Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો અને તે પણ હસતે મુખે. એમણે નક્કી કર્યું કે હવે જીવનમાં જે કંઈ આવવાનું છે તે ૨ડીને, ડરીને કે ગભરાઈને સ્વીકારવાને બદલે એને ઉલ્લાસથી આવકાર આપો. બીજી આંખને બચાવવા માટે બૂથને એક જ વર્ષમાં બાર બાર ઑપરેશન કરાવવાં પડ્યાં. બૂથે આવેલી આફતને આનંદથી સ્વીકારી લીધી, એક પછી એક ઓપરેશન થવા લાગ્યાં. બૂથ ટારકિંસ્ટન કહેતા કે આ બાર બાર ઑપરેશનોમાં પ્રત્યેક ઑપરેશને હું વધુ ને વધુ અનુભવસમૃદ્ધ બનતો ગયો. આ પરિસ્થિતિમાંથી કંઈક ને કંઈક પદાર્થપાઠ મેળવતો ગયો. એ પછી તો અંધાપાનો ભય ચાલ્યો ગયો અને પ્રત્યેક ઑપરેશને થતો નવો અનુભવ મને આનંદ, સુખ અને શાંતિ આપતો ગયો. આ બાર ઓપરેશનનો અનુભવ એટલો મહત્ત્વનો અને વ્યક્તિત્વનો વિકાસ કરનારો નીવડ્યો કે એ અનુભવ જીવનના કોઈ પણ આનંદસભર અનુભવ કરતાં બૂથને ચડિયાતો લાગ્યો. પરિસ્થિતિનો સ્વીકાર અને જાતે સહન કરવાની શક્તિને કારણે બૂથ પ્રસન્ન જીવન ગાળી શક્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનાં પત્ની *પ્રથમ મહિલા” તરીકે ઓળખાય છે. શિષ્ટાચારનો ૧૯૩૩માં અમેરિકાનાં પ્રથમ મહિલા અને રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટનાં સવાલ પત્ની અન્ના એલિનોર રૂઝવેલ્ટે અમેરિકી પ્રમુખનાં પત્ની તરીકે પ્રથમ વાર પત્રકાર-પરિષદ યોજી. “માય ડે” નામના વર્તમાનપત્રમાં વર્ષો સુધી કૉલમ-લેખન કર્યું. સમાજસેવા કાજે સમગ્ર દેશનો વ્યાપક પ્રવાસ કરીને જાતમાહિતી એકત્ર કરી. સૌથી વિશેષ તો ૧૯૪૬માં યુનોમાં માનવ-અધિકાર પંચના અધ્યક્ષ તરીકે મહત્ત્વની કામગીરી બજાવી. રાજકીય સમસ્યાઓમાં ઊંડો રસ લઈ વિશ્વ-રાજ કારણના પ્રવાહોનો અભ્યાસ કરી પ્રખર વક્તા તરીકે સર્વત્ર પ્રસિદ્ધ થયા. અમેરિકાના ડેમોક્રેટિક પક્ષ પર એમનો ઘણો પ્રભાવ રહ્યો અને અમેરિકાના જાહેરજીવનનાં ખ્યાતનામ મહિલા તરીકે સર્વત્ર ઓળખાવા લાગ્યાં. એક ભોજન-સમારંભમાં પ્રમુખ રૂઝવેલ્ટની સાથે અન્ના એલિનોર પણ ગયાં હતાં અને એ સમયે એમને જોઈને એક વૃદ્ધ પુરુષ એમની પાસે આવ્યા. એમણે કહ્યું, “મારી પત્ની આપને મળવા માટે ખૂબ આતુર છે. એના જીવનની આ એક મોટી જન્મ : ૨૯ જુલાઈ, ૧૮૬૯, ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના, અમેરિકા અવસાન : ૧૯ મે, ૧૯૪૬, ઇન્ડિયાનાપોલિસા, ઇન્ડિયાના, અમેરિકા ૧૮ જીવનનું જવાહિર જીવનનું જવાહિર ૬૯

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82