેજર આવ્યા જીવનનું જવાહિર ૩૫

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82