________________
દૃષ્ટિહીન વ્યક્તિ પણ દૃષ્ટિવાનની માફક પુસ્તક વાંચી શકે ! મનમાં સતત આ વાત ઘોળાતી હતી. એમણે કેટલીય નવી-નવી યુક્તિઓ વિચારી અને અખતરા કર્યા.
એમણે જાણ્યું કે લશ્કરમાં રાત્રે યુદ્ધ સમયે એક મથક પરથી બીજા મથક પર સંદેશા પહોંચાડવા માટે જાડા કાગળ પર ટપકાં ઉપસાવીને સંકેતચિહ્નો કરવામાં આવે છે. લૂઈ બ્રેઇલે આના પર ઊંડો વિચાર કર્યો. એમણે સોયાના ઉપયોગ દ્વારા નવી લિપિ શોધી કાઢી.
છ ટપકાંવાળી અને તેતાલીસ સંકેતચિહ્નો ધરાવતી એમની આ નવી લિપિમાં બારાખડીના તમામ સંયુક્ત સ્વરો અને ઉચ્ચાર-સંકેતોનો સમાવેશ કર્યો. આ લિપિથી સંગીતનું વાચન અને લખાણ દૃષ્ટિવાનોની અન્ય લિપિઓ કરતાં વધુ આસાન રીતે થઈ શકે છે અને તેનો ઉચ્ચ ગણિત માટે ઉપયોગ પણ થઈ શકે છે.
આમ પોતાના જીવનમાં સૌથી દુ:ખદાયક ઘટના સર્જનાર સોયાના સાધનનો ઉપયોગ કરીને બ્રેઇલે લાખો પ્રજ્ઞાચક્ષુઓ આ સોયાથી ઉપસાવેલા અક્ષરો પર આંગળીના ટેરવાના સ્પર્શમાત્રથી પુસ્તકોનાં પુસ્તકો વાંચી શકે તેવી લિપિનું સર્જન કર્યું જે વિશ્વની લગભગ બધી જ ભાષાઓમાં લિવ્યંતર પામી. આજે સમગ્ર વિશ્વ એને બ્રેઇલ લિપિ તરીકે ઓળખે છે.
५०
જન્મ : ૪ જાન્યુઆરી, ૧૮૦૯, કૉપપ્રે, પૅરિસ, ફ્રાન્સ : ૬ જાન્યુઆરી, ૧૮૫૨, પૅરિસ, ફ્રાન્સ
અવસાન
જીવનનું જવાહિર
મૉટરની એક ફેક્ટરીમાં મોરિસ કારીગર તરીકે કામ કરતો હતો. મૉટરના
મહેણાંનો પ્રત્યેક ભાગની એને ઝીણવટભરી
જવાબ
જાણકારી હતી. બધા મિકેનિકોમાં એ સહુથી વધુ કુશળ મિકેનિક ગણાતો હતો. મૉટરના એન્જિનની ખામી કોઈને જડતી
ન હોય, તો એની તપાસ મોરિસને સોંપવામાં આવતી. આ બાહોશ
મિકેનિક મહેનત કરીને એ ક્ષતિ ખોળી કાઢતો અને એને રિપેર કરીને મૉટરને ફરી ચાલુ કરી દેતો.
એક વાર મોરિસ કારખાનામાં મોડો પહોંચ્યો. નસીબજોગે એ દિવસે કંપનીના માલિક કારખાનાની મુલાકાતે આવ્યા હતા. એમણે હાજરીપત્રક મંગાવીને બધા કારીગરોના આગમનનો સમય જોયો. એટલામાં મોરિસ આવી પહોંચ્યો. ફેક્ટરીના માલિકે એને ઠપકો આપ્યો. તેઓ મોરિસની કાબેલિયતને જાણતા હતા, પરંતુ એમને થયું કે પોતે માલિક છે અને જો ઠપકો ન આપે તો કેમ ચાલે ? આથી એમણે મોરિસને કહ્યું, “આ રીતે મોડા આવવું બરાબર નથી. સમયનું બરાબર પાલન થવું જોઈએ.”
મોરિસે નમ્રતાથી વિલંબનાં કારણો આપ્યા અને કહ્યું, “અત્યંત અનિવાર્ય પરિસ્થિતિ હોવાને કારણે જ આવો વિલંબ થયો છે.”
જીવનનું જવાહિર
૩૧