________________
જાળવીને પાછું આપીશ અને વરસાદને કારણે એનાં પાનાં થોડાં પલળી જવાથી સહેજ બગડી ગયું. અબ્રાહમ લિંકન પડોશી પાસે ગયા અને ક્ષમાયાચના સાથે વાત કરી.
પુસ્તક બગડી જવાથી થયેલું નુકસાન ભરપાઈ કરવાની ખાતરી આપી અથવા તો પડોશી કહે તો થોડા દિવસમાં પૈસા રળીને નવું પુસ્તક એને પાછું આપી જશે એમ કહ્યું. એમનો પડોશી એક વિશાળ ખેતરનો માલિક હતો, એને ખેડૂતની જરૂરત હતી.
એણે અબ્રાહમ લિંકનને કહ્યું, “જો તું મારા ખેતરમાં ત્રણ દિવસ કામ કરે તો તારી પાસેથી કશી કિંમત વસૂલ કરીશ નહીં.”
અબ્રાહમ લિંકને પૂછ્યું, “હું ત્રણ દિવસ તમારા ખેતરમાં મજૂરી કરવા તૈયાર છું. આટલી મજૂરીથી પુસ્તકને થયેલું નુકસાન ભરપાઈ થશે કે પછી નવું પુસ્તક લાવવાની કિંમત ભરપાઈ થશે?”
પડોશીએ કહ્યું, “જો તું ત્રણ દિવસ માટે ખેતમજૂરી કરીશ તો આ પુસ્તક તારું. આ પુસ્તક પછી તારે જ રાખી લેવાનું.”
અબ્રાહમ લિંકને પડોશીના ખેતરમાં ત્રણ દિવસ કાળી મજૂરી કરી, પરંતુ એને અપાર હર્ષ એ થયો કે એના બદલામાં પેલું પુસ્તક પોતીકું થઈ ગયું.
પૂર
જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, હોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૬૫, વૉશિંગ્ટન ડી.સી., અમેરિકા
જીવનનું જવાહિર
સહુ
સમાન
‘પધારો ! કોમરેડ ! પધારો !” પોતાની વાળ કાપવાની દુકાનમાં પ્રવેશી રહેલા સોવિયેત રશિયાના સર્વોચ્ચ નેતા લેનિનનું વાળંદે સન્માનપૂર્વક સ્વાગત કર્યું.
વાળંદની દુકાનમાં પોતાનો વાળ કપાવવાનો વારો આવવાની રાહ જોઈને બેઠેલા બીજા લોકોએ પણ આ મહાન નેતાને જોઈને ઊભા થઈને ઉમળકાભેર એમનું સ્વાગત કર્યું.
સહુ કોઈને માટે કોમરેડ લેનિન એ નૂતન રશિયાની રચના માટે મથનારા મહાન અને સમર્થ નેતા હતા. આખી દુનિયાએ રશિયાની ઑક્ટોબરની ક્રાંતિ જોઈ હતી અને લેનિનની મહત્તા જાણી હતી.
લેનિને વાળંદના અને એના ગ્રાહકોના હૂંફાળા આવકારનો હસ્તધનૂન કરીને સ્વીકાર કર્યો. ગ્રાહકોએ પહેલાં લેનિનના વાળ કાપવા માટે વાળંદને કહ્યું.
આ જોઈને લેનિને દઢતાથી કિંતુ નમ્રતાથી કહ્યું, “ના ! ના. મારો વારો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.”
આટલું બોલીને વાળંદની દુકાનમાં પડેલું અખબાર હાથમાં જીવનનું જવાહિર
૫૩